HomeAstrology૦૬ મે, ૨૦૨૪ / આજના દિવસે આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી...

૦૬ મે, ૨૦૨૪ / આજના દિવસે આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

મેષઃ

દિવસની શરૂઆત ઉગ્રતાથી થતી જણાય. પરંતુ બપોર બાદ એમાં સુધારો થતો જણાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધારે રહે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે.

વૃષભઃ

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. માનસિક શાંતિ રહેશે. પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. સંતાન સુખ સારૂ મળે. વિદ્યાર્થીમિત્રોને નવું જાણવાનો યોગ બને છે. દામ્પત્ય જીવનમાં શાંતિ રહે.

મિથુનઃ

દિવસ દરમ્યાન જીદ્દી પણું વધે. માનસિક અશાંતિ વધે. આકસ્મિક ખર્ચ આવી પડે. નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ પેદા થાય. બપોર પછી પરિસ્થિતિ સુધરતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારમાં સાવધાની રાખવી. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે.

સિંહઃ

આવકનું પ્રમાણ વધશે પરંતુ માનસિક ઉચાટ પણ રહેશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ રહે. પરિવારમાં સુખ-શાંતિ વધશે. સંતાન સંબંધી ચિંતા રહે. નકારાત્મક વિચાર ઉપર કાબુ રાખવો.

કન્યાઃ

આજનો દિવસ આપને માટે આનંદ-દાયક પુરવાર થશે. આવક વધતી જણાશે.પરિવારમાં મનમેળ રહેશે. જીવનસાથીની સફળતાથી આનંદ સંબંધોમાં મધુરતા જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.

તુલાઃ

સાંજ સુધી માનસિક ચિંતા રહેશે. કોઇપણ જાતના નાણાંકીય રોકાણમાં સાવધાની રાખવી. સંતાન સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં મન શાંત રાખીને કાર્ય કરવું. માતાની તબિયત સાચવવી. વાહન ચલાવતાં ધ્યાન રાખવું.

વૃ‌શ્ચિકઃ

ઉત્તમ દિવસ. આત્મબળ વધે. અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. ભાઇ-બહેનોની ચિંતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

ધનઃ

ગઇકાલનો અજંપો દુર થાય. નાણાંકીય આવક વધતી જણાય. માતાની તબિયતમાં સુધારો જણાય. ધંધામાં પણ નોંધપાત્ર પ્રગતિ થાય. માન-સન્માન વધે. મિત્રો તરફથી સહાકાર મળતો જણાય.

મકરઃ

આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાની ભાવના પ્રબળ બને. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. સંતાન સાથે પ્રેમ વધે. નવી બાબતોમાં જાણકારી વધે. સ્વાસ્થ્ય સારૂં રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકની નવી દિશા ખુલતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. માન-સન્માન વધે. ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાનની તબિયત સંબંધી ચિંતા રહે. ભાગ્ય સાથ આપતું જણાય.

મીનઃ

મનમાં જાત જાતના વિચારો આવે. શુભ તત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. ધનવાન થવાના યોગ બને. ઝવેરાત-સોનું ચાંદી ખરીદ કરી શકાય. ભાગીદારી, દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

Subscribe

Latest stories