વર્લ્ડકપની તૈયારી શરૂ ! 20 નામો લગભગ ફાઈનલ, જાણો કોના કપાઈ શકે છે પત્તાં

Share this story

Preparations for the World Cup begin

  • BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયા (Team India) પણ તેના નવા મિશનની રાહ જોઈ રહી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ (World Cup) જીતવાની તક ગુમાવી અને એ પછી તેની સાથે કેટલીક બીજી સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે બીસીસીઆઈએ વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.

20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે :

રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે અને તેમને  વર્લ્ડ કપ પહેલા તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 10મી જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે આ વર્ષની પહેલી વનડે સીરિઝ રમવાની છે અને એ ટીમમાં ટીમમાં કુલ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

એ જોઈને એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓને આગળ પણ તક આપવામાં આવી શકે છે.  ટીમ ઈન્ડિયા 2011 થી વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી અને આ સાથે જ 2013 પછી ટીમે એક પણ ICC ટ્રોફી પર કબજો કર્યો નથી.

રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન :

10 મી જાન્યુઆરીના યોજાયેલ શ્રીલંકા સામેની વનડે સીરિઝ માટે રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કકે આ બંનેનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે જાડેજાની પસંદગી થઈ શકે છે. આ સાથે જ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હજુ પણ ઈજાગ્રસ્ત છે પણ વર્લ્ડ કપમાં હજુ 10 મહિના બાકી છે.

આ 20 ખેલાડીઓની વર્લ્ડ કપ માટે પસંદગી થઈ શકે છે :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ. , કેએલ રાહુલ, શુભમન ગિલ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, રિષભ પંત, સંજુ સેમસન/આર અશ્વિન/ભુવનેશ્વર કુમાર/ઋતુરાજ ગાયકવાડ/અન્ય.

આ પણ વાંચો :-