શું તમારી ટ્રેન મોડી પડી ? ભારતીય રેલ્વે આપે છે મફત ચા-નાસ્તો અને જમવાનું જાણો નિયમ

Share this story

Is your train late? Indian Railways offers

  • જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે. તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે. તમને ચા નાસ્તો અથવા ભોજન પીરસવામાં આવે છે.

ભારતીય રેલ્વેનું (Indian Railways) સમય કરતા મોડું ચાલવું ઘણા લોકોને સામાન્ય લાગે છે. ઘણા લોકો મુસાફરી દરમિયાન ટ્રેન લેટ ચાલવાની ફરિયાદ કરતા હોય છે. ત્યારે હાલ શિયાળાની મોસમ પણ ચાલી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની (Flog) સમસ્યા પણ યથાવત છે. આવી સ્થિતિમાં ટ્રેનો પણ મોડી પડે છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘણી વખત લોકો વિલંબના કારણે તેમની ફ્લાઈટ ચૂકી પણ જાય છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે તમને એક ખાસ સુવિધા આપે છે. જેનો તમારે લાભ લેવો જ જોઈએ. જ્યારે ટ્રેન મોડી પડે છે ત્યારે રેલવે મુસાફરોને મફત ભોજન, પાણી અને નાસ્તો આપે છે. તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો? ચાલો જાણીએ.

શું તમે આ સ્કીમ વિશે જાણો છો :

રેલવે દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ લેવો એ તમારો અધિકાર છે. મોટાભાગના લોકો આ સુવિધાઓથી વાકેફ નથી. આવી સ્થિતિમાં તમારે આ વાત જાણવી જ જોઈએ. જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે. તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે.

આ મુસાફરોને લાભ મળે છે :

રેલ્વે નિયમો અનુસાર જો કોઈ ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી પડે છે, તો મુસાફરોને નાસ્તો અને ભોજન મફત આપવામાં આવે છે. આ સુવિધા અમુક પસંદગીની એક્સપ્રેસ ટ્રેનોમાં જ ઉપલબ્ધ છે. આ ટ્રેનોમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસનો સમાવેશ થાય છે. શિયાળાની ઋતુમાં ધુમ્મસને કારણે ઘણી વખત ટ્રેનો કલાકો મોડી દોડે છે.

આવી સ્થિતિમાં જો તમારી ટ્રેન પણ લેટ છે. તો તમારે આ સુવિધાનો લાભ લેવો જોઈએ. જો ટ્રેન લેટ થાય છે તો IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. પરંતુ જો ભોજન તમારા સુધી પહોચ્યું નથી તો તમે IRCTC પાસેથી આ સુવિધાની માંગ કરી શકો છો.

આ વસ્તુઓ ખાવામાં મળે છે :

રેલ્વે નાસ્તામાં ચા કે કોફી અને બિસ્કીટ આપે છે. સાથે જ સાંજના નાસ્તામાં ચા કે કોફી અને બટર બ્રેડ આપવામાં આવે છે. દાળ, રોટલી અને શાક બપોરે જમવાના સમયે આપવામાં આવે છે. કેટલીક વાર બપોરના ભોજનમાં પુરી પણ પીરસવામાં આવે છે.

આ પણ વાંચો :-