Home Blog Page 1171

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ, સરકારી ગાડીને લઈને મોટો ઘટસ્ફોટ

0

Foreign liquor seized from a car written

  • પાલનપુરમા સરકારી ગાડીમાંથી દારૂ પકડાયાના મામલે સરકારી ગાડી ગાંધીનગર શિક્ષણ વિભાગની હોવાનું સામે આવ્યું છે. દારૂ પકડાયેલ ગાડી શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું ખૂલ્યું છે.

પાલનપુરમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર નારાયણ માધુની સરકારી ગાડીની ડીકીમાંથી 10 પેટી વિદેશી દારૂ સાથે બે લોકોને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનના માઉન્ટઆબુ (Mount Abu) માંથી વિદેશી દારૂ (Foreign liquor) ભરી ગુજરાતમાં પ્રવેશી બાઇક ચાલકને ટક્કર મારી પુર ઝડપે જતી સરકારી ગાડીનો પાલનપુર તાલુકા પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે મહામહેનતે પાલનપુરના (Palanpur) ગોબરી રોડ નજીકથી ઝડપી પાડી પોલીસે ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને બાજુમાં બેઠેલ તેના કાકાના દીકરા જગદીશ પરમારની અટકાયત કરી.

ગાડીની ડીકીની તલાશી લેતા તેમાંથી 10 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. અકસ્માત થયેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી નંબર GJ18GB 9779 નંબરની ગાડી ગાંધીનગરના શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

સરકારી ગાડી જોઈન્ટ કમિશનરની જાણ બહાર તેમના ચાલક ગાંધીનગર છોડી રાજસ્થાન લઈને આવે અને તેમાં વિદેશી દારૂ ભરી તેને ગાંધીનગર લઈ જવાતો હોવાની ઘટના અનેક સવાલો ઉભા કરે છે. શુ જોઈન્ટ કમિશનર નારાયણ માધુની જાણ બહાર તેમનો ચાલક ગાડીમાં વિદેશી દારૂની ખેપ મારતો હતો. હાલ તો પાલનપુર તાલુકા પોલીસે ગાડી અને વિદેશી દારૂના મુદામાલ સાથે બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શુ બહાર આવે છે.

પાલનપુરમા સરકારી ગાડીમાંથી દારૂ પકડાયાના મામલે સરકારી ગાડી ગાંધીનગર શિક્ષણ વિભાગની હોવાનું સામે આવ્યું છે. દારૂ પકડાયેલ ગાડી શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું ખૂલ્યું છે. ટેલિફોનિક વાતચીતમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુએ જણાવ્યું છે કે ડ્રાઈવર કહ્યા વગર ગાડી લઈ ગયા હોય શકે. સમાજીક પ્રસંગમાં પુના હોવાનો નારાયણ માધુએ નિવેદન આપ્યું હતું.

નોંધનીય છે કે પાલનપુરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીએ અનેક વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે પીછો કરી ઝડપી પાડેલી ગાડીની ડીકીમાંથી 11 પેટી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી. પોલીસે ગાડીમાં સવાર બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને જગદીશ પરમારની પાલનપુર તાલુકા પોલીસે અટકાયત કરી હતી. 10 પેટી વિદેશી દારૂ રાજસ્થાનના માઉન્ટ આબુથી ભરીને ગાંધીનગર લઈ જતા હતા.

આ પણ વાંચો :-

આ રાશિના લોકો પર લક્ષ્મીજીની રહેશે મહેરબાન, પૂરી થશે દરેક મનોકામના

Saibaba will be kind to the people of this Horoscope

મેષ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ
થોડું ગુસ્સાનાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂતનું થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય આરોગ્ય સાચવવું.

કન્યા
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા
ખર્ચનું પ્રમાણ વધતુ જણાય. છતાં આનંદ-ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતી રાખવી.

ધન
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે અેનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટો મોટોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગનાં ધંધામાં વિશેષ લાભ.

કુંભ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

સ્વાદ તો વધારશે જ સાથે કેન્સર જેવી બીમારીઓથી પણ રક્ષણ આપશે આ મસાલો, જાણો અન્ય ફાયદા

This spice will not only enhance the taste

  • તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે.

મસાલા સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘર પર ખાવાનુ બને અથવા તો કોઈ ફંક્શનમાં કોઈ રસોઈયા દ્વારા જમવાનું બનાવવામાં આવે. મસાલાનો ઉપયોગ શાકના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તમામ મસાલાના પોતપોતાના ગુણો હોય છે. આવો જ એક મસાલો (Spices) છે તજ.

મસાલામાં અનેક ગુણો હોવાનું માનવામાં આવે છે. દરેક ઘરમાં તજનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેને શાકભાજીમાં નાખવા માટે ખાસ બજારમાંથી ખરીદી કરીને લાવે છે. આજે આપણે તેના ગુણ વિશે વાત કરીશું. કઈ રીતે તજ સ્વાસ્થ્યને ફિટ રાખવામાં મદદ કરે છે.

કેટલા તજ ખાવા જોઈએ :

તજને પસંદ કરતા લોકો દુનિયાના દરેક દેશમાં છે. નાના હોય કે મોટા દરેક લોકો તજનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેની માત્રા શાકમાં સ્વાદ અનુસાર નાખવામાં આવે છે. અડધી ચમચી અથવા એક ચમચી તજનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે વિશેષજ્ઞોનું કહે છે કે દરરોજ તજનું વધુ પડતું સેવન કરવાથી પેટ, લીવર, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે. એટલે તેના ફાયદા માટે ચોક્કસપણે તેને મધ્યમ માત્રામાં ખાઓ.

ક્યાંથી આવે છે તજ :

તજની સુગંધ ખૂબ જ શાનદાર હોય છે. આ શાકભાજી સાથે કેટલીક કેક બનાવવામાં પણ પ્રયોગ કરવામાં આવે છે. તજનું ઝાડ હોય છે. ઝાડના થડની ચામડી કાઢી તેને સૂકવવામાં આવે છે. તેને રોલ કરી એક લાકડી જેવો આકાર આપવામાં આવે છે. ઘણા લોકો તેને દળીને પણ ઉપયોગમાં લેતા હોય છે. હવે તેના ફાયદા પણ જાણવું જરૂરી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

દર વર્ષે તમે અથવા તમારા પડોશ, પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ તાવ, ઉધરસ, શરદીની ચપેટામાં આવે છે. આ દિવસોમાં હવામાં ફેલાતા વાયરસ અથવા બેક્ટેરિયાની અસર હોય છે. તજમાં આવા વાયરસ સામે લડવાના ગુણ હોય છે. નિયમિત યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થાય છે અને આવા વાયરસ નજીક નથી આવતા.

ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ ઓછું થાય છે :

તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે. તજનો ઉપયોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે થાય છે. કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. બ્લડ પ્રેશર મેનેજ થવા અને કોલેસ્ટ્રોલ ઓછુ થવાના કારણે હાર્ટ સંબંધિત રોગનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો :-

શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ? લાખો રૂપિયા ખર્ચ કરતા પહેલા એકવાર વાંચી લેજો આ રીપોર્ટ

Are you thinking of buying a Mahindra car?

  • સ્કોર્પિયોથી લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગી છે. પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી. જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યુ છે.

Mahindra Scorpio and Thar Pending Order : દેશની અગ્રણી કાર ઉત્પાદક મહિન્દ્રાને (Mahindra) ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌથી વધુ વાહનો વેચવાના મામલે કંપની હાલમાં ચોથા સ્થાને છે. તેની સ્કોર્પિયોથી (Scorpio) લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગેલી છે.

પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો તમે પણ મહિન્દ્રાનું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર જરુર વાંચી લેજો આ રીપોર્ટ..

મહિન્દ્રાએ તેની કારની પેન્ડિંગ ડિલિવરી અને બુકિંગનુ સ્ટેટસ જાહેર કર્યુ છે. ત્રીજા ક્વાર્ટરના રિપોર્ટ અનુસાર, Mahindra Scorpio-N, XUV700 અને Thar જેવી SUVનું વેચાણ તેજ ગતિએ ચાલુ છે. જો કે, કંપની હજુ પણ માંગ અને પુરવઠા સાથે તાલ મિલાવવામાં અસમર્થ છે. જેના કારણે પેન્ડીંગ ઓર્ડર વધી રહ્યા છે. મહિન્દ્રા પાસે હાલમાં 2.66 લાખ વાહનોના ઓર્ડર પેન્ડિંગ છે.

સ્કોર્પિયો માટે 1.19 લાખ પેન્ડિંગ ઓર્ડર :

રિપોર્ટ અનુસાર, કંપનીની તમામ SUVમાં સ્કોર્પિયોની સૌથી વધુ માંગ છે. કંપની પાસે બે મોડલ છે – Scorpio N અને Scorpio Classic. મહિન્દ્રા હાલમાં બંને SUV માટે દર મહિને લગભગ 16,500 બુકિંગ લઈ રહી છે. ગયા વર્ષે જૂનમાં લોન્ચ કરાયેલ સ્કોર્પિયો-એન એક નવું મોડલ છે. જ્યારે સ્કોર્પિયો ક્લાસિકને જૂની સ્કોર્પિયોને અપડેટ કરીને લાવવામાં આવી છે. બંને SUVના મળીને 1.19 લાખ ઓર્ડર પેન્ડિંગ છે.

આ મહિન્દ્રાના કુલ પેન્ડિંગ બુકિંગના લગભગ 40 ટકા છે અને સ્કોર્પિયો-એન માટે સૌથી લાંબો વેઈટીંગ પીરીયડ છે. અહેવાલો અનુસાર SUVના કેટલાક વેરિયન્ટ્સ માટે વેઈટીંગ પીરીયડ એક વર્ષથી વધુ છે.

XUV700 અને થાર માટે પણ ભારે રાહ જોવાઈ રહી છે :

XUV700 વિશે વાત કરીએ તો દર મહિને લગભગ 10,000 યુનિટ બુક થઈ રહ્યા છે. તેનો વેઇટિંગ પીરિયડ થોડો ઓછો થયો છે પરંતુ હજુ પણ તેના 77,000 યુનિટ પેન્ડિંગ છે. તેવી જ રીતે થાર એસયુવી એક મહિનામાં લગભગ 4,600 બુકિંગ મેળવે છે. આશરે 37,000 ગ્રાહકો હજુ પણ તેમની થારની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યા છે.

આ સિવાય બોલેરો અને બોલેરો નીઓ માટે દર મહિને 10,000 થી વધુ બુકિંગ થઈ રહ્યા છે. XUV300 અને

ઈલેક્ટ્રિક SUV દર મહિને લગભગ 9,300 બુકિંગ નોંધાવી રહી છે.

આ પણ વાંચો :-

બજરંગ દળના કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ, ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે પર કર્યું હતું આ કારનામું

0

A case of violation of public notice was filed against

  • રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી ઠેર ઠેર જગ્યા એ થઈ હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ દ્વારા આ દિવસનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં (Gandhinagar) બજરંગ દળ દ્વારા વિસ્ટા ગાર્ડન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બજરંગ દળના કાર્યકરોએ હાથમાં લાકડી લઈને યુગલોને ભગાડ્યા હતા. ત્યારે આ મામલે બજરંગ દળના (Bajrang Dal) સંયોજક સહિત કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગરમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની (Valentine’s Day) ઉજવણી કરી રહેલા અને એકાંત માણી રહેલા કપલ્સને દોડાવી અને ગાર્ડનમાંથી ભગાડ્યા હતા. ત્યારે વિડીયોમાં દેખાતા કાર્યકરો બાબતે બજરંગ દળના ગણપતસિંહ વાઘેલાની પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી.

બજરંગ દળના કાર્યકરો પૈકી ગાંધીનગરના સંયોજક શક્તિસિંહ ઝાલા તેમજ હિતેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલા ગજેન્દ્રસિંહ રઘુનાથસિંહ રહેવર, ભાર્ગવ સચિનભાઇ પટેલ અને કેયુર દિપકકુમાર જાની હોવાનુ સામે આવ્યું હતું.

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો :

સેક્ટર 7 પોલીસે બજરંગ દળના કાર્યકરોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ લઈ ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે વેલેન્ટાઇન ડે દિવસની ઉજવણી માટે ભેગા થયેલ છોકરા-છોકરીઓને ધમકાવી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તથા અલગ અલગ જાહેર જગ્યાએથી ભગાડ્યા હતા. ત્યારે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં તેમના વિરુદ્ધ ઈપીકો કલમ 143 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એકાંત માણી રહેલા કપલ્સને કર્યા પરેશાન :

બજરંગ દળ દ્વારા વેલેન્ટાઈન્સ ડે ના દિવસે ગાંધીનગરના સેન્ટ્ર વિસ્ટા ગાર્ડનમાં હોબાળો કર્યો હતો. મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચેલા કાર્યકર્તાઓએ એકાંતની પળો માણી રહેલા કપલ્સને દોડાવી દોડાવીને બહાર કાઢ્યા હતા. યુવકો અને યુવતીઓ બજરંગ દળના કાર્યકર્તાઓ આવતા ભાગ્યા હતા.

સમગ્ર ગાર્ડનમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન કે જે ગુજરાત વિધાનસભાની સામે આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. કાયદા જ્યાં બનતા હોય છે તે જ વિધાનસભાની સામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો.

આ પણ વાંચો :-

યુવકે લગ્ન બાદ ગુગલ સર્ચ કરતાં થયો ઘટસ્ફોટ, પત્ની કુખ્યાત ડોન નીકળી

0

After the marriage, the young man did a Google

  • શાદીડોટકોમ પર મળેલી ‘સુશીલ’ મહિલા સાથે લગ્ન કરવા ભારે પડ્યા. લગ્નના છ મહિના બાદ ગુગલ સર્ચ કરતાં ભાંડો ફૂટ્યો. યુવકે જેની સાથે લગ્ન કર્યા તે કુખ્યાત ડોન હોવાનું સામે આવ્યું.

આધુનિક સમયમાં મેટ્રોમોનિયલ વેબસાઈટોમાંથી (Matronial Websites) જીવનસાથીની પસંદગી કરતા લોકો જીવનસાથીની પસંદગી પૂર્વે જો સંપૂર્ણ જાણકારી ન મેળવે તો તેના કેવા ખરાબ અંજામ આવી શકે તેનો લાલબત્તી સમાન કિસ્સો પોરબંદરમાં સામે આવ્યો છે. શાદી ડોટ કોમ (Shaadi.com) પરથી જીવનસાથીની પસંદગી કરતા લોકો પોરબંદરના યુવાનની સાથે બનેલા આ બનાવને જોઈને સબક લે તે જરુરી છે.

ત્યારે પોરબંદરના (Porbandar) આ યુવાનના જીવનમાં ખળભળાટ મચાવતો કિસ્સો તમને પણ ચોંકાવશે. પોરબંદરના મારાજબાગ પાસે રહેતા લોહણા યુવક વિમલ કારીયા (Vimal Kariya) પણ આવા જ લગ્નના કારણે હાલ પછતાય રહ્યો છે. શહેરના માણેકચોક શાક માર્કેટમાં (Vegetable Market) બટેટાનું વેચાણ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા વિમલ કારીયા લગ્ન કરવા માંગતા હોવાથી તેઓ શાદી ડોટ કોમમાં જીવનસાથીની શોધમાં હતા.

 આપવીતી જણાવતા વિમલ કારીયાએ જણાવ્યુ હતુ કે, મને રીટાએ એવું જણાવ્યું હતું કે, હું 13 વર્ષથી માત્ર નાળીયર પાણી પીને નવરાત્રી રહું છું. અવારનવાર તે વીડિયો કોલથી ત્યાંના ધાર્મિક સ્થળોના દર્શનો કરાવી મને ધાર્મિકતા બતાવી મને ફસાવ્યો હતો. લગ્ન માટે તે આસામના ગોહાટીથી ફ્લાઈટ વડે અમદાવાદ આવી હતી ત્યાર બાદ વિમલ તેને પોરબંદર લાવી અહીં પોરબંદરના આર્યસમાજમાં વિધીવિધાન સાથે લગ્ન કર્યા હતા. જે માટે લગ્ન ફોટોગ્રાફથી લઈને લગ્ન સર્ટિફીકેટ તમામ વસ્તુ વિમલ પાસે છે.

લંડન સે આયા શિવભક્ત : વિદેશી પોલીસ અધિકારીએ ભારતીયની જેમ મંદિરમાં પૂજા કરી

0

London Se Aya Shiv Bhakta

  • લંડન મેટ્રોપોલિટી પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ શિવ ભક્ત છે અને તેઓ ખાસ મહાશિવરાત્રીના પર્વના ઉપ્લક્ષમાં સુરત આવ્યા છે.

તેઓએ સુરતના ઓખેશ્વર મહાદેવમાં (Okheshwar Mahadev) જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. એટલું જ નહીં તેઓએ ગૌમાતાની પણ પૂજા કરી જણાવ્યું હતું કે ભારતની ધાર્મિકતા અને આધ્યાત્મિકતા આખા વિશ્વને શાંતિ અને વિશ્વાસનો સંદેશ આપે છે.

મહાશિવરાત્રિના (Mahashivratri) મહાપર્વને બે દિવસ બાકી છે ત્યારે દેશભરમાં શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી બાજુ લંડન મેટ્રોપોલિટી પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ (Simon Owens) કે જેમનાથી અપરાધીઓ થરથર કાંપે છે. તેઓ મહાશિવરાત્રી પર્વ પહેલા સુરત પહોંચ્યા છે. તેઓ અહીં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા.

યુકેથી હીરો કાઉન્સિલના ડેપ્યુટી લેફ્ટનન્ટ સિમોન ઓવેન્સ (ડેપ્યુટી લેફ્ટનન્ટ) ચીફ સુપરિન્ટેન્ડેન્ટ (મેટ્રોપોલિટન પોલીસ લંડન) છે. તેઓએ સુરતમાં આયોજિત ગુરુવર વિશ્વબંધુના સાનિધ્યમાં ઓખેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ભવ્ય મહારુદ્ર યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.

મંદિર પ્રાંગણમાં એક વિદેશી પોલીસ ઓફિસરને ભગવાન શિવની પૂજા અર્ચના કરતા જોઈ લોકો પણ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સિમોન ઓવેન્સે શિવ મંદિરમાં માત્ર પૂજા અર્ચના જ નહીં. પરંતુ મંદિરમાં ગોમાતાની પણ પૂજા કરી હતી.

જે રીતે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા. તેને જોઈ કોઈ પણ કહી શકશે નહીં કે તેઓ લંડન પોલીસ ઓફિસર છે. ભારતીય પરંપરા મુજબ તેઓએ ગૌ માતાની આરતી ઉતારી અને તેમને હાર પણ પહેરાવ્યો હતો.

સુરત શહેરના ઓખેશ્વર મહાદેવ મંદિર, શિવધામ યોગ આશ્રમ, દાંડી રોડ, ભેસાણ ખાતે યોજાનાર મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. 14મી ફેબ્રુઆરી મંગળવારથી 18મી ફેબ્રુઆરી શનિવાર સુધી (મહાશિવરાત્રિ) દરમિયાન ઓખેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ શાંતિ માટે મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સ્થળે મહારુદ્ર યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યજ્ઞશાળાનું નિર્માણ સ્વસ્તિક પ્રતીકના આકાર પર કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

15 મિનિટ સુધી વોશિંગ મશીનમાં તડપતું રહ્યું બાળક, માતા ઘરમાં જ શોધતી રહી… પછી જે થયું તે જાણી ચોંકી જશો

0

The baby was stuck in the washing machine for 15 minutes

  • બાળકની માતાએ જણાવ્યું કે, તે રુમમાંથી બહાર ગયા અને પરત આવ્યા તો બાળક રુમમાં નહોતું. તેમના જણાવ્યા મુજબ બાળક ખુરશી પર ચડી ગયું અને વોશિંગ મશીનમાં પડ્યું હતું

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે દર્શાવે છે કે જો તમારા પર ઉપરવાળાનું કૃપા હોય તો કોઈ તમારુ કંઈ બગાડી શકે નહી. આ ઘટના દોઢ વર્ષના બાળકની છે. આ બાળક વોશિંગ મશીનમાં (Washing machine) સાબુમાં પાણીમાં પડ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આ બાળક આશરે 15 મિનિટ સુધી સાબુના પાણીમાં તડપતું રહ્યું હતું.

બાળકની માતાએ જ્યારે તેને વોશિંગ મશીન અંદર જોયું તો તેને ઝડપથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચી હતી. સાબુના પાણીમાં 15 મિનિટ સુધી રહેવાથી બાળકની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી. 7 દિવસ સુધી બાળક કોમામાં રહ્યું અને આ દરમિયાન તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. 7 દિવસ બાદ બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

12 દિવસ સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ હતું બાળક :

આ તરફ બાળકની તબિયતમાં સુધારો આવ્યા બાદ પણ 12 દિવસ સુધી વોર્ડમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વસંત કુંજના ફોર્ટિસ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે બાળક એકદમ સ્વસ્થ છે.

શું કહ્યું ડોકટરે ? 

આસમગ્ર મામલે ડૉક્ટરે જણાવ્યું હતું કે, પરિવારના લોકો જ્યારે બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બાળક ભાનમાં નહોતું. બાળક કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતું નહોતું. બાળક ઠંડુ પડી ગયું હતું અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ડૉક્ટરે જણાવ્યું કે, બાળકનો કલર ફરી ગયો હતો. ન તો પલ્સ ચાલુ હતી અને ન તો બીપી.

શું કહ્યું બાળકની માતાએ ?

બાળકની માતાએ જણાવ્યા મુજબ આશરે 15 મિનિટ સુધી તે વોશિંગ મશીનની અંદર હતું અને મશીનનું ઢાંકણુ ખુલ્લું હતું. બાળકના માતાએ જણાવ્યું કે, તે રુમમાંથી બહાર ગયા હતા. પરત આવ્યા તો બાળક રુમમાં નહોતું. તેમના જણાવ્યા મુજબ બાળક ખુરશી પર ચડી ગયું અને વોશિંગ મશીનમાં પડ્યું હતું.

ડૉક્ટરનું કહેવું છે કે, બાળક 15 મિનિટથી ઓછા સમય સુધી વોશિંગ મશીન અંદર રહ્યું હશે નહી તો તેનો જીવ ન બચી શકત. ડૉક્ટરે એમ પણ કહ્યું કે, બાળકનો જીવ બચી જવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ પણ વાંચો :-

ટીવી ડિબેટ બાદ સ્વામી પ્રસાદ મોર્ય અને મહંત રાજૂ દાસ વચ્ચે મારામારી, જય શ્રી રામના નારાથી મામલો બીચક્યો ? VIDEO વાયરલ

0

Fight between Swami Prasad Maurya and Mahant Raju Das

  • લખનઉમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય તેમજ અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસ વચ્ચે માથાકૂટ બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

લખનઉમાં (Lucknow) પૂર્વ મંત્રી અને સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (SP leader Swami Prasad Maurya) તેમજ અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસ (Mahant Raju Das of Yodhya’s Hanuman Garhi) વચ્ચે વિવાદ થયો હતો. તેઓ ગોમતીનગર સ્થિત હોટેલ તાજમાં ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. જે બબાલ મારામારી સુધી પહોંચી ગઈ હતી. જો કે આ મામલે રાજુ દાસ ફરિયાદ નોંધાવવાનો દાવો કર્યો હતો.

ખાનગી ચેનલના કાર્યક્રમ બાદ બબાલ :

એક ખાનગી ચેનલ દ્વારા સવારથી જ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જે દરમિયાન પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને મહંત રાજુ દાસ પણ બપોરે કાર્યક્રમમાં અહીં પહોંચ્યા હતા. જે મામલે પ્રાથમીક વિગત અનુસાર મહંત રાજુ દાસ તેમના સમર્થકો સાથે લોબીમાં હતા. ત્યારે સત્ર પૂરું કર્યા પછી સ્વામી પ્રસાદ મૌર્ય તેમના સમર્થકો સાથે હોટેલમાંથી બહાર નીકળવાના હતા ત્યારે રાજુ દાસે મૌર્યને જઈ તે દિશામાં આગળ વધતા જય શ્રી રામના નારા લાગ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા સ્વામીના સમર્થકોએ રાજુ દાસનો વિરોધ કર્યો હતો.

આ દરમિયાન મામલો બીચકતા લોકો ઉશ્કેરાઈ ગયા અને મારામારી શરૂ થઈ હતી. સ્વામીના સમર્થકોએ મહંતને માત્ર માર્યો જ નહીં પરંતુ તેની પાઘડી પણ ઉતારીને ફેંકી દેવામાં આવી હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. બીજી તરફ વિવાદ શરૂ થતાં સ્વામી પ્રસાદ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ મહંત અને તેમની સાથે હાજર લોકોને માર માર્યો હતો. ત્યાર બાદ સ્ટાફના લોકો અને પોલીસ કર્મચારીઓ મામલો માંડ થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :-

SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ આટલાં રૂપિયા લાગશે ચાર્જ, જાણો બીજી બેંક કેટલો વસૂલે છે

0

SBI card has given a big boost

  • જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ક્રેડિટ કાર્ડ હોય તો આ ખબર તમારા કામની છે.

એસબીઆઈએ (SBI) ક્રેડિટ કાર્ડધારકોને (Credit card holders) મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. એસબીઆઈ કાર્ડે યૂઝર્સને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે હવે તેણે 99 રૂપિયા + ટેક્સની જગ્યાએ 199 રૂપિયા + ટેક્સ આપવો પડશે.

એસબીઆઈમાં આ ફેરફાર 15 માર્ચ 2023થી લાગૂ થશે. આ અગાઉ એસબીઆઈ કાર્ડ  દ્વારા નવેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફી વધારીને 99 રૂપિયા + ટેક્સ કરવામાં આવી હતી.

બીજી બેંક પણ વસૂલે છે ચાર્જ :

ICICI બેંક પોતાના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પાસેથી 1 ટકા પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. પ્રોસેસિંગ ફી 20 ઓક્ટોબર 2022થી લાગૂ થઈ ચૂકી છે. એચડીએફસી બેંકે ક્રેકિડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ્સને 500 સુધી સીમિત કરી દીધુ છે. મહિનાના બીજા રેન્ટલ પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન અમાઉન્ટનો 1 ટકો + ટેક્સ લાગૂ થાય છે.

બેંક ઓફ બરોડા પણ 1 ફેબ્રુઆરી 2023થી ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ફી વસૂલે છે. 2 માર્ચ 2023થી આઈડીએફસી ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ચાર્જ આપવો પડશે. કોટક મહિન્દ્રા બેંકે 15 ફેબ્રુઆરી 2023થી  કેટલીક શરતો હેઠળ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની 1 ટકો + ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે.

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઉપરાંત થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ પણ લગાવે છે ચાર્જ :

અનેક ભાડૂઆતો પેટીએમ, ક્રેડ, નો બ્રોકર, પેઝેપ, રેડ ઝિરાફ, મોબિક્વિક, ફોનપે જેવા પ્લેટફોર્મ્સ પર રેસિપિએન્ટના ઓપ્શનમાં મકાન માલિકનું  બેંક અકાઉન્ટ કે યુપીઆઈ ડિટેલ નાખે છે અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. જો કે આ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ કરવા પર કન્વીનીયન્સ ફી લે છે.

  • Mobikwik- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2.36 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ
  • PhonePe- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2 ટકાનો એકસ્ટ્રા ચાર્જ
  • Paytm- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 1.75 ફીનો એકસ્ટ્રા ચાર્જ

આ પણ વાંચો :-