પશ્ચિમ બંગાળમાં ફરી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો નિર્ણય

Share this story

Stone laying on Vande Bharat Express

  • પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. RPF અને રાજ્ય પોલીસે અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળમાં (West Bengal) થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) પર સતત બીજા દિવસે પથ્થરમારાની ઘટનાસામે આવી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી (New Jalpaiguri) પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રેલવેએ તપાસ શરૂ કરી છે. ભારતીય રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

C3 અને C6 કોચના કાચ તૂટી ગયા : 

ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, પથ્થરમારાની ઘટના ત્યારે બની જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

સોમવારે પણ થયો હતો પથ્થરમારો :

માહિતી અનુસાર મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

આ પણ વાંચો :-