સામેવાળી વ્યક્તિને ખબર ન પડે એમ છૂપી રીતે કોઈની Instagram સ્ટોરી જોવા માંગો છો ? જાણી લો આ ટ્રીક

Share this story

Want to secretly view someone’s Instagram story

  • જ્યારે તમે કોઈની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી જુઓ તો સામે વાળાને ખબર પડી જાય છે કે કેટલા લોકોએ તેની સ્ટોરી જોઈ છે. ઘણા લોકોને એ પસંદ નથી હોતું. એ લોકો આ ટ્રીક અપનાવી શકે છે.

ઈન્ટરનેટ (Internet) આવ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક એપ્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આજે આપણા બધાના ફોનમાં કેટલીક કોમન સોશિયલ મીડિયા (Social media) એપ્સ ચોક્કસપણે જોવા મળશે. જેમ કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp, Instagram, Facebook વગેરેનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર હાલમાં 1 બિલિયનથી વધુ સક્રિય યુઝર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર લોકો તેમના ફોટા, વિડિયો, રીલ વગેરે શેર કરી શકે છે અને એ સાથે જ આ એપ પર લોકો તેમની રોજીંદી ગતિવિધિઓને સ્ટોરી કે સ્ટેટસના રૂપમાં પણ શેર કરે છે. આ સિવાય ટેક્સ્ટ ક્વોટ હોય કે કોઈની સાથે લંચ ડેટ હોય લોકો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની તસવીરો અથવા વીડિયો શેર કરે છે.

પણ જ્યારે તમે કોઈની સ્ટોરી જુઓ તો સામે વાળાને ખબર પડી જાય છે કે કેટલા લોકોએ તેની સ્ટોરી જોઈ છે. ઘણા લોકોને એ પસંદ નથી હોતું. ઘણા લોકો ચોરી-છૂપી રીતે બીજી વ્યક્તિની સ્ટોરી જોવા માંગે છે પણ એ કેમ કરવું તે સમજાતું ન હોય. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને તેને ખબર પડે એ રીતે જોઈ શકો છો.

આપણે બધાને ખબર છે કે ઈન્સ્ટાગ્રામ પર કોઈ વ્યક્તિ સ્ટોરી શેર કરતાની સાથે જ તેના ફોટાની આસપાસ એક વર્તુળ દેખાય છે. જ્યારે અન્ય લોકો તેમની સ્ટોરી જુએ છે ત્યારે તેઓ ‘વ્યૂડ બાય’ લિસ્ટમાં તમારું નામ જોશે. એટલે કે. તેને પોસ્ટ કરનાર વ્યક્તિને ખબર પડે છે કે તેની સ્ટોરી કોણે જોઈ છે પણ જો તમે નથી ઈચ્છતા કે સામેની વ્યક્તિને ખબર પડે કે તમે તેમની સ્ટોરી જોઈ છે. તો એ માટે આ રીતે અપનાવી જુઓ..

એરપ્લેન મોડ :

આ એક સૌથી સરળ રીત છે. પહેલા Instagram ખોલો અને વાર્તા અથવા ફીડ લોડ થવા દો અને ફીડ લોડ થઈ જાય એ પછી મોબાઈલ ફોનને એરપ્લેન મોડમાં મૂકો અને લગભગ 5 સેકન્ડ રાહ જુઓ. પછી ફરીથી Instagram ખોલો અને તમે જેની સ્ટોરી જોવા માંગો છો તેના પર ટેપ કરો. આમ કરવાથી સ્ટોરી ખુલી જશે અને વ્યૂડ બાય લિસ્ટમાં પણ તમારું નામ વ્યક્તિને દેખાશે નહીં.

એકસ્ટ્રા એકાઉન્ટ  :

જો તમે કોઈ એવી વ્યક્તિની સ્ટોરી જોવા માંગો છો કે જેનું એકાઉન્ટ ઓપન છે પણ તમારું નામ અથવા પ્રોફાઇલ દર્શકોની સૂચિમાં દેખાય નહીં. તો તમે એકસ્ટ્રા એટલે કે બીજા એકાઉન્ટ દ્વારા આ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ લોકોને એક કરતાં વધુ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે અને આની મદદથી તમે બીજા વ્યક્તિની સ્ટોરી જોઈ શકો છો.

આ સિવાય ઘણી થર્ડ પાર્ટી એપ્સ અથવા વેબસાઈટસ છે જે તમને આ સુવિધા આપે છે પણ આમ કરવાથી તમારી પ્રાઈવસીમાં ખલેલ પડી શકે છે. તેથી થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઈટસથી દૂર રહેવાનો પ્રયાસ કરો જે સુરક્ષિત નથી.