યુટ્યુબ પર પૈસા કમાઈ લાખો કમાઈને ચૂકવ્યું દેવું, તમે પણ જાણો કઈ રીતે થઈ શકે અધધધ..કમાણી ?

Share this story

Earning money on YouTube

  • આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

આજકાલ સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું. ત્યારબાદ YouTube પર તેણે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

સોશિયલ મીડિયાનું આજે ખૂબ જ ચલણ છે. એવામાં YouTubeને એક વ્યવસાયના રૂપમાં અપનાવીને લોકો સારી કમાણી કરી રહ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર એક શખ્સે YouTube માંથી કમાણી કરીને 40 લાખ રૂપિયાનું દેવું ચૂકવ્યૂ. બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

અર્જુને પરિવાર પરના બોજને ઓછો કરવા માટે પહેલા નોકરી કરી. પરંતુ તેને YouTube વીડિયોઝ બનાવવામાં વધુ રૂચિ આવવા લાગી. તેણે સતત વીડિયોઝ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમાંથી આવક થવા લાગી તો તેણે આ કામને ફૂલ ટાઈમ કરવા માંડ્યું. તેણે આ રીતે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

અર્જુનની જેમ તમે પણ YouTube વીડિયોઝ બનાવીને કમાણી કરી શકો છો. આ માટે તમારે યૂનિક કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. તમે તમારા શોખ અને ઈન્ટરનેટના ટ્રેન્ડ અનુસાર વીડિયોઝ બનાવી શકો છો. ચેનલ શરૂ કર્યા બાદ તમારે તેના રિવ્યૂને ધ્યાનમાં રાખીને આગળ વઘવાનું રહેશે. આ સાથે તમારે વીડિયોને મોનેટાઈઝ કરવા માટે બનાવવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખવા પડશે.

જ્યારે તમે YouTube વીડિયોઝ જુઓ છો ત્યારે તેની વચ્ચે જે એડ આવે છે તેનાથી ક્રિએટર્સને પૈસા મળે છે. જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો તમને પણ પૈસા મળશે. એમાં કેટલાક નિયમો હોય છે. તેનું પાલન જો તમારી YouTube ચેનલ પર થાય તો પૈસા મળે છે. તમારા ચેનલ પર આવતા વ્યૂઝ અનુસાર તમને પૈસા આપવામાં આવે છે.

આ પણ વાંચો :-