Home Blog Page 1177

આ રીતે ભણશે ગુજરાત? ડબલ એન્જિન સરકારમાં બાળકો આ રીતે ભણવા મજબુર બન્યા

0

Will Gujarat study like this?

  • રાજ્યમાં સરકાર પર શિક્ષણ મુદ્દે અનેક સવાલો ઉઠયા છે. ક્યારેક શિક્ષણ નીતિ તો ક્યારેક કાર્યક્રમોમાં શિક્ષકોને મોકલવા બાબત સરકાર પર સવાલો થયા છે.

ત્યારે હવે અરવલ્લી (Aravalli) જિલ્લામાં શિક્ષણની દુર્દશાનો વિડીયો સોશીયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. આ વિડીયોએ રાજ્ય સરકારની પોલ ખોલી છે. જેમાં પ્રાથમિક શાળામાં (Primary school) ઓરડાના અભાવે બાળકો ઝાડના છાયા નીચે ભણવા મજબુર બન્યા છે.

સરકાર જાહેરાતોમાં મોટા મોટા બણગાં ફૂંકે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્કની પોલ ખૂલી છે. આ દરમિયાન પ્રાથમિક શાળામાં ઓર્ડના અભાવે બાળકો ઝાડના છાયા નીચે મજબુર બન્યા છે. ઝાડના થડ પર ગ્રીન બોર્ડ લગાવી વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક પણ મજબૂર બન્યા છે.

રે આ વિડીયોને લઈ સરકાર પર અનેક સવાલો ઉઠયા છે. જેમાં ગુજરાતની ડબલ એન્જીન સરકારમાં શુ, આવી રીતે ભણશે ગુજરાત ? શિયાળાની કડકડતી ઠંડી અને ઉનાળાના આકરા તાપ સહન કરી બાળક ભણવા મજબૂર બન્યા છે.

સરકારની નીતિ પર ઉઠયા સવાલો :

રાજ્ય સરકાર દ્વારા ભલે પ્રાથમિક શિક્ષણને લઈને અનેક દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં આવેલીની શાળાઓએ સરકારના આ દાવાઓની પોલ ખોલે છે. આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોના કારણે સરકારની શિક્ષણ નીતિ ફર ફરી એક વખત સવાલો ઊભા કર્યા છે. ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો શિક્ષણ મેળવવા માટે કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો આકરો તાપ. આ બધા વચ્ચે ઝાડના છાયે બેસી શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.

જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો :

વાયરલ વિડીયો માલપુર દાંતા ટીમ્બા પ્રાથમિક શાળાનો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે સરકારના સર્વ શિક્ષા અભિયાનના વરવા દ્રશ્યો સોસીયલ મીડિયામાં વાયરલ. જો આ વાસ્તવિકતા જણાય તો અધિકારી અને પદાધિકારીઓએ ધ્યાને લેવું અત્યંત જરૂરી છે જેથી બાળકોના ભણતર અને સ્વાસ્થ્ય પર અસર ન પડે. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો છે. જોકે gujaratguardian આ વિડીયોની પુષ્ટી નથી કરતું.

આ પણ વાંચો :-

 

રબને બના દી જોડી.. કોરોનામાં સેવા કરતાં કરતાં IPSને થઈ ગયો પ્રેમ, કહ્યું જંગલીપણાથી પણ…

0

Raban Bana Di Jodi.. IPS fell in love while serving

  • ઉતરાખંડની IPS રચિતા જુયાલ તેના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. જેમાં તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યુ હતુ કે કેવી રીતે તેમને એક સામાજીક કાર્ય કરતા યુવક સાથે પ્રેમ થયો.

ગયા વર્ષે ઉત્તરાખંડની (Uttarakhand) IPS રચિતા જુયાલ (IPS Rachita Juyal) અને ફિલ્મ નિર્દેશક યશસ્વીના લગ્ન થયા હતા. યશસ્વીની વાત કરીએ તો તેઓ ફેમસ ડાન્સર, હોસ્ટ, કોરિયોગ્રાફર ક્રોકરોઝ તરીકે ઓળખાતા એટલે કે રાઘવ જુયાલનો ભાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી વેવ દરમિયાન રચિતા અને યશસ્વી મળ્યા હતા અને પ્રેમ થયો હતો.

ક્યાં મળ્યા બંને?

રચિતાના જણાવ્યા પ્રમાણે તેમને સામાજીક કામગીરીમાં ખૂબ જ રસ ધરાવતી હતી. અને તેઓ ઘણી બધી એનજીઓની મદદ પણ કરતી હતી. આવા સામાજીક કામગીરીને લઈને એક દિવસ યશસ્વી સાથે રચિતાની મુલાકાત થઈ હતી. મહત્વનું છે કે રચિતા શરૂઆતમાં યશસ્વીને ઓળખતી ન હતી પરંતુ જેમ જેમ સામજીક કામગીરીને લઈને ભેગા થતા રહ્યા તેમ તેમ બંને ઓળખતા થઈ ગયા હતા. ત્યાર બાદ બંને વચ્ચે સારી એવી વાતો પણ થવા લાગી હતી.

વાતો પ્રેમમાં પરીવર્તીત થઈ :

રચિતાના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં જ્યારે પણ સામાજીક કામ માટે અમે લોકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન યશસ્વીની ટીમમાં મને સૌથી વધુ ઈન્ટેલીજન્ટ લાગ્યો હતો. યશસ્વી એનજીઓમાં નવો હતો તેથી તેને કેટલીક જગ્યા પર કામગીરીને લઈને સમજાવ્યો પણ હતો. ત્યારબાદ મને ખબર પડી કે યશસ્વી એક આર્ટીસ્ટ છે. તો મારો લગાવ થોડો વધ્યો અને અમારા લોકો વચ્ચે વધુ વાતો થવા લાગી અને એક સમય એવો આવ્યો કે આ વાતો પ્રેમમાં પરીવર્તીત થઈ ગઈ.

યશસ્વી પોઝીટીવ વ્યક્તિ છે :

IPS રચિતાએ યશસ્વીની વાત કરતા જણાવ્યું હતુ કે યશસ્વી એક પોઝિટિવ વ્યક્તિ છે અને તે ક્યારેય પણ કોઈનું ખરાબ બોલતો નથી. તેમની પાસેથી હુ ઉદાર રહેતા શીખી છું. રચિતા જુયાલની જો વાત કરીએ તો તેમણે વર્ષ 2015માં UPSC પાસ કર્યું હતું. આ પછી તે IPS બન્યા હતા. ઉલ્લેખનીય છે કે રચિતાના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. અને હાલમાં વાત કરીએ તો તેઓ ઉત્તરાખંડમાં રાજ્યપાલ ADC તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

દૂધમાં ઉમેરો આ પાન અને પછી પીવો તેને, માઈગ્રેન અને પથરીના દુખાવાથી મળશે રાહત

Add this leaf to milk and then drink

  • Health Tips : રોજ એક ગ્લાસ દૂધ આ વસ્તુ ઉમેરીને પીવામાં આવે તો શરીરની ઘણી સમસ્યા દવા વિના મટી શકે છે. તેના માટે દૂધમાં તેને બરાબર ઉકાળી લેવાનું છે અને પછી તેનું સેવન કરવાનું છે.

દૂધ પીવાથી (Drink milk) થતા લાભ વિશે તો તમે પણ જાણતા હશો. દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેની અંદર તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જે શરીરને લાભકારી છે. પરંતુ દૂધના ફાયદાને વધારવા માટે તેની અંદર કેટલીક વસ્તુઓ પણ ઉમેરી શકાય છે.

આવી જ એક વસ્તુ છે તુલસીના પાન ઔષધીય (Basil leaves are medicinal) ગુણથી ભરપૂર હોય છે. તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીની પૂજા પણ થાય છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં (Ayurveda) કેટલીક સમસ્યામાં દવા તરીકે પણ કરવામાં આવે છે. જો તમે દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવો છો તો તમે ઘણી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી થતા લાભ :

1. જો તમને શ્વાસ સંબંધિત સમસ્યા હોય તો તેનાથી બચવા માટે દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવા જોઈએ આમ કરવાથી તમને અસ્થમા સહિતની બીમારીમાં રાહત થશે.

2. જો તમને માઈગ્રેન ની સમસ્યા હોય અને વારંવાર માથામાં અસહ્ય દુખાવો થતો હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને નિયમિત પીવાનું રાખો. તેનાથી માઈગ્રેન ની તકલીફ મટી જાય છે.

3. અનિયમિત જીવનશૈલી અને પોષણયુક્ત આહાર ના અભાવના કારણે લોકો ડિપ્રેશનનો શિકાર પણ થઈ જતા હોય છે તેવામાં તુલસી વાળું દૂધ પીવાથી માનસિક ચિંતા દૂર થાય છે

4. ઘણા લોકોને પથરીની સમસ્યા હોય છે. પથરીના કારણે થતો દુખાવો અસહ્ય હોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાનું રાખો. તેનાથી પથરી અને કિડનીના દુખાવાની તકલીફ મટે છે.

આ પણ વાંચો :-

Pension Plan : તમને દર મહિને 9 હજાર રૂપિયા પેન્શન મેળવવાની તક ! કરો આ એક કામ 

0

Pension Plan: You get a chance to get a pension

  • દરેક વ્યક્તિએ રિટાયરમેન્ટ પ્લાનિંગ જરૂર કરવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે તે માટે જરૂરી છે કે બચત અત્યારથી જ કરવા લાગીએ. રિટાયરમેન્ટ બાદ મોટાભાગના લોકોને નિયમિત આવકની ચિંતા હોય છે.

દરેક વ્યક્તિએ રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement planning) જરૂર કરવું જોઈએ. કારણ કે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતે તે માટે જરૂરી છે કે બચત અત્યારથી જ કરવા લાગીએ. રિટાયરમેન્ટ (Retirement) બાદ મોટાભાગના લોકોને નિયમિત આવકની ચિંતા હોય છે. આથી તેઓ એવી જગ્યાએ પૈસા રોકવા ઈચ્છે છે કે જ્યાંથી તેમને વૃદ્ધાવસ્થામાં (Old Age) સારું પેન્શન મળી રહે.

પોતાની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સીનિયર સીટિઝન પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરી શકે છે. આ સરકારી યોજનામાં રેગ્યુલર રીતે આવક થાય છે. આ યોજનામાં હાલ રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

મોદી સરકારે 2017માં વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આ યોજના લોન્ચ કરી હતી. ભારતીય જીવન વીમા નિગમ આ યોજનાને સરકાર માટે ચલાવે છે. સીનિયર સીટિઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. આ યોજના સંલગ્ન શરતો અને નિયમો ખાસ જાણો.

પેન્શન મેળવવાના 4 વિકલ્પ :

એલઆઈસીની વય વંદના યોજના હેઠળ અરજીકર્તાની ન્યૂનતમ પ્રવેશ આયુ 60 વર્ષ છે અને પોલીસનો સમય 10 વર્ષ છે. તેમાં મિનિમમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિ માસ, 3 હજાર રૂપિયા પ્રતિ માસ, 6 હજાર રૂપિયા પ્રતિમાસ અને 12 હજા રૂપિયા પ્રતિ વર્ષ છે. જ્યારે વધુમાં વધુ માસિક પેન્શન 9250 રૂપિયા અને વાર્ષિક પેન્શન એક લાખ 11 હજાર રૂપિયા છે.

ગંભીર બીમારીમાં રકમ કાઢવાની સુવિધા :

આ યોજનામાં રોકાણ એક સાથે કરવાનું હોય છે અને તેના પર 7.4 ટકા વ્યાજ મળે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં પતિ અને પત્ની બંને 60 વર્ષની આયુમાં 15-15 લાખ રૂપિયા રોકાણ કરી શકે છે. પ્રધાનમંત્રી વય વંદના યોજનાની એક ખાસિયત એ છે કે તેમાં મેડિકલ ટેસ્ટની જરૂર હોતી નથી અને પોલીસીધારક ગંભીર બીમારી વખતે પૈસા કાઢી શકે છે. આવી પરિસ્થિતિઓમાં 98 ટકા રકમ પાછી મળે છે. જ્યારે પોલીસના 3 વર્ષ પૂરા થયા બાદ તેના પર લોન પણ લઈ શકાય છે.

જો તમે આ યોજનામાં ન્યૂનતમ દોઢ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તમને દર મહિને 1 હજાર રૂપિયા પેન્શન મળશે અને વધુમાં વધુ 15 લાખ રૂપિયા રોકાણ કરો છો તો 9250 રૂપિયા માસિક પેન્શન મળશે. આ પેન્શનને તમે ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક આધાર ઉપર પણ લઈ શકો છો.

આ પણ વાંચો :-

ગે ચેટિંગ એપથી યુવકને મળવા બોલાવ્યો અને પછી ત્રણ યુવકોએ ભેગા થઇને તેની સાથે…

Called the young man on a gay chatting app

  • અમદાવાદ (Ahmedabad) શહેરમાં રહેતા એક યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી.

અજાણ્યા શખ્સે ફેક આઇડી (Fake ID) બનાવી આ યુવક સાથે સૌથી પહેલા મેસેજથી વાતચીત કરી. બાદમાં આ યુવકને મળવા બોલાવતા યુવક ત્યાં પહોંચ્યો હતો અને મેસેજ કરનાર પાર્ટનરની જગ્યાએ લૂંટારો (Robber) તેને મળ્યો અને બાદમાં ત્રણ લોકો તેને અવાવરૂ જગ્યાએ લઇ જઈ સોનાની ચેઇન લૂંટી લીધી. જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.

ત્રણ લોકોએ અંધારાનો લાભ લઇ તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા :

પોલીસે પકડેલા આ શખ્સોમાં દીપ ઉર્ફે  મુન્નો કટારિયા,  જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને  તેજસ મારવાડીની ઓળખ થઈ છે. જે આરોપીઓએ એક યુવકને લૂંટ્યો હતો તે આરોપીઓએ સામાન્ય મોડસ ઓપ્રેન્ડીથી નહિ પણ ગે ચેટિંગ એપ પર ફેક આઇડી બનાવી ભોગ બનનાર યુવક સાથે વાતચીત કરી હતી. બાદમાં પાર્ટનર તરીકેની ઓળખ આપી આરોપીએ તે યુવકને મળવા બોલાવ્યો હતો.

યુવક ત્યાં મળવા ગયો એ પછી  તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયા. જ્યાં ત્રણ લોકોએ અંધારાનો લાભ લઇ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો પણ આરોપી પાસે એટલી રોકડ ન હોવાથી તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.

એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા :

અમદાવાદના પોષ વિસ્તારમાં રહેતા યુવકને ગે સબંધોના કારણે પુરુષ મિત્ર બનાવવું ભારે પડ્યું. આ અંગે પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ કે ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા જ ગે પાર્ટનર વિશેની એપ્લિકેશનની જાણ થઈ હતી.

તે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરતો હતો. એક શખ્સે તેની સાથે વાતો કરતા જ તે તેના સકંજામાં આવી ગયો અને આરોપીઓએ મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

લગ્ન પ્રસંગેમાં ચલણી નોટોનો કરાયો વરસાદ, 500-500ની નોટો પકડવા દોડધામ, જુઓ તસવીરો

0

Rain of currency notes on the occasion of marriage

  • કડી તાલુકા અગોલ ગામની ઘટના. લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં. 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ.

ફરી એક વખત લગ્નમાં નોટોનો વરસાદ (Currency notes showered in marriage) કરાયો હોવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના અગોલ ગામની આ ઘટના છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં વરઘોડામાં ચલણી નોટો (Currency notes) ઉડાવવામાં આવી હતી. જ્યારે લોકો પણ નોટો પકડવા દોડધામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

 આ ઘટના કડી તાલુકા અગોલ ગામની છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

 સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે.

સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. અહીં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 10-20ની નહીં પરંતુ 500-500ની નોટો ઉડાવવામાં આવતાં લોકોએ પણ તેને પકડવા દોડધામ કરી હતી.

આ પણ વાંચો :-

VIDEO : સિંધુ ભવન રોડ પર યુવકોએ ચાલુ વાહને દરવાજા પર બેસી કર્યા સીનસપાટા

0

VIDEO: On Sindhu Bhawan Road

  • અમદાવાદના સિંધુ ભવન રોડ પર અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સિંધુ ભવન રોડ પર ગાડી પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો.

અમદાવાદના (Ahmedabad) સિંધુ ભવન રોડ પર અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સિંધુ ભવન રોડ પર ગાડી પર સ્ટંટ (Stunt on Car) કરતો વીડિયો વાયરલ થયો હતો. ગાડીનો દરવાજો ખુલ્લો રાખી દરવાજા પર બેસીને કેટલાક લોકો સ્ટંટ કરી રહ્યા હતા.

4 થી 5 જેટલી ગાડીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકો જીવ જોખમમાં મુકીને સ્ટંટ કરતા હોય છે. આ વીડિયોને લઈને પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-

First Marriage On Earth : કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, 

0

First Marriage On Earth : Who was the first bride on earth

  • હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના દરમિયાન તેમના શરીરના બે ટુકડા કર્યા હતા, જેમાંથી એક ભાગને ‘કા’ અને બીજાને ‘યા’ કહેવામાં આવતું હતું. આ બંનેએ મળીને ‘કાયા’ બનાવી અને આ કાયામાંથી સ્ત્રી અને પુરુષ તત્વોનો જન્મ થયો.

Interesting Marriage Stories : આ દિવસોમાં દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તમને વારંવાર બેન્ડના અવાજ સાંભળવા મળશે. હિન્દુ ધર્મમાં (Hinduism) લગ્ન સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન, વર અને કન્યા વિવિધ ધાર્મિક વિધિઓ કરીને એકબીજાના બને છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પર પ્રથમ વખત કોણે લગ્ન કર્યા? આ પરંપરા ક્યાંથી શરૂ થઈ? આજે અમે તમને જણાવીશું કે તે બે વ્યક્તિઓ કોણ હતા જેમણે પૃથ્વી પર પહેલીવાર લગ્ન કર્યા હતા.

પૃથ્વી પરનું પ્રથમ યુગલ :

હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ અનુસાર, બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના દરમિયાન તેમના શરીરના બે ટુકડા કર્યા હતા, જેમાંથી એક ભાગને ‘કા’ અને બીજાને ‘યા’ કહેવામાં આવતું હતું. આ બંનેએ મળીને ‘કાયા‘ બનાવી અને આ કાયામાંથી સ્ત્રી અને પુરુષ તત્વોનો જન્મ થયો. અહીં જે પુરુષ તત્વની વાત કરવામાં આવી છે તેનું નામ સ્વયંભુ મનુ અને સ્ત્રી તત્વ જે જન્મ્યું તેને શતરૂપા કહેવામાં આવ્યું.

હિંદુ ધર્મમાં મનુ અને શતરૂપાને પૃથ્વીના પ્રથમ મનુષ્યો માનવામાં આવે છે. જ્યારે આ બંને પૃથ્વી પર સામસામે આવ્યા, ત્યારે ભગવાન બ્રહ્મા પાસેથી પ્રાપ્ત સાંસારિક અને પારિવારિક જ્ઞાને તેમને દાંપત્ય જીવનમાં પ્રવેશવાની દિશા આપી. હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર આ પૃથ્વી પર પ્રથમ યુગલ મનુ અને શતરૂપા હતા.

જેમણે લગ્નના નિયમો બનાવ્યા :

બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે લગ્નની શરૂઆત શ્વેત ઋષિએ કરી હતી. શ્વેત ઋષિએ લગ્નની પરંપરા, નિયમો, પ્રતિષ્ઠા, મહત્વ, સિંદૂર, મંગળસૂત્ર, સાત ફેરા સહિત તમામ બાબતોની સ્થાપના કરી હતી. શ્વેત ઋષિએ બનાવેલા નિયમોમાં લગ્ન બાદ પતિ-પત્નીને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

 WhatsApp લઈને આવ્યું શાનદાર અપડેટ, હવે એક સાથે મોકલી શકાશે ફાઈલ્સ, જાણો નવા ત્રણ ફિચર્સ વિશે

WhatsApp has brought a great update

  • WhatsAppએ પોતાના યુઝર્સ માટે ત્રણ નવા ફિચર લોન્ચ કર્યા છે જેમાં ડોક્યુમેન્ટ કેપ્શન લાંબા ગ્રુપ સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન અને એક સાથે 100 મીડિયા ફાઈલોને શેર કરવાની સુવિધા મળે છે.

WhatsApp ભારતમાં હજારો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તેની મદદથી તમે પોતાના મિત્રો અને સગા સંબંધિઓને કોલ, મેસેજ અહીં સુધી કે પૈસા પણ મોકલી શકો છો. પોતાના યુઝર્સના એક્સપીરિયન્સને યોગ્ય બનાવવા માટે કંપની સમય સમય પર ઘણા અપડેટ રજૂ કરે છે. એવામાં કંપનીએ ઘણા નવા ફિચર લોન્ચ કર્યા છે.

એન્ડ્રોયડ યુઝર્સને મળશે ફિચર  :

WhatsAppએ એન્ડ્રોયડ યુઝર્સ માટે એક નવુ અપડેટ રજુ કર્યું છે. કંપનીએ પોતાની એપમાં ત્રણ નવી સુવિધાઓ અને સુધારાઓની જાહેરાત કરી છે. આ ફેરફારમાં ડોક્યુમેન્ટ કેપ્શન, લાંબા ગ્રુપ સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન અને એક સાથે 100 મીડિયા ફાઈલોને શેર કરવું શામેલ કરવામાં આવ્યું છે.

આ સુવિધાઓ હવે તે બધા યુઝર્સને મળશે જે Google Play Storeથી પોતાના Android ડિવાઈસ પર WhatsApp માટે લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરી શકાય છે.

iOS માટે રજૂ કર્યું બીટા વર્ઝન :

હાલમાં જ જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપે અમુક iOS યુઝર્સ માટે એક બીટા વર્ઝન જાહેર કર્યો છે. જે અમુક ટેસ્ટર્સને એક વખતમાં 100 મીડિયા ફાઈલો સુધી શેર કરવા દે છે.

આમ તો iOS યુઝર્સ માટે આ ફિચર ક્યારે રોલ આઉટ થશે. તેના પર કોઈ જાણકારી નથી. જણાવી દઈએ કે આ પહેલા યુઝર્સ કોઈ પણ ચેટમાં એક સમયમાં 30 મીડિયા ફાઈલોને શેર કરી શકતા હતા.

એક સાથે મોકલી શકાશે 100 મીડિયા ફાઈલ :

ડોક્યુમેન્ટ શેર કરતી વખતે યુઝર હવે અન્ય મીડિયા ફાઈલોની જેમ તેમની જાણકારી આપવા માટે એક કેપ્શન લખે છે. તેની સાથે જ Android યુઝર હવે પોતાના ગ્રુપ માટે એક લાંબા સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન પણ પસંદ કરી શકે છે.

જેવું કે પહેલા જણાવવામાં આવ્યું છે કે યુઝર હવે ચેટમાં 100 ઈમેજ અને વીડિયો શેર કરી શકશે. કંપનીનું માનવું છે કે હવે યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારની સાથે આખા આલ્બમ શેર કરી શકશે.

આ પણ વાંચો :-

સારાને લઈને ગીલના ફેન્સમાં ‘બહુત સારા કન્ફ્યુઝન’, હવે Sara Tendulkar અને Shubman Gillની તસવીરો થઈ વાયરલ

‘Very good confusion’ among Gill’s fans about Sara

  • હાલમાં જ સારા તેંડુલકર અને શુભમન ગિલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શુભમન ગીલ (Batsman Shubham Gill) આ દિવસોમાં પોતાની બેટ અને મેચની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે શુભમન ગિલનું નામ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) સાથે પણ જોડાયું હતું અને એ પહેલા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) સાથે પણ જોડાયું હતું. પહેલા એવા સમચર આવ્યા હતા.

સારા તેંડુલકર સાથે બ્રેકઅપ કર્યા પછી ગિલ સારા અલી ખાનને ડેટ કરવા લાગ્યો હતો અને બંનેની થોડી તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ બધા વચ્ચે હાલમાં જ સારા તેંડુલકર અને શુભમન ગિલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

સારા તેંડુલકર અને  શુભમન ગીલની તસવીરો થઈ વાયરલ  :

જણાવી દઈએ કે વેલેન્ટાઈન ડેના દિવસે શુભમન ગિલે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે લંડનની એક રેસ્ટોરન્ટમાં કોફી પી રહ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, “આજ કયો દિવસ છે?” આ તસવીર પર ફેન્સ સતત કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. જો કે એ બાદ તુરંત સારા તેંડુલકરની એક તસવીર વાયરલ થવા લાગી હતી. જણાવી દઈએ કે શુભમનની આ તસવીરના બેકગ્રાઉન્ડ જેવું જ બેકગ્રાઉન્ડ સારા તેંડુલકરની જૂની તસવીરમાં પણ જોવા મળ્યું હતું.

જણાવી દઈએ કે સારાએ તે તસવીર જુલાઈ 2021માં આ તસવીર શેર કરી હતી. સાથે જ લોકો એમ પણ કઈ રહ્યા છે કે બેકગ્રાઉન્ડમાં લોકો પણ એક જ છે. એટલે એક જ દિવસે આ તસવીર લેવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

સારા અલી ખાન કે સારા તેંડુલકર, કોને કરી રહ્યો છે ડેટ?

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સારા અલી ખાન અને શુભમન ગિલનો એક સાથે ફોટો વાયરલ થયો હતો, જેમાં બંને એરપોર્ટ પર બેઠા હતા. આ ફોટો વાયરલ થયા બાદ ફેન્સે કહ્યું કે સારા અમદાવાદમાં ક્રિકેટરની મેચ જોવા ગઈ હતી, પણ આ તસવીર મુંબઈ હતી. જણાવી દઈએ કે શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સાથે જોડાયું હતું. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો.

જેમાં શુભમન ગિલ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ચાહકો સારા સારાના નારા લગાવી રહ્યા હતા. થોડા મહિના પહેલા તેણે સોનમ બાજવાને કહ્યું હતું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહી છે, તેણે એમ પણ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રી છે. જો કે અભિનેત્રીએ આ મામલે મૌન સેવી લીધું છે પણ બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં એકબીજા સાથે ડેટ પર જોવા મળ્યા છે.

આ પણ વાંચો :-