Home Blog Page 1157

સાઉથની આ સુંદરીના છે અડધો ડઝન બોયફ્રેન્ડ, પ્રેમીઓમાં ક્રિકેટર-સિંગર પણ સામેલ…

Legendary actor Kamal Hassan’s

  • Shruti Haasan Rumoured Boyfriends : લિજેન્ડરી એક્ટર કમલ હસનની દીકરી શ્રુતિ હસનનું નામ સતત કોઈને કોઈ સાથે જોડાતું રહે છે. એક નહિ 6 લોકો સાથે તેના અફેરની ચર્ચા થઈ છે.

સાઉથ સિનેમાની સુંદરીઓમાં એક નામ શ્રુતિ હસનનું (Shruti Haasan) પણ સામે આવે. જે એક્ટિંગની સાથે-સાથે ફેશનમાં પણ માહિર છે. તે ઘણી વખત પોતાની પર્સનલ લાઈફને (Personal life) લઈ ચર્ચામાં રહે છે. હાલમાં તે શાંતનું હજારિકાની સાથે કમિટેડ હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ આ પહેલા 6 લોકો સાથે શ્રુતિ હસનના અફેરની ચર્ચા રહી છે. જેમાં સિંગર, ક્રિકેટર અને અભિનેતાઓના સામેલ છે.

સૌથી પહેલા વાત કરીએ તો શ્રુતિ અને સિદ્ધાર્થ રિલેશનમાં હતા. જો કે વર્ષ 2011માં તેઓનું બ્રેકઅપ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થના પ્રેમમાં શ્રુતિ હસન પાગલ હતી.

આ સિવાય સુપર સ્ટાર ધનુષ સાથે પણ તેનું નામ જોડવામાં આવે છે. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ધનુષ શ્રુતિ હસનની નજીક આવ્યા હતો. જો કે ધનુષની પત્નીએ આ વાતને અફવા ગણાવી હતી.

શ્રુતિના લિસ્ટમાં નાગા ચૈતન્યનું નામ પણ સામેલ છે. જો કે હાલમાં નાગા ચૈતન્યએ સમંથા સાથે ડિવોર્સ લીધા છે. શ્રુતિ અને નાગા ચૈતન્ય 2013માં એવોર્ડ ફંક્શન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા.

ક્રિકેટર સુરેશ રૈના અને શ્રુતિ હસન રિલેશનમાં છે તેવી ચર્ચાએ 2014માં જોર પકડ્યું હતું. મીડિયા રિપોર્ટર્સ અનુસાર ચેન્નઇ સુપર કિંગ્સની પાર્ટીમાં બન્ને એકબીજાને મળ્યા હતા.

હવે વાત કરીએ માઈકલ કોર્સેલની. માઈકલ અને શ્રુતિની મુલાકાત લંડનમાં થઈ હતી. તે બન્ને વચ્ચેના અફેરની અફવા ફેલાઇ હતી. જો કે શ્રુતિએ પર્સનલી આ વાતનો સ્વીકાર નહોતો કર્યો. પરંતુ ઈન્સ્ટાગ્રામની તસવીરો બધુ કહી જતી હતી.

સૌથી છેલ્લે જોઈએ તો. શ્રુતિ હસને ખુલાસો કર્યો છે કે તે શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. જે એક ડૂડલ આર્ટિસ્ટ છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ કપલ ગેમ ચેલેન્જમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો :-

Assembly Election Results : મોદી શાસનમાં કોંગ્રેસનાં વળતાં પાણી, 5 રાજ્યોમાં 0 ધારાસભ્ય

0

Assembly Election Results

  • ભાજપનો સૂરજ પૂર્વમાં ઉગ્યો છે તો કોંગ્રેસનો આથમી ગયો છે. ગુરુવારે સવારે EVM ખોલતાની સાથે જ તે સ્પષ્ટ થઈ ગયું – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે માત્ર નિરાશા છે.  નાગાલેન્ડમાં કોંગ્રેસ શૂન્ય હતી શૂન્ય રહી. ત્રિપુરામાં તે 0 થી ઘટીને 3 પર પહોંચી છે.. મેઘાલયમાં તે 21 થી ઘટીને 5 પર આવી ગઈ છે.

ભાજપનો સૂરજ પૂર્વમાં ઉગ્યો છે તો કોંગ્રેસનો આથમી ગયો છે. ગુરુવારે સવારે EVM ખોલતાની સાથે જ તે સ્પષ્ટ થઈ ગયું – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે માત્ર નિરાશા છે. નાગાલેન્ડમાં (Nagaland) કોંગ્રેસ શૂન્ય હતી, શૂન્ય રહી. ત્રિપુરામાં તે 0 થી ઘટીને 3 પર પહોંચી છે.

મેઘાલયમાં તે 21 થી ઘટીને 5 પર આવી ગઈ છે. મેઘાલયમાં (Meghalaya) જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં હવે ભાજપના ટેકાથી સરકાર બની રહી છે. મેઘાલયમાં અમિત શાહને ફોન કરી ટેકાની માગ કરાઈ છે. બીજી તરફ, મોદીની ભાજપ ત્રિપુરામાં (Tripura) બહુમતીના સહારે સરકાર બનાવવા જઈ રહી છે. જ્યારે બાકીના બે રાજ્યોમાં તે ગઠબંધન કરવા જઈ રહી છે.

1951માં તમિલનાડુ સિવાય તમામ રાજ્યોમાં સરકાર બનાવનાર કોંગ્રેસ પાસે હવે માત્ર 3 રાજ્યોમાં સીએમ બચ્યા છે. કોંગ્રેસે મોદીના પીએમ બન્યા બાદના ભાજપના દબદબામાં કુલ 331 ધારાસભ્યો ગુમાવ્યા છે. 2014 પહેલાં 30  વિધાનસભામાં 989 ધારાસભ્યો કોંગ્રેસના હતા. હવે 3 રાજ્યોની ચૂંટણી બાદ દેશમાં કોંગ્રેસના 658 ધારાસભ્યો રહી ગયા છે. મોદીના શાસનમાં કોંગ્રેસે 331 ધારાસભ્યો ગુમાવ્યા છે જ્યાં ભાજપે 474 ધારાસભ્યો વધાર્યા છે.

હાલમાં દેશમાં કુલ 4033 ધારાસભ્યો પૈકી ભાજપના 1421 ધારાસભ્યો છે. કોંગ્રેસ પહેલાં 6 રાજ્યોમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી રહી હતી. જ્યાં હવે કોંગ્રેસની પડતી છે. 2014માં કોંગ્રેસ ફક્ત સિક્કીમમાં 0 હતી હવે 5 રાજ્યોમાં સાફ થઈ ગઈ છે.

છેલ્લાં 9 વર્ષમાં કોંગ્રેસની સત્તા 11માંથી ઘટીને 6 રાજ્યોમાં રહી ગઈ છે. 2014 બાદ દેશમાં મોદી શાસનમાં યોજાયેલી 53 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 12માં જીત મેળવી શકી છે. આમ કોંગ્રેસનાં વળતાં પાણી થઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-

આ નંબર પર કરો SMS અને Aadhaar Card થઈ જશે લોક, તમારા સિવાય કોઈ નહીં કરી શકે ઉપયોગ

Send SMS to this number and Aadhaar Card

  • How to Keep Aadhaar Card Safe : આધાર કાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે તેથી જ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ ને લોક અને અનલોક કરવાની સુવિધા પણ આપે છે.

આધારકાર્ડ (aadhar card) દરેક નાગરિક માટે જરૂરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજ માંથી એક છે. દરેક પ્રકારના સરકારી કામમાં આધારકાર્ડની સૌથી પહેલા જરૂર પડે છે. એટલું જ નહીં બેંકમાં ખાતું ખોલાવવું હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે છે. દરેક મહત્વનું કામ આધાર કાર્ડ સાથે જ થાય છે. આધારકાર્ડ (aadhar card) ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે તેથી જ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આધારકાર્ડ ને લોક અને અનલોક કરવાની સુવિધા પણ આપે છે.

તમે તમારા આધાર નંબરને એક એસએમએસ કરીને લોક અને અનલોક કરી શકો છો. આમ કરવાથી તમારા આધાર કાર્ડની વિગતો નો કોઈપણ દૂરઉપયોગ કરી શકશે નહીં. તેના કારણે તમારો ડેટા પણ સુરક્ષિત રહેશે. આધાર નંબરને લોક કરવા માટે તમારી પાસે 16 અંકોનું વર્ચ્યુઅલ આઈડી હોવું જરૂરી છે.

કેવી રીતે કરવું આધારકાર્ડને લોક ? 

આધારકાર્ડને લોક કરવા માટે તમારે સૌથી પહેલા GETOTP<space>આધાર નંબરના 4 કે 8 નંબર લખી અને તેને 1947 પર મોકલવું પડશે.

ત્યાર પછી તમને તમારા કોન્ટેક નંબર ઉપર છ અંકનો OTP મળશે.

ત્યાર પછી લોકીંગ રીક્વેસ્ટ માટે તમારે LOCKUID<space>આધાર નંબરના 4 કે 8 નંબર લખી <space>OTP લખી અને તેને 1947 પર સેન્ડ કરો.

ત્યાર પછી તમને કન્ફર્મેશન નો મેસેજ આવશે.

કેવી રીતે આધારકાર્ડને કરવું અનલોક :

આધાર ને અનલોક કરવા માટે તમારે 1947 નંબર પર UNLOCKUID<Space>VID સાથે 6 અથવા તો 8 અંક <Space>OTP મોકવો પડશે. આમ કરવાથી આધાર નંબર અનલોક થઈ જશે.

વેબસાઈટથી કેવી રીતે કરવું આધાર કાર્ડ લોક-અનલોક

UIDAIની વેબસાઈટ પર જાઓ.
My Aadhaar ને સિલેક્ટ કરી Aadhaar Services પર ક્લિક કરો.
ત્યારબાદ Lock/Unlock Biometrics પર ક્લિક કરો.
ત્યારબાદ પોતાનો 12 અંકનો આધાર નંબર અને કૈપ્ચા કોડને એડ કરો.
હવે OTP ઓપ્શન પર ક્લિક કરો.
મોબાઈલ પર જે ઓટીપી આવે તેને એન્ટર કરો.
હવે તમને Lock /Unlock કરવાનો વિકલ્પ મળશે.
Lock બટન પર ક્લિક કરવાથી આધાર નંબર લોક થશે અને Unlock પર ક્લિક કરવાથી અનલોક થઈ જશે.

આ પણ વાંચો :-

સુરતની પરિણીતાને પરપુરુષ સાથે ગલગલિયા કરવા ભારે પડ્યા, કપલ બોક્સમાં તેની સાથે થયું ગંદુ કામ

Surat’s wife gets roughed up with

Rape In Couple Box : સુરતમાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા કપલ બોક્સ ચર્ચામા આવ્યા છે. સુરતની પરિણીતાએ 27 વર્ષીય યુવક સાથે ફરિયાદ નોંધાવી કે તેણે કપલ બોક્સમાં તેની સાથે કુકર્મ આચર્યું.

સિંગણપોરની (Singanpore) પરિણીતા પર કપલ બોક્સમાં (Copule Boxe) દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. સોશિયલ મીડિયા (Social media) થકી પરણીતાને પ્રેમમાં ફસાવનાર મયુર નાવડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સિંગણપોર ખાતે રહેતી પરિણીતાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. તેના બાદ કપલ બોક્સમાં લઈ જઈ શારીરિક સંબંધ (physical relationship) બાંધી તેના ફોટો પાડી લીધા હતા.

તેના બાદ પરિણીતાને બ્લેકમેઈલીંગ (Blackmailing) કરી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે કંટાળીને પરિણીતાએ પરિવારજનોને વાત કરી હતી. છેવટે મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સુરતમાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા કપલ બોક્સ ચર્ચામા આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સિંગણપોર વિસ્તારની પરિણીતાએ 27 વર્ષીય યુવક સાથે ફરિયાદ નોંધાવી કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવિણ નાવડિયાના નામના યુવકના સંપર્કમાં આવી હતી. પ્રવિણ નાવડિયાએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ તે પરિણીતાને સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો.

પ્રવિણ નાવડિયાએ પરિણીતાને ફસાવી હતી અને તેને કપલ બોક્સમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલુ જ નહિ તેની સાથેના અંગત પળોના ફોટો પણ પાડી લીધા હતા. આ બાદ પ્રવિણ પરિણીતાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેણે ફોટો બતાવીને પરિણીતા પર સંબંધો બાંધવા દબાણ કર્યુ હતું.

આમ, અંતે કંટાળેલી પરિણીતાએ પ્રવિણ નાવડિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપી પ્રવિણ નાવડીયા સામે દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ કર્યો છે. હાલ સિંગણપોર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Shraddha Kapoor Birthday : એક સમયે કોફી શોપમાં કામ કરતી હતી શ્રદ્ધા કપૂર, સલમાન સાથે કામ કરવાની પાડી હતી ના

Shraddha Kapoor Birthday

  • ભલે તે ‘વિલન’ની દીકરી છે. પરંતુ તેની ‘આશિકી’ના ઘણા ફેન્સ છે. ભલે તે અભિનય વિશે હોય કે પછી એક સારા અવાજ. વાત થઈ રહી છે શ્રદ્ધા કપૂરની. જેને કોઈ ઓળખની જરૂર નથી.

3 માર્ચ 1987ના રોજ મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા કપૂરની (Shraddha Kapoor) ઓળખ માત્ર એક્ટિંગ જ નથી. બોલિવૂડના ટોચના ખલનાયકોમાંથી એક શક્તિ કપૂરની પુત્રી પણ એક મહાન ગાયિકા છે. શ્રદ્ધાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાંથી કર્યું હતું. જણાવી દઈએ કે ટાઈગર શ્રોફ (Tiger Shroff) પણ તેની સાથે ભણતો હતો.

જેના કારણે બંને ઘણા સારા મિત્રો છે. સ્કૂલિંગ પછી શ્રદ્ધા અમેરિકા ગઈ અને બોસ્ટન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું. જો કે થોડા સમય પછી તેણે અભ્યાસ છોડી દીધો અને માયાનગરીના મેદાનમાં કૂદવાનું નક્કી કર્યું.

જ્યારે શ્રદ્ધા કોફી શોપમાં કામ કરતી હતી :

શું તમે જાણો છો કે અભિનેત્રી બનતા પહેલા શ્રદ્ધા કપૂર કોફી શોપમાં કામ કરતી હતી. જો નહીં, તો કહો કે આ વાસ્તવિકતા છે. આ વાતનો ખુલાસો ખુદ શ્રદ્ધા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે જ્યારે તે બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તે પોકેટ મની કમાવવા માટે કોફી શોપમાં કામ કરતી હતી.

શ્રદ્ધાએ સલમાનની ફિલ્મ રિજેક્ટ કરી હતી :

જણાવી દઈએ કે જ્યારે શ્રદ્ધા માત્ર 16 વર્ષની હતી ત્યારે તેને ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી. આ સલમાન ખાનની ફિલ્મ હતી. જેને શ્રદ્ધાએ ઠુકરાવી દીધી હતી. થોડા સમય પછી તેણે ફિલ્મ તીન પત્તીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ પછી તેણે ફિલ્મ ‘લવ કા ધ એન્ડ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.

‘આશિકી 2’એ સફળતા અપાવી :

સતત બે ફ્લોપ રહ્યા બાદ શ્રદ્ધાનું કરિયર જોખમમાં હતું. તે સમયે મહેશ ભટ્ટે શ્રદ્ધાને આશિકી 2માં તક આપી હતી. જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી શ્રદ્ધા રાતોરાત સ્ટાર બની ગઈ. આ પછી તેણીએ એક વિલન, હૈદર, એબીસીડી 2, બાગી, સ્ત્રી અને છિછોરે સહિત ઘણી ફિલ્મોમાં મજબૂત ભૂમિકાઓ ભજવી છે.

આ પણ વાંચો :-

Hong Kong : આકાશમાંથી અંગારા વરસ્યા! 42 માળની ઈમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ, Video જોઈને હચમચી જશો

Hong Kong : Embers rained from the

  • Viral Video : હોંગકોંગની એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે.

હોંગકોંગની (Hong Kong) એક ગગનચુંબી ઈમારતમાં આગ ફાટી નીકળી. એવું કહેવાય છે કે આ ઈમારત નિર્માણધીન છે. જ્યાં અડધી રાતે આગ લાગી. ભીષણ આગની તસવીરો સોશિયલ મીડિયામાં (Social media) ઝડપથી શેર થઈ રહી છે. જ્યાં ગગનચુંબી ઈમારતને આગની લપેટોમાં જોઈ શકાય છે. નિર્માણધીન ઈમારતની અંદરથી વિસ્ફોટોના અવાજ પણ આવી રહ્યા છે. ભીષણ આગમાં (Fierce fire) ઓછામાં ઓછા બે લોકો ઝૂલસી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તાર લાલ જોવા મળી રહ્યો છે અને અંગારા અને ભભકતા કાટમાળનો વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાંના રહીશોની પરેશાની વધી  ગઈ છે. ફાયરના કર્મીઓ આગ પર કાબૂ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નિર્માણધીન ઈમારત 1967માં હોંગકોંગના ગવર્નર રહી ચૂકેલા ડેવિડ ટ્રેન્ચ દ્વારા ખોલવામાં આવેલા મેરિનર્સ ક્લબની જૂની જગ્યા છે.

500 રૂમની બની રહી હતી હોટલ :

રિપોર્ટમાં કહેવાયું છે કે જૂની ઈમારતને 2018માં ધ્વસ્ત કરાઈ હતી અને તેને 42 માળની કિમ્પ્ટન હોટલમાં ફેરવવામાં આવી હતી. આગમાં ધ્વસ્ત થઈ ચૂકેલી નિર્માણધીન ગગનચુંબી ઈમારત 3,40,000 વર્ગ ફૂટમાં બની રહી હતી અને તેમાં ઓછામાં ઓછા 500 રૂમ બનવાના હતા.

આ પણ વાંચો :-

શું પંજાબમાં થશે નવાજૂની ? ખૂબ મોટી સંખ્યામાં સશસ્ત્ર દળને કરાશે તૈનાત

0

Will Nawajuni happen in Punjab?

  • પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રાજ્યની સુરક્ષા પર સવાલો વચ્ચે હવે પંજાબમાં કંઈક મોટું થવાનું અનુમાન.

ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 50 કંપનીઓ પંજાબ (Punjab) મોકલવા જઈ રહ્યું છે. પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રાજ્યની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પંજાબમાં કંઈક મોટું થવાનું છે. આર્મ્ડ પોલીસ ફોર્સની (Armed Police Force) આ કંપનીઓને ‘હોલા મોહલ્લા’ પહેલા તૈનાત કરવામાં આવશે.

અહેવાલો અનુસાર, સશસ્ત્ર પોલીસ દળની એક કંપનીમાં લગભગ 120 સુરક્ષા કર્મચારીઓ હોય છે. સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલી કેન્દ્રીય દળની આ કંપનીઓ 6 થી 16 માર્ચ સુધી પંજાબમાં રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 50 કંપનીઓમાંથી સીઆરપીએફની 10, રેપિડ એક્શન ફોર્સની 8, બોર્ડર સિક્યુરિટી ફોર્સની 12, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની 10 અને સશસ્ત્ર સીમા બળની 10 કંપનીઓ મોકલવાની તૈયારી ચાલી રહી છે.

સરકારે લખ્યો હતો પત્ર :

ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારે 23 ફેબ્રુઆરીએ અજનાલામાં અને 8 ફેબ્રુઆરીએ મોહાલીમાં કેટલાક કટ્ટરપંથીઓ અને પોલીસ વચ્ચે હિંસા પછી 28 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. પત્રમાં માન સરકારે કેન્દ્રીય દળોની 120 કંપનીઓ પંજાબ મોકલવાની વિનંતી કરી હતી. ગુરુવારે સીએમ માન દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.

જાણો શું હતો સમગ્ર મામલો :

વાસ્તવમાં 23 ફેબ્રુઆરીએ પંજાબની એક તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. તસ્વીરમાં કટ્ટરપંથી શીખ સંગઠન ‘વારિસ પંજાબ દે‘ના વડા અમૃતપાલ સિંહ તેના સેંકડો સમર્થકો સાથે હથિયારોથી સજ્જ થઈને અજનલા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. સમર્થકો અને પોલીસકર્મીઓ વચ્ચેની અથડામણમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ જ પંજાબની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો :-

ન ઉમ્ર કી સીમા હો…75 વર્ષના બોયફ્રેન્ડે 70 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન 

0

Na umr ki seema ho…75 year old boyfriend

  • 75 વર્ષના બોયફ્રેન્ડે 70 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરતા વૃદ્ધાશ્રમની આ અજબ પ્રેમ કી ગજબ કહાની ચર્ચામાં આવી છે.

Weird Love Story : ન ઉમ્ર કી સીમા હો, ન જન્મો કા હો બંઘન જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન હિંદી ફિલ્મના આ ગીતની લાઇન દરેક જગ્યાએ સાર્થક થતી જોવા મળી રહી છે. દુનિયામાં એવા ઘણા કપલ્સ મળી જશે જેમની વચ્ચે ઉંમરમાં ઘણો મોટો તફાવત હોય છે. પ્રેમ ઉંમર નથી જોતો.  આજકાલ કપલ્સ વચ્ચે ઉંમરમાં તફાવત વધવા લાગ્યો છે.

બૉલીવૂ઼ડમાં મલાઈકા અરોરા-અર્જુન કપૂર (Malaika Arora-Arjun Kapoor), પ્રિયંકા ચોપરા-નિક જોનસ, પ્રીતિ ઝિન્ટા, મિલિંદ સોમન અને અંકિતા, ઉર્મિલા વગેરે કેટલાય એવા સેલેબ્સ છે જેમની ઉંમર તેમના પાર્ટનર કરતાં વધુ છે. કેટલાક તેમના પાટનર કરતા 10 વર્ષ મોટા છે તો કેટલાક પરિણીત છે અને  તેમને બાળકો પણ છે.

તેમ છતાં  તેમને પ્રેમ થયો અને તેઓ રિલેશનશિપમાં (relationship) આવ્યા. પરંતુ આ સ્ટોરી માત્ર ફિલ્મોમાં નથી હોતી.ઘણી વખત વાસ્તવિક જીવનમાં આવી સ્ટોરી જોવા મળે છે. આવી જ એક સ્ટોરી આજકાલ ચર્ચામાં છે.

આ ઘટના મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુર (Kolhapur) વૃદ્ધાશ્રમની છે. જ્યાં 75 વર્ષના બાબૂરાવ પાટીલનું દિલ 70 વર્ષના અનુસાયા શિંદે પર આવી ગયું. જો તમે તેમની ઉંમર જોઈ ચોંકી રહ્યા છો તો ઉભા રહો કારણ કે તેમની લવ સ્ટોરીમાં તે બધું જ છે જે યુવાનોની લવ સ્ટોરીમાં હોય છે. બે વર્ષ પહેલા બંને જાનકી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આવ્યા હતા. તેમને એવી જગ્યાએ પ્રેમ મળ્યો કે તેમણે વિચાર્યું પણ નહી હોય.

પહેલા કર્યું પ્રપોઝ અને બાદમાં…?

વૃદ્ધાશ્રમમાં રહેવા દરમિયાન બંને એકબીજા સાથે સુખ-દુઃખની વહેંચણી કરતા હતા અને આ દરમિયાન બંનેને પ્રેમ થયો. કોલ્હાપુરના વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કરવા પર બાબૂરાવે તેમના પત્નીને ગુમાવ્યા હતા. અનુસુયાના પતિનું પણ નિધન થયું હતું.

એકબીજા પ્રત્યે તેમનો લગાવ વધતો ગયો અને તેઓ વૃદ્ધાશ્રમમાં એકબીજાનો સહારો બન્યા અને આ સહારો સમય જતા  પ્રેમમાં પરિવર્તિત થયો.  બાબૂરાવ પાટીલે થોડા દિવસો પહેલા અનુસુયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જોકે શરૂઆતમાં તે સહમત ન હતા. આઠ દિવસ પછી તેમણે તેમનો આ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો હતો.

લગ્ન જાનકી આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી થયા :

જ્યારે આ વાતની વૃદ્ધાશ્રમના ડાયરેક્ટર બાબાસાહેબ પૂજારીને જાણ થઈ ત્યારે તેમણે આ અંગે સહમતિ આપી હતી. ત્યારબાદ જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જાનકી આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા. અહીંના લોકોએ અમને કહ્યું કે વૃદ્ધાવસ્થામાં એકબીજાને ટેકો આપવા માટે આપણે લગ્ન કરવા જોઈએ.

આ પણ વાંચો :-

શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે ! જાણો શું છે આ વાતની હકીકત ?

0

Mohanthal prasad will not be available

  • હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

શક્તિપીઠ અંબાજીધામમાં (Shaktipeeth Ambajidham) માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના (Mohanthal) પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા કોઈ જ આદેશ કરાયો નથી તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી મંદિર (Pilgrimage Ambaji Temple) પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલો છે.

હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે.

અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.

જોકે હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાતનો આદેશ કરવામાં આવ્યો નથી. હમણાં યાત્રિકોનો ઘસારો પણ અંબાજી મંદિરમાં ઓછો હોવાથી પ્રસાદના હજારો પેકેટ સ્ટોકમાં પડ્યા છે. હાલ આ પ્રસાદનો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે. આ પ્રસાદના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓનો જે રીતે આદેશ મળશે તે રીતે આગળની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો :-

Allu Arjun : Instagram પર પબ્લિક ભેગી કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી ! કહ્યું, એ બિટ્ટા…યે મેરા અડ્ડા

Allu Arjun: ‘Pushpa’ made a noise by gathering the

  • Allu Arjun બન્યો ઈન્સ્ટાનો એક્કો ! 20 મિલિયન ફોલોઅર્સ ભેગા કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી. સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ સાઉથ ઈન્ડિયન એક્ટર બન્યો.

અલ્લુ અર્જુન (Allu Arjun) એક ફેમસ ભારતીય અભિનેતા અને ડાન્સર છે. તે પોતાની અનોખી સ્ટાઇલ, અસાધારણ ડાન્સ મૂવ્સ અને અભિનયને કારણે જાણીતો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ તેનો વિશાળ ચાહક વર્ગ છે. ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા બાદ તેના ચાહક વર્ગમાં નોંધપાત્ર વધારો થયો છે.

અભિનેતાને તેના ફેન્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલો કરે છે. તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ વટાવીને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તે આ માઇલસ્ટોન પૂર્ણ કરનાર દક્ષિણ ભારતનો પ્રથમ અભિનેતા બન્યો છે.

સોશિયલ મીડિયા અભિનેતાઓ માટે તેમના ફેન્સ સાથે જોડાવવાનું અને તેમના કામ વિશેની માહિતી આપવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેની ફિલ્મો અને પર્સનલ લાઇફ વિશે વાતો શેર કરતો રહો છે.

મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવું અલ્લુ અર્જુનના ચાહકો માટે એક ગર્વની ક્ષણ છે.

આ પણ વાંચો :-