સોનુ સૂદે રાજકારણમાં એન્ટ્રી મામલે કર્યો મોટો ખુલાસો, મને…..

Share this story

Sonu Sood made a big revelatio

  • સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસ નેતા છે. તે Punjab Assembly Electionમાં મેગા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી ચુકી છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અને અરોડાએ હરાવી દીધા હતા.

એક ઈન્ટરવ્યૂમાં બોલિવુડ એક્ટર સોનુ સૂદે (Sonu sood) મોટો ખુલાસો કર્યો છે. રાજનીતિમાં જવાના સવાલ પર સોનુ સૂદે દાવો કર્યો છે કે તેમણે બે વખત રાજ્યસભા સાંસદ (MP) બનવા એક વખત ઉપ-મુખ્યમંત્રી (Deputy Chief Minister) બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત ઉપ-મુખ્યમંત્રી બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત મોટા પદ પણ ઓફર થઈ ચુક્યા છે. પરંતુ તે બધાને ઠુકરાવી રહ્યા છે.

સોનુએ જણાવ્યું કે આ બધી વસ્તુઓ મને એક્સાઈટ નથી કરતી. હું પોતાના નિયમ પોતે બનાવવા માંગુ છું. હું કોઈના બનાવેલા રસ્તા પર નથી ચાલતો.

સોનુ સૂદનું રાજનૈતિક કનેક્શન  :

સોનુ સૂદ હાલ કોઈ પણ રાજનૈતિક પક્ષના સદસ્ય નથી. ઘણી વખત તેના કોઈને કોઈ પાર્ટીમાં જવાની અફવાહ ઉડતી રહે છે. અલગ અલગ નેતાઓની સાથે તેના ફોટો આવતા રહે છે. પરંતુ અત્યાર સુધી કોઈ પાર્ટીમાં શામેલ નથી થયા.

બહેન છે કોંગ્રેસમાં  :

સોનુની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી-2022થી પહેલા કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને કોંગ્રેસ પાર્ટીએ પંજાબના મોગા વિધાનસભા સીટથી ટિકિટ આપી હતી. માલવિકાને કુલ 38125 વોટ મળ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોડાએ 58813 વોટ મેળવી તેમને હરાવી દીધા.

બહેન માટે ચૂંટણી પ્રચાર કર્યો  :

સોનુ સૂદે પોતાની બહેન માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. જોકે તે વારંવાર આ વાતને સ્પષ્ટ કરતો રહે છે કે તે પોતાની બહેનના પ્રચાર માટે મેદાનમાં છે. કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે નહીં.

માલવિકાના કોંગ્રેસ સાથે જોડાયા પહેલા સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણિ અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલને મળ્યા હતા.

આપ સાથે છે એક કનેક્શન :

સોનુ સૂદ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દેશ કે મેન્ટોર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓગસ્ટ 2021માં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ વખતે સોનુ સૂદ અને આમ આદમી પાર્ટી બન્નેએ આ સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે કોઈ પોલિટિક્સ ડિસ્કસ નથી થયું.

આ પણ વાંચો :-