Relaunch of this popular three
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવી હતી.
મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેકની સુવિધા સુરત-અંબાજી (Surat-Ambaji) અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસ સેવા શરૂ થઈ છે. લક્ઝરી બસ તથા બ્રાન્ડ-ન્યુ મીની બસની (Brand-new mini bus) સેવા જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવી હતી.
મુસાફર જનતા અને શહેરીજનોને ધામક યાત્રા સર્વિસ અને રોજીંદા અપ-ડાઉન મુસાફરોની સુખાકારીમાં ઉમેરો થયો છે. S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે. સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મીની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી શરૂ કરાઇ છે.
આ અંગે એસટી નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેક (ટૂબાયટૂ)ની સુવિધા સાથે સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસની આજથી શરૂઆત કરાઈ છે.
આ પણ વાંચો :-