શું હાર્દિક પંડયા હવે નહીં રમે ટેસ્ટ ક્રિકેટ! જણાવ્યું આ કારણ, કહ્યું….’

Share this story

Will Hardik Pandya not play test cricket now

  • હાર્દિક પંડયા ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝનો ભાગ નહોતો. આ બધા વચ્ચે પહેલી ODI પહેલા હાર્દિક પંડયાએ પણ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી અને આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર આપી હતી. જણાવી દઈએ કે ભારતની જીતમાં કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં આ બંને ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શને ઓસ્ટ્રેલિયા પાસેથી આ મેચ છીનવી લીધી હતી. આ મેચમાં રોહિત શર્માની (Rohit Sharma) ગેરહાજરીમાં હાર્દિક પંડયા (Hardik Panday) ટીમની કમાન સંભાળી રહ્યો હતો.

હાર્દિક પંડયાએ ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું :

નોંધનિય છે કે પંડયા લાંબા સમય બાદ ક્રિકેટમાં પરત ફર્યો છે. હાર્દિક પંડયા ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝનો ભાગ નહોતો. આ બધા વચ્ચે પહેલી ODI પહેલા હાર્દિક પંડયાએ પણ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિકે એ વિશે વાત કરતાં કહ્યું હતું કે હાલમાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ કે નજીકના ભવિષ્યમાં યોજાનારી ટેસ્ટ મેચનો ભાગ બનવા માંગતો નથી.’

આ વિશે હાર્દિકે એમ કહ્યું હતું કે તેના રમવાથી અન્ય કોઈ ખેલાડીના અધિકારો ખતમ થઈ જશે અને હાલમાં તેણે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10 ટકા પણ કામ કર્યું નથી. હાર્દિકે તેની છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ઉપલબ્ધ નહીં રહું : હાર્દિક 

હાર્દિક પંડયાએ આગળ કહ્યું હતું કે, ‘ઈમાનદારીથી કહું તો હું મારા જીવનમાં નૈતિક રીતે ખૂબ જ મજબૂત છું અને મેં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10 ટકા પણ કામ કર્યું નથી. સાચું કહું તો હું તેનો એક ટકા પણ ભાગ નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં જઈને કોઈનું સ્થાન લેવું મારા માટે નૈતિક રીતે સારું નહીં રહે.

જો મારે ટેસ્ટ ક્રિકેટ રમવું હોય તો મારે સખત મહેનતમાંથી પસાર થવું પડશે અને હું મારું પદ મેળવીશ અને પછી પાછો આવીશ. એટલા માટે હું નજીકના ભવિષ્યમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ત્યાં સુધી ઉપલબ્ધ રહીશ નહીં જ્યાં સુધી મને એવું ન લાગે કે મેં મારું સ્થાન મેળવી લીધું છે.’

આ પણ વાંચો :-