ગમે તેવી આફતોમાં પણ ગુજરાતના આ મંદિરમાં ચાલુ રહે છે રામધૂન

Share this story

Even in any calamity

  • Jamnagar Famous Bala Hanuman Temple : ગમે તેવી આફત આવે, પણ આ મંદિરની રામધૂન ક્યારેય અટકી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોના મહામારીમાં પણ મંદિર પરિસરમાં સતત રામધૂન ચાલુ રહે છે. વિશ્વનું આ એકમાત્ર એવુ મંદિર છે, જ્યાં આટલા વર્ષોથી રામધૂન ચાલતી રહે છે.

ગુજરાતના જામનગર (Jamnagar) શહેરને અનેક ઉપમા મળી છે. જામનગર એટલે ગુજરાતનું (Gujarat) પેરિસ અને ધાર્મિક રીતે ગણીએ તો જામનગર એટલે છોટાકાશી. આ શહેર વિવિધતાઓથી ભરેલું છે. જ્યાં અનેક ધાર્મિક સ્થળો (Religious places) આવેલા છે. જેમાંનું એક છે બાલા હનુમાન મંદિર (Bala Hanuman Temple). જે જામનગરના વચ્ચોવચ આવેલું છે. આ મંદિર તેના અખંડ રામધૂનને કારણે પ્રખ્યાત છે. ગમે તેવી આફત આવે, આ મંદિરમાં અખંડ રામધૂન ચાલતી જ રહે છે. આજે આ રામધૂનને 59 વર્ષ થઈ ગયા, ભૂકંપ કે વાવાઝોડામાં પણ અહીંની અખંડ ધૂન અટકી નથી.

રામધૂનની શરૂઆત કેવી રીતે થઈ :

જામનગરનું બાલા હનુમાન બહુ જ ફેમસ છે. આ મંદિરની ખાસિયત એ છે કે, જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો.

તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરમાં 1 ઓગસ્ટ, 1964થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ તો ના જ થઇ.

 

બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરનાં આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે.

Bala Hanuman Temple in Jamnagar Gulabnagar,Jamnagar - Best Temples in  Jamnagar - Justdial

જે સ્વયંસેવકો આ ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે, ક્યારે પણ આ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી. બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની પાસે જ આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ નોહતી કરવામાં આવી.

આ મંદિર એટલુ વિખ્યાત છે કે અનેક હસ્તીઓ પણ આ મંદિરમાં દર્શન માટે આવી ચૂકી છે. આ મંદિરમાં રામધૂન સાંભળવા માટે દૂરદૂરથી લોકો આવે છે. આ રામધૂન લોકોમાં અનેરી શાંતિ લાવે છે.

આ પણ વાંચો :-