Home Blog Page 1167

ભાજપમાં રહો અને મલામાલ બનો, આ શહેરની 625 બસો ભાજપના મળતિયાઓને પધરાવી દેવાઈ

0

Stay in BJP and be rich, 625 buses of this city

  • અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી.

ભાજપ સાથે રહો તો માલામાલ થઈ જશો. એટલે જ ઘણા લોકો કેસરિયો છોડતા નથી. ગુજરાતમાં (Gujarat) ધંધો કરવો હોય તો ભાજપનું પીઠબળ હોવું એ જરૂરી છે. અમદાવાદમાં (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની (Ahmedabad Municipal Transport Service) ૬૨૫ જેટલી બસ ભાજપના મળતીયા ઓપરેટરોને પધરાવી દેવામાં આવી હોવાનો મ્યુનિ.બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલેથી પણ કોંગ્રેસે તો એવો આક્ષેપ કર્યો છે કે જે બજારમાં દસ બસ લઈ આવ્યા હતા એ આજે પાંચસો બસોના ગુજરાતમાં માલિક થઈ ગયા છે.

કોન્ટ્રાકટરોને વર્ષે ૨૨૫ કરોડની રકમ ચૂકવવામાં આવે છે. એ.એમ.ટી.એસ.ના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હીતેશ બારોટે એક તબક્કે કહ્યું હતું કે, એ.એમ.ટી.એસ.ના ૯૦૦ જેટલા કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગમાં ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. જેમના પગારના દર મહિને ૩૬ કરોડનો ખર્ચ પણ મ્યુનિ.તંત્ર ઉપાડે છે.

એ.એમ.ટી.એસ.ની બસ જે ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામા આવી છે. એ ઓપરેટરોને વર્ષે રૂપિયા ૨૨૫ કરોડ જેટલી રકમ એ.એમ.ટી.એસ.દ્વારા ચુકવવામા આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે આપણે મ્યુનિસિપલ બસો ચલાવવીએ તો બીજે વધારાનો રુપિયા 1500 કરોડનો ખર્ચ થાય એમ હોવાથી એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરને ચલાવવા આપીએ છીએ.

ખરેખર આ આક્ષેપો સાચા હોય તો આ મામલો તપાસનો વિષય છે. કોંગ્રેસ પક્ષના જગદીશ રાઠોડે તો સુધારા પરની ચર્ચા દરમિયાન અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બદલીને ભારતીય જનતા પાર્ટી ટ્રાન્સપોર્ટ સર્વિસ રાખવાનો સમય થઈ ગયો હોવાનો બળાપો કાઢ્યો છે. હાલમાં એએમસી પર 3962 કરોડનું જંગી દેવું છે. કોંગ્રેસે આટલેથી પણ ન અટકી બળાપો કાઢ્યો હતો કે, થોડા સમય પહેલાં એએમસીએ 118 જેટલી સીએનજી બસો લેવામાં આવી હતી.

એક બસ દીઠ 25.44 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બસો ખાનગી ઓપરેટરોને પધરાવી દેવામાં આવી છે. હજુ કંગાળ એએમસી બીજી 300 બસો લેવાનું આયોજન કરી રહી છે. એ બસો પણ લઈને ખાનગી ઓપરેટરોને પધરાવી દો એટલે એમને નવી બસો મળી જાય. અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી છે.

એ.એમ.ટી.એસ.માં કોની કેટલી બસ? 

ઓપરેટર               ઓનર       બસ

અર્હમ ટ્રાન્સપોર્ટ      ઉમેદ જૈન  –      109
ટાંક ઓપરેશન્સ      યશવંતભાઈ  –    164
આદીનાથબલ્ક        નરેન્દ્રજૈન  –       115
મારુતી ટ્રાવેલ્સ       એચ.એ.ડાગા  –   144
શ્રી મારુતી ટ્રાવેલ્સ   હસમુખ પટેલ  –    43
શ્રી મારુતી ટ્રાવેલ્સ   એચ.એ.ડાગા  –   100
માતેશ્વરી બસ        બલવંત ટાંક –      50
ટાંક બસ              યશવંત ટાંક   –    50
અહર્મ ટ્રાન્સપોર્ટ     ઉમેદ જૈન –          65
આદીનાથ બ્લેક     નરેન્દ્ર જૈન –          65
ટાંક બસ             યશવંતભાઈ –        70

અમદાવાદીઓને બસો મળતી નથી, પણ સરકારી કાર્યક્રમો હોય તો તુરંત બસો ફાળવાઈ જાય છે. ભલે કોઈ પણ રૂટ કેન્સલ કરી દેવો પડે. જેના પગલે છેલ્લા એક વર્ષમાં સરકારી કાર્યક્રમમાં 6399 બસો ફાળવાઈ છે. પણ તંત્ર તરફથી 5.52 કરોડથી વધુનો ખર્ચ થયો છે. AMTS દ્વારા સરકારી કાર્યક્રમો માટે બસ ફાળવણીની સામે ૧,૫૯,૧૮,૮૯૫ જેટલી રકમ બસની માંગણી કરનાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવ્યા છે.

હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી ૩૭૧૭ બસોની રુપિયા ૩,૩૫,૪૫,૬૭૫ જેટલી રકમ જમા ખર્ચીની પ્રક્રીયા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વસૂલ કરવામા આવશે. કોંગ્રેસના અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરને આપવામા આવેલા લેખિત જવાબમાં આ ખુલાસો કરાયો છે.

જોકે, ખરેખર ભાજપના મળતિયાઓને આ બસો પધરાવી દેવાઈ હોય તો આ મામલો અતિ ગંભીર છે. સત્તાધિશો ખર્ચ બચાવવાને બહાને ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાઈ રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

બાળકોને એકલા મૂકતાં પહેલા વિચારજો ! સુરતમાં રખડતા શ્વાનનો આતંક

0

Think before leaving children alone

  • રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

સુરત (Surat) શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનોએ (Dog) એકસાથે હુમલો કર્યો હતો. વિગતો મુજબ રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવી છે.

સુરતના ખજોદ વિસ્તારમાં (Khajod area) દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. દોઢ વર્ષની બાળકી ઉપર અચાનક કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ તરફ બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સાથે એક્સ-રે કર્યા બાદ તેને સર્જરી માટે મોકલી દેવાઈ હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના? 

સુરતના ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી એક પરિવારની બાળકી ઘર પાસે એકલી જ ઊભી હતી. આ દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

શું કહ્યું ડોકટરે ? 

સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઈમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ સાથે શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાનની સાથે માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઈજા વધુ થઈ છે. જેને લઈ બાળકીને ઈમર્જન્સી વિભાગમાં કૂતરા કરડવાનાં ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી. આ સાથે તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

માતા-પુત્રની આ જોડી જોઈને તમારું લોહી ઉકળી જશે, રોમેન્ટિક વીડિયોના કારણે ધરપકડની માગણી ઉઠી

0

This mother-son duo will make your blood boil

  • Mother And Son Viral Video : સોશિયલ મીડિયા પર રચનાના વીડિયો સામે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને આ બધું તરત જ બંધ કરવાની સલાહ આપી હતી.

સોશિયલ મીડિયા (Social media) પર હાલમાં એક મહિલા અને છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળતી મહિલા તેના કરતા નાના છોકરા સાથે રોમેન્ટિક કન્ટેન્ટ (Romantic content) બનાવતી જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આ છોકરો બીજું કોઈ નહીં પણ વીડિયોમાં દેખાતી મહિલાનો પુત્ર છે.

મા-દીકરાની જોડીએ હવે ઈન્ટરનેટ યુઝર્સને પોતાના વીડિયોથી નારાજ કરી દીધા છે. હાલમાં સામે આવેલી ક્લિપમાં દેખાતી મહિલાનું નામ રચના છે. તે પોતાના પુત્ર સાથે ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવે છે. કેટલીકવાર આ વીડિયો એટલા રોમેન્ટિક હોય છે કે તે જોઈને લોકો અસહજ અનુભવવા લાગે છે.

આ જ કારણ છે કે સોશિયલ મીડિયા યુઝર્સે હવે રચના વિરુદ્ધ કાર્યવાહી અને ધરપકડની માગણી કરી છે. આ પહેલા પણ લોકોએ મહિલા આયોગને ફરિયાદ કરી હતી અને રચનાની ધરપકડની માગણી કરી હતી. હાલમાં અનેક મીડિયા રિપોર્ટ્સમાં છોકરાને મહિલાનો સાવકો પુત્ર ગણાવવામાં આવી રહ્યો છે.

લોકો ટ્વિટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બંને મા-દીકરો છે, ખૂબ જ વિચિત્ર છે.’ રચનાનો વીડિયો સામે અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને આ બધુ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી હતી. જોકે માતા અને પુત્ર સતત તેમના નવા વીડિયો બનાવી રહ્યા છે.

સૌથી વધુ હંગામો એ વીડિયો પર થઈ રહ્યો છે જેમાં રચના તેના પુત્રને કિસ કરતી જોવા મળી રહી છે. અન્ય વીડિયોમાં બંને અલગ-અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. છોકરો રચનાને ગળે લગાડે છે. તેને ચુંબન કરે છે અને તેને પોતાના ખોળામાં ઉઠાવતો જોવા મળે છે.

આ બધી હરકતો જોઈને લોકોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે. એક વીડિયોમાં રચના સાથે એક નાની છોકરી પણ જોવા મળે છે. જે તેની પુત્રી હોવાનું કહેવાય છે. ઈન્સ્ટાગ્રામ પર રચનાના લગભગ 2 લાખ ફોલોઅર્સ છે. ચાહકોને વીડિયોના કોમેન્ટ બોક્સમાં નફરત અને પ્રેમ બંને મળે છે. લોકો તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Aadhaar Card : જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા હોય તો જલદી થી કરો આ કામ

0

Aadhaar Card: If your Aadhaar card has completed 10 years

  • હાલના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ તો હોવું જ જોઈએ. બીજી તરફ તો તમારા આધારકાર્ડને 10 વર્ષની વધુ સમય થઈ ગયો છે. તો તમારા તરત જ આ કામ કરવું જોઈએ.

આધારકાર્ડને (aadhar card) 10 વર્ષની વધુ સમય થઈ ગયુ હોય તો આધાર કાર્ડને અપડેટ કરવું છે જરૂરી. જો તમારું  આધારકાર્ડ 10 વર્ષ પહેલા બન્યું છે. તો તમારે આધારકાર્ડને માર્ચના અંત સુધીમાં તમારું આધારકાર્ડ અપડેટ કરવું જોઈએ. જેથી કરીને આગળના દસ્તાવેજો માટે કોઈ મુશ્કેલી ન પડે. અને હાલના સમયમાં આધારકાર્ડ તે દરેક જગ્યા પર કામ કરવા માટે હોય છે જરૂરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેપ્યુટી કમિશનર ડીસી રાણાએ કહ્યું કે લોકો આધારકાર્ડને અપડેટ કરવા માટે તેમના નજીકના આધાર કેન્દ્રોની લઈ શકે છે મુલાકાત. અથવા તમે જાતે જ આધાર ઓનલાઈન અપડેટ કરી શકો છો. ડેપ્યુટી કમિશનરે લોકોને તેમના 0થી 5  વર્ષના બાળકોની નોંધણી કરાવવા માટે પણ અપીલ કરી હતી. સાથે જ તેમણે બાળકો માટે બાયોમેટ્રિક અપડેટના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બાયોમેટ્રિક અપડેટ માટે થાય નહીં કોઈ ખર્ચ :

તમને જણાવી દઈએ કે જો તમારે તમારું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે કોઈ વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં. 10 વર્ષ આધારકાર્ડને થઈ ગયા હોય તો તેને અપડેટ કરવું જરૂરી હોય છે. જો તમારું આધારકાર્ડ હજુ સુધી બન્યું નથી. તો તમારે તેને નવુ કઢાવવું પડશે.

આ પણ વાંચો :-

UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, લાંબા સમયથી સુવિધા માંગી રહ્યા હતા યૂઝર

UPI has changed the mode of payment

  • પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટિડે નાની કિંમતના યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. તેનાથી તમે યૂપીઆઈ પીન નાંખ્યા વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકો છો.

યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (Unified Payment Inte) એટલે યૂપીઆઈ હાલના વર્ષોમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતા ડિજિટલ પેમેન્ટ (Digital Payment) મોડના રૂપમાં વિકસિત થયું છે. નાના-નાના યૂપીઆઈ પેમેન્ટને વધારે સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2022માં યૂપીઆઈ લાઈટ ફીચર રજૂ કર્યુ હતું.

હવે આ ફીચરને પેટીએમે પણ પોતાના યૂઝર્સ માટે રજૂ કરી દીધા છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તમારે 200 રૂપિયા સુધીના યૂપીઆઈ પેમેન્ટ માટે 4 કે 6 આંકડાનો પિન નહીં નાંખવો પડે.

પેટીએમ પેમેન્ટ્સ બેક લિમિટેડે નાની કિંમતવાળા યૂપીઆઈ ટ્રાન્જેક્શન માટે યૂપીઆઈ લાઈટ ફીચરની શરૂઆત કરી છે. બેંકના જણાવ્યા પ્રમાણે આ ફીચર દ્વારા યૂઝર્સ સિંગલ ક્લિકમાં ઝડપથી રિયલ ટાઈમ ટ્રાન્જેક્શન કરી શકશે. પીપીબીએલ યૂપીઆઈ લાઈટ ફીચર લોન્ચ કરનારી પહેલી પેમેન્ટ્સ બેંક છે.

હવે નાના-નાના ટ્રાન્જેક્શનથી પાસબુક નહીં ભરાય :

આ ફીચરની ખાસ વાત એ છેકે હવે રોજ થનારા નાના-નાના ટ્રાન્જેક્શનથી બેંકની પાસબુક નહીં ભરાય. આ ટ્રાન્જેક્શન હવે માત્ર પેટીએમ બેલેન્સ અને હિસ્ટ્રી સેક્શનમાં જ જોવા મળશે.

200 રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન નહીં નાંખવો પડે :

પેટીએમ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા પ્રમાણે એકવાર લોડ થઈ ગયા પછી યૂપીઆઈ લાઈટ વોલેટ યૂઝર્સને 200 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન પર પિન નાંખવાની જરૂર નહીં રહે. તેમાં પેમેન્ટની પ્રક્રિયા સરળ અને ઝડપી બની જશે. યૂપીઆઈ લાઈટમાં મહત્તમ 2000 રૂપિયા 2 દિવસમાં 2 વખત એડ કરી શકાશે. આ ફીચરનો ઉપયોગ વીતેલા દિવસમાં મહત્તમ 4000 રૂપિયાનું પેમેન્ટ કરી શકો છો. જોકે આ ફીચર્સ બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં જુવાનિયાઓને આવી રહ્યું છે હાર્ટએટેકથી મોત, રાજકોટમાં 5 અને સુરતમાં..

Youths are dying of heart attacks in Gujarat

  • યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો. રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ એટેકથી થયું મોત. તો સુરતમાં પણ એન્જિનિરિંગના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવા બાદ નિપજ્યું મોત.

બદલાતી લાઈફસ્ટાઈલ અને ફૂડ સ્ટાઈલ (Food style) વચ્ચે હવે જુવાનિયાની જિંદગી બદલાઈ રહી છે. આ જિંદગી મોતને દસ્તક આપી રહી છે. ગુજરાતમાં હાર્ટએટેક (Heart attack) યુવાનો માટે મોટો ખતરો બનીને આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ રમતા, ફૂટબોલ રમતા યુવકોને મોત આમંત્રણ આપી રહ્યું છે. આ માટે જવાબદાર છે તેમની લાઈફસ્ટાઈલ.

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટએટેકથી યુવાનોના મોત સૌથી વધુ થયા છે. છેલ્લા એક મહિનામાં રમત રમતા પાંચ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં ક્રિકેટ રમતા ચાર અને ફૂટબોલ રમતા એક યુવાન મળી કુલ પાંચનું મૃત્યુ થયું છે. તો સુરતમાં પણ ત્રણ યુવકોના મોત થયા છે.

આજે રાજકોટ અને સુરતમાં મોત :

આજે રાજકોટના રેસકોર્સ ખાતે ક્રિકેટ રમી રહ્યા હતા તે સમયે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રાજકોટની માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે જિગ્નેશ ચોહાણ નામના યુવકને ક્રિકેટ રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેને હોસ્પિટલ ખસેડાતા તેનુ મોત નિપજ્યું છે. સુરતમાં ક્રિકેટ રમીને આવેલા વરાછાના યુવકનું મોત નિપજ્યું છે.

27 વર્ષીય પ્રશાંત ભરોલીયાને ક્રિકેટ રમ્યા બાદ છાતીમાં બળતરા સાથે દુઃખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. યુવક કેનેડામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ત્યારે યુવકના મોતને લઈ પરિવારમાં શોક ડૂબ્યો છે.

રાજકોટમાં એક મહિનામાં પાંચ મોત :

યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક મહિનામાં પાંચ લોકોના મોત હાર્ટએટેકથી થયા છે. આ તમામ યુવકો સ્પોર્ટસ રમતા સમયે ઢળી પડ્યા હતા. તો સુરતમાં એક મહિનામાં ત્રણ યુવકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

રાજકોટમાં સૌથી વધુ મોત :

હાર્ટએટેકથી યુવાનોના મોત થવામાં રાજકોટ હાલ આગળ છે. પ્રથમ મોતમાં એક 21 વર્ષીય ફૂટબોલરનું મોત નિપજ્યું છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. બીજુ મોત, રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા.

પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો છે. તો તેના થોડા દિવસો બાદ ત્રીજું મોત થયુ હતં.  પાલનપુરના ડીસાના રહેવાસી ભરત બારીયા નામનો યુવાન તેના પરિવારજનો સાથે રાજકોટમાં તેની બહેનને ત્યાં દીકરાના લગ્ન હોવાથી તેઓ સહ પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા તે દરમિયાન આ યુવાન રાજકોટના શાસ્ત્રીમેદાન માં ક્રિકેટ રમી પરત જઈ રહ્યા હતા.

ત્યારે ભરતભાઈને એકાએક છાતીમાં દુખાવો તેમજ ચક્કર આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેની સાથે ક્રિકેટ રમી રહેલા તેના મિત્રો તેમજ સગા સંબંધી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઈ ની ઉંમર 40 વર્ષની હતી અને તેઓને અગાઉ એક પણ પ્રકારની બીમારી ન હતી. તેમજ તેમને સંતાન પણ ન હતું.

આ પણ વાંચો :-

મહાદેવની કૃપાથી આ જાતકોને થશે ધનલાભ – વાંચો આજનું રાશિફળ

With the grace of Mahadev, these natives will get wealth

સ્વભાવ જીદ્દી થતો જણાય. આર્થિક ઉપાર્જન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

વૃષભ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. નવું જાણવાના યોગ બને. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. યાત્રા દરમિયાન સાચવવું.

મિથુન
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા મળે. માતાપિતાનું સ્વાસ્થ્ય જળવાય. ‌હયાત રોકાણો ફળદાયી નીવડે. જીવનસાથી સાથે આનંદ. ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા પ્રવાસ સંભવે.

ર્ક
નિર્ણય લેવામાં અસમર્થતા જણાય. ધારેલી આવક અટકતી જણાય. પરિવારમાં શાંતિ જળવાય. જીવનસાથીની તબિયત નરમગરમ રહે. મિત્રોથી લાભ. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

સિંહ
આનંદથી દિવસ વ્યતિત થાય. જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકાય. બંનેનું આરોગ્ય જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નસીબનો સાથ મળે. પાણીથી સાચવવું.

કન્યા
સ્વભાવમાં સરળતા અનુભવાય. પરંતુ બીજા તેનો ગેરલાભ ન ઉઠાવે એ સાચવવું. આર્થિક દૃષ્ટિ એ ફાયદો. કાર્ય સફળતા મળતી જણાય. સંતાન સંબંધી સમસ્યાઓ હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

તુલા
દિવસ દરમિયાન આળસનો અનુભવ થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. હૃદયમાં થોડો અજંપો વર્તાય. સંતાનસુખ સારું, સ્વાસ્થ્ય સારું, ધાર્મિક ભાવના વધે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. નાણાકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા જરૂરી બનશે. હયાત રોકાણોમાંથી લાભ મળતો જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

ધન
નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આર્થિક બાબતો માટે શુભ દિવસ. માતા સાથે મતભેદની શક્યતા છે. સંતાનો તરફથી શાંતિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે સંતોષ.

મકર
આત્મવિશ્વાસ જળવાય. આર્થિક મોરચે સફળતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ અનુભવાય. અગત્યના કાર્યો ટાળવા. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્યનો સાથ મળે છે. આંખની કાળજી રાખવી.

કુંભ
સ્વભાવમાં આનંદ વર્તાય. આર્થિક પાસુ મજબૂત બને. સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય. ખાયા પીવામાં સંયમ રાખવો હિતાવહ.

મીન
ઉદાર દિલ અને દાન કરવાની ભાવના પેદા થાય. ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. કોઈને નાણાં ઉછીના આપવા નહીં. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

રાહુલને તક આપી કેમ પસ્તાયો રોહિત ? ગ્રાઉન્ડમાં જે થયું એ જોઈ ગયો કેપ્ટનનો પિત્તો, વીડિયો વાયરલ

0

Why did Rohit regret giving Rahul a chance?

  • આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર શરમજનક પ્રદર્સશન કરતાં કેપ્ટન રોહિત શર્માને નિરાશ કર્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy) બીજી મેચ 18 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ મેચમાં ભારતની ટીમે કાંગારુ ટીમને પોતાની બોલિંગની મદદથી બેકફૂટ પર લાવી દીધી. ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે પહેલા દાવમાં બેટિંગ કરતાં 263 રન બનાવ્યા.

જોકે ઓસ્ટ્રલિયાના બોલરોએ ટીમને વાપસી કરાવતાં ભારતને 262 રનમાં ઓલઆઉટ કરી દીધું. જેમાં નાથન લિયોને (Nathan Leo) સૌથી વધારે 5 વિકેટ ઝડપી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર શરમજનક પ્રદર્સશન કરતાં કેપ્ટન રોહિત શર્માને (Captain Rohit Sharma) નિરાશ કર્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નાથન લિયોને રાહુલનો શિકાર કર્યો :

લોકેશ રાહુલ ભારતના શાનદાર બેટ્સમેનમાંથી એક છે. પરંતુ તેને મળી રહેલી શાનદાર તકને તે યોગ્ય રીતે ઝડપી શક્યો નથી. પહેલી ટેસ્ટ મેચનું ખરાબ ફોર્મ બીજી ટેસ્ટમાં પણ ચાલુ રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ તેના પર વિશ્વાસ રાખતાં ગિલની જગ્યાએ તેને તક આપી હતી. પરંતુ તે આ મેચમાં પણ સાવ ફ્લોપ રહેતાં 41 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

નાથન લિયોને તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. લોકેશ રાહુલ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા તેના આઉટ થયા પછી ઘણા નિરાશ અને હતાશ જોવા મળી રહ્યા છે. તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાહુલના આઉટ થવાથી તેને કેટલું દુખ થયું છે.

લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન યથાવત :

ભારતીય ટીમના ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન લોકેશ રાહુલ પોતાની કારકિર્દીની સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે એશિયા કપ 2022 પછી ટીમ ઈન્ડિયા માટે કોઈ મોટી ઈનિંગ્સ રમી નથી. તે એશિયા કપમાં પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ મેચમાં નસીમ શાહના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

જેના પછી ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં પણ રાહુલ માત્ર 20 રન જ બનાવી શક્યો હતો.

આ પણ વાંચો :-

ATM કાર્ડ પર મળે છે 5 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ, જાણો કેવી રીતે તમારા કામમાં આવશે

0

Insurance up to 5 lakh rupees is available on ATM card

  • એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે. એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે.

આપણે જ્યારે બેંક એકાઉન્ટ (bank account) ખોલાવીએ છીએ ત્યારે આપણને એટીએમ કાર્ડ પણ મળે છે. જેનાથી આપણે ઓનલાઈન પેમેન્ટથી લઈને કેશ કાઢવા સુધીના તમામ કામ કરી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે કેશ વિડ્રોલ સિવાય તમારું એટીએમ કાર્ડ (ATM Card) કઈ રીતે તમને ફાયદો અપાવી શકે છે. તમને જણાવી દઈએ કે તમારા એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે.

એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. જેની જાણકારી અનેકવખત સામાન્ય લોકોને હોતી નથી. આ જ કારણે તે મોટો લાભ મેળવી શકતા નથી. જો તમને પણ આ વિશે કોઈ માહિતી નથી તો તમે પણ જાણી લો.

25 હજારથી લઈને 5 લાખ સુધીનો લઈ શકો છો ઈન્શ્યોરન્સ :

એકાઉન્ટ હોલ્ડર્સને એટીએમ કાર્ડ પર 25 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. આ ફાયદો માત્ર તે લોકોને જ મળે છે જે પોતાના કાર્ડને 45 દિવસમાં વધારે યૂઝ કરે છે. આ ફાયદો સરકારી બેંક અને પ્રાઈવેટ બેંક બંનેના કાર્ડ પર મળે છે.

જોકે તમને ઈન્શ્યોરન્સની કેટલી રકમ મળશે તે વાત તેના પર નિર્ભર કરે છે કે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ કઈ કેટેગરીનું છે. દરેક બેંક પોતાના કસ્ટમર્સને અલગ-અલગ કેટેગરીના એટીએમ કાર્ડ ઈશ્યુ કરે છે. અને દરેક કાર્ડ પર અલગ-અલગ સુવિધા મળે છે.

કેટેગરીના હિસાબથી મળે છે ઈન્શ્યોરન્સ :

તમને મળનારા ઈન્શ્યોરન્સની એમાઉન્ટ કાર્ડની કેટેગરી પર ડિપેન્ડ કરે છે. જો તમારું કાર્ડ ક્લાસિક કેટેગરીનું છે તો તમને ઈન્શ્યોરન્સ તરીકે 1 લાખ રૂપિયા, પ્લેટિનમ કાર્ડ પર 2 લાખ રૂપિયા અને પ્લેટિનમ માસ્ટર કાર્ડ પર 5 લાખ રૂપિયા ઈન્શ્યોરન્સ મળે છે. જ્યારે વીઝા કાર્ડ પર તમને 1.5થી 2 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ મળે છે. માસ્ટર કાર્ડ પર 50 હજાર રૂપિયાનું વીમા કવરેજ મળે છે. પ્રધાનમંત્રી જન ધન એકાઉન્ટ્સ પર મળનારા રૂપે કાર્ડ પર ગ્રાહકોને 1થી 2 લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ કવર મળે છે.

આ રીતે કરી શકો છો ક્લેમ :

જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારને 5 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. આ ઈન્શ્યોરન્સને ક્લેમ કરનારા કાર્ડ હોલ્ડરના નોમિનીને બેંકની બ્રાંચમાં જઈને ત્યાં વળતર માટે એક અરજી આપવાની રહેશે. બેંકમાં જરૂરી ડોક્યુમેન્ટને સબમિટ કર્યા પછી નોમિનીને વીમાનો ક્લેમ મળી જાય છે.

આ પણ વાંચો :-