Home Blog Page 1172

સુરતમાં ઘરોમાંથી કાદવ બાદ નીકળ્યું ફીણ વાળું પાણી ! 72 કલાકથી કારણ જાણવા તંત્રના ધમપછાડા

0

Foamy water came out after the mud from the

  • સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા.

શહેરના વરાછા રોડની વિઠ્ઠલ નગર સોસાયટીમાં (Vitthal Nagar Society) મકાનમાંથી ફરી ફીણ વાળું પાણી નીકળવાનું ફરી શરૂ થયું છે. ગત સોમવારે મેટ્રોના કામગીરી (Metro operations) દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા લોકો ચોંકી ગયા હતા. મેટ્રો દ્વારા બે મકાનોના સીલ કરાયા હતા.

જ્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આજે ફરી બે મકાનમાંથી ફીણ વાળું પાણી નીકળવાનું શરૂ થયું છે. હાલમાં મેટ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે, પણ જે રીતે ફરીથી ફીણ વાળું પાણી નીકળતા સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે કે ફરી કોઈ મોટું નુકસાન થશે તો તેની ભરપાઈ કોણ કરશે.

સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે ફીણ વાળું પાણી કયા કારણોસર નીકળે છે તેને લઈને મેટ્રો વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સોસાયટીના બે મકાનોને પણ સીલ કરાયા હતા.

મકાનમાં મેટ્રોનિક અધિકારીઓની કામગીરી દરમિયાન ફરી સીલ કરેલા મકાન માટે ફીણ વાળું પાણી નીકાળવાનું શરૂ થયું હતું. હાલ ફીણ વાળું પાણી ક્યાંથી નીકળે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મેટ્રોના દિલ્હી મુંબઈથી પણ ટેકનિકલ ટીમ સુરત આવી પહોંચી છે અને સંશોધન કરવામાં આવી રહ્યું છે કે આ મેટ્રોની કામગીરી દરમિયાન લીકેજ ક્યાંથી થયું છે અને તેની પાછળનું શું હોઈ શકે છે.

કારણ કે હજુ તો મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર હજુ કેટલાક કિલોમીટર સુધી આ સુરંગ ખોદવાની હોવાથી તો આવનારા દિવસોની અંદર બીજું કોઈ મોટું નુકસાન ના થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે આ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

Marutiએ લોન્ચ કરી 32Kmની માઈલેજ આપતી સેડાન કાર, કિંમત પણ પરવડે તેવી

Maruti has launched a sedan car that gives

  • Dzire Tour S ની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ ઘરેલુ ફ્લીટ માર્કેટમાં નવી Dzire Tour S સેડાન કાર લોન્ચ કરી છે. આકર્ષક લૂક અને મજબૂત એન્જિન ક્ષમતાવાળી આ કારને પેટ્રોલ એન્જિન સાથે કંપની ફીટ CNG કિટ સાથે લોન્ચ કરવામાં આવી છે.

તેની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.

આ સાથે જ નવી મારુતિ ડિઝાયર ટૂઅર-એસએ કંપનીના એરિના અને કોમર્શિયલ ડીલરશિપ દ્વારા વેચાતી અર્ટિંગા (ટૂઅર એમ) અને વેગન આર (ટૂઅર એચ3)ને જોઈન કર્યું છે. નવી Maruti Tour S કંપનીની ડિઝાયર થર્ડ જનરેશન મોડલ પર બેસ્ડ છે. આ સેડાન કારમાં કંપનીના કેટલાક ખાસ સેફ્ટી ફીચર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે તેને વધુ ખાસ બનાવે છે.

કેવી છે નવી Dzire Tour S :

નવી Tour S ત્રણ કલર ઓપ્શન- આર્કટિક વ્હાઈટ, મિડનાઇટ બ્લેક અને સિલ્કી સિલ્વરમાં ઉપલબ્ધ છે. નવી કાર મોટાભાગે ડિઝાઈનના મામલે વર્તમાન ડિઝાયર સેડાન જેવી જ છે. જોકે તેમાં કેટલાક મુખ્ય તફાવતો જોવા મળી રહ્યા છે. જેમ કે સ્ટીલ વ્હીલ્સ, બ્લેક ડોર હેન્ડલ્સ, મિરર કેપ્સ અને ટેલગેટ પર ‘ટૂર એસ‘ બેજિંગ જેવા ફેરફાર છે. આ સિવાય બહારની બધી વસ્તુઓ મારુતિ ડિઝાયર જેવી જ છે.

ફીચર્સ તરીકે કંપનીએ Maruti Tour Sમાં LED ટેલ લાઈટ્સ આપી છે, આ સિવાય મેન્યુઅલ એર કંડીશન, સ્પીડ સેન્સિંગ ડોર લોક વગેરે આ કારને વધુ સારી બનાવે છે. આ કારમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ડ્યુઅલ એરબેગ્સ અને બાળકો માટે ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર્સ   આપવામાં આવ્યા છે.

પાવર અને પરફોર્મન્સ : નવી Dzire Tour Sમાં  કંપનીએ 1.2-લીટર ક્ષમતાનું K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે પેટ્રોલ મોડમાં 90hpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 77hp નો પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે.

કંપનીનો દાવો છે કે આ કાર પેટ્રોલ મોડમાં 23.15 કિમી પ્રતિ લીટર અને સીએનજી મોડમાં 32.12 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે નવી ટૂર એસ અગાઉના મોડલ કરતાં CNG મોડમાં 21 ટકા વધુ માઇલેજ આપે છે.

આ પણ વાંચો :-

સિદ્ધાર્થ-કિઆરાના રિસેપ્શનમાં દિશા પટણી બની Oops મોમેન્ટનો શિકાર, ઉર્ફી તરીકે ટ્રોલ કરી

Disha Patani becomes victim of Oops moment

  • દિશાના કપડાં જોઈને લાગી રહ્યું હતું કે તે પણ કમ્ફર્ટેબલ નથી અને જ્યારે તે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેનીનો ભાવ જોવા મળી રહ્યો હતો.

બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Bollywood actress Disha Patni) સિદ્ધાર્થ-કિઆરાના (Siddharth-Kiara) વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે સિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. તેના વાળ ખુલ્લા હતા. તેણે હાઈ હીલ્સ પણ પહેરી હતી. જોકે  તેના કપડાં જોઈને લાગી રહ્યું હતું કે તે પણ કમ્ફર્ટેબલ નથી અને જ્યારે તે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેનીનો ભાવ જોવા મળી રહ્યો હતો.

દિશા પટની ઓપ્સ મોમેન્ટનો શિકાર બની :

ફોટોગ્રાફર માનવ મંગલાનીએ વિડિયો શેર કર્યો અને લખ્યું છે, ‘દિશા પટણી સિદ્ધાર્થ મલ્હોત્રા કિઆરા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં.’ તેમનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો લાઈક મળી છે. દિશાના ચાહકો આ વિડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે દિશા ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે.

દિશા પટણીની અનકમ્ફોર્ટેબલ ડ્રેસ પર ઘણા લોકોએ ધ્યાન આપ્યું :

ઘણા લોકોનું ધ્યાન દિશા પટણીના અનકમ્ફર્ટેબલ ડ્રેસ પર પણ ગયું છે. ઘણા લોકોએ લખ્યું છે,’ લગ્નના રિસેપ્શનમાં આવો ડ્રેસ પહેરીને કેમ આવી. એક યૂઝર્સે લખ્યું, ‘તેણે લગ્નના રિસેપ્શનને સ્વિમવિયર કેલેન્ડર લોન્ચ સમજી લીધુ. અન્ય એક યૂઝર્સે લખ્યું છે ‘તે લગ્નના રિસેપ્શન આવી છે કે મેટ ગાલામાં.

બીજા એક યૂઝર્સે  લખ્યું, ‘તે ક્યારેય પણ થાઈ બતાવ્યા વગર રહી શકે નહીં. આ બોલિવૂડની ઉર્ફી છે. કોઈ મોટી વાત નથી ટાઈગર શ્રોફે તેની સાથે બ્રેકઅપ કરી લીધું. અન્ય એકે લખ્યું જો તમે ડ્રેસ પહેરી અનકમ્ફર્ટેબલ રહો તો શું મતલબ છે ડ્રેસ પહેરવાનો ? અન્ય યૂઝર્સે લખ્યું ખૂબ જ અનકમ્ફર્ટેબલ છે.

આ પણ વાંચો :-

16 ફેબ્રુઆરી 2023 રાશિફળ : આજે આ તમામ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે ભાગ્ય

16 February 2023 Horoscope Gujarat Guardian

મેષઃ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે. આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યનાં નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાનાં દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

દ્વારકાના એક-બે નહિ, 21 ટાપુ પર પ્રતિબંધ. ફરવા જવાના હોય તો ધ્યાન રાખો 

0

Ban on 21 islands, not one or two of Dwarka

  • દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર અધિક કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ. દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અને સુરક્ષાની દ્રષ્ટીએ નિર્જન ટાપુ પર પ્રતિબંધનો કર્યો નિર્ણય.

દ્વારકાનું (Dwarka) જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ. પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ (Hot Favorite) છે.

ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ (Prohibition) લગાવાયો છે. દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાના આ ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહિ મળે.

દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક સુંદર સુંદર ટાપુ આવેલા છે. ત્યારે અહીંના 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી અહી જવા પર પ્રતિબંધ મૂક્યો છે. દ્વારકામાં આવા 24 ટાપુ આવેલા છે. જેમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા બાકીના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર પ્રવેશબંધી ફરમાવાઈ છે.

કયા કયા ટાપુ પર પ્રતિબંધ :

દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા નીચે મુજબના ૨૧ ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે ટાપુઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. થોડા સમય પહેલા જ બેટ દ્વારકા ટાપુ પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

આ પણ વાંચો :-

વેફર અને ફ્રેન્ચફ્રાઈથી ખલાસ થઈ શકે છે તમારી કિડની ! ઉંઘુ ઘાલીને પાણીપુરી ખાનારા પણ ચેતજો

Wafers and french fries can exhaust your kidneys

  • જો નિષ્ણાતોનું માનીએ તો બટાકાનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનું કારણ એ છે કે બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું વધુ સેવન કરે છે તો તેને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

બટાકાની ચિપ્સ (Potato chips) અને ફ્રેન્ચફ્રાઈ (French Fries) ખાનારા સાવધાન. તમે જાણતા અજાણતા બની શકો છો ગંભીર રોગોનો શિકાર. બટાકાનું વધુ પડતું સેવન તમારી સમસ્યા વધારી શકે છે. આ વસ્તુના સેવનને કારણે તમે બીમારીમાં સપડાઈ શકો છો. જાણો નિષ્ણાતોના અભિપ્રાય. જો નિષ્ણાંતોનું માનીએ તો વધુ બટાકા ખાવા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. તેમના મતે વેફર ખાવાથી તમને સ્થૂળતા (Obesity) અને ડાયાબિટીસ (Diabetes) જેવી સમસ્યા થઈ શકે છે.

બાળકો હોય કે વૃદ્ધ, દરેક જણ બટેટા ખાવાના અને તેનાથી બનેલી બનાવટો વેફર, ફ્રેન્ચફ્રાઈ, બટાટાવડા, સમોચા વગેરે ખાવાના ખુબ શોખીન હોય છે. કેટલાક લોકોને તેની શાકભાજી વધુ પસંદ છે તો કેટલાક લોકો તેના નાસ્તાના મોટા ચાહક છે.

બટાકાની ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં બટેટાની ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિ માટે બટાકાનું વધુ પડતું સેવન કરવું શરીર માટે હાનિકારક છે. તેના વધુ પડતા સેવનથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે અને તે તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે.

આ ઉપરાંત ઘણાં લોકોને પાણીપુરી ખાવાનો બહુ શોખ હોય છે. તો પાણીપુરીમાં પણ મેદો આવે છે. અને બટાકા આવે છે. રગડો હોય કે નોર્મલ પકોડી તેમાં બટાકા તો આવશે જ. વધારે પ્રમાણમાં બટાકાનું કે તેનાથી બનેલી વસ્તુઓનું સેવન તમને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે.

બટાકાના વધુ પડતા ઉપયોગ પર નિષ્ણાતો શું કહે છે?

જો નિષ્ણાતોનું માનીએ તો બટાકાનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનું કારણ એ છે કે બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું વધુ સેવન કરે છે તો તેને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. આટલું જ નહીં આ ડાયાબિટીસને કારણે તમારી કિડની પણ પ્રભાવિત થાય છે અને તમે દરેક પ્રકારની બીમારીઓથી ઘેરાયેલા છો.

બટાકા વધારી શકે છે કિડનીની સમસ્યા :

નિષ્ણાતો એમ પણ કહે છે કે બટાકાની ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવી બટાકામાંથી બનેલી ખાદ્ય ચીજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આ બધી વસ્તુઓ સ્થૂળતાનું કારણ બને છે. આ જ કારણ છે કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને નિષ્ણાતો બટાકાનું સેવન ટાળવાની સલાહ આપે છે.

એટલું જ નહીં બટાકામાં કાર્બોહાઈડ્રેટ પણ સારી માત્રામાં જોવા મળે છે. જે તમારા શરીરમાં ચરબી ફેલાવવાનું કામ કરે છે. આ સિવાય બટાકામાં પોટેશિયમ પણ જોવા મળે છે. જે કિડનીના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. જે લોકોની કિડની ડેમેજ થઈ ગઈ હોય અથવા તેમની કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય. તેમણે તેનાથી ઘણું બચવું જોઈએ.

આ પણ વાંચો :-

વાયરલ થયા Sara Ali Khan ના બીચ લુકના બોલ્ડ ફોટો, ચાહકોની વધારી દીધી હાર્ટબીટ

The bold photo of Sara Ali Khan’s

  • સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન તેના કામ અને ફિલ્મોમાંથી બ્રેક લઈ અને વેકેશનની મજા માણી રહી છે. સારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અને તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલાક નવા ફોટા શેર કર્યા છે.

સારા અલી ખાન (Sara Ali Khan) ઓસ્ટ્રેલિયામાં (Australia) વેકેશન માણતી જોવા મળી હતી. ફરી એકવાર સારાએ એવા ફોટા શેર કર્યા છે કે જેના પર ચાહકોની નજર અને ધડકન બંને અટકી જાય છે. સારાએ બોલ્ડ ડ્રેસિંગ (Bold dressing) સાથે ફોટો શેર કર્યા છે જે વાયરલ થયા છે.

સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. સારા જ્યારે સિડની અને મેલબોર્નમાં હતી ત્યાંના ફોટો તેણે શેર કર્યા છે. આ ફોટોમાં તે શોર્ટસમાં જોવા મળે છે. બીજો ફોટો પણ તેણે શેર કર્યો છે. તેમાં અભિનેત્રી બીચ પર મજા કરતી જોવા મળે છે.

સૌથી વધુ ચર્ચા સારા અલી ખાનના આ ફોટોની છે જેમાં તે ગ્રીન રંગના મીની શોર્ટસ અને ગ્રીન બ્રામાં બીચ પર બેઠી છે. તે રેતીમાં બેઠી છે અને આ ફોટોમાં તેનું ટોન્ડ ફિગર દેખાઈ છે. સારાના વેકેશનના બધા જ ફોટોમાંથી આ ફોટોને સૌથી વધુ લાઈક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

નેતાજીઓનો આખરે મોહભંગ થયો. ! સરકારી આવાસ ખાલી ન કરનાર પૂર્વ ધારાસભ્યોના ક્વાર્ટરના તાળાં તોડાયા

0

The leaders eventually became disillusioned

  • પૂર્વ ધારાસભ્યો દ્વારા આવાસ ખાલી કરવામાં ન આવતા આજે ક્વાર્ટરનું તાળું તોડી તેનો કબ્જો લઈ લેવામાં આવ્યો છે. ત્યારે તાળું તોડયાના સમાચાર પૂર્વ ધારાસભ્યોને મળતા પૂર્વ ધારાસભ્યોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ (Former MLAs) સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે.. ગત રોજ ગાંધીનગર ખાતે આવે ધારાસભ્ય નિવાસ સ્થાને કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા સરકારી ક્વાર્ટર (Government Quarters) ખાલી કરવા માટે આજદિન સુધીનો સમય માંગ્યો હતો પણ કેટલાક પૂર્વ ધારાસભ્યો દ્વારા આજે પણ નિવાસ સ્થાન ખાલી કરીને ન આપતા આજે સાતેય ધારાસભ્યોનાં ક્વાર્ટરનું તાળું તોડી કબ્જો લેવામાં આવ્યો છે.

ગત રોજ બે પૂર્વ ધારાસભ્યોનાં ઘરના તાળા તોડવામાં આવ્યા હતા :

ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેમના ઘરનું તાળું તોડવામાં આવ્યું હતું.  ત્યારે બાકી રહેલા ધારાસભ્યોના આવાસનાં પણ તાળા તોડી કબ્જો લેવામાં આવ્યો હતો. વિધાનસભાની નોટીસ બાદ પણ 7 ધારાસભ્યોએ આવાસ ખાલી કર્યા ન હતા. ત્યારે સુમનબેન ચૌહાણ અને સંતોકબેન અરેઠીયા રાપર જેઓ આવતીકાલે ચાવી સોંપશે તેમ જાણવા મળી રહ્યું છે.

પદ ગયું પણ મોહ હજું છૂટતો નથી :

પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

આ પૂર્વ મંત્રીઓએ ખાલી કરી દીધા હતા બંગલા :

મહત્વનું છે કે સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી સોંપી હતી.

ક્યા ક્યા પૂર્વ ધારાસભ્યોનાં ઘરના તાળા તોડી કબ્જો લીધો :

  • સુમન ચૌહાણ,કાલોલ
  • ગ્યાસુદ્દીન શેખ,દરિયાપુર
  • રાઘવજી મકવાણા,મહુવા
  • કાળુસિંહ ડાભી,કપડવંજ
  • કાંતિ સોઢા પરમાર,આણંદ
  • અશ્વિન કોટવાલ,ખેડબ્રહ્મા
  • પરસોત્તમ સોલંકી,રાજ્યકક્ષાના મંત્રી

આ પણ વાંચો :-

VIDEO : ‘જાણે આકાશમાંથી અપ્સરા ઉતરી’, હાર્દિક સાથે ફરી લગ્ન બાદ આવી દેખાઈ નતાશા

As if a nymph descended from the sky

  • ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ રાજસ્થાનના ઉદયપુરમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિન સાથે ફરી લગ્ન કરી લીધા છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ (Star cricketer Hardik Pandya) નતાસા સ્ટેનકોવિન (Natasa Stankovin) સાથે ફરી લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે નતાશા સાથે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. તે સમયે કોવિડ-19ના (Covid-19) કારણે બહુ ઓછા લોકો લગ્નમાં હાજર રહી શક્યા હતા અને તેથી હવે બધાએ લગ્નનો લાભ આપવા માટે કપલે ફરી લગ્ન કર્યાં હતા. હાર્દિક પંડ્યા અને નતાશાએ ત્રણ વર્ષ બાદ વેલેન્ટાઈન ડેના (Valentine’s Day) અવસર પર લગ્ન કરી લીધા છે.

3 વર્ષ પહેલા રહી ગયેલી ખોટ પૂરી કરી : 

લગ્ન બાદ હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમે ત્રણ વર્ષ પહેલા લીધેલા વચનોનું પુનરાવર્તન કરીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. અમે અમારા પ્રેમની ઉજવણી કરતી વખતે અમારા પરિવાર અને મિત્રોને મેળવવા માટે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ.

હાર્દિકે  કાળા કલરનો ટેકસ્ટુડો પહેર્યો :

આ લગ્નમાં હાર્દિક પંડ્યાએ કાળા કલરનો ટેકસ્ટુડો પહેર્યો હતો. સાથે જ નતાસા વ્હાઈટ ગાઉનમાં ખૂબસુરત જોવા મળી હતી. લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. વાયરલ થયેલી વિડિયો ક્લીપમાં હાર્દિક બોલીવૂડના એક ગીત સાથે ટ્યુનિંગ કરતો જોવા મળે છે અને એના હાથમાં શેમ્પેઈનની બોટલ પણ છે.

લગ્ન બાદ તસવીર આવી સામે઼ :

લગ્ન બાદ હાર્દિક અને નતાશાની એક ખૂબસુરત તસવીર સામે આવી હતી જેમાં બન્ને ખુબ સુંદર દેખાતા હતા. ચાહકોએ પણ કપલની શાનદાર તસવીર પર ખૂબ કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતા.

હાર્દિક પંડ્યાનો છોકરો પણ સામેલ થયો મમ્મી-પપ્પાના લગ્નમાં  :

આ લગ્નની ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યાનો છોકરો પણ તેના ખુદના મમ્મી-પપ્પાના લગ્નમાં સામેલ થયો હતો. છોકરાને કિસ કરતી કપલની તસવીર પણ સામે આવી હતી.

આ પણ વાંચો :-

સાડા ચાર કરોડ રૂપિયાનો પગાર ! છતાં પણ કોઈ કરવા માગતું નથી આ નોકરી

Salary of four and a half crore rupees

  • ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ ગામ ક્વાઈરેડિંગમાં આ નોકરી છે. આ નાના ગામમાં જનરલ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરની જરૂરિયાત છે. પશ્વિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોક્ટરને 4 કરોડ 60 હજારથી વધારે રૂપિયાની નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

આપણા દેશમાં બેરોજગારી (Unemployment) અને જનસંખ્યાની સ્થિતિ એવી છે કે લોકો નોકરી કરવા માટે દુનિયાના કોઈપણ ખૂણામાં પહોંચી જાય છે. આજે લગભગ દરેક જગ્યાએ ભારતીય લોકોની હાજરી તમને કોઈને કોઈ રીતે જોવા મળી જ જશે. જોકે કેટલીક એવી જગ્યા છે જ્યાં લોકો એક કર્મચારીની જેમ રહે છે. સારો પગાર અને રહેવાની જગ્યા હોવા છતાં પણ લોકો ત્યાં જતાં નથી.

એક સારી નોકરીની શોધમાં લોકો ક્યાંય ના ક્યાંય જતા હોય છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં નોકરી માટે ભારે-ભરખમ પગારની સાથે સાથે શાનદાર ઘર પણ ઓફર કરવામાં આવે છે. તેમ છતાં આ જોબ કરવા માટે કોઈ તૈયાર નથી. હકીકતમાં આ નોકરી એક ડોક્ટરની છે. એવામાં બેસિઝ ક્વોલિફિકેશન તો જરૂરી છે. જો કોઈની પાસે ડિગ્રી છે તો તેને ઓસ્ટ્રેલિયામાં આ નોકરી મળી શકે છે.

4 કરોડનો પગાર છતાં કોઈ તૈયાર નહીં :

ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના એક અંતરિયાળ ગામ ક્વાઈરેડિંગમાં આ નોકરી છે. આ નાના ગામમાં જનરલ પ્રેક્ટિસ કરનારા ડોક્ટરની જરૂરિયાત છે. પશ્વિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોક્ટરને 4 કરોડ 60 હજારથી વધારે રૂપિયાની નોકરી ઓફર કરવામાં આવી રહી છે.

તેની સાથે જ તેમના રહેવા માટે 4 બેડરૂમનું એક આલિશાન ઘર પણ આપવામાં આવશે. આ ગામ ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી 170 કિમી દૂર છે. અહીંયા વર્ષોથી જનરલ પ્રેક્ટીશનરની અછત છે. અહીંયા 600થી વધારે લોકો રહે છે. પરંતુ તેમની બીમારીઓની સારવાર માટે કોઈપણ ડોક્ટર કે મેડિકલ સ્ટોર નથી.

ડોક્ટર વિના પરેશાન છે લોકો :

અહીંયા જે મેડિકલ સાથે જોડાયેલી વસ્તુઓ હતી તે પણ ડોક્ટરની અછતના કારણે  બંધ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ગ્રામીણોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કહ્યું કે તે આ જગ્યા પર 2 વર્ષ રહેનારા ડોક્ટરોને 7 લાખ અને 5 વર્ષ સુધી રહેનારાને 13 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે.

તેમ છતાં પણ આ ગામમાં કોઈ ડોક્ટર જવા માટે તૈયાર નથી. ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2031 સુધી ઓસ્ટ્રેલિયામાં આવી જ સ્થિતિ રહેશે તો 11,000 ડોક્ટરની અછત થઈ જશે.

આ પણ વાંચો :-