Sunday, Jul 20, 2025

અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા બનવાની છે મા, જલ્દી ફેન્સને આપશે ખુશખબર

2 Min Read

Ajay Devgn’s onscreen daughter Ishita Dutta

  • Drishyam 2 famed Ishita Dutta Pregnancy : બોલીવુડ એક્ટર અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા મા બનવાની છે. દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા પોતાના લગ્નના 6 વર્ષ બાદ પ્રેગ્નેટ થઈ છે.

બોલીવુડ એક્ટર અજય દેવગણની (Ajay Devgn) ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા (Ishita Dutta) મા બનવાની છે. દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા પોતાના લગ્નના 6 વર્ષ બાદ પ્રગ્નેટ થઈ છે.

ટૂંક સમયમાં એક્ટ્રેસના ઘરમાં બાળકની ચિચિયારી ગુંજશે. પાપારાઝીઓએ અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રીને ઘેરી લીધી અને ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું ત્યારે આ સમાચાર દુનિયા સામે આવ્યા છે. ઈશિતાના આ ફોટા અને વીડિયોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ઈશિતાના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે. જેથી ઘણા લોકો આશ્ચર્યમાં પણ છે. પ્રસિદ્ધ અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન ઈશિતાને ચાહકો ફિલ્મ દ્રશ્યમ અને તેની સિક્વલમાં તેની ભૂમિકા માટે ઓળખે છે.

બેબી બમ્પના ફોટા વાયરલ  :

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈશિતાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ  કે, ‘ઈશિતા પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે.’  આશ્ચર્યજનક વાત એ છે, કે ઈશિતા દત્તાએ પોતે હજુ સુધી પોતાની પ્રેગ્નન્સી વિશે કોઈ પોસ્ટ કે માહિતી આપી નથી.

No description available.

ચાહકોને આશા છે કે, ટૂંક સમયમાં જ ઈશિતા પોતે પણ તેના ચાહકોને સારા સમાચાર આપે. આ વાયરલ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે અભિનંદન પાઠવ્યા અને લખ્યું, ‘તમારી પ્રેગ્નેન્સી માટે ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ મને આશ્ચર્ય છે કે, તે આટલી મોટી છે, મને ખબર નહોતી.’

આ પણ વાંચો :-

Share This Article