Home Blog Page 1150

સોલર વોટર પંપીગ સિસ્ટમનો ખોટી રીતે ઉપયોગ કર્યો તો આવી બન્યુ સમજો !

0

If the solar water pumping system

  • Solar Water Pump : સોલર પંપ પર 75 ટકા સબસીડી મળે છે. આ સબસીડી આપવાનો ઉદ્દેશ્ય વીજળી અને ડીઝલની ખપતને ઓછુ કરવાની સાથે સાથે પર્યાવરણને દૂષિત થતા બચાવવાનો છે. લાભાાર્થી ખેડૂત સિંચાઈથી વધુ સોલાર પંપનો કોઈ પણ પ્રકારે દુરઉપયોગ કરશે તો આપવામાં આવેલી ગેરંટી પણ પૂર્ણ થઈ જશે.

હરિયાણા સરકારના (Haryana Govt) નવીન અને નવીકરણીય ઉર્જા વિભાગે (Department of Energy) સબસીડી થકી આપવામાં આવેલા સોલર પંપને ઉખાડવા તથા અન્યને વેચવા અથવા અન્ય કોઈ જગ્યાએ લગાવવા અવે કૃષિ સિંચાઈની (Agricultural irrigation) જગ્યાએ સોલર પંપને ખોટી રીતે ઉપયોહ કરનાર સામે FIR થશે. સોલર વોટર પંપીગ સિસ્ટમ પર આપવામાં આવેલી સબસીડી પણ પરત લઈ લેવામાં આવશે.

એડીસી ડૉ.બલપ્રીતસિંહે જણાવ્યું કે જિલ્લામાં સોલર પંપનો ખોટી રીતે ઉપયોગ કરવાની ફરિયાદો આવી રહી છે. આ અંગે નવીન એને નવીકરણીય ઉર્જા વિભાગે મહાનિદેશક થકી નિર્દેશ જાહેર કર્યો છે કે નિર્ધારિત કરવામાં આવેલા જગ્યા સિવાય લાભાર્થી ખેડૂત સોલર પંપનો ઉપયોગ કરશે તો લાભાર્થીને સબસિડીનો અધિકાર નહીં મળે. નિયમનો ભંગ કરનાર ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારે આપેલી સબસીડી પણ પરત લેવાશે.

સોલર પંપ પર 75 ટકા સબસીડી મળે છે. આ સબસીડી આપવાનો ઉદ્દેશ્ય વીજળી અને ડીઝલની ખપતને ઓછુ કરવાની સાથે સાથે પર્યા વરણને દૂષિત થતા બચાવવાનો છે. લાભાાર્થી ખેડૂત સિંચાઈથી વધુ સોલાર પંપનો કોઈ પણ પ્રકારે દુરઉપયોગ કરશે તો આપવામાં આવેલી ગેરંટી પણ પૂર્ણ થઈ જશે. જો ખેડૂત લાભાર્થી પોતાના સોલર વોટર પંપનો દુરઉપયોગ કરે છે.

તો તેને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના સોલર પ્લાન્ટને ચોક્કસ જગ્યાએ મુકી દે. જો સમજાવાથી પણ ના માને તો તેના પર કાયદેસરની વિભાગીય કાર્યવાહી અમલમાં મુકાશે. આ અંગે અધિકારી કોઈ પણ સમયે ખેડૂતોને આપવામાં આવેલા સોલર પંપનું નિરીક્ષણ કરી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતના એ ગઢવી જે ઉલટા પગે ચાલીને દ્વારકામાં વ્હાલાના ચરણો સુધી પહોંચ્યા

0

That Garhvi of Gujarat who walked

  • Gujarat News : આવા ભક્તો હોય તો ભગવાન પણ પોતાને ધન્ય સમજતા હશે. ભગવાનને મળવા 900 કિમી ઉલટા પગે ચાલીને ગયા વાલા ગઢવી.

અનોખી ભક્તિની મિશાલ આપીએ એટલી ઓછી છે. ભક્તિ એટલે નિસ્વાર્થપણે થતી ભગવાનની સેવા. પરંતુ ક્યારેક એવા ભક્તો પણ હોય છે જેમને જોઈને ભગવાન પણ ધન્ય બની જાય છે. ત્યારે ગુજરાતના એક એવા ભક્તની ભક્તિનો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમે કહેશો કે ભક્ત હોય તો આવા. પંચમહાલ જિલ્લાના નસીરપુર (Nasirpur) ગામના 66 વર્ષીય વૃદ્ધ વાલા ગઢવી ઉલટા પગે દ્વારકા (Dwarka) જવા નીકળી પડ્યા છે. આ પાછળ ન માત્ર ભક્તિ, પરંતું એક ખાસ કારણ જવાબદાર છે.

ગોધરાના નસીરપુરથી 18 મી ફેબ્રુઆરીથી તેઓએ પદયાત્રા શરૂ કરી હતી. તેઓએ ઉલટા પગે ચાલીને દ્વારકા અને સોમનાથની પદયાત્રા કરવાનું નક્કી કર્યં છે. આ પાછળ એક કારણ એવુ છે કે, બે વર્ષ પહેલા કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધો હતો. ત્યારે તેઓએ આ મહામારીથી દુનિયાનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી હતી. તેથી તેઓ હવે આ પ્રાર્થના સાથે પદયાત્રા કરવા નીકળી પડ્યા છે.

વાલા ગઢવીને ભગવાન પર અનોખી શ્રદ્ધા છે. તેથી તેઓએ આ પ્રણ લીધુ હતું. હવે જ્યારે વિશ્વ આ ભયાનક બીમારીમાંથી બહાર આવી ગયું છે ત્યારે તેઓ પોતાની બાધા પૂરી કરવા નીકળી પડ્યા છે. ખાસ તો એ છે કે, રસ્તામાં તેમને સારુ સન્માન મળી રહ્યું છે. અંદાજે 900 કિલોમીટરની લાંબી યાત્રા ઉલ્ટા પગે ચાલીને વાલાભાઈ જામનગર પહોંચ્યા હતા. ત્યારે જામનગરના ચારણ સમાજ દ્વારા ખીજડીયા પાટીયા પાસે આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.

ભક્તિમાં અનોખી તાકાત છે. તેથી 66 વર્ષીય વૃદ્ધને ન તો થાક લાગે છે ન તો તેમના શરીરમાં કોઈ નબળાઈ આવી છે. તેઓ કહે છે કે, ઉલટા પગે ચાલવાનું હોવાથી થોડી મુશ્કેલી પડે છે. પરંતુ ભગવાન મારા સાથી છે. જોકે, તેમના મિત્ર તેમની પદયાત્રામાં તેમના સાથી બન્યા છે.

75 વર્ષીય વાલા જીવા આલગા પણ તેમની સાથે જોડાયા છે. તેમની યાત્રા 900 કિલોમીટર સુધીની છે. ખાસ વાત તો એ છે કે આ અગાઉ રાજસ્થાનના રામદેવડા સુધીની અંદાજે 850 કિમીની આ રીતે પદયાત્રા કરી હતી.

આ પણ વાંચો :-

Breaking News ! અમૃતપાલ સિંહનો કોઈ અતોપતો નથી : આખા પંજાબમાં હાઈએલર્ટ, જાણો શું છે સમગ્ર મામલો 

0

Amritpal Singh has no clue

  • પોલીસે ‘વારિસ પંજાબ દે’ (WPD)નાં કાર્યકર્તાઓની કેટલીક પ્રવૃતિઓને ઈન્ટરસેપ્ટ કર્યું અને 7 લોકોની ઘટનાસ્થળ પરથી જ ધરપકડ કરી લીધી.

પંજાબ પોલીસનાં (Punjab Police) પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે બપોરે જાલંધર (Jalandhar) જિલ્લાનાં શાહકોટ-મલસિયા રોડ પર પોલીસની તરફથી ‘વારિસ પંજાબ દે‘નાં (Waris Punjab De) કાર્યકર્તાઓની અનેક ગતિવિધિયોને ઈન્ટરસેપ્ટ કર્યું અને ઘટનાસ્થળ પરથી  78 લોકોની ધરપકડ કરી. તેમણે જણાવ્યું કે અમૃતપાલ સહિત કેટલાક અન્ય પણ ફરાર થયાં છે જેમને પકડવા માટે મોટાપાયે રેડ પાડવામાં આવી રહી છે. રાજ્યમાં એક વ્યાપાક રાજ્ય-સ્તરીય કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

9 હથિયારો મળી આવ્યાં :

આ રાજ્ય સ્તરીય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી 9 હથિયારો મળી આવ્યાં છે. જેમાં એક 315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, 1 રિવોલ્વર અને અલગ-અલગ કેલીબરનાં 373 જીવંત કારતૂસ શામેલ છે.

તેમણે કાયદાની શરણે થવું જોઈએ : પોલીસ 

તેમણે જણાવ્યું કે ગુનાહિત પ્રવૃતિઓનાં મામલામાં તમામ વ્યક્તિઓની સાથે કાયદાકીયરીતે કાર્યવાહી કરવામાં આવશે અને જે વ્યક્તિઓની પોલીસ શોધ કરી રહી છે તેમને પોતે જ કાયદાની શરણે આવવું જોઈએ. તેમણે કહ્યું કે કાયદાકીય બચાવ સંબંધીત તેમના બંધારણીય અધિકારોની રક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

VIDEO : જર્મન દૂતાવાસ પણ આવી ગયું નાટુ નાટુના જાદૂમાં, દિલ્હીમાં રાજદૂત અધિકારીઓ સાથે થીરક્યાં

German embassy also comes

  • ભારતમાં જર્મનીના રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેને દિલ્હીમાં તેમની ટીમ સાથે આ વાયરલ ગીત પર ડાન્સ કરી જીતને વધાવી હતી.

ફિલ્મ મેકર એસએસ રાજમોલીની (SS Rajamoli) આરઆરઆર ફિલ્મના સૌથી લોકપ્રિય ગણાતા નાટુ નાટુ સોંગએ શ્રેષ્ઠ ગીતોની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ (Oscar Award) જીતી અને દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ત્યારે ભારતમાં જર્મનીના રાજદૂત ડોક્ટર ફિલિપ એકરમેને (German Ambassador Dr. Philipp Ackermann) દિલ્હીમાં તેમની ટીમ સાથે આ વાયરલ ગીત પર ડાન્સ કરી જીતને વધાવી હતી. એટલું જ નહીં ત્યારબાદ ટ્વિટર પર એમબેસીડર એકરમેને પોતાનો વિડીયો અપલોડ કરી અને શેર કર્યો હતો.

શું ભારતનું સૌથી પ્રસિદ્ધ ગીત છે ?

આ દરમિયાન તેઓ દિલ્હીના ચાંદની ચોક પર રિક્ષામાંથી ઊતરી અને એક દુકાનદારને સવાલ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં કહી રહ્યા છે કે શું આ ભારતનું સૌથી પ્રસિદ્ધ ગીત છે. પછી દુકાનદાર પણ એમ્બેસેડરને જલેબીની પ્લેટ રાજદૂતને આપે છે બાદમાં લાકડી પણ આપે છે જેમાં દક્ષિણ કોરિયાનો ધ્વજ અને નાટુ નાટુ છપાયેલું હોય છે.

આ પણ વાંચો :-

Dandruff Treatment : ફક્ત 10 રૂપિયામાં જ ડેન્ડ્રફથી મળી જશે છૂટકારો

Dandruff Treatment

  • Hair care tips, how to get rid of dandruff : તમે તમારા વાળને સુંદર બનાવી રાખવા માટે ઘણા નુસખા અજમાતા હશો. તેના માટે શેમ્પૂ, કંડીશનર જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તેમછતાં તમારા વાળની સમસ્યા ખતમ થઇ રહી નથી તો તમારે આ ટિપ્સને અજમાવવી જોઈએ.

ઘણી મહિલાઓ (Woman) એ વાતથી પરેશાન રહે છે જેમ કે વાળ ખરવા, ખોડો થવો અને ડેડ્રફ થવો. ડેડ્રફની સમસ્યાથી વાળમાં ખંજવાળ આવે છે. એ જ રીતે વધુ ઓઈલી પ્રોડક્ટ્સનો (Oily products) ઉપયોગ કરવાથી પણ વાળમાં ડેડ્રફ થાય છે. તેના માટે તમારે કેટલાક ઘરેલૂ નુસખા અપનાવી શકો છો.

જેનાથી હંમેશા માટે ડેડ્રફમાંથી છુટકારો મળી જાય છે. તમે તમારા વાળને સુંદર બનાવી રાખવા માટે ઘણા નુસખા અજમાતા હશો. તેના માટે શેમ્પૂ, કંડીશનર જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તેમ છતાં તમારા વાળની સમસ્યા ખતમ થઇ રહી નથી તો તમારે આ ટિપ્સને અજમાવવી જોઈએ.

દહીંનો કરો ઉપયોગ :

દહીંથી વાળમાં હંમેશા ચમક રહે છે. આ પ્રકારના આ એક નેચરલ કંડિશનર ગણવામાં આવે છે. જો તમે ડેડ્રફવાળા વાળથી પરેશાન છો તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સાદું દહી લો અને તેને વાળમાં લગાવી લો પછી એક કલાક બાદ તેને ધોઇ લો. આ પ્રકારે અઠવાડિયામાં બે ત્રણ વાર કરો. તેનાથી તમને ફાયદો મળશે.

નારિયેળના તેલનો કરો ઉપયોગ :

ડેડ્રફને ખતમ કરવા માટે તમે વાળમાં નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં તમે લીંબૂ નાખી દો. વાટકીમાં થોડું નારિયેળનું તેલ લો અને તેમાં થોડો લીંબુનો રસ નાખો અને તેને મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટ વડે વાળમાં મસાજ કરો અને 30 મિનિટ બાદ ધોઈ દો.

આ પણ વાંચો :-

 

Most Beautiful Criminal : દુનિયાની સૌથી સેક્સી ક્રિમિનલ, પહેલા સૌંદર્યની જાળમાં ફસાવતી અને..

Most Beautiful Criminal

  • ઘણા લોકોને ક્રાઈમ સાથે જોડાયેલી કહાનીઓ ખુબ જ ગમે છે, પરંતુ ક્રાઈમ ત્યારે વધુ ખતરનાક થઈ જાય છે, જ્યારે તેની સાથે સુંદરતા જોડાય છે. અહીં દુનિયાના સૌથી સુંદર ગુનેગારની વાત કરવામાં આવી છે.

જેની સુંદરતા સામે એકથી વધુ ધુરંધરો પણ પોતાનું દિલ હારીને બેઠા હતા અને અહીંથી જ આ સુપર સેક્સી ક્રિમિનલનું (Super sexy criminal) કામ શરૂ થઈ જતું હતું.

એન્જી સાંક્લેમેટ વાલંસિયાને (Eng Sanclemet Valencia) ગુનાની દુનિયાની રાણી કહેવામાં આવે તો ખોટું નહીં હોય, કારણ કે એન્જીની સુંદરતા કોઈ રાણીથી ઓછી નહોતી. કોલંબિયાની (Colombia) આ બ્યુટી ક્વીન તેની શરૂઆતની કારકિર્દીમાં મોડલિંગનું કામ કરતી હતી. વર્ષ 2000માં એન્જીએ કોલંબિયા કોફી ક્વીન બ્યુટી કોન્ટેસ્ટ પણ જીતી હતી.

એન્જીની સુંદરતા જોઈને વ્યક્તિ તેના દિવાના થઈ જતા હતા. કોલંબિયાની આ બ્યુટી ક્વીન તેના સમય દરમિયાન ટોક ઓફ ધ ટાઉન હતી પરંતુ બાદમાં આ બિરુદ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું કારણ કે તેના માટે તેણે અપરિણીત હોવું જરૂરી હતું જ્યારે એન્જી તે સમયે પરિણીત હતી. એક સમય એવો હતો જ્યારે એન્જીએ પોતાને આ સમાચારોથી એક અંતર બનાવીને રાખ્યું હતું.

વર્ષ 2005 માં આ નામ ફરીથી હેડલાઇન્સ બનવા લાગ્યું. તે દરમિયાન પ્રકાશિત થયેલા સમાચારોથી જાણવા મળ્યું કે એન્જીએ મેક્સિકોમાં રહેવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેણે એક ખતરનાક ડ્રગ ડીલર સાથે સંબંધ બાંધ્યો હતો. મેક્સિકોમાં આ ડ્રગ ડીલર ‘ધ મોન્સ્ટર‘ તરીકે ઓળખાતો હતો. આ બંનેની લવ સ્ટોરી લાંબા સમય સુધી ફેમસ રહી અને તેમના સંબંધો પણ લાંબા સમય સુધી ચાલ્યા.

એન્જીના મગજ અને સુંદરતાએ તેને અપરાધની દુનિયા વધારવામાં ઘણી મદદ કરી. પરંતુ વર્ષ 2009માં એન્જીના ખરાબ દિવસો શરૂ થયા. તેની ગેંગ કોલંબિયા, આર્જેન્ટિના અને યુરોપમાં ઝડપથી વધવા લાગી. વર્ષ 2009માં આ ગેંગની એક મોડલ 55 કિલો ડ્રગ્સ સાથે પકડાઈ હતી અને વર્ષ 2010માં આર્જેન્ટિનાની પોલીસે એન્જીની પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

19 માર્ચ 2023, આજનું રાશિફળ : 6 રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી તમામ દુ:ખો થશે દુર

19 March 2023, Today’s Horoscope  Gujarat Guardian

મેષ
આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ-બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતી. નોકરીમાં બઢતી, પ્રગતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ-સહકાર મળે.

વૃષભ
દિવસ દરમિયાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતી થતી જણાય. દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુન
સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતીથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્ક
બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહ
પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યા
સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલા
આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિક
આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધન
સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો. શક્ય બને.

મકર
ખેડૂતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ-બગીચાની શોભા વધે. ધન પ્રાપ્‍તી થાય. સત્તા, હોદ્દો, માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભ
બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ બપોર બાદ આનંદ. ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીન
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

આ પણ વાંચો :-

સાઈકલ ચાલકોનો જીવ બચાવવા રોજ રાત્રે આ કામ કરે છે 23 વર્ષની ખુશી, લોકો આપે છે આશીર્વાદ

0

23 years of happiness doing this work 

  • છેલ્લા કેટલાક દિવસોથી ખુશી તેના કામ માટે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં તે લખનૌના રસ્તાઓ પર ચાલતા 1000 થી વધુ લોકોની સાયકલ પર લાલ બત્તી લગાવી ચૂકી છે.

25 ડિસેમ્બર 2020ની ધુમ્મસભરી રાત્રે ખુશી પાંડેના (Khushi Pandey) દાદા શ્રીનાથ તિવારીને (Srinath Tiwari) એક કારે ટક્કર મારી હતી. તે સમયે તે સાયકલ દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેની સાયકલ પર લાલ બત્તી ન હતી. ગાઢ ધુમ્મસને (Dense fog) કારણે કાર ચાલક તેની સાયકલ જોઈ શક્યો નહીં અને આ અકસ્માતમાં ખુશીએ તેના દાદાને કાયમ માટે ગુમાવ્યા. આ અકસ્માતે ખુશીને એટલી બધો ઈજા પહોંચાડી કે તેણે સાઈકલ સવારોના જીવ બચાવવા માટે લખનૌના (Lucknow) રસ્તાઓ પર લાલ લાઇટ લગાવવાની જવાબદારી લીધી.

માર્ગ અકસ્માતથી બચાવવાનો પ્રયાસ :

છેલ્લા કેટલાક દિવસોથી ખુશી તેના કામ માટે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તે છેલ્લા 6 વર્ષથી આ કામ કરી રહી છે. તે પોતાને એક સામાજિક કાર્યકર માને છે. તેણી કહે છે કે આ અકસ્માત તેના દાદા શ્રીનાથ તિવારી સાથે થયો હતો અને સામાજિક કાર્યકર હોવા છતાં તે આ દિશામાં પહેલા કેમ વિચારી શકતી ન હતી.

આ માટે તેને ખૂબ જ અફસોસ છે. તેથી જ તેણે આ પહેલ કરી છે. અત્યાર સુધીમાં તે લખનૌના રસ્તાઓ પર ચાલતા 1000 થી વધુ લોકોની સાયકલ પર લાલ બત્તી લગાવી ચૂકી છે. તે લખનૌના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈને સાયકલ પર લાઈટ લગાવવાનું કામ કરે છે.

લોકો આશીર્વાદ આપે છે :

ખુશીએ કહ્યું કે જ્યારે તે લોકોને રોકીને તેમની સાઈકલ પર લાલ બત્તી લગાવવા લાગે છે ત્યારે લોકો વિચારે છે કે તે તેના માટે પૈસા લેશે પરંતુ જ્યારે તે તેની પાછળની વાર્તા કહે છે અને તેમને જણાવે છે કે તે ફ્રી છે તો લોકો ખૂબ આશીર્વાદ આપે છે. અમારે માત્ર સમાજ માટે જ કામ કરવાનું છે.

ખુશીએ જણાવ્યું કે તે હાલમાં લખનૌની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે. તે ઉન્નાવના એક નાનકડા ગામમાંથી આવે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી લખનૌમાં તેના માતા-પિતા અને ભાઈ-ભાભી સાથે રહે છે. તેમણે કહ્યું કે સમાજ સેવાના ક્ષેત્રમાં આગળ વધીને પોતાની ઓળખ બનાવવાની છે.

આ પણ વાંચો  :-

IPL 2023 પહેલાં કોહલીની ટીમમાં મોટો ફેરફાર : ટીમમાં આ ધાકડ ખેલાડીનો થયો સમાવેશ

0

Big change in Kohli’s squad ahead of IPL 2023 

  • Royal Challengers Bangalore : IPL 2023નો રોમાંચ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. આ સિઝનની શરૂઆત પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમમાં મોટો ફેરફાર થયો છે.

IPL 2023નો રોમાંચ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. આ સિઝનની શરૂઆત પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB)ટીમમાં મોટો ફેરફાર થયો છે. RCBની ટીમે અચાનક એક ધાકડ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીની ટીમમાં મોટો ફેરફાર :

ક્રિકબઝના સમાચાર અનુસાર, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને (Michael Bracewell) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિલ જેક્સના (Will Jacks)સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ડિસેમ્બરની હરાજીમાં પણ વેચાયો ન હતો. બ્રેસવેલ (Michael Bracewell) જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવ્યો હતો અને તેણે વિસ્ફોટક સદી ફટકારી હતી. આ સાથે જ બ્રેસવેલ પણ બોલર તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો હતો.

વિલ જેક્સ ઈજાગ્રસ્ત થતાં બહાર થયો :

ઈંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન વિલ જેક્સ હાલમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે તે આઈપીએલ 2023માં રમતો જોવા નહીં મળે. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન જેકને ઈજા થતાં તેને દેશમાં પરત મોકલવામાં આવ્યો હતો. શ્રેણીની બીજી વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન વિલ જેક્સને (Will Jacks) તેની ડાબી જાંઘમાં ઈજા થઈ હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્કેન અને નિષ્ણાત સાથે પરામર્શ કર્યા પછી તેને IPLમાંથી ખસી જવાની ફરજ પડી હતી. વિલ જેક્સનો T20 ફોર્મેટમાં એક શાનદાર રેકોર્ડ છે. જેમાં તેણે 109 મેચ રમીને 29.80ની એવરેજથી 2802 રન બનાવ્યા છે.

આ પણ વાંચો :-

શું વાહનોની જેમ મોબાઈલ ફોન માટે પણ આવી શકે છે સ્ક્રેપ પોલિસી ?

Can scrap policy come for mobile phones 

  • Mobile Phone Scrapping : ભારત ધીમે ધીમે ઈલેક્ટ્રોનિક્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. ખાસ કરીને મોબાઈલ ફોનના ઉત્પાદનમાં તેથી જ એપલ જેવી મોબાઈલ કંપનીએ અહીં આઈફોન બનાવવાનું શરૂ કર્યું છે.

દેશની 120 કરોડથી વધુ વસ્તી પાસે મોબાઈલ ફોન છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ (Electronic waste) વધવાનો પણ ભય છે. જો કે સ્થાનિક ઈલેક્ટ્રિકલ (Electrical) અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી અસંમત છે. ઈન્ડિયન ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IEMA)ના પ્રમુખ અને બિરલા કોપર (હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ)ના CEO રોહિત પાઠકે જણાવ્યું હતું કે જે રીતે પોલિસી આવી છે તે માત્ર વાહનોને ‘સ્ક્રેપ‘ કરવાની છે. આવનારા સમયમાં ‘સ્ક્રેપ મોબાઈલ ફોન’ મોકલવા માટેનું માળખું આ જ રીતે તૈયાર થઈ શકે છે.

સ્ક્રેપ પ્રમાણપત્ર અને રિબેટ :

રોહિત પાઠકે જણાવ્યું હતું કે ઈ-વેસ્ટ માટે એક પોલિસી ફ્રેમવર્ક છે, તેને થોડો ધક્કો મારીને અમલમાં મૂકવાની જરૂર છે. એકવાર ઈ-વેસ્ટને લગતું આર્થિક મોડલ વિકસિત થઈ જાય પછી લોકો પોતે જ પોતાનો ઈલેક્ટ્રોનિક કચરો એક્સચેન્જ માટે આપવાનું શરૂ કરી દેશે. તે જ સમયે આગામી વર્ષોમાં જો કંપનીઓ ‘એક્સ્ટેન્ડિંગ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી’ (ઈપીઆર) પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તે લોકો પાસેથી જૂનો ઈલેક્ટ્રોનિક કચરો ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

હકીકતમાં રોહિત પાઠકને સરકારે જે રીતે લોકોને સ્ક્રેપિંગ વાહનો માટે ‘ડિસ્કાઉન્ટ સર્ટિફિકેટ’ આપવા કહ્યું છે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તેઓ નવી કાર ખરીદવા માટે કરી શકે છે. શું આ જ વ્યવસ્થા ઈલેક્ટ્રોનિક વેસ્ટ માટે કરી શકાય?

તેના જવાબમાં તેમણે કહ્યું કે સેમસંગ અને એપલ જેવી ઘણી કંપનીઓ હજુ પણ તેમના ગ્રાહકોને જૂના ઈલેક્ટ્રોનિક સાધનો પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આગામી વર્ષોમાં એક આર્થિક મોડલ વિકસિત થશે જેમાં મોબાઈલ ફોન અથવા અન્ય ઈ-વેસ્ટ કચરો જમા કરનારા લોકોને એક પ્રમાણપત્ર મળશે જેનો ઉપયોગ તેઓ અન્ય ઉત્પાદનો ખરીદવા માટે કરી શકશે.

જંક બિઝનેસને સંગઠિત કરવાની જરૂર :

રોહિત પાઠક કહ્યું કે ઈ-વેસ્ટના યોગ્ય નિકાલમાં સૌથી મોટી સમસ્યા રોકડ અર્થતંત્ર અથવા જંક બિઝનેસનું અસંગઠિત ક્ષેત્ર છે. તેમણે કહ્યું કે ઈ-વેસ્ટ કલેક્શનનું કામ વધુ વ્યવસ્થિત કરવાની જરૂર છે. જેથી તેનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે.

તેમણે કહ્યું હતું કે આવી સિસ્ટમ મૂકવી પડશે જે ઈ-વેસ્ટના એન્ટ્રી લેવલ પર GST અથવા અન્ય કોઈ ઔપચારિક ક્ષેત્ર સાથે જોડાયેલ હશે. આ સાથે તેની આખી સિસ્ટમ ટોચ પર પુનઃપ્રાપ્ત થવાનું શરૂ કરશે. તેવી જ રીતે આનું આર્થિક મોડલ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-