VIDEO : બાઈકચાલકે પશુપાલકને ઠપકો આપ્યો તો લાકડી મારી પાડી દીધો, વડોદરામાં બેફામ બન્યા પશુપાલકો
- વડોદરાનાં મકરપુરામાં પશુપાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં રાહદારીએ પશુપાલકને વાહન ધીમે હંકારવાનું કહેતા પશુપાલકે બાઈક ચાલકને લાકડી વડે માર માર્યો હતો.
વડોદરામાં (Vadodara) મકરપુરા વિસ્તારમાં પશુપાલકની દાદાગીરી (Cattle bully) સામે આવી છે. ત્યારે પશુ પાલકને વાહન ધીમું ચલાવવા ટકોર કરતા તકરાર થવા પામી હતી. જેમાં પશુ પાલકે બાઈક ચાલક યુવકને લાકડી વડે માર માર્યો હતો.
ત્યારે યુવકને ગંભીર રીતે માર મારતા યુવક ઘાયલ થયો હતો. સમીર પઠાણ નામનો યુવક ઘાયલ થતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પશુપાલક દ્વારા યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા સમીર પઠાણે પશુપાલક સામે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બે દિવસ પહેલા વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો :
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નિપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. હાઈકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શનમાં આવ્યું છે.
બે દિવસ પહેલા વડોદરામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ગતરોજ વડોદરામાં ઢોર પકડી રહેલી ઢોર પાર્ટી પર હુમલો કરાયો હતો. જેની ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.
ઢોર પાર્ટી પર હુમલો કરી ગાયો છોડાવી ગયા હતા :
બે દિવસ પહેલા વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો થયો હતો. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડની હાજરીમાં સ્થાનિકોએ લાકડી અને પાઈપથી ઢોર પાર્ટી પર હુમલો કર્યો હતો અને બાદમાં પકડાયેલી કેટલીક ગાયોને છોડીને લઈ ગયા હતા.
આ પણ વાંચો :-