This video of a Gujarati farmer went viral, gave a jaw-dropping reply
- Viral Video : બાકી લાઈટ બિલ બાબતે ખેડૂતનો રસિયો રૂપાળો રંગરેલિયા ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ખેડૂતનો કપાસ અને ડુંગળીના ભાવ ન મળતા કઈ રીતે બિલ ભરે તેવું ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. અગાઉ યુજીવીસીએલના કર્મચારીઓને લાઈટ બિલ ભરવા માટે ગીત ગાયું હતું.
પાટણ જી.ઈ.બી (Patan G.E.B) સીટી -1 ના એક કર્મચારી દ્વારા ગુજરાતી ગીત.. રસિયો રૂપાળો રંગ રેલીયો… લાઈટ બિલ ભરતો નથી.. ગીત સાથે નો એક વીડિયો (Viral Videos) ખુબજ વાયરલ થયો હતો. આ સુમધુર ગીત થકી લોક જાગૃતિ થકી વીજ ગ્રાહકોને લાઈટ બિલ (Light bill) ભરવા અપીલનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ચર્ચાયો હતો.
પરંતું હવે એમજીવીસીએલના કર્મચારીને જવાબ આપતા એક ધરતીપુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાકી લાઈટ બિલ બાબતે ખેડૂતનો રસિયો રૂપાળો રંગરેલિયા ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડૂતનો કપાસ અને ડુંગળીના ભાવ ન મળતા કઈ રીતે બિલ ભરે તેવું ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. અગાઉ યુજીવીસીએલના કર્મચારીઓને લાઈટ બિલ ભરવા માટે ગીત ગાયું હતું.
કર્મચારીની અપીલનો વીડિયો વાયરલ :
પાટણ શહેર સીટી-1માં વીજ બિલના નાણાં બાકી હોય તેવા વિસ્તારોમાં જીઈબીના કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે. જેમાં જગદીશ ભાઈ ગોસ્વામી જે જીઈબી પાટણ સીટી-1માં લાઈન મેન તરીકે ફરજ નિભાવે છે. જેમને તેમના સુર મધુર કંઠે ગુજરાતી ગીતના શબ્દોમાં કેટલાક ફેરફાર કરી માઈક થકી ગીત ગાઈ વીજ ગ્રાહકોને વીજ બિલ ભરવા અપીલ કરી રહ્યાં છે.
જે વાયરલ વીડિયો ખુબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જીઈબીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગીતના માધ્યમ થકી વિજબીલના બાકી નાણાં ભરવા અપીલ કરવાનો અનોખો અંદાજ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે લાખો લોકોએ આ વાયરલ વીડિયોને વખાણી રહ્યા છે.
ખેડૂતનો કર્મચારીને જવાબનો વીડિયો વાયરલ :
એક ખેડૂતે વીજ કંપનીના કર્મચારીને પોતાના શબ્દોમાં જવાબ આપ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. જેમાં ખેડૂત વીજ કંપનીને કહી રહ્યા છે કે, રૂપાળો રંગરેલિયા લાઈટબિલ ક્યાંથી ભરે… નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ. નથી ઘઉંના ભાવ. રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.
આમ વીજ કંપનીના કર્મચારીને એક ધરતીપુત્રએ પોતાના શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. વીજ કંપનીના જવાબ આપતા ધરતીપુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો :-