There was talk about Tarak Mehta’s Babitaji
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Tarak Mehta Ka Ulta Chashma) બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની (Munmun Dutta) અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે.
અભિનેત્રી મુનમુન દત્તાએ એકવાર આ અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના અનેક પરણિત મિત્રોને તેના પર ક્રશ છે. મુનમુને કહ્યું હતું કે કઈ મહિલાને આટલું અટેન્શન નથી મળતું? બેશક મને પણ મારા મિત્રો તરફથી પ્રશંસા મળે છે અને તેમાંથી કેટલાક પરણિત પણ છે.
મુનમુને કહ્યું હતું કે પરંતુ તેઓ હાર્મલેસ અને સારા વખાણ કરે છે. તેઓ ખુલ્લેઆમ કહેશે કે મને તારા પર ક્રશ છે અને હું કહું છું, ‘ઠીક છે ઠીક છે’. અત્રે જણાવવાનું કે અભિનેત્રી લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે. મુનમુન હજુ સિંગલ છે.
જો કે અભિનેત્રીનું નામ તેના કોસ્ટાર અને સિરીયલમાં ટપુની ભૂમિકા ભજવી ચૂકેલા રાજ અનડકટ સાથે જોડાઈ ચૂક્યું છે. જેને લઈને અભિનેત્રીએ કહ્યું હતું કે તેઓ બંને ફક્ત મિત્ર છે. રાજ શોમાં ટપુની ભૂમિકા ભજવતો હતો પરંતુ હવે તેણે સીરિયલને ટાટા બાયબાય કરી દીધુ છે.
મુનમુનની વાત કરીએ તો તે ફિટનેસ પ્રત્યે ખુબ સજાગ છે. આ સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી તેના રિલ્સ અને વીડિયોઝ પણ પોસ્ટ કરતી રહે છે. જેના પર યૂઝર્સ પ્રશંસા પણ કરે છે.
આ પણ વાંચો :-