Home Blog Page 1204

03 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકોને ગણેશજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

03 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભ :
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ.

મિથુન :
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્ક :
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન, પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

‌સિંહ :
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ બહેન  પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યા :
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી રાખવી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલા :
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃ‌શ્ચિક :
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધન :
મન ઉપર ખોટા નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકર :
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભ :
નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ, આનંદનો અનુભવ થાય. પતિપત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઈ જાય.

મીન :
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે. નોકરીમાં ‌િદવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

5G Service : ગ્રાહકોની બલ્લે બલ્લે થઈ જશે, આટલી મળશે જબરદસ્ત સ્પીડ

5G Service

  • નવું વર્ષ શરૂ થતાંની સાથે જ કંપનીઓ તેમના 5G સેટઅપને સંપૂર્ણપણે મજબૂત કરશે અને વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે ફક્ત કોલિંગને જ નહીં પરંતુ ઈન્ટરનેટને પણ સુધારશે.

જો તમે હજી સુધી તમારા સિમ કાર્ડમાં (sim card) 5G સેવા મેળવવાનું શરૂ કર્યું નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ક્યારે 5G સેવાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો. જેમાં તમે હાઈ સ્પીડ (High speed) પર ઈન્ટરનેટ ચલાવો અને કોલિંગનો આનંદ માણો. આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ઈન્ટરનેટ સ્પીડ વિશે વાત કરવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે હવે તમને પહેલાં કરતા ઘણી સારી ઈન્ટરનેટ સ્પીડ ઓફર કરવામાં આવશે અને આ સ્પીડના કારણે યુઝર્સ હાઈ સ્પીડ પર ઈન્ટરનેટ ડાઉનલોડ અને સર્ફિંગ કરી શકશે.

જ્યાં પહેલા તમને કોલિંગ દરમિયાન કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે તમને આ સમસ્યાથી સંપૂર્ણપણે છુટકારો મળશે અને સાથે જ કોલ બ્રેકિંગની સમસ્યા પણ ખતમ થઈ જશે.

5G સેવાની સૌથી મોટી ભૂમિકા વીડિયો કોલિંગમાં પણ જોવા મળશે જ્યાં તમને નેક્સ્ટ લેવલનો વીડિયો કોલિંગ અનુભવ કરવાનો મોકો મળશે જે તમે પહેલાં નહોતા કરી શકતા પરંતુ હવે તમે 5G સેવા સાથે કરી શકશો.

નવું વર્ષ શરૂ થતાંની સાથે જ કંપનીઓ તેમના 5G સેટઅપને સંપૂર્ણપણે મજબૂત કરશે અને વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે ફક્ત કોલિંગને જ નહીં પરંતુ ઈન્ટરનેટને પણ સુધારશે.

મોટાભાગની કંપનીઓએ તેમની 5G સેવા શરૂ કરી દીધી છે પરંતુ હજુ સુધી દરેક ક્ષેત્રમાં સેવા આપતી નથી. આવી સ્થિતિમાં કેટલાક વપરાશકર્તાઓને સેવા મળી રહી છે. જ્યારે કેટલાક વપરાશકર્તાઓને સેવા મળી રહી નથી. પરંતુ વપરાશકર્તાઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નવું વર્ષ 5G માટે સરસ રહેશે.

આ પણ વાંચો :-

મોંઘવારી કાપશે તહેવારનો પેચ ? ગુજરાતનાં પતંગ બજારના વેપારીઓએ વર્ણવી હૈયાવરાળ

0

Inflation will cut the patch of the festival

  • સુરતના પતંગ બજારમાં હજુ પણ મંદી. જથ્થાબંધ પતંગમાં ભાવવધારાથી છૂટક પતંગના ભાવ પણ વધ્યા, કાગળ, વાંસની સળીના ભાવમાં 40 ટકાનો વધારો.

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે કામ કરી  રહ્યાં છે ત્યારે અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો (Uttarayana) તહેવાર પણ સામેલ છે. ઉત્તરાયણનો તહેવાર આવે તો મોઢામાં પ્રથમ શબ્દ ગુજરાત અને ગુજરાતીઓ જ આવે. ગુજરાતમાં સુરત (Surat) સૌથી મોટું પતંગ માર્કેટ ગણાય છે પંરતુ પતંગ બજારમાં હજુ મંદી જોવા મળી છે.

સુરતના પતંગ બજારમાં હજુ મંદી :

સુરતના પતંગ બજારમાં હજુ મંદી જોવા મળી રહી છે. બીજી તરફ જથ્થાબંધ પતંગ બજારમાં ઓર્ડર મુજબ ઘરાકી છે. એક તરફ પતંગના રો મટીરીયલના ભાવ વધ્યા છે અને બીજી તરફ પતંગની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈ પંતગના વેપારીમાં ચિંતા ઘેરાઈ છે ગયા વર્ષે કોરોનાને લઈ માર્કેટ ઠંડુ જોવા મળ્યું હતું જ્યારે આ વર્ષે પણ હજુ સુધી મંદી જોવા મળી રહી છે.

પતંગના રો મટીરીયલના ભાવ વધ્યા :

પતંગના રો-મટીરીયલમાં ભાવ વધ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે કાગળ, વાંસની સળીના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જથ્થાબંધ પતંગમાં ભાવવધારાથી છૂટક પતંગના ભાવ પણ વધ્યા છે. સુરતના રાંદેરમાં પાંચ પેઢીથી એક પરિવાર પતંગ બનાવે છે. હવે ઉત્તરાયણને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ વર્ષે પતંગ માર્કેટમાં અજી રોનક આવી નથી.

અમદાવાદ બજારમાં પતંગોમાં અવનવી વેરાયટી :

ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ છે. અમદાવાદ બજારમાં પતંગોમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને યુવાનો માટે અવનવી પતંગો અને ફિરકીઓ છે. માંજાને કલર કરનાર લોકો પણ યુપીથી ગુજરાત આવી ગયા છે. જો કે અત્યારે પતંગ અને દોરીના રીલના ભાવમાં વધારાથી થોડી મંદી જોવા મળી રહી છે. 5 હજાર વાર દોરી રંગવાના ભાવ 250થી 300 રૂપિયા ચાલી રહ્યાં છે તેવું વેપારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો :-

શું તમારી ટ્રેન મોડી પડી ? ભારતીય રેલ્વે આપે છે મફત ચા-નાસ્તો અને જમવાનું જાણો નિયમ

0

Is your train late? Indian Railways offers

  • જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે. તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે. તમને ચા નાસ્તો અથવા ભોજન પીરસવામાં આવે છે.

ભારતીય રેલ્વેનું (Indian Railways) સમય કરતા મોડું ચાલવું ઘણા લોકોને સામાન્ય લાગે છે. ઘણા લોકો મુસાફરી દરમિયાન ટ્રેન લેટ ચાલવાની ફરિયાદ કરતા હોય છે. ત્યારે હાલ શિયાળાની મોસમ પણ ચાલી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની (Flog) સમસ્યા પણ યથાવત છે. આવી સ્થિતિમાં ટ્રેનો પણ મોડી પડે છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘણી વખત લોકો વિલંબના કારણે તેમની ફ્લાઈટ ચૂકી પણ જાય છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે તમને એક ખાસ સુવિધા આપે છે. જેનો તમારે લાભ લેવો જ જોઈએ. જ્યારે ટ્રેન મોડી પડે છે ત્યારે રેલવે મુસાફરોને મફત ભોજન, પાણી અને નાસ્તો આપે છે. તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો? ચાલો જાણીએ.

શું તમે આ સ્કીમ વિશે જાણો છો :

રેલવે દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ લેવો એ તમારો અધિકાર છે. મોટાભાગના લોકો આ સુવિધાઓથી વાકેફ નથી. આવી સ્થિતિમાં તમારે આ વાત જાણવી જ જોઈએ. જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે. તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે.

આ મુસાફરોને લાભ મળે છે :

રેલ્વે નિયમો અનુસાર જો કોઈ ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી પડે છે, તો મુસાફરોને નાસ્તો અને ભોજન મફત આપવામાં આવે છે. આ સુવિધા અમુક પસંદગીની એક્સપ્રેસ ટ્રેનોમાં જ ઉપલબ્ધ છે. આ ટ્રેનોમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસનો સમાવેશ થાય છે. શિયાળાની ઋતુમાં ધુમ્મસને કારણે ઘણી વખત ટ્રેનો કલાકો મોડી દોડે છે.

આવી સ્થિતિમાં જો તમારી ટ્રેન પણ લેટ છે. તો તમારે આ સુવિધાનો લાભ લેવો જોઈએ. જો ટ્રેન લેટ થાય છે તો IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. પરંતુ જો ભોજન તમારા સુધી પહોચ્યું નથી તો તમે IRCTC પાસેથી આ સુવિધાની માંગ કરી શકો છો.

આ વસ્તુઓ ખાવામાં મળે છે :

રેલ્વે નાસ્તામાં ચા કે કોફી અને બિસ્કીટ આપે છે. સાથે જ સાંજના નાસ્તામાં ચા કે કોફી અને બટર બ્રેડ આપવામાં આવે છે. દાળ, રોટલી અને શાક બપોરે જમવાના સમયે આપવામાં આવે છે. કેટલીક વાર બપોરના ભોજનમાં પુરી પણ પીરસવામાં આવે છે.

આ પણ વાંચો :-

બોલીવુડમાં દુકાન ન ચાલી તો આ હસીનાએ બાજી બદલી, ધીરે રહીને ઘુસી ગઈ સલમાનના ઘરમાં !

If the shop did not work in Bollywood

  • ન જાણે કેટલા લોકો બોલિવૂડનો ચમકતો સ્ટાર બનવાનું સપનું લઈને મુંબઈ પહોંચે છે. પરંતુ આમાંથી અમુક જ લોકો સફળ થાય છે. બીજી તરફ કેટલાક લોકો પોતાના સપના પૂરા કરવા માટે અલગ-અલગ રીતે લોકપ્રિય થવાનો પ્રયાસ કરે છે.

ફોટામાં દેખાતી આ અભિનેત્રીનું નામ જ્યોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andrea) છે. તેમના દ્વારા ભજવવામાં આવેલ કોઈ પાત્ર તમને ભાગ્યે જ યાદ હશે. જોકે મોટાભાગના લોકો તેનું નામ એટલા માટે પણ યાદ રાખે છે કારણ કે તે હસીના અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ છે. જ્યોર્જિયા સોશિયલ મીડિયા (Social media) પર ઘણી એક્ટિવ રહે છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કારકિર્દીમાં લોકોને બહુ રસ નથી. તેની સોશિયલ મીડિયા પોસ્ટસ જોઈને ઘણા લોકોને એવું પણ લાગે છે કે તે પોતે પણ પોતાના કરિયરની પરવા નથી કરતી. અભિનેત્રી લોકોનું ધ્યાન ખેંચવા માટે એક કરતા વધુ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

આ તસવીરો જોયા પછી તમે પણ સમજી ગયા હશો કે જ્યોર્જિયા બોલ્ડનેસની હદ પાર કરવામાં માહેર છે. તેના ક્લીવેજથી લઈને પીઠ સુધી, અભિનેત્રી કપડાં જાહેર કરવામાં લોકોને આકર્ષવાનું કામ કરે છે પરંતુ કદાચ અભિનેત્રીનું ધ્યાન તેના અભિનય પરથી હટી ગયું છે.

ઘણા લોકો એવું પણ માને છે કે જ્યોર્જિયાની સુંદરતા એ વાતનો પુરાવો છે કે માત્ર સારા દેખાવથી બોલિવૂડ સ્ટાર બની શકતો નથી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ પણ તેના કપડાના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણી વખત ટ્રોલનો શિકાર બની છે.

ટૂંકા અને બોલ્ડ કપડાં પહેરવાથી લઈને અરબાઝ ખાન સાથે સ્થાન મેળવવા સુધી જ્યોર્જિયા હંમેશા આ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મોના કારણે તેને ભાગ્યે જ આટલી લોકપ્રિયતા મળી હશે. તેની સુંદરતાનો જાદુ માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત હતો અને તે બોલિવૂડની ઊંચાઈ સુધી પહોંચવાનું ચૂકી ગઈ.

આ પણ વાંચો :-

તારક મહેતા..’ની બબીતાજી વિશે એવી વાત સામે આવી કે જેઠાલાલ તો ઠીક, ફેન્સને પણ લાગશે તગડો આઘાત

There was talk about Tarak Mehta’s Babitaji

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Tarak Mehta Ka Ulta Chashma) બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર  ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની (Munmun Dutta) અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે.

અભિનેત્રી મુનમુન દત્તાએ એકવાર આ અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના અનેક પરણિત મિત્રોને તેના પર ક્રશ છે. મુનમુને કહ્યું હતું કે કઈ મહિલાને આટલું અટેન્શન નથી મળતું? બેશક મને પણ મારા મિત્રો તરફથી પ્રશંસા મળે છે અને તેમાંથી કેટલાક પરણિત પણ છે.

મુનમુને કહ્યું હતું કે પરંતુ તેઓ હાર્મલેસ અને સારા વખાણ કરે છે. તેઓ ખુલ્લેઆમ કહેશે કે મને તારા પર ક્રશ છે અને હું કહું છું, ‘ઠીક છે ઠીક છે’. અત્રે જણાવવાનું કે અભિનેત્રી લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે. મુનમુન હજુ સિંગલ છે.

જો કે અભિનેત્રીનું નામ તેના કોસ્ટાર અને સિરીયલમાં ટપુની ભૂમિકા ભજવી ચૂકેલા રાજ અનડકટ સાથે જોડાઈ ચૂક્યું છે. જેને લઈને અભિનેત્રીએ  કહ્યું હતું કે તેઓ બંને ફક્ત મિત્ર છે. રાજ શોમાં ટપુની ભૂમિકા ભજવતો હતો પરંતુ હવે તેણે સીરિયલને ટાટા બાયબાય કરી દીધુ છે.

મુનમુનની વાત કરીએ તો તે ફિટનેસ પ્રત્યે ખુબ સજાગ છે. આ સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી તેના રિલ્સ અને વીડિયોઝ પણ પોસ્ટ કરતી રહે છે. જેના પર યૂઝર્સ પ્રશંસા પણ કરે છે.

આ પણ વાંચો :-

વર્લ્ડકપની તૈયારી શરૂ ! 20 નામો લગભગ ફાઈનલ, જાણો કોના કપાઈ શકે છે પત્તાં

0

Preparations for the World Cup begin

  • BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયા (Team India) પણ તેના નવા મિશનની રાહ જોઈ રહી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ (World Cup) જીતવાની તક ગુમાવી અને એ પછી તેની સાથે કેટલીક બીજી સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે બીસીસીઆઈએ વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.

20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે :

રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે અને તેમને  વર્લ્ડ કપ પહેલા તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 10મી જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે આ વર્ષની પહેલી વનડે સીરિઝ રમવાની છે અને એ ટીમમાં ટીમમાં કુલ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

એ જોઈને એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓને આગળ પણ તક આપવામાં આવી શકે છે.  ટીમ ઈન્ડિયા 2011 થી વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી અને આ સાથે જ 2013 પછી ટીમે એક પણ ICC ટ્રોફી પર કબજો કર્યો નથી.

રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન :

10 મી જાન્યુઆરીના યોજાયેલ શ્રીલંકા સામેની વનડે સીરિઝ માટે રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કકે આ બંનેનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે જાડેજાની પસંદગી થઈ શકે છે. આ સાથે જ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હજુ પણ ઈજાગ્રસ્ત છે પણ વર્લ્ડ કપમાં હજુ 10 મહિના બાકી છે.

આ 20 ખેલાડીઓની વર્લ્ડ કપ માટે પસંદગી થઈ શકે છે :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ. , કેએલ રાહુલ, શુભમન ગિલ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, રિષભ પંત, સંજુ સેમસન/આર અશ્વિન/ભુવનેશ્વર કુમાર/ઋતુરાજ ગાયકવાડ/અન્ય.

આ પણ વાંચો :-

યુટ્યુબ પર પૈસા કમાઈ લાખો કમાઈને ચૂકવ્યું દેવું, તમે પણ જાણો કઈ રીતે થઈ શકે અધધધ..કમાણી ?

Earning money on YouTube

  • આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

આજકાલ સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું. ત્યારબાદ YouTube પર તેણે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

સોશિયલ મીડિયાનું આજે ખૂબ જ ચલણ છે. એવામાં YouTubeને એક વ્યવસાયના રૂપમાં અપનાવીને લોકો સારી કમાણી કરી રહ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર એક શખ્સે YouTube માંથી કમાણી કરીને 40 લાખ રૂપિયાનું દેવું ચૂકવ્યૂ. બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

અર્જુને પરિવાર પરના બોજને ઓછો કરવા માટે પહેલા નોકરી કરી. પરંતુ તેને YouTube વીડિયોઝ બનાવવામાં વધુ રૂચિ આવવા લાગી. તેણે સતત વીડિયોઝ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમાંથી આવક થવા લાગી તો તેણે આ કામને ફૂલ ટાઈમ કરવા માંડ્યું. તેણે આ રીતે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

અર્જુનની જેમ તમે પણ YouTube વીડિયોઝ બનાવીને કમાણી કરી શકો છો. આ માટે તમારે યૂનિક કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. તમે તમારા શોખ અને ઈન્ટરનેટના ટ્રેન્ડ અનુસાર વીડિયોઝ બનાવી શકો છો. ચેનલ શરૂ કર્યા બાદ તમારે તેના રિવ્યૂને ધ્યાનમાં રાખીને આગળ વઘવાનું રહેશે. આ સાથે તમારે વીડિયોને મોનેટાઈઝ કરવા માટે બનાવવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખવા પડશે.

જ્યારે તમે YouTube વીડિયોઝ જુઓ છો ત્યારે તેની વચ્ચે જે એડ આવે છે તેનાથી ક્રિએટર્સને પૈસા મળે છે. જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો તમને પણ પૈસા મળશે. એમાં કેટલાક નિયમો હોય છે. તેનું પાલન જો તમારી YouTube ચેનલ પર થાય તો પૈસા મળે છે. તમારા ચેનલ પર આવતા વ્યૂઝ અનુસાર તમને પૈસા આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

હોટલમાં રોકાયું હતું કપલ, અચાનક પડદા પર પડી પત્નીની નજર, જોતા બેભાન જેવી થઈ

The couple was staying in the hotel

  • એમપીના ઈન્દોરની હોટલમાં એક કપલને કડવો અનુભવ થયો હતો જે કોઈની પણ સાથે બની શકે છે માટે સાવધાન રહેજો.

કોલકાતાથી (Kolkata) એક દંપતી ઈન્દોર (Indore) પહોંચ્યું હતું અને એક હોટલમાં રોકાયું હતું. પતિ થોડા સમય માટે કોઈ કામ માટે બહાર ગયો હતો અને મહિલા રૂમમાં તૈયાર થઈ રહી હતી. આ દરમિયાન તેની નજર પડદા પર પડી ગઈ. તેણે જોયું કે પડદા પાછળથી ત્રણ યુવકો તેને જોઈ રહ્યા હતા. આ જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

પડદા પાછળથી તૈયાર થતી મહિલાને જોઈ રહ્યા યુવાનો :

આ શરમજનક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની એક હોટલમાં બની હતી. અહીં કોલકાતામાં રહેતા એક કપલ એક રૂમમાં રોકાયા હતા. મહિલા રૂમમાં તૈયાર થઈ રહી હતી. પછી તેની નજર પડદા પર પડી અને તે બેભાન થવા જેવી થઈ ગઈ હતી. તેણે જોયું તો પડદા પાછળ ત્રણ યુવકો ઊભા હતા. ઉલ્લેખનીય છે કે ઈન્દોરના ભવર કુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોલારિસ હોટલ છે. એક પતિ-પત્ની કોલકાતાથી આવ્યા હતા અને અહીં રોકાયા હતા. પતિ કોઈ કામ માટે નીચે ગયો હતો અને મહિલા તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી.

આ દરમિયાન હાઉસકીપિંગ સ્ટાફના ત્રણ યુવકો પડદા પાછળથી ડોકિયું કરવા લાગ્યા હતા. જેવી જ મહિલાની નજર યુવકો પર પડી કે તરત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્રણેય યુવકો તેને તૈયાર થતા જોઈ રહ્યા હતા.

સીસીટીવીમાં કેદ થયું કૃત્ય  :

યુવકોની આ ધૃણાસ્પદ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ પરથી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને તેમાં ત્રણેય યુવકો જોવા મળ્યા હતા. ઘટના અંગે મહિલાએ ભંવરકુઆન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવરકુઆનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) શશીકાંત ચૌરસિયાએ જણાવ્યું હતું કે પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :-

નોટબંધીને લઈને મોટા સમાચાર : સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કહ્યું કે તમારો નિર્ણય….

0

Big news regarding demonetisation

  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે અધિસૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો. સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.