મહાઠગ કિરણ વિશે ચોંકાવનારા ખુલાસા : અમદાવાદમાં છે ભવ્ય બંગલો અને ગાડી

Share this story

Shocking revelations about Mahathug Kiran

  • Jammu Kashmir News : PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને કાશ્મીરમાં જલસા કરનાર કિરણ પટેલની શ્રીનગરમાં ધરપકડ. Z+ સિક્યોરિટી સાથે પ્રતિબંધિત વિસ્તારોનો કર્યો હતો પ્રવાસ.

PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ (Kiran Patel) મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે.

એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલો ખરીદ્યો છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ, તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.

કોણ છે કિરણ પટેલ :

કિરણ પટેલ હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતો હોવાનું ચર્ચાય છે. તેના શોખ વૈભવી છે. તેનુ ટ્વિટર એકાઉન્ટ વેરીફાઈ થયેલું છે. એટલુ જ નહિ, તેના સોશિયલ મીડિયા પર અનેક નેતાઓ સાથે ફોટો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે.

કિરણ પટેલ સામે ગુના :

અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.

આ પણ વાંચો :-