Home Blog Page 1203

05 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

05 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનંુ વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહાકર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમિયાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. ‌સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

મંત્રીઓના અંગત મદદનીશ અને સચિવો બાદ હવે બંગલાની ફાળવણી પૂર્ણ, 23 નંબરનો બંગલો કોણે મળશે ?

0

After the personal assistants and secretaries

  • નવી સરકાર બન્યા પછી મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ તેમના નિવાસ્થાન અને બંગલાની ફાળવણી પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ રહી છે.

ખાસ વાત એ છે કે એકમાત્ર બંગલો કે જે મંદિરવાળો બંગલો (Bungalow with a Temple) કહેવાય છે તે અને હાલ દેશના ગૃહમંત્રી (Home Minister) અને તે સમયના ગુજરાતના અમિત શાહ (Amit Shah) જે બંગલામાં સૌથી વધારે રહ્યા તે પાંચ નંબરનો બંગલો મંત્રી ભાનુબહેન બાબરિયાને (Bhanubhein Babria) ફાળવાયો છે.

મંત્રીઓના નિવાસ્થાનમાં એક નિવાસ્થાન જે બંગલાની હંમેશા ચર્ચા થતી રહે છે તે મેલડી માતાજીની દેરી ત્યાં હોવાથી આ બંગલો મંદિર વાળો બંગલો કહેવાય છે. મંત્રી નીવસમાં પ્રમોશન આપતો 23 નંબરનો બંગલો ખાલી રહયો છે. મુખ્યમંત્રી હાઉસની સામે આવેલ આ 23 નંબરના બંગલામાં સૌથી વધારે લાંબા સમય સુધી વજુભાઈ વાળા રહી ચુક્યા છે.

આજ ઘરમાં રહીને મંત્રી રહેલા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આ બંગલો નવા મંત્રી મંડળમાં કોઈ ફાળવાયો નથી. આ બંગલો હવે કોણે ફાળવાશે તે જોવું રહ્યું. આ નવી ફાળવણીમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા 10 સીનીયર મંત્રીઓ કે જે સરકારની નજીક રહ્યા હતા તે તમામના બંગલા ખાલી રખાયા છે.

અગાઉ વિપક્ષના નેતાને ફળવાયેલો 7 નંબરનો બંગલો હાલના મંત્રી મુળુભાઈ બેરાને ફાળવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પહેલી ટર્મમાં મંત્રી રહેલા અને આગલી હરોળના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, અને મુકેશ પટેલના બંગલા યથાવત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

‘હું અહીંથી કૂદી રહ્યો છું’ કહીને સગાસંબંધીની સામે જ યુવકે લગાવી દીધી મોતની છલાંગ

0

Saying I am jumping from here

  • યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું અને પછી ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન આવવા કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.

સુરતમાં (Surat) ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સીટીલાઈટના આર્જવ એપાર્ટમેન્ટમાં NRI યુવકે 7 માળેથી કૂદી આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એટલું જ નહીં NRI યુનવકે પોતાના સગાસંબંધીની સામે જ કૂદી જઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવક પાંચ દિવસ પહેલા જ પુણેથી સુરત આવ્યો હતો. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) બહાર આવ્યું છે કે યુવક માનસિક બીમારીના તણાવમાં આવી આ પગલું ભર્યું છે. આ ઘટના સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમેરિકા ખાતે રહેતા 38 વર્ષીય NRI  દીપેશભાઈ રમણલાલ પંજાબી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતો હતો. 5 દિવસ પહેલાં જ દીપેશભાઈ તેમના કાકા બીમાર હોવાના કારણે તેમની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યો હતો. સોમવારે તે સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેણે બારીની બહાર નજર કરી “હું અહીંથી કૂદી રહ્યો છું” એમ કહીને નીચે પડતું મૂકી દીધું હતું.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે યુવક જ્યારે ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છું અને પછી ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન આવવા કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.

મહત્વનું છે કે, મૃતક યુવક પાંચ દિવસ પહેલાં પુણેથી સુરત આવ્યો હતો. માનસિક બીમારીના કારણે તણાવમાં આવી યુવકે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં ફરી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થમારો, તાત્કાલિક ધોરણે રેલ્વેએ લીધો મોટો નિર્ણય

0

Stone laying on Vande Bharat Express

  • પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. RPF અને રાજ્ય પોલીસે અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ બંગાળમાં (West Bengal) થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) પર સતત બીજા દિવસે પથ્થરમારાની ઘટનાસામે આવી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી (New Jalpaiguri) પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને રેલવેએ તપાસ શરૂ કરી છે. ભારતીય રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

C3 અને C6 કોચના કાચ તૂટી ગયા : 

ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, પથ્થરમારાની ઘટના ત્યારે બની જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે આરપીએફએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

સોમવારે પણ થયો હતો પથ્થરમારો :

માહિતી અનુસાર મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો.

ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

આ પણ વાંચો :-

એક વર્ષમાં ગુજરાતમાં 92.21 કરોડના ઈ-મેમો ! ટ્રાફિકના નિયમો તોડી ઈ-મેમો મેળવવામાં અમદાવાદીઓ અવ્વલ !

0

92.21 crore e-memo in Gujarat in one year

  • સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ મામલો આ આંકડાઓ ચિંતાજનક સ્થિતિનું સુચન કરે છે. આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે.

ટ્રાફિકના નિયમોની (Traffic rules) ઐસીતૈસી કરવામાં ગુજરાતીઓ કંઈ બાકી નથી મુકતા. સિંગલ જોયા વિના વાહન દોડાવી દેવું એ તો જાણે હવે સ્વભાવ બની ગયો છે. જેને કારણે માત્ર એક જ દિવસમાં રેડલાઈટ વાયોલેશનના (Red Light Violation) અસંખ્ય કેસ બનતા હોય છે. આ અંગે એક આરટીઆઈ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે.

ગુજરાત રાજ્યના 33 જિલ્લાની  36 જેટલી RTO અને ARTO કચેરી ધ્વારા રૂપિયા 92.21 કરોડનો ઇ-ચલણ મેમાં રાજ્યની જનતાને ફટકારવામાં આવ્યા છે. RTI- માહિતી અધિનિયમ 2005 હેઠળ  માંગવામાં આવેલી માહિતીમાં રાજ્યની વાહન વ્યવહાર કચેરી ધ્વારા માહિતી આપવામાં આવી છેકે રાજ્યમાં સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ રૂપિયા 92,21,94,224 ના મેમાં ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં એક માહિતી અધિનિયમ 2005 હેઠળ એક RTI અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી માંગવામાં આવી હતી કે રાજ્યમાં વર્ષ 2019થી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કેટલા રૂપિયા દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યા. તેના સંદર્ભે વાહન વ્યવહાર કમિશનર કચેરી ધ્વારા ઈ ચલણ સોફ્ટવેરમાંથી સપ્ટેમ્બર 2021 થી ઓગસ્ટ 2022 સુધીની માહિતી આપવામાં આવી હતી.

વાહન વ્યવહાર કમિશનર કચેરી આપવામાં આવેલ માહિતી મુજબ રાજ્યના જિલ્લાઓ અને શહેરોમાં આવેલી RTO અને ARTO કચેરીઓએ  સપ્ટેમ્બર-2021થી જ્યારે મોટર વાહન અધિનિયમમાં ગુનાઓ માટેના દંડ અર્થે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે ઈ-ચલણ દ્વારા રૂપિયા 92,21,94,224 દંડ ઈશ્યૂ કર્યો છે. માહિતીમાં આપેવામાં આવેલ સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બર-2021થી ઓગસ્ટ 2022ના દરમિયાન સૌથી વધુ દંડ રૂ. 11,62,62,219 અમદાવાદ શહેર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

ત્યારબાદ સુરત શહેરમાં રૂ. 6,57,34,279 અને બનાસકાંઠા જિલ્લામાં રૂ. 5,27,74,833 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સૌથી ઓછો ઈ મેમો રાજ્યના આહવા-ડાંગ ARTO કચેરી ધ્વારા ઈશ્યૂ કરાયો છે જે રૂ. 21,34,096 છે.

રાજ્યમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઈશ્યૂ કરવામાં આવેલ ઈ મેમો -દંડ  રૂ.  92.21 કરોડનો છે જ્યારે માત્ર અમદાવાદના બે RTO – અમદાવાદ અને અમદાવાદ પૂર્વ તથા બાવળા ARTO કચેરી ધ્વારા ઈશ્યૂ કરવામાં આવેલ દંડ રૂ. 11. 62 કરોડ છે. રાજ્યમાં માર્ચ 2022માં સૌથી વધુ ઈ મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 11,19,77495 ના હતા અને નવેમ્બર 2021માં સૌથી ઓછા ઈ મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા હતા જે રૂ. 5,76,24,818 રૂપિયાના હતા.

જે ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા આ દંડ વાહનોની મોટી સંખ્યા અને રસ્તાઓ પર વધુ સીસીટીવી કેમેરાને કારણે વાહન ચાલકો ધ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોથી ઈશ્યૂ કરવામાં કરવામાં આવે છે અને જે પોસ્ટથી વાહન ચાલકના વાહનના નોંધાયેલા નામ સરનામે મોકલી આપવામાં આવે છે અને જે રકમ જે તે ઈસ્યુ કરનાર RTO અને ARTO કચેરીએ ભરવાના હોય છે.

આ પણ વાંચો :-

કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ, જાણો કોને લાગશે લોટરી !

0

Bhupendra Patel government

  • ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે.

ગુજરાત માટે હાલ સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ (Expansion of the Cabinet) થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે પણ રાજ્યમાં ભાજપમાં ફરી મંત્રી બનવાની રેસ લાગે તો નવાઈ નહીં.

રાજ્યમાં 156 ધારાસભ્યોની ઐતિહાસિક જીત બાદ ભાજપ માટે પણ કોને સમાવવા ને કોને બાકાત રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે. હાલના 17ના મંતરી મંડળમાં સરકાર 2 કેબિનેટ અને 3 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધીત્વ મળ્યું નથી. આ વિસ્તરણમાં આ પૂર્તિ કરી લેવાશે. રાજ્યમં મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ હાલમાં તલપાપડ છે. જેઓ દિલ્હી સુધી એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે.

હાલમાં નાના મંત્રી મંડળના કારણે ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ છે. આ અસંતોષની જ્વાળા હાઈકમાન સુધી પહોંચી છે. ડિસેમ્બર મહિનામાં એક દિવસીય વિધાનસભાના સત્ર પહેલાં અધ્યક્ષ, ઉપાધયક્ષ, મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણુંક કરાઈ હતી. હાલની સરકારમાં 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. હજુ 14 જિલ્લા બાકાત છે. અગાઉ ઘણા નેતાને એમ હતું કે આ સરકારમાં તો સમાવેશ થશે પણ ઘણા રહી ગયા છે. હાલમાં માત્ર ધારાસભ્યોમાંથી માત્ર 12 ટકાને સરકારમાં સ્થાન મળ્યું છે. હવે સરકાર નવા વિસ્તરણમાં બાકાત જિલ્લાઓના નેતાઓને ચાન્સ આપી શકે છે. ઘણા નેતાઓને લીલી પેનથી સહી કરવાના અભરખા છે.

હાલમાં જિલ્લાવાર પ્રતિનિધિત્વ :

મંત્રી મંડળમાં જે 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. એમાં સૌથી વધારે સુરત શહેરમાંથી 4 મંત્રીઓ છે. અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી અને એક મંત્રી છે. સરકારમાં ખેડા, કચ્છ, પોરબદર, મોરબી, ગર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સાંબરકાંઠા, નવસારી, જૂનાગઢ અને ગાંધીનગરને પ્રતિનિધિત્વ મળ્યું નથી. આમ આ જિલ્લાઓમાંથી નવા મંત્રીઓ બની શકે છે.

આ પણ વાંચો :-

જૈન તીર્થસ્થાન શેત્રુંજય અને સમ્મેત શિખર માટે સરકારનું ઉદાસીન વલણ શા માટે ?

Why the indifferent attitude

  • શેત્રુંજયમાં અસામાજિક પ્રવૃત્તિ સામે વારંવારની ફરિયાદો છતાં સરકારને પગલાં ભરતા કોણ રોકે છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સરકારે જ જીવ હિંસાની પ્રવૃત્તિ રોકવા શેત્રુંજયને પવિત્ર તીર્થધામ જાહેર કર્યું હતું.
  • ઝારખંડમાં આવેલા અતિપવિત્ર માનવામાં આવતાં સમ્મેત શિખરજીને પ્રવાસન સ્થળ જાહેર કરવાની ક્યાં જરૂર હતી? અહિંયા બિનજૈન શ્રદ્ધાળુઓ માટે પણ કોઈ પ્રતિબંધ નથી.
  • દેશભરમાં પથરાયેલા અને અર્થતંત્ર સાથે સંકળાયેલા જૈન સમુદાયની ઠંડી તાકાતની અવગણના સરકારને ભારે પડી શકે.

ખુબ જ શાંત અને સરળ ગણાતા જૈન (Jain) સમાજમાં એકાએક આક્રોશ કેમ ફાટી નીકળ્યો? આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. મુઠ્ઠીભર જૈનોને એકઠા કરવા હોય તો દમ નીકળી જાય એવા સમાજનાં સેંકડો પરિવારો અને સાધુ ભગવંતો રોડ ઉપર ઉતરી આવે ત્યારે ચોક્કસ કોઈ મોટો અન્યાય થયો હશે એવું માની શકાય. દેશભરમાં સેંકડો જૈન મંદિરો (Jain temples), ઉપાશ્રય આવેલા છે. સેંકડો સ્થળોએ જીવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લાખો, કરોડોનું દાન કરવામાં આવે છે. પરંતુ ક્યાંય પણ હોહા કે મોટી બુમરાણ મચાવાતી નથી. ચાર્તુમાસ દરમિયાન એક બે નહીં ચાર-ચાર માસ સુધી જૈનાચાર્યોનાં (Jainacharyas) આધ્યાત્મિક પ્રવચનો થાય છે. પરંતુ ક્યાંય પણ મોટો ઘોંઘાટ કે અડોશ-પડોશનાં લોકોને પરેશાની થતી હોય એવી ફરિયાદ ભાગ્યે જ સાંભળવા મળે છે.

તો અચાનક જૈનોમાં આક્રોશ કેવી રીતે ફાટી નીકળ્યો? આની પાછળ ચોક્કસ કારણ છે. એક વાત ચોક્કસ છે કે, જૈન ગમે તેટલો ભણેલો હોય કે શ્રીમંતાઈમાં આળોટતો હોય, પરંતુ લગભગ સો ટકા જૈનો ધર્મપરાયણ જોવા મળશે. વહેલી સવારે નાના-નાના જૈન ભુલકાઓને ધોતી પહેરીને દહેરાસરમાં દર્શને જતાં લોકોએ જોયા જ હશે. કારણ કે, જૈન પરિવારોમાં બાળપણથી જૈન તીર્થકરો વિશે આદર અને આસ્થાની ભાવના ભરવામાં આવે છે અને જૈન પરિવારનાં સંતાનોને બાળવયે જ મળેલા સંસ્કારોને કારણે માણસ ગમે તેટલો મોટો થાય તો પણ ધર્મનાં સંસ્કારો જળવાયેલા રહે છે. જૈન સમાજ જેટલો ધર્મ પ્રત્યે આદર ધરાવે છે.એટલો વહેવારમાં વિનમ્ર પણ છે, પરંતુ આ કદાચ પહેલી ઘટના હશે કે, સમગ્ર દેશભરમાં જૈન પરિવારો, જૈનાચાર્યો અને સાધુ ભગવંતો સહિત જૈન મંદિરો, જૈન તીર્થસ્થાનનાં રક્ષણ માટે જાહેર માર્ગો ઉપર ઉતરી આવ્યા છે.

ખેર, સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતનાં પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત અને બંગાળને અડીને આવેલા ઝારખંડ રાજ્યનું સમ્મેત શિખર પર્વત સમગ્ર જૈન સમાજ માટે ગાઢ આસ્થાનાં તીર્થસ્થાનો છે. જૈન સમાજ માટે આ તીર્થસ્થળો પોતાનાં જીવ કરતાં વિશેષ હોવાથી તીર્થસ્થળોનાં રક્ષણ માટે સમગ્ર દેશનો જૈન સમાજ એક થઈને મેદાનમાં ઉતરી આવ્યો છે. જૈનોનાં આક્રોશ પાછળ મૂળભૂત રીતે રાજકીય શાસકોની બેજવાબદારી કારણભૂત માનવામાં આવે છે.

1

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી પાલિતાણા શેત્રુંજય પર્વત અને શેત્રુંજય નદીને ઘણાં સમય પહેલાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકારે પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યાં હતાં. પરિણામે શેત્રુંજય ડેમ અને શેત્રુંજય નદીમાં માછીમારી સહિતની જીવ હિંસાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ આવી ગયો હતો અને બધુ રાબેતા મુજબ ચાલતુ હતું. પરંતુ શેત્રુંજય પર્વતની તળેટીમાં પાછલાં કેટલાંક સમયથી અસામાજિક પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો હતો. જૈન સાધુ ભગવંતોને અડચણરૂપ પ્રવૃત્તિ કરવા ઉપરાંત એવું કહેવાય છે કે, શેત્રુંજય પર્વતની તળેટીમાં માટીખનન એટલે કે, પથ્થર કાઢવાની અને શરાબ જેવા નશીલા પદાર્થોની પ્રવૃત્તિ વકરી રહી હોવાથી જૈન સમાજ પાછલાં ઘણાં સમયથી વિરોધ ઉઠાવતો આવ્યો છે. પરંતુ જૈનોનાં વિરોધને વાચા મળતી નહોતી અને સરકાર પણ જૈનોની લાગણીને સતત અવગણતી હતી એવા આક્ષેપો થઈ રહ્યાં છે.

અધુરામાં પુરું થોડા દિવસ પહેલાં શેત્રુંજય પર્વત ઉપર આવેલા એક શિવ મંદિરનાં વહિવટીને લઈને વિવાદ ઉભો થયો હતો. અલબત્ત શિવ મંદિરનાં પ્રશ્ને જૈનોની લાગણી સાનુકૂળ હતી. પરંતુ શેત્રુંજય પર્વતમાં અસામાજિક તત્ત્વોની વધી રહેલી પ્રવૃત્તિનાં મામલે જૈન સમાજ અકળાયો હતો અને સરકારમાં વારંવારની રજૂઆતો કરવા છતાં અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શન સાથે સામૂહિક અને અસરકારક રજૂઆતોનો દોર શરૂ કરાયો હતો. રાજ્ય સરકારે નિર્ણાયત્મક રીતે જૈનોની રજૂઆતને સાંભળી નથી. માત્ર સ્પેશ્યલ તપાસ સમિતિ એટલે ‘એસઆઈટી’ની રચના અને કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની જાહેરાત કરીને જૈનોનાં આક્રોશને થાળે પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતનાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જૈન હોવા ઉપરાંત પાલિતાણાની સમસ્યાથી વાકેફ હોવા છતાં તેમણે કોઈ નક્કર જાહેરાત નહીં કરતાં જૈન સમાજમાં હર્ષ સંઘવી માટે પણ છૂપી નારાજગી જોવા મળી હતી અને વિરોધ પ્રદર્શન, રજૂઆતો ચાલુ રાખવાની દિશામાં ખાનગીમાં સલાહ સુચનો કરાયા હતાં.

ખેર, પાલિતાણાનાં શેત્રુંજય પર્વતની સાથે સાથે ઝારખંડ સ્થિત જૈનોનાં અતિ પવિત્ર તીર્થધામ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરીને ઝારખંડ સરકારે બળતામાં ઘી રેડવા જેવો ઘાટ કર્યો હતો. હકીકતમાં સમ્મેત શિખર ઉપર માત્રને માત્ર જૈનોનો ઈજારો નથી. બિનજૈન સંપ્રદાયનાં લોકો પણ વર્ષોથી સમ્મેત શિખરની યાત્રાએ જતાં-આવતાં રહ્યાં છે. જૈનોની વાત એટલા માટે વ્યાજબી છે કે, સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો સમ્મેત શિખરનું ધાર્મિક યાત્રાસ્થળ તરીકેનું મહત્ત્વ ઘટી જવા સાથે સમ્મેત શિખર પર્વત ઉપર શરાબ, માંસ, મટન સહિતની અન્ય પ્રવૃત્તિઓ શરૂ થવાનો ભય છે અને વળી જૈનોનો આ ભય પણ કેટલાંક અંશે વ્યાજબી પણ ગણી શકાય. આમ પણ ભારતમાં ધાર્મિક સ્થળોનું ક્રમશઃ મૂલ્ય ઘટી રહ્યું છે. તેવા સમયે સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું ધાર્મિકસ્થળોનાં હિતમાં પણ નથી. એક વાત ચોક્કસ છે કે, આજે પણ બિનજૈન લોકો સમ્મેત શિખર પર્વતનાં દર્શન અને મુસાફરીનો આનંદ લઈ રહ્યાં છે. તેવા સમયે કારણ વગર સમ્મેત શિખર તીર્થધામને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું યથાયોગ્ય નથી. વળી દેશભરનાં કોઈ ખૂંણામાંથી પણ સમ્મેત શિખર પર્વતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગણી પણ ઊઠી નથી.

2

સમ્મેત શિખરનાં પ્રશ્ને ઘણાં લાંબા સમયથી જૈનોનાં વિરોધ પ્રદર્શનો ચાલુ જ હતા. તેમ છતાં સરકારે જૈનોની લાગણીને સતત અવગણતા આખરે દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા અને સમ્મેત શિખરને બચાવવા માટે ઘણાં લાંબા દિવસોથી સતત ઉપવાસ કરી રહેલાં મુનિ સુજ્ઞેયસાગરે સાંગાનેરનાં જૈન મંદિરમાં અંતિમ શ્વાસ લેતાં જૈન પરિવારોમાં વધુ આક્રોશ ઉગ્ર બન્યો હતો અને જૈન સમાજે મુનિ સુજ્ઞેયસાગરનાં અવસાનને પ્રાણનું બલિદાન ગણાવ્યું હતું. મુનિ સુજ્ઞેયસાગરજીએ ગત ૨૫મી ડિસેમ્બરથી અન્‍ન-જળનો ત્યાગ કર્યો હતો અને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. તેમણે સાંગાનેરનાં સાંઈજી જૈન મંદિરમાં આચાર્યનાં સાનિધ્યમાં પરમેશ્વરનું ધ્યાન કરતાં કરતાં શરીર છોડી દીધું હતું.

મુનિ સુજ્ઞેયસાગરજીનાં બલિદાન બાદ દેશભરમાં પથરાયેલા જૈન સમાજમાં સરકાર સામેની નારાજગીમાં વધારો થયો હતો. વેપારી સમાજ ગણાતાં જૈનો તલવાર લઈને લડવા નહીં નીકળે. પરંતુ સરકાર જૈનોની ધાર્મિક લાગણીને નહીં સમજે તો આવનારા સમયમાં રાજકીય શાસકોએ ચોક્કસ કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો :-

રાજ્યમાં પડશે હાડ થીજાવતી ઠંડી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ભયંકર આગાહી

0

Bone-chilling cold will fall in the state

  • ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને સતત ઠંડી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે ઠંડી પડવાની છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસર ગુજરાતમાં થશે અને રાજ્યમાં ઠંડી વધશે.

વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological department) આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાવાની આગાહી કરી છે. એટલે કે હવે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. રાજ્યના લોકો આગામી પાંચ દિવસ સુધી ભારે ઠંડીનો અનુભવ કરશે.

ગુજરાતમાં ઠંડી વધશે :

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી રાજ્યમાં ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. કેમ કે હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અનેક શહેરોમાં ભારે ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયાનું તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જૂનાગઢ અને અમરેલીમાં 9 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. આ સિવાય અન્ય શહેરોમાં પણ તાપમાન ઘટડા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી :

હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

03 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકોને ગણેશજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

03 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભ :
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ.

મિથુન :
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્ક :
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન, પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

‌સિંહ :
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ બહેન  પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યા :
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી રાખવી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલા :
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃ‌શ્ચિક :
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધન :
મન ઉપર ખોટા નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકર :
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભ :
નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ, આનંદનો અનુભવ થાય. પતિપત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઈ જાય.

મીન :
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે. નોકરીમાં ‌િદવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

5G Service : ગ્રાહકોની બલ્લે બલ્લે થઈ જશે, આટલી મળશે જબરદસ્ત સ્પીડ

5G Service

  • નવું વર્ષ શરૂ થતાંની સાથે જ કંપનીઓ તેમના 5G સેટઅપને સંપૂર્ણપણે મજબૂત કરશે અને વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે ફક્ત કોલિંગને જ નહીં પરંતુ ઈન્ટરનેટને પણ સુધારશે.

જો તમે હજી સુધી તમારા સિમ કાર્ડમાં (sim card) 5G સેવા મેળવવાનું શરૂ કર્યું નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ક્યારે 5G સેવાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો. જેમાં તમે હાઈ સ્પીડ (High speed) પર ઈન્ટરનેટ ચલાવો અને કોલિંગનો આનંદ માણો. આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ઈન્ટરનેટ સ્પીડ વિશે વાત કરવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે હવે તમને પહેલાં કરતા ઘણી સારી ઈન્ટરનેટ સ્પીડ ઓફર કરવામાં આવશે અને આ સ્પીડના કારણે યુઝર્સ હાઈ સ્પીડ પર ઈન્ટરનેટ ડાઉનલોડ અને સર્ફિંગ કરી શકશે.

જ્યાં પહેલા તમને કોલિંગ દરમિયાન કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે તમને આ સમસ્યાથી સંપૂર્ણપણે છુટકારો મળશે અને સાથે જ કોલ બ્રેકિંગની સમસ્યા પણ ખતમ થઈ જશે.

5G સેવાની સૌથી મોટી ભૂમિકા વીડિયો કોલિંગમાં પણ જોવા મળશે જ્યાં તમને નેક્સ્ટ લેવલનો વીડિયો કોલિંગ અનુભવ કરવાનો મોકો મળશે જે તમે પહેલાં નહોતા કરી શકતા પરંતુ હવે તમે 5G સેવા સાથે કરી શકશો.

નવું વર્ષ શરૂ થતાંની સાથે જ કંપનીઓ તેમના 5G સેટઅપને સંપૂર્ણપણે મજબૂત કરશે અને વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે ફક્ત કોલિંગને જ નહીં પરંતુ ઈન્ટરનેટને પણ સુધારશે.

મોટાભાગની કંપનીઓએ તેમની 5G સેવા શરૂ કરી દીધી છે પરંતુ હજુ સુધી દરેક ક્ષેત્રમાં સેવા આપતી નથી. આવી સ્થિતિમાં કેટલાક વપરાશકર્તાઓને સેવા મળી રહી છે. જ્યારે કેટલાક વપરાશકર્તાઓને સેવા મળી રહી નથી. પરંતુ વપરાશકર્તાઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નવું વર્ષ 5G માટે સરસ રહેશે.

આ પણ વાંચો :-