Assembly Election Results : મોદી શાસનમાં કોંગ્રેસનાં વળતાં પાણી, 5 રાજ્યોમાં 0 ધારાસભ્ય

Share this story

Assembly Election Results

  • ભાજપનો સૂરજ પૂર્વમાં ઉગ્યો છે તો કોંગ્રેસનો આથમી ગયો છે. ગુરુવારે સવારે EVM ખોલતાની સાથે જ તે સ્પષ્ટ થઈ ગયું – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે માત્ર નિરાશા છે.  નાગાલેન્ડમાં કોંગ્રેસ શૂન્ય હતી શૂન્ય રહી. ત્રિપુરામાં તે 0 થી ઘટીને 3 પર પહોંચી છે.. મેઘાલયમાં તે 21 થી ઘટીને 5 પર આવી ગઈ છે.

ભાજપનો સૂરજ પૂર્વમાં ઉગ્યો છે તો કોંગ્રેસનો આથમી ગયો છે. ગુરુવારે સવારે EVM ખોલતાની સાથે જ તે સ્પષ્ટ થઈ ગયું – ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે માત્ર નિરાશા છે. નાગાલેન્ડમાં (Nagaland) કોંગ્રેસ શૂન્ય હતી, શૂન્ય રહી. ત્રિપુરામાં તે 0 થી ઘટીને 3 પર પહોંચી છે.

મેઘાલયમાં તે 21 થી ઘટીને 5 પર આવી ગઈ છે. મેઘાલયમાં (Meghalaya) જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાં હવે ભાજપના ટેકાથી સરકાર બની રહી છે. મેઘાલયમાં અમિત શાહને ફોન કરી ટેકાની માગ કરાઈ છે. બીજી તરફ, મોદીની ભાજપ ત્રિપુરામાં (Tripura) બહુમતીના સહારે સરકાર બનાવવા જઈ રહી છે. જ્યારે બાકીના બે રાજ્યોમાં તે ગઠબંધન કરવા જઈ રહી છે.

1951માં તમિલનાડુ સિવાય તમામ રાજ્યોમાં સરકાર બનાવનાર કોંગ્રેસ પાસે હવે માત્ર 3 રાજ્યોમાં સીએમ બચ્યા છે. કોંગ્રેસે મોદીના પીએમ બન્યા બાદના ભાજપના દબદબામાં કુલ 331 ધારાસભ્યો ગુમાવ્યા છે. 2014 પહેલાં 30  વિધાનસભામાં 989 ધારાસભ્યો કોંગ્રેસના હતા. હવે 3 રાજ્યોની ચૂંટણી બાદ દેશમાં કોંગ્રેસના 658 ધારાસભ્યો રહી ગયા છે. મોદીના શાસનમાં કોંગ્રેસે 331 ધારાસભ્યો ગુમાવ્યા છે જ્યાં ભાજપે 474 ધારાસભ્યો વધાર્યા છે.

હાલમાં દેશમાં કુલ 4033 ધારાસભ્યો પૈકી ભાજપના 1421 ધારાસભ્યો છે. કોંગ્રેસ પહેલાં 6 રાજ્યોમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી રહી હતી. જ્યાં હવે કોંગ્રેસની પડતી છે. 2014માં કોંગ્રેસ ફક્ત સિક્કીમમાં 0 હતી હવે 5 રાજ્યોમાં સાફ થઈ ગઈ છે.

છેલ્લાં 9 વર્ષમાં કોંગ્રેસની સત્તા 11માંથી ઘટીને 6 રાજ્યોમાં રહી ગઈ છે. 2014 બાદ દેશમાં મોદી શાસનમાં યોજાયેલી 53 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ફક્ત 12માં જીત મેળવી શકી છે. આમ કોંગ્રેસનાં વળતાં પાણી થઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-