Home Blog Page 1172

બુધવારના રોજ આ ત્રણ રાશિના લોકોના પર લક્ષ્મીજીની અપાર કૃપા થશે- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

These three zodiac signs will be blessed by Lakshmi

મેષ : આવકનું પ્રમાણ ઘટવા પામે. મોજશોખમાં ખર્ચ કરવાની ઈચ્છા થાય. માતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી. અગત્યના નાણાંકીય રોકાણોમાં સાવચેતી રાખવી જરૂરી. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃષભ : માનસિક શાંતિ જળવાય. ભાગીદારીના ધંધામાં આનંદ વધે. રોમાંસનો અનુભવ થાય. દામ્પત્ય સૂખમાં વૃદ્ધિ થતી જણાય. જૂના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. અપચન પેટની તકલીફ રહે.

મિથુન : નાના ભાઈ બહેનો તરફથી ચિંતાનું વાતાવરણ પેદા થાય. બિનજરૂરી ખર્ચ કરવો પડી શકે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સંભવે.

કર્ક : સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીવર્ગને સફળતા મળતી જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. નાણાકીય બાબતો અંગે શુભ દિવસ. જ્ઞાનતંતુની સમસ્યા રહે.

સિંહ : હયાત રોકાણોથી ફાયદો થાય. નવા નાણાકીય રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને.

કન્યા : પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે કાર્ય સફળતા મળતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે.

તુલા : નાના ભાઈબહેનોની પ્રગતિ થતી જણાય. એમના તરફથી શાંતિનો અનુભવ થાય. નાણાકીય ક્ષેત્રે મજબૂતાઈ નો અનુભવ કરી શકાય. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય. સ્વાસ્થ્ય સારું રહેવા પામે. આનંદમય દિવસ.

વૃશ્ચિક : માનસિક સ્થિરતા જળવાય. આનંદની અનુભૂતિ થતી જણાય. આપના મનનો તાગ કાઢવો અન્યને માટે અશક્ય બને. દામ્પત્ય જીવનમાં સ્નેહના પુષ્પ ખીલતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને.

ધન :  આજે આવકનું પ્રમાણ મર્યાદિત રહેતું જણાય. આકસ્મિક ખર્ચની શક્યતા છે. નકારાત્મક વિચારો હોવી થતા જણાય. શરદી-ખાંસી-કફથી સાવધાની જરૂરી છે. પરિવારના સ્ત્રીવર્ગની તબિયત ચિંતા ઉપજાવે.

મકર : લક્ષ્મીની પ્રાપ્તિ સરળ બને. યોગ્ય ખર્ચ કરવાની સરળતા વધતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. જૂના મિત્રો તરફથી લાભ મળે. નવા સંબંધો ફાયદાકારક પૂરવાર થતા જણાય.

કુંભ : નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. નવા નોકરી કે ધંદાની શરૂઆત શક્ય બને. માતાપિતા તરફથી લાભની શક્યતા છે. માતાપિતાનું આરોગ્ય જળવાય. દામ્પત્યજીવનમાં મધુરતાનો અનુભવ થાય.

મીન : આવકનું પ્રમાણ જળવાય. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદ. સ્ટેશનરી-પ્રિન્ટિંગ, એક્સપોર્ટ ઈમ્પોર્ટના ધંધામાં લાભ. હાડકાનો દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

કાઠિયાવાડી યુવક ઈંગ્લેન્ડની લાડી લાવ્યો…. રાજકોટવાસીઓએ આ રીતે કર્યુ વહુનું સ્વાગત

0

Kathiawadi youth brought Ladi from England

  • રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીએ સગાઈ કરી. ઈંગ્લેન્ડમાં અભ્યાસ દરમિયાન એકબીજા સાથે થયો હતો પ્રેમ. પરિવારે સ્વીકૃતિ આપતા સગાઈ કરી.

આજે પ્રેમનો દિવસ. વેલેન્ટાઈન ડે (Valentine’s Day) પર હવે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ દિવસે લોકો પોતાના લગ્ન, સગાઈના પ્રસંગો રાખતા હોય છે. જેથી યાદગાર પળ સાથે આ દિવસ ઉજવી શકાય. રાજકોટમાં રવિવારે એક કપલની સગાઈ વિધિ યોજાઈ. જેમાં રાજકોટના યુવકે ઈંગ્લેન્ડની (England) યુવતી સાથે સગાઈથી જોડાયા છે. ત્યારે વેલેન્ટાઈન ડે પર રાજકોટના આ યુનિક કપલની સંબંધોની ચર્ચા થઈ રહી છે.

રાજકોટના યુવકને સાત સમુંદર પાર ઈંગ્લેન્ડની રહેવાસી ઈલી હીચિંગ સાથે પ્રેમ થયો. ઈલી હીચિંગ ભારતીય પરંપરાથી એટલી ઈમ્પ્રેસ થઈ ગઈ કે તે પોતાના પરિવારને લઈને રાજકોટના કિશન સાથે પરણવા આવી હતી. રાજકોટની હોટલમાં કિશન વૈદ્ય અને ઈંગ્લેન્ડની ઈલી હીચિંગની (Eli Hitching) ધામધૂમથી સગાઈ યોજાઈ હતી.

ઈલી પોતાના પરિવાર સાથે લગ્ન કરવા રાજકોટ પહોંચી છે. ઈલી અને કિશન યુકેમાં અભ્યાસ દરમિયાન મળ્યા હતા. જ્યાં બંનેને એકબીજા માટે પ્રેમ થઈ ગયો હતો. વાત માત્ર બે જ્ઞાતિ નહિ, પંરતુ અલગ અલગ દેશ, અલગ અલગ રહેણીકરણી, ભાષાની હતી. પરંતું ઈલીએ પોતાના માતાપિતાને મનાવી લીધા અને તે માતાપિતા સાથે અહી આવી પહોંચી હતી.

ઇંગ્લેન્ડની યુવતી બની રાજકોટની વહુ, રાજકોટની હોટલમાં ધામધૂમથી લગ્ન યોજાયા-  A girl from England married a young man from Rajkot, the wedding was held  in Rajkot

તો બીજી તરફ રાજકોટમાં વસતા કિશન વૈદ્યના માતાપિતાએ પણ મોકળું મન રાખીને વિદેશી વહુ માટે સહમતી દર્શાવી હતી. આખા પરિવારે ઈલી અને તેના પરિવારનું સ્વાગત કર્યુ હતું.

આ પણ વાંચો :-

ડેરી પ્રોડક્ટમાં નહીં આ વસ્તુઓંમાં હોય છે સૌથી વધુ કેલ્શિયમ, રોજના આહારમાં આજથી જ લેવાનું કરો શરુ

These items contain the most calcium

  • 30 પછીની ઉંમરમાં કેલ્શિયમની આવશ્યકતા વધી જાય છે તેથી આહારમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્વસ્થ (healthy) રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ભોજન કરવું જોઈએ. તેમાં પણ 30 પછીની ઉંમરમાં કેલ્શિયમની આવશ્યકતા વધી જાય છે તેથી આહારમાં કેલ્શિયમનું (Calcium) પ્રમાણ જળવાઈ રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે લોકો ડેરી પ્રોડક્ટ (Dairy product) એટલે કે દૂધ, દહીં, છાશ જેવી વસ્તુઓનું વધારે સેવન કરે છે.

પરંતુ ઘણા લોકો ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા નથી. તેવામાં તેમના માટે કેલ્શિયમનો સ્ત્રોત કેટલીક વસ્તુઓ બની શકે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેમાં ડેરી પ્રોડક્ટ કરતાં પણ વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને તેનું સેવન કરવાથી શરીરની કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરી શકાય છે.

સોયા મિલ્ક :

શરીરમાં જો કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપ હોય અને તેને ઝડપથી દૂર કરવી હોય તો સોયા મિલ્કનું સેવન કરો. સોયા મિલ્કમાં ગાયના દૂધ બરાબર કેલ્શિયમ હોય છે. સોયા મિલ્ક વિટામીન ડી નો પણ સારો સોર્સ છે. સોયા મિલ્કનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપને દૂર કરી શકાય છે.

બદામ :

જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો રોજ બદામનું સેવન કરવાનું શરૂ કરો. જો તમે નિયમિત રીતે બદામ ખાશો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.

સફેદ બીન્સ :

સફેદ બીન્સમાં આયરન અને પ્રોટીનની સાથે કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ નો તે સારો સોર્સ છે. જો તમે સફેદ બીન્સનો સમાવેશ ભોજનમાં કરો છો તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.

આ પણ વાંચો :-

PM મોદી અને KGF સ્ટાર યશ વચ્ચે શું થઈ વાતચીત ? ‘રોકી ભાઈ’ એ કર્યો ખુલાસો

What was the conversation between PM Modi and KGF star Yash?

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોફ્ટ પાવર ગણાવી છે. આ વાત કેજીએફ સ્ટાર યશે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ કહી છે.

કેજીએફ સ્ટાર યશ (KGF star Yash) બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) મળ્યા હતા. યશ ઉપરાંત પીએમ મોદીએ કંટારા ફેમ ઋષભ શેટ્ટી અને દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની અશ્વિની પુનીત રાજકુમારને (Ashwini Puneet Rajkumar) પણ મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ યશ ખૂબ જ ખુશ હતો.આ મુલાકાત બાદ તેમણે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી આપી હતી.

યશે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું. તેમણે અમારી વાત ધીરજથી સાંભળી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટેના તેમના વિઝન વિશે વાત કરી. વડાપ્રધાને અમને અમારી અપેક્ષાઓ વિશે પણ પૂછ્યું, અમે શું શોધી રહ્યા છીએ, અમે સરકાર પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ. એક ઉદ્યોગ તરીકે અમે દેશ માટે શું કરી શકીએ છીએ. તેઓ ઈન્ડસ્ટ્રી વિશે કેટલું બધુ જાણે છે તેનાથી હું પ્રભાવિત થયો હતો.

પીએમએ ઈન્ડસ્ટ્રીને સોફ્ટ પાવર કહ્યું :

યશે કહ્યું, “વડાપ્રધાન મોદીએ તેને (ઉદ્યોગને) સોફ્ટ પાવર કહ્યો. ઉદ્યોગ માટે તેમની પાસે મોટી દ્રષ્ટિ છે. તેમણે અમારા કામની પ્રશંસા કરી. આ એક મહાન અનુભવ હતો. હંમેશની જેમ આપણા વડાપ્રધાન ખૂબ જ પ્રેરણાદાયી હતા. યશે એ પણ જણાવ્યું કે પીએમએ તેમને જે પણ જરૂરી છે તે જણાવવા કહ્યું.

કન્નડ ફિલ્મોનો જાદુ :

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ તેની ફિલ્મો KGF અને KGF 2 થી સુપરસ્ટાર બની ગયો છે. તેના KGF ચેપ્ટર 2 એ વિશ્વભરમાં 1250 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેકિંગ રકમની કમાણી કરી હતી. KGF ચેપ્ટર 2 કન્નડ ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ ફિલ્મ છે. હિન્દીમાં રિલીઝ થયા પછી પણ તેણે ઘણી કમાણી કરી હતી.

KGF 2 ઉપરાંત કંટારાએ પણ બોક્સ ઓફિસ પર બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મે હિન્દીમાં પણ ઘણી કમાણી કરી હતી. કંટારાએ દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ ઋષભ શેટ્ટીની ફિલ્મના દિવાના બની ગયા હતા અને તેના ખૂબ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો :-

માત્ર 10 રૂપિયા ખર્ચી અને રસોડામાં ફરતાં વંદાથી મેળવો કાયમી મુક્તિ, આ 4 Tips કરશે જાદુ જેવું કામ

Spend only 10 rupees and get permanent freedom

  • વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે. તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ.

કદાચ જ એવું કોઈ ઘર હોય જ્યાં વંદાની સમસ્યા (Cockroaches) ન હોય. જેથી વંદા એવા હોય છે જે રસોડા સહિત આખા ઘરમાં ફરતા રહે છે અને સરળતાથી પીછો છોડતા નથી. રસોડામાં (Kitchen) રાખેલી વસ્તુઓની પણ વંદા ખરાબ કરી નાખે છે. વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે.

તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ. તો આજે તમને વંદાને ઘરમાંથી ભગાડવાના સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી વંદા તમારું ઘર છોડીને ભાગી જશે.

તમાલપત્રનો કરો ઉપયોગ :

રસોડામાંથી વંદાને ભગાડવા હોય તો બેથી ત્રણ તમાલપત્ર લઈને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરને એવી જગ્યા પર મૂકવો જ્યાંથી વાંદા નીકળતા હોય. તમાલ પત્રની તીવ્ર સુગંધ વંદા સહન કરી શકતા નથી અને ત્યાં આવતા નથી.

કેરોસીન :

ઘરમાંથી વંદાને ભગાડવા હોય તો કેરોસીન નો ઉપયોગ પણ કરી શકાય છે. કેરોસીનને એક સ્પ્રે ની બોટલમાં ભરીને એ બધી જ જગ્યા ઉપર સ્પ્રે કરી દો જ્યાં વાંદા આવતા હોય. કેરોસીન છાંટ્યા પછી વંદા ત્યાંથી છુંમંતર થઈ જશે.

બેકિંગ સોડા ભગાડશે વંદા :

રસોડામાંથી વંદા ભગાડવા માટે બેકિંગ સોડા પણ સારો વિકલ્પ છે. તેના માટે બેકિંગ સોડામાં થોડી ખાંડ ઉમેરીને આ મિશ્રણને વંદા નીકળતા હોય તે જગ્યા પાસે છાંટી દો. આ મિશ્રણ લગાવ્યા પછી વંદા ક્યારે નીકળશે નહીં.

આ પણ વાંચો :-

10 હજાર રૂમવાળી હોટલ, છતાં 80 વર્ષથી અહીં આજ દિન સુધી કોઈ નથી રોકાયું, કારણ જાણી નવાઈ પામશો

A hotel with 10,000 rooms

  • તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી. આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું.

Hotel Prora : જ્યારે પણ આપણે શહેરથી બહાર કોઈ અજાણ્યા શહેરમાં જઈએ. ત્યારે ત્યાં રહેવા માટે હોટેલ એકમાત્ર જગ્યા છે. પોતાના મહેમાનોની સુખ સુવિધા માટે હોટેલ માલિકો (Hotel Owners) પણ ત્યાં ઘણી બધી વ્યવસ્થા રાખે છે. તમે ઘણા પ્રકારની હોટેલો જોઈ હશે અને તેમના વિશે સાંભળ્યું હશે.

પરંતુ આજે અમે તમને જે હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં ક્યારેય કોઈ રોકાયું નથી. આ હોટલમાં 10,000 રૂમ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ રોકાયું નથી.

10,000 રૂમની હોટેલ :

જર્મનીના (Germany) બાલ્ટિક દરિયાના રુગેન આઈલેન્ડ (Rugen Island) પર એક આવી હોટેલ છે. જે 80 વર્ષથી વધુ સમયથી વિરાન પડી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલમાં 10,000 રૂમ છે પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી આ હોટલમાં કોઈ મહેમાન રોકાયા નથી.

આ હોટલનું નિર્માણ 1936 થી 1939 ની વચ્ચે થયું હતું. ત્યારે જર્મનીમાં હિટલર અને તેની નાઝી સેનાનું રાજ હતું. નાઝીઓએ સ્ટ્રેન્થ થ્રુ જ્વોય પ્રોગ્રામ (Strength Through Joy Program) હેઠળ આ હોટેલ બનાવી હતી. લગભગ 9000 મજૂરો તેને બનાવવામાં રોકાયેલા હતા.

ક્રુઝ શિપ પણ આરામથી ઊભી રહી શકે છે :

તેનું નામ હોટલ ધ પ્રોરા (Prora Hotel) છે. તેનું આ નામ આપવા પાછળ પણ એક કારણ હતું. આ હોટલ કોઈ સ્મારક જેવી દેખાય છે. પ્રોરાનો અર્થ ઝાડીદાર મેદાન અથવા ઉજ્જડ જમીન થાય છે. આ હોટલને દરિયા કિનારાથી આશરે 150 મીટર દુર બનાવવામાં આવી છે.

હોટલ ધ પ્રોરા આઠ આવાસ બ્લોકમાં વિભાજિત છે અને આશરે 4.5 કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલી છે. તેમાં થિયેટર અને ફેસ્ટિવલ હોલથી લઈને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહી એક ખાસ વાત એ છે કે અહીં એક ક્રૂઝ શિપ પણ આરામથી ઉભી રહી શકે છે.

ખંઢેર થઈ ગઈ છે આ હોટેલ :

હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પહેલાં 1939 માં બીજું વિશ્વ યુદ્ધ શરુ થઈ ગયું. યુદ્ધ શરૂ થતા તેનું બાંધકામ બંધ થઈ ગયું અને તમામ કામદારોને હિટલરની યુદ્ધ ફેક્ટરીઓમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા.

1945માં યુદ્ધનો અંત આવ્યો તેમ છતાં અહીં કોઈનું ધ્યાન આ હોટલ તરફ ગયું નહીં. હવે આ હોટેલ લગભગ ખંઢેર બની ગઈ છે. એવું કહેવાય છે કે જો તે સંપૂર્ણપણે તૈયાર હોત તો તે વિશ્વની સૌથી મોટી અને શ્રેષ્ઠ હોટેલ બની હોત.

આ પણ વાંચો :-

ભૂલનો ભોગ બન્યા / દુલ્હા-દુલ્હને રેકોર્ડ કર્યો સુહાગરાતનો વીડિયો, ભૂલથી દબાવી દીધું શેર બટન, સોશિયલ મીડિયામાં વાયરલ

0

Victim of mistake

  • લગ્ન પછી દુલ્હા અને દુલ્હનની સુહાગરાતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મોબાઈલ (Mobile) કેટલો ઉપયોગી છે, ક્યારેક કેટલો ખતરનાક હોય છે તે તો બધા જ જાણે છે. ટેકનોલોજીની દુનિયામાં ભલે આજે મોબાઇલે લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું હોય. પરંતુ ઘણી વખત એક નાનકડી ભૂલ કોઈની આખી જિંદગી બરબાદ કરી નાખે છે.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થવા માટે દરેક વ્યક્તિ એકથી વધુ કારનામા કરતા રહે છે. પરંતુ ઘણી વખત લોકો પોતાના કારનામાના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. લગ્ન બાદ વર-વધૂએ સુહાગરાતનો (Suhagarat) વીડિયો શૂટ કર્યો હતો જે ભૂલથી વાયરલ થઈ ગયો હતો.

કપલનો સુહાગરાતનો વીડિયો થયો વાયરલ :

સોશિયલ  મીડિયા પર એક કપલના સુહાગરાતનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ કપલે પોતાની ખાસ રાતને યાદગાર બનાવવા માટે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો પરંતુ કદાચ ભૂલથી તેનું બટન દબાવવામાં આવ્યું હતું અને આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

શું જોવા મળ્યું વાયરલ વીડિયોમાં  :

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નવા નવા પરણેલા કપલ લગ્નની વિધિ બાદ બેડરુમમાં પહોંચી ગયા છે. બંને ખૂબ થાકેલા લાગે છે. આવામાં દુલ્હન કેમેરા સામે પોતાના ઘરેણા ઉતારવા લાગે છે. આ દરમિયાન વરરાજા આવીને તેને પાછળથી પકડી લે છે અને તેની મદદ કરવા લાગે છે. આ સમય દરમિયાન વરરાજા પણ ઘણી વખત દુલ્હન સાથે રોમાન્ટિક રહે છે.

બંનેને વીડિયો બનાવવાની ખબર છે કે નહીં પરંતુ હા આ વીડિયોમાં બંને જોરદાર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે દુલ્હન પોતાના દાગીના ઉતારીને એટલી થાકી જાય છે કે તે ખુરશી પર બેસી જાય છે. આ પછી વરરાજા તેને તેના જૂતા કાઢવા માટે મદદ કરવા માંડે છે. દુલ્હા-દુલ્હનના રોમાન્સનો આ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

લોકોએ કપલની કરી આકરી ટીકા :

કેટલાક લોકોને બંને કપલના લગ્નનો વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે. તો કેટલાક લોકોએ કપલને મેણા-ટોણા માર્યાં છે. યૂઝર્સે કહ્યું કે કપલ શરમ રાખવી જોઈતી હતી. આજકાલ કપલ્સ વાયરલ થવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે.

આ પણ વાંચો :-

Bank Locker : બેંક લોકરમાં પૈસા રાખો છો તો થઈ જજો સાવધાન, RBIનો શું છે નિયમ ?

0

Bank Locker: If you keep money in a bank locker

  • માની લો કે લોકરમાં પડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં પીએનબી બેંક લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે.

આમ તો લોકરમાં (Locker) લોકો પોતાનો કિંમતી સામાન રાખે છે. જેથી તે સુરક્ષિત રહી શકે. પરંતુ માની લો કે જો લોકરમાં ડેલો તમારો સામાન બર્બાદ થઈ જાય તો તેની જવાબદારી કોની? રાજસ્થાનમાં (Rajasthan) પીએનબી બેંક (PNB Bank) લોકરની ઘટના પછી લાખો લોકોને આ સવાલ પરેશાન કરી રહ્યો છે. એવામાં શું બેંકની કોઈ જવાબદારી નથી. આવો જાણીએ શું કહે છે આરબીઆઈનો નિયમ.

1 ફેબ્રુઆરી 2023થી નવા લોકર રૂલ્સ લાગુ થયા :

ભારતમાં 1 ફેબ્રુઆરી 2023થી નવા લોકર રૂલ્સ લાગુ થયા છે. આ નિયમમાં ગ્રાહકોને લોકરમાં રાખેલ સામાનની સુરક્ષાને મજબૂત કરવામાં આવી છે. નવા નિયમ તમારા માટે બહુ ફાયદાકારક છે. આરબીઆઈએ એક જાન્યુઆરીથી લઈને હાલના લોકર ગ્રાહકોની સાથે લોકર એગ્રીમેન્ટને રિન્યુ કરવા માટે કહેવામા આવ્યું હતું. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે બેંક આ સુનિશ્વિત કરશે કે તેમના લોકર કોઈ અયોગ્ય શરત કે નિયમ સાથે ન હોય. સાથે જ લોકર એગ્રીમેન્ટ વધારે અઘરા ન હોય. હવે જાણીએ આ નિયમ શું છે.

વળતર આપવું પડશે :

જો બેંકની બેદરકારીથી લોકરમાં રાખેલ સામાનને કોઈ નુકસાન પહોંચે છે તો તેના માટે બેંક તમને વળતર આપશે. આરબીઆઈના નવા નિયમ પ્રમાણે બેંકોની જવાબદારી છે કે તે લોકર અને બેંક પરિસરની સુરક્ષા માટે બધા જરૂરી પગલાં ઉઠાવે. સાથે જ બેંકે નક્કી કરવું પડશે કે આગ, ચોરી, લૂંટ કે બિલ્ડીંગ પડવા જેવી ઘટનાઓ તેમની બેદરકારી કે ભૂલના કારણે ન થાય. જો પ્રાકૃતિક સંકટ જેવા કે ભૂકંપ, વિજળી પડવી, તોફાન કે પૂર વગેરેના કારણે લોકરના સામાનને નુકસાન થઈ શકે છે. તો બેંક તમને વળતર આપવા માટે બાદ્ય નહીં હોય.

વાર્ષિક ભાડાનું 100 ગણા સુધી વળતર :

જો બેંકની બેદરકારીના કારણે લોકરમાં રાખેલ સામાન ખરાબ થાય છે. તો બેંકને વળતર આપવું પડશે. બેંકના કર્મચારી જ છેતરપિંડીના કારણે નુકસાન થાય છે તો બેંક કમ્પેંસેટ કરશે. આ કંપનસેશન લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધી થશે.

જો ઉધઈ લાગી જાય તો શું કરશે? 

જો લોકરમાં રાખવામાં આવેલ સામાનમાં ઉધઈ લાગી જશે તો તેનાથી બેંકની બેદરકારી સાબિત થશે. એવામાં બેંકને નુકસાનનું વળતર આપવું પડી શકે છે.

આ પણ વાંચો :-

BIG BREAKING / પપ્પુ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયંકર અકસ્માત: કારના ઉડયા ફુરચેફુરચા, અનેક નેતા ઘાયલ

0

Pappu Yadav’s convoy late night fatal accident

  • જન અધિકાર પાર્ટી (JAP)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા અને પછી…

બિહારના (Bihar) ભોજપુરના શાહપુરમાં (Shahpur) સોમવારે રાત્રે જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનોને અકસ્માત નડયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં 4 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પપ્પુ યાદવ (Pappu Yadav) સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.

જન અધિકાર પાર્ટી (જેએપી)ના સુપ્રીમો પપ્પુ યાદવના કાફલાના વાહનો ક્સર જિલ્લામાં ચક્કી જતા સમયે એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઉતાવળમાં તમામ ઇજાગ્રસ્તોને શાહપુર પોલીસ દ્વારા રેફરલ હોસ્પિટલમાં લાવીને સારવાર આપવામાં આવી હતી.

શું કહ્યું પોલીસે ? 

શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંજીવ કુમાર અને શૈલેષ કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે મોડી રાત્રે પટના-બક્સર ફોરલેન પર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડેશ્વર ગામ પાસે બની હતી. આ અકસ્માતમાં બક્સર જિલ્લા પ્રમુખ સુનીલ સિંહ અને એન્જિનિયર દિનેશ સિંહ અને અન્ય લોકોને ઈજા થઈ છે.

કારના ઉડ્યા ફુરચેફુરચા :

નોંધનીય છે કે અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. જોકે તમામ ઈજાગ્રસ્તો ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :-

Viral Video : રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ, જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા

0

Viral Video : રેતાળ મેદાનમાં બાળકીનો 360 ડિગ્રી શોટ, જોઈને લોકો મોઢામાં આંગળા નાખી ગયા

  • આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ છોકરીના વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ એક જબરદસ્ત ક્રિકેટિંગ ટેલેન્ટ છે. તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થવી જોઈએ. તે જ સમયે કેટલાક લોકો આ છોકરીની તુલના સૂર્યકુમાર યાદવ સાથે પણ કરવા લાગ્યા છે.

ભારતમાં ક્રિકેટને (Cricket) ધર્મની જેમ ગણવામાં આવે છે. દેશના દરેક રાજ્યમાં ગલીઓમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી ક્રિકેટના પ્રેમથી સમગ્ર વિશ્વ વાકેફ છે. દરમિયાન તાજેતરમાં જ રાજસ્થાનની (Rajasthan) એક નાની છોકરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે જબરદસ્ત રીતે બેટિંગ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોને અશોક નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. અશોકે લખ્યું છે, ગ્રામીણ વિસ્તારની છોકરીઓ પણ ઘણું કરી શકે છે, મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા મારી શકે છે, બસ એક તક જોઈએ છે. તેમણે લોકેશન આગળ લખ્યું કે આ વીડિયો બાડમેરના નાના ગામ શેરપુરા કનાસરનો છે.

કોન્ફિડન્ટ શોટ :

વીડિયોમાં આ છોકરી આત્મવિશ્વાસથી ભરપૂર એવો જબરદસ્ત શોટ લગાવી રહી છે કે જોતા જ બની રહ્યો છે. તે છોકરી સાથે રમતા અન્ય ઘણા બાળકો પણ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં પાછળ ઉભેલા છોકરાના હાવભાવ પરથી આ છોકરીની પ્રતિભાનો અંદાજ લગાવી શકાય છે.

આટલું જ નહીં, વીડિયોના આગળના ભાગમાં બીજી છોકરી પણ તે જ મેદાન પર ક્રિકેટ રમતી જોવા મળે છે. તેના શોટ્સ પણ જોવા લાયક છે. છોકરીઓની ટેલેન્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે મારી છોરી છોરોસે કમ હે કે?

આ પણ વાંચો :-