Home Blog Page 1178

આજે મહાશિવરાત્રી આ રીતે મહાદેવની પૂજા કરવાથી થશે દરેક મનોકામના થશે પૂર્ણ 

By worshiping Mahadev in this way today on Mahashivratri

મેષઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મન-ભેદ ન થાય એનું ધ્યાન રાખવું. સ્થાવર-જંગમ મિલકતમાં કરેલા રોકાણોથી લાભ સંભ‍વે. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય.

વૃષભઃ
ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસનો યોગ બને છે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આવક અને ખર્ચ બંને થોડા-થોડા વધતા જણાય. દિવસ દરમિયાન આનંદ જળવાય.

મિથુનઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય ક્ષેત્રે ઘટાડાનો અનુભવ થાય. શરદી-કફનો ઉપદ્રવ રહે. માતાની તબિયત સાચવવી. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
જીવનસાથી સાથે આનંદમાં દિવસ વ્યતિત થાય. પ્રેમી પાત્રના મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. શેરબજારથી લાભ, સ્નાયુનો દુઃખાવો અનુ‍ભવી શકાય. વાણી ઉપર કાબુ જરૂરી.

સિંહઃ
માન-સન્માન વધતા જણાય. સફેદ વસ્તુની ખરીદી થાય. સંતાન અંગે ચિંતા રહે. મગજની ઈજાથી સાચવવું. પરિવારમાં આનંદનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જમાય. આવક જળવાય.

કન્યાઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય. વાણી દ્વારા અર્થોપાર્જન શક્ય બને. હાડકાનો દુઃખાવો અનુભવાય. જુના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. લક્ષ્મીનો લાભ મળતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે.

તુલાઃ
સ્થાવર-જંગમ મિલકત માટે સારો દિવસ. કરેલા રોકાણો ફળદાયી બનતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. પેટની ગરબડ રહે. આરોગ્ય જળવાય. સાંસારિક જીવનમાં આનંદ વર્તાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો નથી. આવકનું પ્રમાણ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. જીદ છોડવી.

ધનઃ
નિર્ણયો લેવામાં અવઢવનો અનુભવ થાય. પાણીથી દૂર રહેવું. આવક જળવાય. પરિવારના સ્ત્રી-સભ્યોની પ્રગતિ થતી જણાય. ખોટા વિચારોથી દૂર રહેવું. એકંદરે સામાન્ય દિવસ.

મકરઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. આવક આવતી અનુભવાય. કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાાં આરોગ્ય સાચવવું.

કુંભઃ
દિવસ દરમિયાન તમામ બાબતોમાં સાવધાની જરૂરી. નાણાં ઉછીના આપવા નહીં. શેરબજારમાં જોખમ ટાળવું. પ્રવાસ દરમિયાન સાચવવું. ભાગ્યનો સાથ મળતો નથી. વિચારો પર કાબુ જરૂરી.

મીનઃ
મિત્રવર્તુળના સહકારને કારણે આવકનું પ્રમાણ વધે. સંતાન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભવે. સ્વાસ્થ્ય સારું રહે.

આ પણ વાંચો :-

કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરવા માંગો છો ? તો ફોલો કરો આ સ્ટેપ

0

Want to file ITR by yourself sitting at home without taking any help?

  • કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરવા માંગો છો તો ફોલો કરો અ સ્ટેપ્સ, ઘરે બેસીને સહેલાઇથી ભરી શકશો ઈન્કમ ટેસ્ક રીટર્ન.

દરેક વ્યક્તિ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા અને પોતાનું ઘર ચલાવવા માટે નોકરી અથવા કોઈ બિઝનેસ (Business) કરે છે. એટલું જ નહીં લોકો તેમની આવક વધારવા માટે પણ અનેક કામ કરે છે. આ સિવાય આજના ખર્ચ સાથે સાથે લોકો તેમના ભવિષ્ય માટે પણ બચત કરે છે.

આ બધી વાતોમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે કામ કરનાર એનએ પૈસા કમાનાર વ્યક્તિ જો ટેક્સની (tax) યાદીમાં આવે તો ટેક્સ ભરવો પડે છે. આવી સ્થિતિમાં ટેક્સ ભરનાર કરદાતાઓએ ITR ફાઇલ કરવામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘણી વખત એવું બને છે કે લોકોને ITR ફાઇલ કરતાં નથી ફાવતું અને એ માટે તેઓ બ્રોકરની મદદ કે છે જેમાં ઘણા એકસ્ટ્રા પૈસા પણ ખર્ચ થાય છે. પણ જો તમે ઇચ્છો તો તમે કોઈની મદદ લીધા વીના ઘરે બેસીને જાતે ITR ફાઇલ કરી શકો છો, કેવી રીતે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

-જો તમે પણ કોઈ બીજાની મદદ લઈને અથવા પૈસા ખર્ચીને ITR ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો પણ હવે જાતે ITR ફાઇલ કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે.
-આ માટે તમારે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.
-એ પછી તેમાં PAN નંબર, પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ભરીને લોગ-ઇન કરવું પડશે.
-પછી ઈ-ફાઈલ પર ક્લિક કરીને અને ઈન્કમ ટેક્સ રિટર્નનો વિકલ્પ પસંદ કરો.
-એ પછી ITR ભરવા માટે ફોર્મ પસંદ કરો અને મૂલ્યાંકન વર્ષ પણ પસંદ કરો.
-આ સાથે જ ઓરિજિનલ રિટર્ન ભરતી વખતે ઓરિજિનલ રિટર્ન અને રિવાઇઝ્ડ રિટર્ન ભરતી વખતે રિવાઇઝ્ડ રિટર્ન પર ક્લિક કરવું.

-એ બાદ Prepare and Submit Online ના વિકલ્પ પર ક્લિક કરી માહિતી ભરો.
-બધી માહિતી ભર્યા પછી TP અને નેટ બેન્કિંગની મદદથી તેનું વેરિફિકેશન કરો.
-વેરીફાઈ કર્યા પછી પ્રિવ્યૂ એન્ડ સબમિટ પર ક્લિક કરો.
-આ રીતે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ જશે.

આ પણ વાંચો :-

BIG BREAKING / IPL 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચે પહેલી મેચ અમદાવાદમાં, જુઓ આખું લિસ્ટ

0

BIG BREAKING / IPL 2023 schedule announced

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે અમદાવાદમાં IPL 2023 ની ઓપનર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. જેનું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. ફાઈનલ પણ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ચાર વખતની ચેમ્પિયન CSK 8મી એપ્રિલ અને 6ઠ્ઠી મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. દરમિયાન IPLની આ સિઝનમાં ગુવાહાટીને પણ મેચો ફાળવવામાં આવી છે.

Image

52 દિવસ ચાલનારી આઈપીએલ -2023માં 10 ટીમો ભેગી થઈને 70 મેચો રમશે. IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સે ફાઈનલ મેચમાં સંજુ સેમસનની કેપ્ટશિપવાળી રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી હતી. આ વખતે માત્ર ગુજરાતની ટીમ જ ટૂર્નામેન્ટની ઑપનિંગ મેચ રમશે. જ્યારે આ વખતે રાજસ્થાનની ટીમ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે રમશે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે.

IPL 2023ના ગ્રુપ :

ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

આ પણ વાંચો :-

શા માટે રેલ્વે સ્ટેશન પર નામ લખેલા બોર્ડ પીળા રંગના જ હોય ? જાણો તેનું વૈજ્ઞાનિક કારણ

0

Why are the name boards at the railway station yellow?

  • Indian Railways : 7000 રેલવે સ્ટેશન પર એક વસ્તુ છે જે એકસરખી જોવા મળે છે. આ વસ્તુ છે રેલવે સ્ટેશન નું નામ લખેલા બોર્ડ. આ બોર્ડમાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેનો રંગ એક જ હોય છે.

દુનિયાના સૌથી મોટા રેલ નેટવર્ક (Rail network) માંથી એક ઇન્ડિયન રેલવે છે. ઇન્ડિયન રેલવે રોજ 20,000 થી વધુ ટ્રેન નું સંચાલન કરે છે અને તે 7,000 થી વધુ સ્ટેશન પરથી પસાર થાય છે. પરંતુ આ 7000 રેલવે સ્ટેશન પર એક વસ્તુ છે જે એકસરખી જોવા મળે છે. આ વસ્તુ છે રેલવે સ્ટેશન (Railway station) નું નામ લખેલા બોર્ડ. આ બોર્ડમાં નામ ભલે અલગ અલગ હોય પરંતુ તેનો રંગ એક જ હોય છે. દરેક રેલવે સ્ટેશન પર તમને પીળા રંગનું જ બોર્ડ જોવા મળશે. આજે તમને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવીએ.

ભારતમાં બનેલા દરેક રેલવે પ્લેટફોર્મ ઉપર શરૂઆતમાં સ્ટેશનની વચ્ચે અને સ્ટેશન પૂરું થાય ત્યાં પીળા રંગનું બોર્ડ હોય છે તેમાં કાળા અક્ષરથી રેલવે સ્ટેશનનું નામ લખેલું હોય. આ બોર્ડનો રંગ પીળો એટલા માટે રાખવામાં આવ્યો છે કે જેથી ટ્રેનના ડ્રાઇવરને તેને ઓળખવામાં સમસ્યા ન થાય. જો અલગ અલગ રંગના બોર્ડ હોય તો ડ્રાઇવરને પરેશાની થઈ શકે છે.

આ સિવાય પીળા રંગની જ પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે આ રંગ દૂરથી ચમકે છે અને આંખમાં ખૂંચતો નથી. તેથી જ ટ્રેનના લોકો પાયલેટ દૂરથી જ જોઈ શકે છે કે આગળ કયું સ્ટેશન આવી રહ્યું છે.

પીળા રંગની પસંદગી કરવા પાછળનું એક કારણ એ પણ છે કે આ રંગ આંખોને શાંતિ આપે છે. આ રંગને જોવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી અને તે દૂરથી સરળતાથી દેખાઈ જાય છે. તેથી દિવસ હોય કે રાત ટ્રેનના લોકો પાયલેટ સતર્ક રહી શકે છે.

આ પણ વાંચો :-

Vivoનો V27 Pro છે Super Cute ફોન : ડિઝાઇન જોઈને લોકો થયા ફિદા, ફિચર છે જબરદસ્ત

Vivo’s V27 Pro is a Super Cute Phone

  • Vivo V27 Pro Indian Launch Date : Vivo ટૂંક સમયમાં ભારતમાં Vivo V27 સિરીઝ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. Vivo V27 Pro 25 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. આ પછી સીરીઝના બાકીના બે ફોન (V27 અને V27e) આવશે.

Vivo ટૂંક સમયમાં ભારતમાં Vivo V27 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ આ સીરીઝનું ટીઝર પણ રજૂ કર્યું છે. શ્રેણીમાં ત્રણ ઉપકરણો હશે – V27e, V27 અને V27 Pro. કંપનીએ હજુ લોન્ચની તારીખ જાહેર કરી નથી. પરંતુ ટીઝર પુષ્ટિ કરે છે કે ફોન ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ હશે. TechOutlookના રિપોર્ટ અનુસાર, Vivo V27 Pro 25 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. આ પછી, સીરીઝના બાકીના બે ફોન (V27 અને V27e) આવશે.

લીક થયેલા રિપોર્ટ અનુસાર, Vivo V27 Proની કિંમત ભારતમાં 40,000 રૂપિયાથી ઓછી હશે. જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ફોન Vivo V16 Proનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. જે ડિસેમ્બર 2022માં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફોનમાં ઘણા સારા ફીચર્સ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ Vivo V27 Pro ના ફીચર્સ…

Vivo V27 Pro Specifications :

Vivo V27 Pro 120Hz રિફ્રેશ રેટ 6.78-ઇંચનું કર્વ્ડ AMOLED ડિસ્પ્લે હશે. જેમાં 2400 x 1800 પિક્સેલ રિઝોલ્યુશન સાથે ફોનમાં 360Hz ટચ સેમ્પલિંગ રેટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. ફોન MediaTek Dimensity 8200 SoC દ્વારા સંચાલિત થશે.

Vivo V27 Pro Battery :

Vivo V27 Proમાં 66W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે સાત 4600mAh પાવરફુલ બેટરી હશે. એટલે કે ફોન ઝડપથી ચાર્જ થશે અને ફોન આખો દિવસ આરામથી ચાલશે.

Vivo V27 Pro Camera :

Vivo V27 Proમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 50MPનો પ્રાથમિક કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રો લેન્સ હશે. તે જ સમયે, ફ્રન્ટ પર 50MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા હશે.

આ પણ વાંચો :-

Swara Bhasker Wedding : સ્વરા ભાસ્કરે મુસ્લિમ એક્ટિવિસ્ટ Fahad Ahmad સાથે કર્યાં સીક્રેટ વેડિંગ

Swara Bhasker Wedding

  • Swara Bhasker Wedding: સ્વરા ભાસ્કરે મુસ્લિમ એક્ટિવિસ્ટ ફહદ અહમદ સાથે સીક્રેટ વેડિંગ કરી લીધા છે. તેણે કોર્ટ મેરેજના પેપર શેર કરતા આ જાહેરાત ખુદ કરી છે.

સ્વરા ભાસ્કર (Swara Bhasker) તેના રાજકીય વિચારોને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે, પરંતુ હવે તેના જીવનમાં ‘રાજકીય એન્ટ્રી’ થઈ છે. સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ (Fahad Ahmed) સાથે કોર્ટ મેરેજ કર્યા છે. સ્વરાએ આ વર્ષની શરૂઆતમાં 6 જાન્યુઆરીએ જ લગ્ન કર્યા હતા.

સ્વરાએ થોડા સમય પહેલાં પોતાની અને ફહાદની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંતુ આ તસવીરમાં બંનેના ચહેરા દેખાતા નહોતા. પરંતુ હવે સ્વરાએ તેના લગ્નની જાહેરાત કરી છે જે જાન્યુઆરીમાં થયા છે.

જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. સ્વરા ભાસ્કરે થોડા સમય પહેલાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની અને ફહાદની આખી લવ સ્ટોરી કહેતી જોવા મળી રહી હતી. બંનેએ 6ઠ્ઠી જાન્યુઆરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી છે. લગ્ન પછીની એક તસવીરમાં સ્વરા રડતી જોવા મળી રહી છે.

એક વીડિયો શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું, ‘ક્યારેક તમે તેને આખી દુનિયામાં સર્ચ કરો છો, જે તમારી બાજુમાં હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલાં મિત્રતા મળી, અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં તમારું સ્વાગત છે ફહાદ અહેમદ. અહીં ઘોંઘાટ ઘણો છે પણ તે તમારો છે.

એટલે કે સ્વરાએ જાન્યુઆરીમાં પોતાનો ‘મિસ્ટ્રી મેન‘ ગણાવીને દુનિયાને જે ઓળખાણ કરાવી હતી તે બીજું કોઈ નહીં પણ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ છે. જણાવી દઈએ કે આ પહેલાં સ્વરા ભાસ્કર અને લેખક હિમાંશુ શર્માના ડેટિંગના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, 2019માં આ બંને વચ્ચે બ્રેકઅપની વાત પણ સામે આવી હતી. અભિનેત્રી છેલ્લે ફિલ્મ ‘જહાં ચાર યાર’માં જોવા મળી હતી. આ ફિલ્મ 16 સપ્ટેમ્બર 2022ના રોજ રીલિઝ થઈ હતી.

આ પણ વાંચો :-

Prithvi Shaw : રસ્તાની વચ્ચે બેઝબોલના બેટ સાથે પૃથ્વી શોની છોકરી સાથે ઝપાઝપી, વીડિયો સામે આવ્યો

0

Prithvi Shaw fight with a girl with a baseball bat

  • ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉ અને તેના મિત્રો પર હુમલાના મામલામાં એક વીડિયો સામે આવ્યો છે. પૃથ્વી શૉ પર સપના ગિલ દ્વારા મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Prithvi Shaw : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉને (Prithvi Shaw) લઈને એક ગંભીર મામલો સામે આવી રહ્યો છે. એક મહિલા ચાહકે પૃથ્વી શૉ પર  મારપીટનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર ઘટના મુંબઈના (Mumbai) સાંતાક્રુઝની (Santa Cruz) એક ફાઈવ સ્ટાર હોટલમાં સામે આવી છે. જ્યારે પૃથ્વી શૉ વતી એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોએ તેમના અને તેમના મિત્રો પર બેઝબોલ બેટથી (Baseball bat) હુમલો કર્યો છે. જ્યારે એક વીડિયોમાં પૃથ્વી શૉ બેઝબોલ સાથે જોવા મળી રહ્યો છે અને તે છોકરી સાથે ઝપાઝપી પણ કરી રહી છે.

પૃથ્વી શૉના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે આપેલી ફરિયાદ મુજબ તેના પર બેઝબોલ બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ કારનો પીછો કર્યો હતો અને પૈસા ન આપવા બદલ ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. સુરેન્દ્રએ 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ 8 લોકોમાંથી સના ઉર્ફે સપના ગિલ અને શોભિત ઠાકુર નામના બે લોકોની ઓળખ હોટલના મેનેજરે પોતે કરી હતી અને પોલીસને જણાવ્યું હતું. હવે આ કેસમાં સપનાના વકીલ અલી કાશિફ ખાને પૃથ્વી શૉ પર મારપીટનો આરોપ લગાવ્યો છે.

તેણે કહ્યું, ‘પૃથ્વી શોએ સપના પર હુમલો કર્યો. પૃથ્વી શૉના હાથમાં પણ બેઝબોલ દેખાઈ રહી છે. પૃથ્વી શૉના મિત્રોએ અગાઉ પણ હુમલો કર્યો હતો. સપના હાલમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. પોલીસે તેને મેડિકલ માટે જવાની પરવાનગી આપી નથી. તમને જણાવી દઈએ કે પૃથ્વી શૉનો એક વીડિયો વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના હાથમાં બેઝબોલ દેખાઈ રહી છે. આ દરમિયાન સપના ગિલ પૃથ્વી શૉના હાથમાં દેખાતી બેઝબોલને પકડીને જોવા મળી રહી છે.

સેલ્ફી લેવા પર આખો વિવાદ :

વાસ્તવમાં આ સમગ્ર મામલો બુધવારનો છે. જ્યારે પૃથ્વી શૉ તેના મિત્રો સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ડિનર કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન જ આ તમામ વિવાદ સામે આવ્યો હતો. ફરિયાદ અનુસાર, રાત્રિભોજન દરમિયાન અજાણ્યા લોકો પૃથ્વી શૉ પાસે આવ્યા અને સેલ્ફી લેવાની માંગ કરી. શૉએ બે લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી, પરંતુ તે જ જૂથ ફરી પાછું ફર્યું હતું અને અન્ય આરોપીઓ સાથે સેલ્ફી લેવાનું કહ્યું હતું.

પૃથ્વી શૉએ આ વખતે એમ કહીને ના પાડી દીધી કે તે મિત્રો સાથે જમવા આવ્યો હતો અને ખલેલ પહોંચાડવા માંગતો નથી. ફરિયાદ મુજબ, જ્યારે તેમણે વધુ આગ્રહ કર્યો ત્યારે પૃથ્વીના મિત્રએ હોટેલ મેનેજરને ફોન કરીને ફરિયાદ કરી હતી. મેનેજરે તે લોકોને હોટેલમાંથી બહાર નીકળવા કહ્યું. આ પછી તેઓ બધા બહાર પૃથ્વી શૉની રાહ જોવા લાગ્યા.

આ પણ વાંચો :-

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, સરકારી ગાડીને લઈને મોટો ઘટસ્ફોટ

0

Foreign liquor seized from a car written

  • પાલનપુરમા સરકારી ગાડીમાંથી દારૂ પકડાયાના મામલે સરકારી ગાડી ગાંધીનગર શિક્ષણ વિભાગની હોવાનું સામે આવ્યું છે. દારૂ પકડાયેલ ગાડી શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું ખૂલ્યું છે.

પાલનપુરમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર નારાયણ માધુની સરકારી ગાડીની ડીકીમાંથી 10 પેટી વિદેશી દારૂ સાથે બે લોકોને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના માઉન્ટઆબુ (Mount Abu) માંથી વિદેશી દારૂ (Foreign liquor) ભરી ગુજરાતમાં પ્રવેશી બાઇક ચાલકને ટક્કર મારી પુર ઝડપે જતી સરકારી ગાડીનો પાલનપુર તાલુકા પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે મહામહેનતે પાલનપુરના (Palanpur) ગોબરી રોડ નજીકથી ઝડપી પાડી પોલીસે ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને બાજુમાં બેઠેલ તેના કાકાના દીકરા જગદીશ પરમારની અટકાયત કરી.

ગાડીની ડીકીની તલાશી લેતા તેમાંથી 10 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. અકસ્માત થયેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી નંબર GJ18GB 9779 નંબરની ગાડી ગાંધીનગરના શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

સરકારી ગાડી જોઈન્ટ કમિશનરની જાણ બહાર તેમના ચાલક ગાંધીનગર છોડી રાજસ્થાન લઈને આવે અને તેમાં વિદેશી દારૂ ભરી તેને ગાંધીનગર લઈ જવાતો હોવાની ઘટના અનેક સવાલો ઉભા કરે છે. શુ જોઈન્ટ કમિશનર નારાયણ માધુની જાણ બહાર તેમનો ચાલક ગાડીમાં વિદેશી દારૂની ખેપ મારતો હતો. હાલ તો પાલનપુર તાલુકા પોલીસે ગાડી અને વિદેશી દારૂના મુદામાલ સાથે બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શુ બહાર આવે છે.

પાલનપુરમા સરકારી ગાડીમાંથી દારૂ પકડાયાના મામલે સરકારી ગાડી ગાંધીનગર શિક્ષણ વિભાગની હોવાનું સામે આવ્યું છે. દારૂ પકડાયેલ ગાડી શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું ખૂલ્યું છે. ટેલિફોનિક વાતચીતમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુએ જણાવ્યું છે કે ડ્રાઈવર કહ્યા વગર ગાડી લઈ ગયા હોય શકે. સમાજીક પ્રસંગમાં પુના હોવાનો નારાયણ માધુએ નિવેદન આપ્યું હતું.

નોંધનીય છે કે પાલનપુરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીએ અનેક વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે પીછો કરી ઝડપી પાડેલી ગાડીની ડીકીમાંથી 11 પેટી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી. પોલીસે ગાડીમાં સવાર બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને જગદીશ પરમારની પાલનપુર તાલુકા પોલીસે અટકાયત કરી હતી. 10 પેટી વિદેશી દારૂ રાજસ્થાનના માઉન્ટ આબુથી ભરીને ગાંધીનગર લઈ જતા હતા.

આ પણ વાંચો :-

આ રાશિના લોકો પર લક્ષ્મીજીની રહેશે મહેરબાન, પૂરી થશે દરેક મનોકામના

Saibaba will be kind to the people of this Horoscope

મેષ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ
થોડું ગુસ્સાનાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂતનું થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય આરોગ્ય સાચવવું.

કન્યા
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
ખર્ચનું પ્રમાણ વધતુ જણાય. છતાં આનંદ-ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતી રાખવી.

ધન
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે અેનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટો મોટોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગનાં ધંધામાં વિશેષ લાભ.

કુંભ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

સ્વાદ તો વધારશે જ સાથે કેન્સર જેવી બીમારીઓથી પણ રક્ષણ આપશે આ મસાલો, જાણો અન્ય ફાયદા

This spice will not only enhance the taste

  • તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે.

મસાલા સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘર પર ખાવાનુ બને અથવા તો કોઈ ફંક્શનમાં કોઈ રસોઈયા દ્વારા જમવાનું બનાવવામાં આવે. મસાલાનો ઉપયોગ શાકના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તમામ મસાલાના પોતપોતાના ગુણો હોય છે. આવો જ એક મસાલો (Spices) છે તજ.

મસાલામાં અનેક ગુણો હોવાનું માનવામાં આવે છે. દરેક ઘરમાં તજનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેને શાકભાજીમાં નાખવા માટે ખાસ બજારમાંથી ખરીદી કરીને લાવે છે. આજે આપણે તેના ગુણ વિશે વાત કરીશું. કઈ રીતે તજ સ્વાસ્થ્યને ફિટ રાખવામાં મદદ કરે છે.

કેટલા તજ ખાવા જોઈએ :

તજને પસંદ કરતા લોકો દુનિયાના દરેક દેશમાં છે. નાના હોય કે મોટા દરેક લોકો તજનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેની માત્રા શાકમાં સ્વાદ અનુસાર નાખવામાં આવે છે. અડધી ચમચી અથવા એક ચમચી તજનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે વિશેષજ્ઞોનું કહે છે કે દરરોજ તજનું વધુ પડતું સેવન કરવાથી પેટ, લીવર, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે. એટલે તેના ફાયદા માટે ચોક્કસપણે તેને મધ્યમ માત્રામાં ખાઓ.

ક્યાંથી આવે છે તજ :

તજની સુગંધ ખૂબ જ શાનદાર હોય છે. આ શાકભાજી સાથે કેટલીક કેક બનાવવામાં પણ પ્રયોગ કરવામાં આવે છે. તજનું ઝાડ હોય છે. ઝાડના થડની ચામડી કાઢી તેને સૂકવવામાં આવે છે. તેને રોલ કરી એક લાકડી જેવો આકાર આપવામાં આવે છે. ઘણા લોકો તેને દળીને પણ ઉપયોગમાં લેતા હોય છે. હવે તેના ફાયદા પણ જાણવું જરૂરી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

દર વર્ષે તમે અથવા તમારા પડોશ, પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ તાવ, ઉધરસ, શરદીની ચપેટામાં આવે છે. આ દિવસોમાં હવામાં ફેલાતા વાયરસ અથવા બેક્ટેરિયાની અસર હોય છે. તજમાં આવા વાયરસ સામે લડવાના ગુણ હોય છે. નિયમિત યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થાય છે અને આવા વાયરસ નજીક નથી આવતા.

ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ ઓછું થાય છે :

તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે. તજનો ઉપયોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે થાય છે. કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. બ્લડ પ્રેશર મેનેજ થવા અને કોલેસ્ટ્રોલ ઓછુ થવાના કારણે હાર્ટ સંબંધિત રોગનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો :-