Friday, Oct 24, 2025

સાઉથની આ સુંદરીના છે અડધો ડઝન બોયફ્રેન્ડ, પ્રેમીઓમાં ક્રિકેટર-સિંગર પણ સામેલ…

2 Min Read

Legendary actor Kamal Hassan’s

  • Shruti Haasan Rumoured Boyfriends : લિજેન્ડરી એક્ટર કમલ હસનની દીકરી શ્રુતિ હસનનું નામ સતત કોઈને કોઈ સાથે જોડાતું રહે છે. એક નહિ 6 લોકો સાથે તેના અફેરની ચર્ચા થઈ છે.

સાઉથ સિનેમાની સુંદરીઓમાં એક નામ શ્રુતિ હસનનું (Shruti Haasan) પણ સામે આવે. જે એક્ટિંગની સાથે-સાથે ફેશનમાં પણ માહિર છે. તે ઘણી વખત પોતાની પર્સનલ લાઈફને (Personal life) લઈ ચર્ચામાં રહે છે. હાલમાં તે શાંતનું હજારિકાની સાથે કમિટેડ હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ આ પહેલા 6 લોકો સાથે શ્રુતિ હસનના અફેરની ચર્ચા રહી છે. જેમાં સિંગર, ક્રિકેટર અને અભિનેતાઓના સામેલ છે.

સૌથી પહેલા વાત કરીએ તો શ્રુતિ અને સિદ્ધાર્થ રિલેશનમાં હતા. જો કે વર્ષ 2011માં તેઓનું બ્રેકઅપ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાર્થના પ્રેમમાં શ્રુતિ હસન પાગલ હતી.

આ સિવાય સુપર સ્ટાર ધનુષ સાથે પણ તેનું નામ જોડવામાં આવે છે. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ધનુષ શ્રુતિ હસનની નજીક આવ્યા હતો. જો કે ધનુષની પત્નીએ આ વાતને અફવા ગણાવી હતી.

શ્રુતિના લિસ્ટમાં નાગા ચૈતન્યનું નામ પણ સામેલ છે. જો કે હાલમાં નાગા ચૈતન્યએ સમંથા સાથે ડિવોર્સ લીધા છે. શ્રુતિ અને નાગા ચૈતન્ય 2013માં એવોર્ડ ફંક્શન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા.

ક્રિકેટર સુરેશ રૈના અને શ્રુતિ હસન રિલેશનમાં છે તેવી ચર્ચાએ 2014માં જોર પકડ્યું હતું. મીડિયા રિપોર્ટર્સ અનુસાર ચેન્નઇ સુપર કિંગ્સની પાર્ટીમાં બન્ને એકબીજાને મળ્યા હતા.

હવે વાત કરીએ માઈકલ કોર્સેલની. માઈકલ અને શ્રુતિની મુલાકાત લંડનમાં થઈ હતી. તે બન્ને વચ્ચેના અફેરની અફવા ફેલાઇ હતી. જો કે શ્રુતિએ પર્સનલી આ વાતનો સ્વીકાર નહોતો કર્યો. પરંતુ ઈન્સ્ટાગ્રામની તસવીરો બધુ કહી જતી હતી.

સૌથી છેલ્લે જોઈએ તો. શ્રુતિ હસને ખુલાસો કર્યો છે કે તે શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. જે એક ડૂડલ આર્ટિસ્ટ છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ કપલ ગેમ ચેલેન્જમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article