Home Blog Page 1156

Video : હવે હવામાં ઉડીને દુશ્મનો પર સ્ટ્રાઈક કરી શકશે ભારતીય સેના, જાણો કેવી રીતે શક્ય બનશે આ કમાલ

0

Video : Now the Indian Army

  • ભારતીય સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે. ભારતીય સેના સતત પોતાને અત્યાધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી અપગ્રેડ કરતી રહે છે.

ભારતીય સેના (Indian Army) દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એક છે. ભારતીય સેના સતત પોતાને અત્યાધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી અપગ્રેડ કરતી રહે છે. આ જ કડીમાં રક્ષા મંત્રાલયે (Ministry of Defence) હાલમાં જ ભારતીય સેના દ્વારા હિમાલયન રેન્જમાં (Himalayan Range) નિગરાણી માટે રોબટસ અને જેટપેકની કમર્શિયલ બિડ બહાર પાડી છે.

ચીન (China) સાથે જોડાયેલી સરહદો સહિત અત્યંત સંવેદનશીલ સરહદ વિસ્તારોમાં વ્યૂહાત્મક ગતિશીલતા વધારવાના હેતુથી ભારતીય સેનાએ એક બ્રિટિશ કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ (British company Gravity Industries) દ્વારા બનાવવામાં આવેલા જેટપેક સૂટની ટ્રાયલ શરૂ કરી છે.

ઈન્ડિયન આર્મીના અધિકારીઓએ મંગળવારે આગ્રામાં ઈન્ડિયન આર્મી એરબોર્ન ટ્રેનિંગ સ્કૂલ (AATS) માં ડિવાઈઝનું પ્રદર્શન કર્યું છે. જેનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયો જોઈને તમે સમજી જશો કે આ ભારતીય સેનાના જવાનો માટે કેટલું ફાયદાકારક રહેશે.

ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સે શેર કર્યો વીડિયો :

ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝ (IADN) એ ટ્વિટર પર કેટલાક વીડિયો શેર કર્યા. આ વીડિયોમાં ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપકના રિચર્ડ બ્રાઉનિંગ પોતાના જેટપેક સિસ્ટમનો ડેમો આપતા અને આગ્રામાં એક જળ શાખા અને ખેતરો પર ઉડતા જોઈ શકાય છે.

ઈન્ડિયન એરોસ્પેસ ડિફેન્સ ન્યૂઝ (IADN) એ ટ્વીટ કરીને લખ્યું કે ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક રિચર્ડ બ્રાઉનિંગે આગ્રામાં ભારતીય સેનાને પોતાનો જેટપેક સિસ્ટમનો ડેમો આપ્યો.

શું છે આ જેટપેક સૂટ :

અત્રે જણાવવાનું કે બહુ જલદી ઈન્ડિયન આર્મી આ જેટસૂટ ખરીદવાની છે. આર્મીને રોબોટ્સની સાથે સાથે જેટપેક્સ સૂટસની પણ જરૂર છે. જેટપેક સૂટમાં એક એન્જિન લાગેલુ હોય છે અને તે કોઈ બેગબેકની જેમ પહેરાય છે. તેને પહેરીને જવાન કોઈ પણ જગ્યાએ ઉડી શકે છે. રિપોર્ટ મુજબ ભારતીય સેના આવા 44 જેટપેક સૂટ ખરીદવાની છે. તેનો ઉપયોગ સ્પેશિયલ ઓપરેશનમાં કરવામાં આવશે. આ જેટપેક સૂટની વધુમાં વધુ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં 80 કિલોથી વધુ વજનનો જવાન ઉડી શકતો નથી.

આ પણ વાંચો :-

શરીરના આ ભાગ પર પડે ગરોળી તો સમજી લેજો થવાના છો માલામાલ, જાણો ગરોળી સાથે જોડાયેલા શુકન અપશુકન

If a lizard falls on this part of the body

Shukan Shastra : ઘરમાં ફરતી ગરોળી (Lizard) અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કયા અંગ પર ગરોળીનું પડવું અશુભ છે જાણો.

ગરોળી એવો જીવ છે જેનાથી આમ આપણને કોઈ નુકસાન થતું નથી પરંતુ ઘરમાં તેને ફરતા જુઓ કે ડર લાગે. શાસ્ત્રોમાં પણ ગરોળી સાથે જોડાયેલા કેટલાક શુકન અપશુકન (omen ominous) વિશે જણાવ્યું છે. ઘરમાં ફરતી ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના શરીર પર પડે તો તેનાથી તેને લાભ થશે કે નુકસાન તેનો સંકેત મળે છે. શરીરના કયા અંગ ઉપર ગરોળી પડે તો શુભ માનવામાં આવે છે અને કઈ અંગ પર ગરોળીનું પડવું અશુભ છે ચાલો આજે તમને પણ જણાવીએ.

– ઘરમાં ગરોળી જોવા મળે કે તુરંત જ તેને ભગાડવાના ઉપાય કરવામાં આવે છે પરંતુ શુકનશાસ્ત્રમાં (Horoscope) કહેવાયું છે કે શરીરના કેટલાક અંગો ઉપર અચાનક ગરોળી પડે તો તે શુભ સંકેત છે. ગરોળીનું શરીર પર પડવું આવનાર સમયમાં થનાર લાભ તરફ સંકેત કરે છે.

– માન્યતા છે કે ગરોળી જો પુરુષના ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. પુરુષો માટે જમણા અંગ પર ગરોળી પડવી અને સ્ત્રીઓ માટે ડાબા અંગ પર ગરોળી પડવી શુભ માનવામાં આવે છે.

– ગરોળી જો માથા પર પડે તો તેને શુભ માનવામાં આવતું નથી. ગરોળીનું માથા પર પડવું સંકેત છે કે ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના ઘટી શકે છે. પરંતુ જો ગરોળી ગરદન ઉપર પડે તો સમજવું કે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે.

– ગરોળી ગાલ ઉપર પડે તો જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરંતુ જો ઘરમાં બે ગરોળી ઝગડતી જોવા મળે તો સમજી લેવું કે પરિવારમાં કે મિત્રો સાથે ઝઘડો થઈ શકે છે.

– આવું ઓછું બને છે પરંતુ જો તમને ગરોળીનો અવાજ સંભળાય તો સમજી લેવું કે આવનારા સમયમાં તમને ખૂબ મોટા સમાચાર મળવાના છે. જો બે ગરોળી ઝગડતી હોય અને તેમાંથી એક તમારા માથા પર પડે તો સમજી લેવું કે તમે ધનવાન બનવાના છો.

VIDEO : બાઈકચાલકે પશુપાલકને ઠપકો આપ્યો તો લાકડી મારી પાડી દીધો, વડોદરામાં બેફામ બન્યા પશુપાલકો

VIDEO : બાઈકચાલકે પશુપાલકને ઠપકો આપ્યો તો લાકડી મારી પાડી દીધો, વડોદરામાં બેફામ બન્યા પશુપાલકો

  • વડોદરાનાં મકરપુરામાં પશુપાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં રાહદારીએ પશુપાલકને વાહન ધીમે હંકારવાનું કહેતા પશુપાલકે બાઈક ચાલકને લાકડી વડે માર માર્યો હતો.

વડોદરામાં (Vadodara) મકરપુરા વિસ્તારમાં પશુપાલકની દાદાગીરી (Cattle bully) સામે આવી છે. ત્યારે પશુ પાલકને વાહન ધીમું ચલાવવા ટકોર કરતા તકરાર થવા પામી હતી. જેમાં પશુ પાલકે બાઈક ચાલક યુવકને લાકડી વડે માર માર્યો હતો.

ત્યારે યુવકને ગંભીર રીતે માર મારતા યુવક ઘાયલ થયો હતો. સમીર પઠાણ નામનો યુવક ઘાયલ થતા તેને સારવાર અર્થે  સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પશુપાલક દ્વારા યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા સમીર પઠાણે પશુપાલક સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બે દિવસ પહેલા વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો :

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નિપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. હાઈકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શનમાં આવ્યું છે.

બે દિવસ પહેલા વડોદરામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ગતરોજ વડોદરામાં ઢોર પકડી રહેલી ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. જેની ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.

ઢોર પાર્ટી પર હુમલો કરી ગાયો છોડાવી ગયા હતા :

બે દિવસ પહેલા વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો થયો હતો. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડની હાજરીમાં સ્થાનિકોએ લાકડી અને પાઈપથી ઢોર પાર્ટી પર હુમલો કર્યો હતો અને બાદમાં પકડાયેલી કેટલીક ગાયોને છોડીને લઈ ગયા હતા.

આ પણ વાંચો :-

Viral Video : કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી તો..

0

As soon as this video came on the internet

  • Dulha-Dulhan Bedroom Video Leak : ઈન્ટરનેટ પર આ વિડીયો આવતાની સાથે જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રિયા મહેતા નામના યુઝરે લખ્યું- આ વાસ્તવિક જીવન છે, આ સાચું છે. ધ ગ્રેટ સોલ ઓફ નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે 15 મિનિટના આલિંગન પછી દરેક વ્યક્તિને સુવા માટે વ્યક્તિગત જગ્યાની જરૂર હોય છે.

Suhagraat Videos : આજના યુગમાં ટેક્નોલોજીના (technology) જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. એક નાની ભૂલ પણ જીવનભર પીડા આપી શકે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેમસ થવા માટે કોઈ પણ યુક્તિ અજમાવવાથી બચતા નથી. કેટલીકવાર તે આ સૂત્રને બંધબેસે છે.

તમને તે કપલ યાદ હશે. જેનો હનીમૂનનો (Honeymoon) વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. વાસ્તવમાં આ કપલે હનીમૂનનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. બાદમાં તે ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. તાજેતરમાં લગ્નની સિઝનમાં વર અને વરરાજાના ઘણા વીડિયો વાયરલ થયા હતા.

હવે આ કપલનો વધુ એક બેડરૂમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બંને બેડ પર સુતેલા જોવા મળે છે. વીડિયોમાં બંનેનો એકબીજા માટેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ કપલ એકબીજાને ગળે લગાવીને સૂતા જોવા મળે છે.

આ વિડિયો 22 ફેબ્રુઆરીએ Arushirahulofficial નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને 3 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને લોકોએ કમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

વાસ્તવમાં વિડિયોમાં કપલ એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આપણે કેવી રીતે સૂવા માંગીએ છીએ અને આપણે ખરેખર કેવી રીતે સૂઈએ છીએ. કપલે આ વીડિયોને ફની રીતે રજૂ કર્યો છે. ઈન્ટરનેટ પર આ વીડિયો આવતાની સાથે જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.

પ્રિયા મહેતા નામના યુઝરે લખ્યું- આ વાસ્તવિક જીવન છે.આ સાચું છે. ધ ગ્રેટ સોલ ઓફ નામના હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું કે 15 મિનિટના આલિંગન પછી દરેક વ્યક્તિને સુવા માટે વ્યક્તિગત જગ્યાની જરૂર હોય છે.

પ્રીતિ વર્મા નામના યુઝરે કોમેન્ટમાં લખ્યું- હું પણ. બીજા ઘણા યુઝર્સે કોમેન્ટમાં હાર્ટ એન્ડ ફાયર ઈમોજી બનાવીને કર્યું. તમને જણાવી દઈએ કે આજકાલ ઘણા કપલ્સ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લાઈફસ્ટાઈલ બતાવીને રીલ બનાવવા લાગ્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી એટલે લાકડાની તલવારથી લડવા જેવું ! ૭૦ લાખની વસ્તી સામે ૫૮૦૦ પોલીસ જવાન !!

  • પાછલાં કેટલાંક સમયથી માસૂમ બાળકોને હવસખોરીનો શિકાર બનાવી હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ ચિંતાજનક. કાયમી ઉપાયો શોધવા જરૂરી.
  • હવસ શારીરિક આવેગ હોવા છતાં નિયંત્રણની બહાર જાય તો સામાજિક દૂષણ બનવા સાથે બળાત્કાર, હત્યા જેવી ઘટનાઓ બની શકે, કદાચ એટલે જ ‘વેશ્યા બજાર’ અ‌િસ્તત્વમાં આવ્યું હશે.
  • સુરતમાં પણ ભૂતકાળમાં વેશ્યાબજાર હતું જ, પરંતુ પૂર્વ પો.કમિ. બંસલ મ્યુનિ.કમિ. બાસુ અને પો.ઈ. બાટા ઉપરાંત સામાજિક આગેવાન અશોક કાનુગોએ દિવસો સુધી લડત ચલાવી જાહેર દૂષણ બંધ કરાવ્યું હતું.
  • સદ્નસીબે સુરતનાં પૂર્વ ડીએસપી દારૂવાળા, પૂર્વ પો.કમિ. બી.કે. ઝા, પી.સી. પાંડે, મનમોહન મહેતા, વી.કે. ગુપ્‍તા, રાકેશ અસ્થાના અને વર્તમાન પો.કમિ. અજયકુમાર તોમર જેવા સનિષ્ઠ IPS અધિકારીઓ મળ્યા છે, જેના કારણે સુરતના કાયદો-વ્યવસ્થાને આંચ આવી નથી.

સુરતના ઔદ્યોગિક વિકાસ (Industrial development) અને વસ્તીવિસ્ફોટને કારણે સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થાની (Law and order) સ્થિતિ ક્રમશઃ અઘરી બની રહી છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ઉભરાતા સુરતમાં અડધોઅડધ વસ્તી પરપ્રાંતીય એટલે કે બિનગુજરાતી અને બહુમતી શ્રમજીવી વર્ગની હશે. સુરતના વિકાસ અને સીમાઓનાં વિસ્તરણની સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે શહેર પોલીસદળમાં સમાંતર વધારો કરવાની બાબતે રાજ્ય સરકાર (State Govt) તો ઊણી ઊતરી છે. સાથે સ્થાનિક રાજકીય આગેવાનો પણ ‘નબળા’ પુરવાર થયા છે.

એક તરફ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતું શહેર અને બીજી તરફ ગણીને માત્ર ૫૮૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૭૫ પો.ઈ. અને ૨૨૫ પો.સ.ઈ.નું સંખ્યાબળ કઈ રીતે શહેરની કાયદો-વ્યવસ્થાની જાળવણી કરી શકે? વળી શહેરમાં રોજબરોજ આવતા વીઆઈપી, રોજબરોજનો બંદોબસ્ત, ઉપરી અધિકારીઓ સાથેની ફોર્સ અને અઠવાડિક રજાઓ આ બધું ગણવા બેસીએ તો ૭૦ હજારની વસ્તી સામે ગણીને માત્ર અંદાજે ત્રણ હજાર પોલીસ જવાનોનું બળ ગણી શકાય! મતલબ કે, સુરત શહેરની કાયદો, વ્યવસ્થાની સ્થિતિ ‘રામ ભરોસે’ ચાલી રહી છે. સદ્નસીબે સુરતમાં કોઈ સામાજિક તંગદિલી કે કોમી વૈમનસ્ય જેવા કાયમી વિસ્તારો નથી. અન્યથા પોલીસ જવાનોએ (Police personnel) ઘર-પરિવાર છોડીને કાયમ રોડ ઉપર પડાવ નાંખવો પડે.

સુરત ખરેખર નસીબદાર શહેર છે. એકાદ બે આઈપીએસ અધિકારીને બાદ કરતાં અત્યાર સુધીનાં મોટાભાગનાં પોલીસ કમિશનર કક્ષાનાં અધિકારીઓ સુરતનાં લોકો સાથે ભળી ગયા છે.
ભૂતકાળમાં સુરતનાં ડીએસપી દારૂવાળા અને પ્રથમ પો.કમિ. બી.કે. ઝાથી શરૂ કરીને સુરતને મળેલા પોલીસ કમિશનરો અહીંની માટીમાં ભળી ગયા છે. પી.કે. બંસલ, પ્રશાંત પાંડે, મનમોહન મહેતા, કુલદીપ શર્મા,  વી.કે. ગુપ્‍તા, આર.એમ.એસ. બ્રાર, શિવાનંદ ઝા, આર.એમ. સિબ્બલ, રાકેશ અસ્થાના, અજયકુમાર તોમર આ બધા એવા આઈપીએસ અધિકારી છે કે, જેઓ રગેરગથી સુરતી બની ગયા હતા. અજયકુમાર તોમર લગભગ સુરત શહેરનાં ૨૨મા પોલીસ કમિશનર છે.

કવિહૃદય અને સાહિત્ય સાથે સંકળાયેલા અજયકુમાર તોમરનું વ્યક્તિત્વ શરૂઆતમાં અજાણ હતું. પરંતુ ક્રમશઃ સુરતમાં ભળતા ગયા તેમ તેમ સુરતી બનતા ગયા. પી.સી. પાંડે, રાકેશ અસ્થાના પછી અજયકુમાર તોમર એક એવા અધિકારી છે કે, તેમણે શહેરનાં પ્રત્યેક ખૂણાની મુલાકાત લીધી હશે. પંચરગી સુરતનાં લોકો અને સુરતીઓનાં મિજાજને બરાબર ઓળખી ગયેલા અજયકુમાર તોમર ખરેખર તો લાકડાની તલવારથી કાયદો અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સુરતમાં દેશભરનાં શ્રમજીવીઓનો રાફડો, નેશનલ હાઈ-વે, દરિયાઈ બંદર, દરિયા કિનારાનાં મહાકાય ઉદ્યોગો હોવા છતાં સુરતમાં કાયદો-વ્યવસ્થા ભાંગી પડી હોય એવી કોઈ ગંભીર ઘટના બનવા પામી નથી. પરંતુ પોલીસ દળની પાતળી સ્થિતિને કારણે કોઈક મોટી દુર્ઘટના બને તો મુશ્કેલી પેદા થઈ શકે અને પોલીસની ગેરહાજરીનો ગુનેગારો લાભ ઉઠાવી શકે.

આ બધાની વચ્ચે તત્કાલીન પો.કમિ. રાકેશ અસ્થાનાએ ગલીએ ગલીએ સી.સી. કેમેરાની હારમાળા ઊભી કરીને ગુનેગારો સામે પોલીસ નજરની આખી જાળ ઊભી કરી દીધી છે. રાકેશ અસ્થાનાએ ઊભું કરેલું સી.સી. કેમેરાનું નેટવર્ક ગંભીર ગુના ઉકેલવામાં ‘ત્રીજા નેત્ર’ સમાન પુરવાર થઈ રહ્યું છે.

ખેર સુરતમાં યુવા શ્રમજીવીઓનો ખૂબ મોટો વર્ગ હોવાથી પાછલા કેટલાંક વર્ષોથી માસૂમ બાળકીઓ હવસખોરી અને હત્યાનો શિકાર બનતી આવી છે અને આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વળી આ સામાજિક ગુનાખોરી હોવાથી પોલીસ પણ બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકવા આગોતરું આયોજન કે બાતમીદારો ગોઠવી શકતી નથી. તેમ છતાં પાછલાં ત્રણ વર્ષ દરમિયાન માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી હત્યા કરવાની લગભગ આઠ જેટલી ઘટનાઓમાં ગુનેગારોને ફાંસીએ લટકાવવા સુધીની સજા કરાવવામાં સુરત શહેર પોલીસે દાખલારૂપ ફરજ બજાવી હતી. માસૂમ ભૂલકાંઓ સાથે વ્યભિચાર સહિતનાં કોઈપણ કૃત્ય આચરવામાં આવે એ ચોક્કસ શરમજનક ગણી શકાય. પરંતુ ગુનેગારોને ફાંસીની સજા કરાવીને સમાજમાં કાયદાનો ડર ઊભો કરવાનું કામ સુરત શહેર પોલીસે ચોક્કસ કર્યું છે અને આઠ-આઠ કેસમાં ગુનેગારોને ફાંસી અને આજીવન કારાવાસની સજા કરાવનાર પોલીસનો નૈતિક જુસ્સો વધારવા પીઠ થપથપાવી પડે જ.

૨૦૧૮થી શરૂ કરીને ચાલુ ૨૦૨૩નાં માર્ચ માસનાં પ્રારંભ સુધીમાં સુરત શહેરમાં બે વર્ષથી માંડીને ૧૦ વર્ષ સુધીની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાની લગભગ આઠ ઘટનાઓ બનવા પામી હતી. આ તમામ ઘૃણાસ્પદ બનાવોમાં પોલીસ ગુનેગારોને કાયદાની કોર્ટમાં ફાંસીએ લટકાવવાની સજા કરાવવા હવસખોર, હત્યારાઓ સામે મજબૂર પુરાવા રજૂ કરવામાં સફળ રહી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માર્ગદર્શન, કાનૂની નિષ્ણાતોની સલાહ અને ઘણાં કિસ્સામાં ખુદ પો.કમિ. તોમર પણ તપાસમાં જોતરાયા હતા.

ગત વર્ષે એક ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળુ કાપીને હત્યા કરવાની ચકચારી ઘટનાનાં દેશભરમાં શરમજનક પ્રત્યાઘાત પડ્યાં હતાં. આખા દેશની નજર સુરત પોલીસની તપાસ ઉપર હતી અને ગણતરીનાં દિવસોમાં ગુનેગાર સામે કોર્ટ સમક્ષ ચાર્જશીટ (તહોમતનામુ) રજૂ કરીને હત્યારાને ફાંસીએ લટકાવવાની દાખલારૂપ સજા ફટકારવામાં સુરત પોલીસ સફળ પુરવાર થઈ હતી.

આજે ત્રીજી માર્ચ શુક્રવારનાં રોજ વધુ એક માસૂમ બાળકીનાં બળાત્કારીને જીવે ત્યાં સુધી એટલે કે આજીવન કારાવાસની આકરી કેદની સજા કરાવીને સુરત શહેર પોલીસની પ્રજાલક્ષી કામગીરીએ વિશ્વાસની દીવાલ વધુ મજબૂત બનાવી હતી.

સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ભલે શાંત હોય, પરંતુ સામાજિક ગુનાખોરી અને માસૂમ બાળકીઓને હવસખોરી માટે શિકાર બનાવવાની ઘટનાઓ ચિંતા પેદા કરી રહી છે.

ખરેખર તો આવી ઘટનાઓ પાછળ મનૌવૈજ્ઞાનિક કારણો જાણીને ઉપાયો શોધવાનાં પ્રયાસો કરવા જોઈએ. કદાચ માનવામાં નહીં આવે અને દાવો પણ કરી શકાય નહીં. પરંતુ સરેરાશ લોકોનાં માનવા મુજબ મોબાઈલ ફોન ઉપર રજૂ કરવામાં આવતી બીભત્સ (પોર્ન ફિલ્મો) ફિલ્મોને હવસખોરીની ઘટનાઓ માટે ચોક્કસ જવાબદાર ગણી શકાય. આજે લગભગ પ્રત્યેક પરિવારમાં બાળકોનું મોબાઈલ સાથેનું વળગણ ચિંતાનું કારણ બની રહ્યું છે. કેટલાંક કિસ્સામાં તો મોબાઈલનાં કારણે બાળકોએ આપઘાત કરી લીધા હોવાની ઘટનાઓ બનવા પામી છે.

ખાસ કરીને યુવક-યુવતીઓમાં મોબાઈલ ફોન ઘણાં કિસ્સામાં દૂષણરૂપ પુરવાર થઈ રહ્યો છે. આ એક એવી સમસ્યા છે કે, જેનો ફોજદારી કાયદાથી ઉકેલ શક્ય નથી અને તેમ છતાં પ્રત્યેક પરિવાર મોબાઈલનાં દૂષણથી મુક્ત પણ નથી.

શારીરિક આવેગો સંતોષવા વેશ્યાબજારો કેટલા ઉપયોગી પુરવાર થતાં હતાં. તેના કોઈ ચોક્કસ પુરાવા નથી. પરંતુ આદિ અના‌િદકાળથી વિશ્વવ્યાપી કોલગર્લ, એસ્કોર્ટ વગેરે નામથી ઓળખાતી વેશ્યાવૃત્તિ પ્રચલિત હોવાનો ઈતિહાસ સાક્ષી છે. આજે પણ વિશ્વનાં વિકસિત સહિત અનેક દેશોમાં ‘કોલગર્લ’ની પ્રથા વિનાસંકોચે પ્રચલિત છે.

સુરતમાં પણ એવું કહેવાય છે કે, મોગલકાળથી રેડલાઈટ એરિયા એટલે કે, વેશ્યાબજારનું અસ્તિત્વ હતું. દાયકા નહીં બલ્કે સૌકા જૂનું વેશ્યાબજાર ક્રમશઃ શહેરની વચ્ચો વચ્ચ આવી જતાં નફરત અને શરમનું કેન્દ્ર બની રહ્યું હતું. ઉપરાંત કેટલાંક પરિબળો માટે વેશ્યાબજારની મિલકતોમાં કમાણીનું સાધન દેખાવા માંડતા વેશ્યાબજાર બંધ કરાવવા માટે દિવસો સુધી આંદોલન ચાલ્યું હતું.

દેશનાં અન્ય શહેરોમાંથી પણ વેશ્યાવૃત્તિની તરફદારી કરતી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સુરત આવ્યા હતા અને મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યાં હતાં.
એ સમયે સુરતનાં પોલીસ કમિશનર તરીકે પી.કે. બંસલ એટલે કે પૂર્ણકૃષ્ણ બંસલ જ્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે પી.બાસુ હતા. આ ઉપરાંત વેશ્યાબજાર વિસ્તારનાં ચોકબજાર પોલીસ મથકનાં પો.ઈ. તરીકે બાટા હતા.

બાસુ, બંસલ અને બાટાની જોડીએ વેશ્યાબજાર બંધ કરાવવાનું બીડુ ઝડપ્યું હતું. તેમાં સુરતનાં સામાજિક આગેવાન અને લાયન્સ કલબ સાથે જોડાયેલા અશોક કાનુગોએ સાથ આપતાં સુરતનાં મોગલકાળનાં મનાતા ‘વેશ્યાબજાર’નાં દરવાજા બંધ થયા હતા. સુરત શહેરની આ ઘટનાની સમગ્ર દેશમાં નોંધ લેવામાં આવી હતી.

પરંતુ સુરતમાં વેશ્યાબજાર બંધ કરાવવાથી જાહેર સામાજિક દૂષણનો અંત આવ્યો હતો. પરંતુ એવું કહેવાય છે કે, શહેરનાં અન્ય વિસ્તારોમાં ખાનગી રાહે વ્યભિચારની પ્રવૃત્તિ વિસ્તરી હતી.
અલબત્ત આવી પ્રવૃત્તિનાં પુરાવા હોઈ શકે નહીં. પરંતુ રોજબરોજ બનતી અને વણનોંધાયેલી ઘટનાઓને નજીકથી સમજવામાં આવે તો એવું ચોક્કસ કહી શકાય કે, શારીરિક આવેગોને કાયદાનાં નિયંત્રણો કે સામાજિક દૂષણનાં નામે રોકવાનું લગભગ અશક્ય છે.

આ પણ વાંચો :-

નળનું પાણી પીતા હોવ તો થઇ જજો સાવધાન ! માણસના મગજ…

If you are drinking tap water

  • Man dies due to brain eating amoeba : વ્યક્તિમાં મેન ઈટિંગ અમીબાના કારણે દુર્લભ લક્ષણ જોવા મળ્યા. નેગ્લેરિયા ફાઉલેરી અમીબા પાણીમાં રહેલા એકલ કોશિકાવાળા બેક્ટેરિયા છે. તે નાકના રસ્તે મગજ સુધી પહોંચે છે. તેના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું.

નળના પાણીનો ઉપયોગ કર્યા પછી એક વ્યક્તિનું મોત થઈ ગયું. પાણીની સાથે બેક્ટેરિયા (Bacteria) તેના મગજ સુધી પહોંચી ગયા અને ધીમે-ધીમે તે વ્યક્તિના મગજને ખાવા લાગ્યા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બ્રેન ઈટિંગ અમીબા બેક્ટેરિયાના (Brain eating amoeba bacteria) કારણે જ આ વ્યક્તિનું મોત થયું. આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે.

જાણકારી પ્રમાણે આ વ્યક્તિએ નળના પાણીથી પોતાના નાકની સફાઈ કરી હતી. પાણીમાં બેક્ટેરિયા હતા જે મગજ સુધી પહોંચીને તેને નુકસાન કરવા લાગ્યા. તેના પછી વ્યક્તિમાં બ્રેન ઈટિંગ અમીબાના દુર્લભ લક્ષણો જોવા મળ્યા. અને તેના જ કારણે તે વ્યક્તનું મોત થયું. પીડિત વ્યક્તિનું મૃત્યુ સોમવારે થયું.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનું સંક્રમણ અત્યંત દુર્લભ હોય છે. નળના પાણીમાં નેગ્લેરિયા ફાઉલેરી નામના અમીબા મળી આવે છે. જેના કારણે આ સંક્રમણ ફેલાયું. જોકે ડોક્ટર હજુ તેની તપાસ કરી રહ્યા છે.

નાકથી મગજ સુધી પહોંચ્યા બેક્ટેરિયા :

નેગ્લેરિયા ફાઉલેરી અમીબા પાણીમાં રહેલા એકલ કોશિકાવાળા બેક્ટેરિયા છે. તે નાકના રસ્તે મગજ સુધી પહોંચે છે. આ અમીબા નદી, તળાવ અને ઝરણાના પાણીમાં મળી આવે છે અને લાંબા સમય સુધી એક્ટિવ રહે છે. અનેક વખત આ બેક્ટેરિયા પાણીની પાઈપ દ્વારા નળમાં પહોંચી જાય છે અને પછી પાણીનો ઉપયોગ કરનારા લોકોને સંક્રમિત બનાવીને તેના જીવ પર જોખમ ઉભું કરી શકે છે.

સંક્રમિત થવા પર દેખાય છે આ લક્ષણો :

તાવ આવવો
ઝાટા અને ઉલ્ટી થવા
સખત માથામાં દુખાવો
ગળું પકડાઈ જવું
તણાવની સ્થિતિ
ન્યૂરોલોજિકલ સમસ્યા

એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે નેગ્લેરિયા ફાઉલેરી સંક્રમણ ફેલાયા પછી દર્દીમાં લક્ષણ 12 દિવસ પછી જોવા મળે છે. જ્યારે કેટલાંક દર્દીઓમાં તે 1 દિવસમાં પણ જોવા મળે છે. જો તમને આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો :-

શું તમારો ફોન એકદમ ધીમો પડી ગયો છે, આ ટ્રિકથી રોકેટ જેવી થઈ જશે મોબાઈલની સ્પીડ !

Is your phone really slow

  • એટલે કે તમે જ્યારે કોઈ વેબસાઈટને ખોલો છો, ત્યારે તે ઝડપથી લોડ થાય છે. કૈશ ઘણો સમય બચાવે છે અને બેટરીને બહુ વધારે ખર્ચ નથી કરતું. જો કે આ કૈશ સ્માર્ટફોનની સ્પીડને ધીમી કરી દે છે. જો તમારો ફોન ધીમો છે તો તમે કૈશને સરળતાથી સાફ કરી શકો છો. જોઈએ કેવી રીતે.

Smartphone Run Faster : કૈશ સ્માર્ટફોનની (Kaish smartphone) સ્પીડને ધીમી કરી દે છે. જો તમારો ફોન ધીમો છે તો તમે કૈશને સરળતાથી સાફ કરી શકો છો. અમુક જ સેકન્ડમાં તમે કૈશને સાફ કરીને તમારા સ્માર્ટફોનને ફાસ્ટ કરી શકો છો. સ્માર્ટફોન (Smartphone) વિના હવે કોઈને ચાલે તેમ નથી. સ્માર્ટફોન વિના એક કલાક પણ ચલાવવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે.

જો કે મોટાભાગનાં યુઝર્સને ફોનની ધીમી સ્પીડ કે ફોન હેંગ થવાની સમસ્યા સતાવતી હોય છે. જેનું સૌથી મોટું કારણ છે, ફોનમાં સતત ચાલુ રહેતા એપ્સ. તમે જ્યારે પણ કોઈ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી સિસ્ટમ ફાઈલ્સ, સ્ક્રીપ્ટ અને ઈમેજ જેવા લોડેડ ડેટાને કૈશ મેમરી તરીકે સેવ કરી લે છે.

એટલે કે તમે જ્યારે કોઈ વેબસાઈટને ખોલો છો, ત્યારે તે ઝડપથી લોડ થાય છે. કૈશ ઘણો સમય બચાવે છે અને બેટરીને બહુ વધારે ખર્ચ નથી કરતું. જો કે આ કૈશ સ્માર્ટફોનની સ્પીડને ધીમી કરી દે છે. જો તમારો ફોન ધીમો છે તો તમે કૈશને સરળતાથી સાફ કરી શકો છો. જોઈએ કેવી રીતે.

Android ફોન પર કૈશને કેવી રીતે સાફ કરશો?

  • તમારા Android ફોન પર સેટિંગ એપમાં જાઓ.
  • નીચે સ્ક્રોલ કરો તેમજ એપ્સ અને નોટિફિકેશન પર ટેપ કરો.
  • હવે એ એપને શોધો, જેનું કૈશ તમે ક્લિયર કરવા માગો છો અને તેના પર ટેપ કરો.
  • સ્ટોરેજ એન્ડ કૈશ પર ટેપ કરો
  • ક્લિયર કૈશ પર ટેપ કરો

તમામ એપ્સનો Cache કેવી રીતે Clear કરશો :

  • સેટિંગમાં જાઓ
  • સ્ટોરેજ કે સ્ટોરેજ એન્ડ મેમરી પર ટેપ કરો.
  • કેશ્ડ ડેટા પર ટેપ કરો.
  • તમામ એપ્સનાં કૈશને ક્લિયર કરવા માટે OK પર ટેપ કરો.

બ્રાઉઝરથી કૈશ કેવી રીતે સાફ કરશો:

  • Google Chrome એપ કે અન્ય બ્રાઉઝર એપ ખોલો, જેનાથી તમે કૈશ ડેટાને સાફ કરવા ઈચ્છો છો.
  • મેનૂ ખોલવા માટ ખૂણામાં 3 ડોટ્સ આઈકોન પર ટેપ કરો
  • સેટિંગ્સ પર ટેપ કરો
  • નીચે સ્ક્રોલ કરો અને પ્રાઈવસી પર ટેપ કરો
  • ‘ક્લિયર બ્રાઉઝિંગ હિસ્ટ્રી’ પર ટેપ કરો
  • એ સમયગાળાને પસંદ કરો, જેના માટે તમે કૈશને સાફ કરવા માગો છો
  • સંચિત ચિત્ર અને ફાઈલ્સની પાસેનાં બોક્સને ચેક કરો
  • આ ઉપરાંત તમે અન્ય પ્રકારનાં ડેટાની પાસે સ્થિત બોક્સને પણ ચેક કરી શકો છો, જેને તમે સાફ કરવા ઈચ્છો છો, જેમ કે કુકીઝ કે બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર ડેટા પર ટેપ કરો.

04 માર્ચ 2023 નું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા, ઘરમાં થશે ધનનો વરસાદ

Horoscope of 04 March 2023 : Lakshmiji’s grace is always on the people of this zodiac sign

મેષઃ
મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતુ જણાય. અગત્યના નાણાંકીય વ્વયહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ દિવસ શાંતીથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. મોજશોખનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ, દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતી થતી જણાય.

મિથુનઃ
સરળ અને સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાથી બની શકાય.

કર્કઃ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી-ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ
આવક-ખર્ચનું પાસુ સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાનો અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતી તથા ધંધામાં પ્રગતી.

તુલાઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઇ-બહેન સાથે મતભેદની શક્યતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો, સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ-શરદી-ખાંસીથી સાચવવું

મકરઃ
આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુને લગતા ધંધામાં લાભ. નર્સીંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતી. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ
‌માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઇ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નીના ગુસ્સાનો સામનો  કરવો પડે. આરોગ્ય સાચવવું

મીનઃ
પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી-મિત્રોને સફળતા. પત્ની સાથે મતભેદ ટાળવા. સ્વસ્થ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

રશિયાના રાષ્ટ્રપતિની રંગીન લાઈફનું સાક્ષી છે આ ‘રંગીલું ડ્રીમ હાઉસ’ ગર્લફ્રેન્ડ સાથે અહીં વિતાવે છે ટાઈમ

According to recent investigations

  • Vladimir Putin Luxurious Dream House Photos : તાજેતરની તપાસ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના જીવનસાથી, જિમ્નાસ્ટ એલિના કાબેવા અને તેમના બાળકો સાથે આલીશાન મહેલમાં રહે છે.

ડેઈલી મેઈલ, પ્રોક્ટ, એક સ્વતંત્ર રશિયન મીડિયા આઉટલેટ દ્વારા અહેવાલ મેળવવામાં સક્ષમ હતો અને અંદરની તસવીરો વિશ્વ સમક્ષ જાહેર કરી હતી અને આ ઘરની અંદરનો પ્રથમ દેખાવ છે.

વ્લાદિમીર પુતિન (Vladimir Putin) 1996 માં રાજકારણમાં પ્રવેશ્યા પછી તરત જ આ મિલકત બનાવવામાં આવી હતી અને તે મોસ્કોથી 250 માઈલ દૂર વાલ્ડાઈના જંગલમાં સ્થિત છે. 1999 થી તેમણે રશિયાના રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાન તરીકે સેવા આપી છે. લેખમાં તેમના છુપાયેલા સ્થાનો જાહેર કરવાનું વચન આપવામાં આવ્યું હતું. પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં “ગોલ્ડન હાઉસ” (Golden House) જેવું ઘર બનાવવાનો પ્રયાસ કર્યો. જેને વિન્ટર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

70 વર્ષીય પુતિને તેની ભૂતપૂર્વ પત્ની લ્યુડમિલા ઓચેરેટનાયા સાથે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા પછી 39 વર્ષીય કાબેવાને ઘરે આમંત્રણ આપ્યું હતું. પુટિને ત્યારબાદ 2020 માં તેના પાર્ટનર કાબેવા માટે “ગોલ્ડન હાઉસ” થી વધુ દૂર એક નવું ઘર બનાવવાનું શરૂ કર્યું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021માં કાબેવાના ઘરની નજીક બોટ ડોક બનાવવામાં આવી હતી. ત્યાંથી, 28-હેક્ટર (70- એકર) માં ફેલાયેલા વિશાળ, સ્વપ્નશીલ મહેલના ઉદ્યાનમાં નાની નહેર દ્વારા મુસાફરી કરવા માટે બોટનો ઉપયોગ કરી શકાય છે.

સોલારિયમ, ક્રાયો ચેમ્બર, 25-મીટર સ્વિમિંગ પૂલ, હમ્મામ, સૌના, માટીના રૂમ, મસાજ બાથ, કોસ્મેટોલોજી અને દંત ચિકિત્સા ક્ષેત્રો સાથેનું વિશાળ સ્પા સંકુલ પુતિન અને કાબેવાના ઘરોથી લગભગ સમાન અંતરે સ્થિત છે. આ ઉપરાંત, તળાવ કિનારે પુતિનની ખાનગી બખ્તરબંધ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. પ્રોજેક્ટમાં જણાવાયું હતું કે તેમના ઘરની નજીક એક સુરક્ષિત સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.

પ્રોજેક્ટ દ્વારા લેવામાં આવેલા ઘરની સેટેલાઈટ ઈમેજમાં ટ્રેન સ્ટેશન જોઈ શકાય છે. પુતિન પાસે નજીકના રશિયન શહેરો સોચી અને નોવો-ઓગાર્યોવોમાં તેમના નિવાસસ્થાન માટે ખાનગી ટ્રેન સ્ટેશનો પણ છે. અહેવાલ મુજબ, પ્રોએક્ટ પત્રકારોની તપાસમાં રશિયન રાષ્ટ્રપતિના તેની રખાત સાથેના સંબંધો વિશેના ઘણા તથ્યો બહાર આવ્યા છે. જે તમામ મધ્યયુગીન ઇતિહાસના પુસ્તકોમાંથી ચોરાયેલા હોવાનું જણાય છે.

આ પણ વાંચો :-

 

WPL 2023 : વિમેન્સ પ્રીમિયર લીગમાં મહિલાઓ માટે ફ્રી ટિકિટ, આ રીતે બુક કરો ટિકિટ

0

WPL 2023

  • BCCI મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનને ધમાકેદાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દર્શકોને સ્ટેડિયમમાં લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ માટે ટિકિટ બિલકુલ ફ્રી હશે.

Women’s Premier League : IPLની જેમ BCCIએ WPLનું કર્યું છે આયોજન. વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસ બાકી છે. આ લીગ 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જ્યાં નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં (DY Patil Stadium) ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે પ્રથમ મેચ રમાશે.

દરમિયાન ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. જ્યાં BCCIએ મહિલાઓ માટે ટિકિટ ફ્રી રાખી છે, ત્યાં પુરૂષો માટે પણ ખૂબ જ ઓછી કિંમતે ટિકિટ ઉપલબ્ધ થશે. અહીં જાણો તમે કેવી રીતે ટિકિટ બુક કરાવી શકો છો.

મહિલાઓ માટે મફત ટિકિટ :

BCCI મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનને ધમાકેદાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દર્શકોને સ્ટેડિયમમાં લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યાં મહિલાઓ માટે ટિકિટ બિલકુલ ફ્રી હશે. સાથે જ પુરૂષો પણ ખૂબ જ ઓછા ખર્ચે મેચની મજા માણી શકશે. માનવામાં આવે છે કે BCCIના આ પગલાથી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભારે ભીડ એકઠી થશે.

મહિલા પ્રીમિયર લીગ માટે ટિકિટ કેવી રીતે બુક કરવી ? 

પુરૂષો માટે ટિકિટના ભાવની વાત કરીએ તો તે 100 રૂપિયા હશે. તમે તેને ઓનલાઈન પણ બુક કરી શકો છો. જો તમે ટિકિટ ખરીદવા માગતા હોવ તો તમે BookmyShow.com અથવા Paytm Insider પર જઈને ટિકિટ બુક કરી શકો છો. અહીંથી પણ સીટ બુક કરાવી શકશે.

આ પણ વાંચો :-