Home Blog Page 1148

IPL 2023 પહેલાં કોહલીની ટીમમાં મોટો ફેરફાર : ટીમમાં આ ધાકડ ખેલાડીનો થયો સમાવેશ

0

Big change in Kohli’s squad ahead of IPL 2023 

  • Royal Challengers Bangalore : IPL 2023નો રોમાંચ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. આ સિઝનની શરૂઆત પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમમાં મોટો ફેરફાર થયો છે.

IPL 2023નો રોમાંચ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. આ સિઝનની શરૂઆત પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB)ટીમમાં મોટો ફેરફાર થયો છે. RCBની ટીમે અચાનક એક ધાકડ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીની ટીમમાં મોટો ફેરફાર :

ક્રિકબઝના સમાચાર અનુસાર, ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને (Michael Bracewell) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિલ જેક્સના (Will Jacks)સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ડિસેમ્બરની હરાજીમાં પણ વેચાયો ન હતો. બ્રેસવેલ (Michael Bracewell) જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવ્યો હતો અને તેણે વિસ્ફોટક સદી ફટકારી હતી. આ સાથે જ બ્રેસવેલ પણ બોલર તરીકે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો હતો.

વિલ જેક્સ ઈજાગ્રસ્ત થતાં બહાર થયો :

ઈંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન વિલ જેક્સ હાલમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાને કારણે તે આઈપીએલ 2023માં રમતો જોવા નહીં મળે. બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન જેકને ઈજા થતાં તેને દેશમાં પરત મોકલવામાં આવ્યો હતો. શ્રેણીની બીજી વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન વિલ જેક્સને (Will Jacks) તેની ડાબી જાંઘમાં ઈજા થઈ હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં સ્કેન અને નિષ્ણાત સાથે પરામર્શ કર્યા પછી તેને IPLમાંથી ખસી જવાની ફરજ પડી હતી. વિલ જેક્સનો T20 ફોર્મેટમાં એક શાનદાર રેકોર્ડ છે. જેમાં તેણે 109 મેચ રમીને 29.80ની એવરેજથી 2802 રન બનાવ્યા છે.

આ પણ વાંચો :-

શું વાહનોની જેમ મોબાઈલ ફોન માટે પણ આવી શકે છે સ્ક્રેપ પોલિસી ?

Can scrap policy come for mobile phones 

  • Mobile Phone Scrapping : ભારત ધીમે ધીમે ઈલેક્ટ્રોનિક્સ માટે મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. ખાસ કરીને મોબાઈલ ફોનના ઉત્પાદનમાં તેથી જ એપલ જેવી મોબાઈલ કંપનીએ અહીં આઈફોન બનાવવાનું શરૂ કર્યું છે.

દેશની 120 કરોડથી વધુ વસ્તી પાસે મોબાઈલ ફોન છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ (Electronic waste) વધવાનો પણ ભય છે. જો કે સ્થાનિક ઈલેક્ટ્રિકલ (Electrical) અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી અસંમત છે. ઈન્ડિયન ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IEMA)ના પ્રમુખ અને બિરલા કોપર (હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ)ના CEO રોહિત પાઠકે જણાવ્યું હતું કે જે રીતે પોલિસી આવી છે તે માત્ર વાહનોને ‘સ્ક્રેપ‘ કરવાની છે. આવનારા સમયમાં ‘સ્ક્રેપ મોબાઈલ ફોન’ મોકલવા માટેનું માળખું આ જ રીતે તૈયાર થઈ શકે છે.

સ્ક્રેપ પ્રમાણપત્ર અને રિબેટ :

રોહિત પાઠકે જણાવ્યું હતું કે ઈ-વેસ્ટ માટે એક પોલિસી ફ્રેમવર્ક છે, તેને થોડો ધક્કો મારીને અમલમાં મૂકવાની જરૂર છે. એકવાર ઈ-વેસ્ટને લગતું આર્થિક મોડલ વિકસિત થઈ જાય પછી લોકો પોતે જ પોતાનો ઈલેક્ટ્રોનિક કચરો એક્સચેન્જ માટે આપવાનું શરૂ કરી દેશે. તે જ સમયે આગામી વર્ષોમાં જો કંપનીઓ ‘એક્સ્ટેન્ડિંગ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી’ (ઈપીઆર) પર ધ્યાન કેન્દ્રિત કરશે તો તે લોકો પાસેથી જૂનો ઈલેક્ટ્રોનિક કચરો ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

હકીકતમાં રોહિત પાઠકને સરકારે જે રીતે લોકોને સ્ક્રેપિંગ વાહનો માટે ‘ડિસ્કાઉન્ટ સર્ટિફિકેટ’ આપવા કહ્યું છે તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તેઓ નવી કાર ખરીદવા માટે કરી શકે છે. શું આ જ વ્યવસ્થા ઈલેક્ટ્રોનિક વેસ્ટ માટે કરી શકાય?

તેના જવાબમાં તેમણે કહ્યું કે સેમસંગ અને એપલ જેવી ઘણી કંપનીઓ હજુ પણ તેમના ગ્રાહકોને જૂના ઈલેક્ટ્રોનિક સાધનો પર ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આગામી વર્ષોમાં એક આર્થિક મોડલ વિકસિત થશે જેમાં મોબાઈલ ફોન અથવા અન્ય ઈ-વેસ્ટ કચરો જમા કરનારા લોકોને એક પ્રમાણપત્ર મળશે જેનો ઉપયોગ તેઓ અન્ય ઉત્પાદનો ખરીદવા માટે કરી શકશે.

જંક બિઝનેસને સંગઠિત કરવાની જરૂર :

રોહિત પાઠક કહ્યું કે ઈ-વેસ્ટના યોગ્ય નિકાલમાં સૌથી મોટી સમસ્યા રોકડ અર્થતંત્ર અથવા જંક બિઝનેસનું અસંગઠિત ક્ષેત્ર છે. તેમણે કહ્યું કે ઈ-વેસ્ટ કલેક્શનનું કામ વધુ વ્યવસ્થિત કરવાની જરૂર છે. જેથી તેનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે.

તેમણે કહ્યું હતું કે આવી સિસ્ટમ મૂકવી પડશે જે ઈ-વેસ્ટના એન્ટ્રી લેવલ પર GST અથવા અન્ય કોઈ ઔપચારિક ક્ષેત્ર સાથે જોડાયેલ હશે. આ સાથે તેની આખી સિસ્ટમ ટોચ પર પુનઃપ્રાપ્ત થવાનું શરૂ કરશે. તેવી જ રીતે આનું આર્થિક મોડલ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Live Death Video : લગ્નમાં નાચતા યુવકને બિલ્લી પગે આવ્યું મોત, બહુ વાયરલ થયો મોતનો આ વીડિયો

0
Live Death Video
  • Trending Video : પંચમહાલના મોરવા હડફના રજાયતામાં લગ્ન પ્રસંગમાં નાચતા 27 વર્ષના યુવાનનું મોત. વરરાજાને ખભા પર બેસાડીને નાચતો યુવાન અચાનક જ ઢળી પડ્યો. યુવકના મોતની ઘટના મોબાઈલમાં થઈ કેદ.

લોકોને હવે છાતીમાં દુખે તો ડર લાગે છે. ચાલતા ચાલતા માણસનું ઢળી પડવું, લગ્નમાં નાચતા નાચતા હાર્ટએટેક  (Heart attack)આવવો આવા કિસ્સા હાલ ચારેતરફથી સંભળાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) વધુ એક કિસ્સો બન્યો છે. વરઘોડામાં નાચતા નાચતા એક યુવક જમીન પર ઢળી પડ્યો હતો.

દુખની વાત તો એ છે કે જે સમયે યુવકને હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને (Groom) ઉપાડીને ડાન્સ કરી રહ્યો હતો. જેથી બંને નીચે પડ્યા હતા. જેના બાદ યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ (Viral Videos) થયો છે.

બન્યું એમ હતું કે મોરવા હડફના રજાયતા ગામમાં ડાન સમયે એક યુવકને મોત મળ્યું છે. લગ્ન પ્રસંગમાં વરરાજાને ડીજેના તાલે નચાવતાં વરરાજાના મિત્ર યુવક અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. યુવકને અચાનક બેભાન અવસ્થામાં વરરાજા સાથે ઢળી પડ્યો હતો. જેથી ડીજેમાં દોડધામ મચી ગઇ હતી. યુવક બેભાન થયા બાદ હોંશમાં આવ્યો જ નહ તો. તેથી બેભાન અવસ્થામાં ફેરવાયેલા યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જતી વેળાએ રસ્તામાં જ યુવકનું નીપજ્યું મોત હતું.

યુવકના મોતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. તમજ હાલ સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની સંભાવના તબીબોએ વ્યક્ત કરી હતી. યુવકની ઉંમર અંદાજીત 27 વર્ષની હતી. ત્યારે નાની ઉંમરે યુવકોને આવી રહેલા હાર્ટએટેકના કિસ્સા હાલ લોકોને ડરાવી રહ્યાં છે. આ બનાવને પગલે પારધી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો :-

આ વસ્તુઓ ખાવાનું કરો શરૂ, થોડા જ સમયમાં ઉતરી જશે આંખના નંબર, નહીં પહેરવા પડે ચશ્મા

Start eating these things 

  • Reduce Eye Number Naturally : આજના સમયમાં બાળકોને પણ આંખના નંબર આવી જાય છે અને ચશ્મા પહેરવા પડે છે. આંખની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે.

નાની ઉંમરમાં જ્યારે બાળકોને (c) ચશ્મા આવી જાય તો ખૂબ તકલીફ પડે છે. નાની ઉંમરમાં નંબર આવી જવાનું મુખ્ય કારણ ટીવી, મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણોનો વધારે પડતો ઉપયોગ અને પોષણયુક્ત આહારનો (Nutritious Diet) અભાવ હોય છે. જો તમારે આંખનું તે જ વધારવું હોય અને આંખના નંબર દૂર કરવા હોય તો આજથી જ આ વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દો.

આમળા :

આંખ માટે આમળા વરદાન છે તે વિટામીન સી થી ભરપૂર હોય છે અને જો તમે તેનું સેવન નિયમિત કરો તો આંખમાં ચશ્મા રહેતા નથી. તેથી પોતાની ડાયટમાં આમળાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

ગાજર :

ગાજરનું સેવન મોટાભાગે લોકો સલાડ તરીકે કરે છે. ગાજર ખાવા આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી આંખની રોશની સુધરે છે.

લીલા શાકભાજી :

લીલા શાકભાજી ખાવાથી વાળ અને સ્કીન બંનેને ફાયદો થાય છે અને તેની સાથે જ આંખને પણ ફાયદો થાય છે. લીલા શાકભાજીનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે અને આંખની નબળાઈ દૂર થાય છે.

આ પણ વાંચો :-

ગુજરાતી ખેડૂતે ખરીદ્યો સૌથી મોંઘો નંદી, કિંમત સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે

0

The most expensive Nandi bought  

Farmer Buy Costly Bull : જેતપુરના એક ગૌપ્રેમીએ એક-બે નહિ. પૂરા 42 લાખ આપીને ખાસ પ્રકારનો નંદી ખરીદ્યો છે. ઉંચી ઓલાદના નંદીની છે ખાસ વિશેષતા.

માર્કેટમાં (Market) એવા લોકો હોય છે જેઓ કેટલીક વસ્તુઓ માટે ગમે તેટલા રૂપિયા આપવા તૈયાર થાય છે. આવામાં ગુજરાતમાં (Gujarat) એક ખેડૂત પુત્રના ગૌપ્રેમનો (Cow Love) કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના એક ગૌપ્રેમીએ અધધધ કિંમતમાં નંદીની ખરીદી કરી છે. તમે પણ વિચારમાં મૂકાઈ જશો કે આટલા બધા રૂપિયા. જેતપુરના ગૌપ્રેમી રમેશભાઈ રૂપારેલિયાએ પૂરા 42 લાખ રૂપિયા આપીને નંદીની ખરીદી કરી છે.

એક તરફ ગામમાં રખડતા આખલાનો ત્રાસ છે. પરંતું જેતપુરમાં રમેશભાઈ નામના એક ગૌપ્રેમીએ 42 લાખમાં નંદી ખરીદ્યો છે. આ રકમ સાંભળીને ભલભલાની આંખો પહોળી થઈ જાય. પરંતુ જ્યારે તમે આ ગૌપ્રેમીનો આ મોંઘીદાટ કિંમતનો નંદી ખરીદવાનો હેતુ જાણશો તો તમને પણ તેમના પ્રત્યે માન થઈ જશે. આ નંદીને આટલી ઉંચી કિંમતે ખરીદવા પાછળનો ચોક્કસ હેતુ છે. આ નંદી જેવોતેવો નથી. પંરતુ ખાસ છે. આ નંદી પાછળ માલિકે 42 લાખ કેમ ખર્ચ્યા તે જાણીને તમને પણ સારું લાગશે.

આ નંદી કેમ ખરીદાયો :

ગોંડલના ખેડૂત રમેશભાઈ રૂપારેલીયા ગીર ગાય પર આધારિત ખેતી કરે છે. ગાયોના સંવર્ધન માટે તેઓએ ગીર ગૌ જતન નામની સંસ્થા શરૂ કરી છે. ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે તેઓએ ગૌશાળા બનાવી છે. જેમાં ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન થાય છે. તેમનુ સંવર્ધન વૈદિક શાસ્ત્રોક્ત અને આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવે છે.

પોતાની ગૌશાળમાં ઉત્તમ ઓલાદનું ગૌવંશ તૈયાર થાય તે માટે રમેશભાઈ નંદીની ઉત્તમ રીતે માવજત કરી રહ્યા છે. તેથી આ મોંઘો નંદી ખરીદવામાં આવે છે. પોતાની ગૌશાળમાં ઉત્તમ ઓલાદનું ગૌવંશ તૈયાર થાય તે માટે રમેશભાઈ નંદીની ઉત્તમ રીતે માવજત કરી રહ્યા છે. તેથી નંદીને રોજ થોડો સમય ગાય સાથે રાખવામાં આવે છે.

આટલી ઉંચી કિંમત કેમ :

રમેશભાઈએ ખરીદેલો નંદી જેવો તેવો નથી. ઉંચી ઓલાદનો છે. નંદીને ખોરાકમાં મગફળીનું ભૂસું, ડોડાવાળી મકાઈ, ગાજર, શેરડી સહિત સીઝન પ્રમાણે અલગ અલગ ખોરાક આપવામાં આવે છે. આ ઉપરાંત ઈંદ્ર જવ, ગોળ, અડદ, મગ મકાઈ, જુવારનું ભડકુ તૈયાર કરીને રોજ સવાર-સાંજ આપવામાં આવે છે. એટવું જ નહીં નંદીને હૃષ્ટપુષ્ટ રાખવા જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેંધ, સોડા બાય કાર્બોનેટ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

લવ મેરેજમાં માતા-પિતાની સહી કરવા મામલે નરેશ પટેલનું મોટું નિવેદન, શું કહ્યું?

0

Naresh Patel’s big statement

  • Patidar Naresh Patel On Court Marriage : કલોલના ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે મોટી વાત કરી.

ખોડલધામ મંદિર (Khodaldham temple) ટ્રસ્ટના નરેશ પટેલે (Naresh Patel) હાલમાં જ કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા પિતાની સહિ ફરજિયાત કરવાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ મેરેજ વખતે માં-બાપની હાજરી હોવી જોઈએ તે મુદ્દે નરેશ પટેલે કહ્યું કે, ‘માં બાપ પણ સમજે આ 21મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા પણ 21મી સદીની અંદર આ એક સ્વતંત્ર વિચાર છે.’

લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મામલે નરેશ પટેલનું નિવેદન :

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી, જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પાંચ પ્રકલ્પોની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટ પાસેના અમરેલી ગામ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણ કરી શૈક્ષણિક આરોગ્ય અને રમતગમતની ભનો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પૈકીના પ્રકલ્પો પૈકીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંકુલ નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. જેના સંદર્ભમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ નર્મદા જિલ્લાના ભુમલીયા કેવડીયા આવ્યા હતા.

જેમની સાથે ભરૂચ, વડોદરા નર્મદા જિલ્લાના સમાજના આગેવાનો, નવનિયુક્ત ટ્રસ્ટીઓ, દરેક જિલ્લા, તાલુકાની ખોડલધામ સમિતિના કન્વીનરો, સહ કન્વીનરો કાર્યકરો, સમાજના અધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ,ભરૂચ જિલ્લાની નવનિયુક્ત ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવો સાથે નરેશભાઈ પટેલે એક મીટીંગ કરી છે.

જેમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના આગામી પ્રોજેક્ટ અંગે સંયુક્ત રીતે વિચાર ગોષ્ઠી કરવામાં આવી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ભ્રમલીયા – કેવડીયા ખોડલધામના પ્રોજેક્ટોને આગળ ધપાવવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. હાલ વિધાનસભા ગૃહમાં ચર્ચાયેલી કોર્ટ મેરેજમાં માં બાપ સાથે હોવાની વાત અંગે નરેશ પટેલે જણાવ્યું કે, એ પોતાની અંગત વાત છે. પરંતુ જે ગમતું હોય તે કરવું જોઈએ.

ફતેસિંહ ચૌહાણનું નિવેદન :

કલોલના ધારાસભ્યે ફતેસિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતં કે, મા બાપની મંજુરી વિના લવ મેરેજ થતાં ક્રાઇમ રેશિયો ઉંચા જઇ રહ્યો છે. માતા પિતાની મંજુરીથી લવ મેરેજ થાય તો ક્રાઇમ રેટ 50 ટકા ઘટે. લવ મેરેજની નોંધણી અન્ય જિલ્લામાં કરે છે. કાયદામાં ફેરફાર કરી તેમાં સુધારા કરવા જોઇએ.

વકીલ, ડોક્ટર, બિલ્ડર, નેતા, વેપારી, અધિકારી જેવા સતત કામમાં પરોવાયેવા લોકો પોતાની દીકરીનું ધ્યાન રાખી શક્તા નથી. અસામાજિક તત્વો દીકરીને પ્રલોભન આપી લગ્ન કરે ત્યારે પરિવારજનોએ આત્મહત્યા કરવાનો વારો આવે છે. લવ મેરેજ કરનાર દીકરીને સાસરીમાં સ્થાન ન મળે તો તેણે પણ આત્મહત્યા કરવાનો વારો આવે છે. તેથી લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત કરવા માંગ છે.

આ પણ વાંચો :-

શું હાર્દિક પંડયા હવે નહીં રમે ટેસ્ટ ક્રિકેટ! જણાવ્યું આ કારણ, કહ્યું….’

0

Will Hardik Pandya not play test cricket now

  • હાર્દિક પંડયા ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝનો ભાગ નહોતો. આ બધા વચ્ચે પહેલી ODI પહેલા હાર્દિક પંડયાએ પણ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી અને આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર આપી હતી. જણાવી દઈએ કે ભારતની જીતમાં કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં આ બંને ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શને ઓસ્ટ્રેલિયા પાસેથી આ મેચ છીનવી લીધી હતી. આ મેચમાં રોહિત શર્માની (Rohit Sharma) ગેરહાજરીમાં હાર્દિક પંડયા (Hardik Panday) ટીમની કમાન સંભાળી રહ્યો હતો.

હાર્દિક પંડયાએ ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું :

નોંધનિય છે કે પંડયા લાંબા સમય બાદ ક્રિકેટમાં પરત ફર્યો છે. હાર્દિક પંડયા ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ સીરિઝનો ભાગ નહોતો. આ બધા વચ્ચે પહેલી ODI પહેલા હાર્દિક પંડયાએ પણ પોતાના ટેસ્ટ કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હાર્દિકે એ વિશે વાત કરતાં કહ્યું હતું કે હાલમાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ કે નજીકના ભવિષ્યમાં યોજાનારી ટેસ્ટ મેચનો ભાગ બનવા માંગતો નથી.’

આ વિશે હાર્દિકે એમ કહ્યું હતું કે તેના રમવાથી અન્ય કોઈ ખેલાડીના અધિકારો ખતમ થઈ જશે અને હાલમાં તેણે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10 ટકા પણ કામ કર્યું નથી. હાર્દિકે તેની છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ઉપલબ્ધ નહીં રહું : હાર્દિક 

હાર્દિક પંડયાએ આગળ કહ્યું હતું કે, ‘ઈમાનદારીથી કહું તો હું મારા જીવનમાં નૈતિક રીતે ખૂબ જ મજબૂત છું અને મેં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે 10 ટકા પણ કામ કર્યું નથી. સાચું કહું તો હું તેનો એક ટકા પણ ભાગ નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં જઈને કોઈનું સ્થાન લેવું મારા માટે નૈતિક રીતે સારું નહીં રહે.

જો મારે ટેસ્ટ ક્રિકેટ રમવું હોય તો મારે સખત મહેનતમાંથી પસાર થવું પડશે અને હું મારું પદ મેળવીશ અને પછી પાછો આવીશ. એટલા માટે હું નજીકના ભવિષ્યમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મેચો માટે ત્યાં સુધી ઉપલબ્ધ રહીશ નહીં જ્યાં સુધી મને એવું ન લાગે કે મેં મારું સ્થાન મેળવી લીધું છે.’

આ પણ વાંચો :-

વાયરલ થયો ગુજરાતી ખેડૂતનો આ વીડિયો, બાકી બિલ માટે UGVCL ને આપ્યો જડબાતોડ જવાબ

0

This video of a Gujarati farmer went viral, gave a jaw-dropping reply

  • Viral Video : બાકી લાઈટ બિલ બાબતે ખેડૂતનો રસિયો રૂપાળો રંગરેલિયા ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ખેડૂતનો કપાસ અને ડુંગળીના ભાવ ન મળતા કઈ રીતે બિલ ભરે તેવું ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. અગાઉ યુજીવીસીએલના કર્મચારીઓને લાઈટ બિલ ભરવા માટે ગીત ગાયું હતું.

પાટણ જી.ઈ.બી (Patan G.E.B) સીટી -1 ના એક કર્મચારી દ્વારા ગુજરાતી ગીત.. રસિયો રૂપાળો રંગ રેલીયો… લાઈટ બિલ ભરતો નથી.. ગીત સાથે નો એક વીડિયો (Viral Videos) ખુબજ વાયરલ થયો હતો. આ સુમધુર ગીત થકી લોક જાગૃતિ થકી વીજ ગ્રાહકોને લાઈટ બિલ (Light bill) ભરવા અપીલનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ચર્ચાયો હતો.

પરંતું હવે એમજીવીસીએલના કર્મચારીને જવાબ આપતા એક ધરતીપુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બાકી લાઈટ બિલ બાબતે ખેડૂતનો રસિયો રૂપાળો રંગરેલિયા ગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડૂતનો કપાસ અને ડુંગળીના ભાવ ન મળતા કઈ રીતે બિલ ભરે તેવું ગાતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. અગાઉ યુજીવીસીએલના કર્મચારીઓને લાઈટ બિલ ભરવા માટે ગીત ગાયું હતું.

કર્મચારીની અપીલનો વીડિયો વાયરલ :

પાટણ શહેર સીટી-1માં વીજ બિલના નાણાં બાકી હોય તેવા વિસ્તારોમાં જીઈબીના કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે. જેમાં જગદીશ ભાઈ ગોસ્વામી જે જીઈબી પાટણ સીટી-1માં લાઈન મેન તરીકે ફરજ નિભાવે છે. જેમને તેમના સુર મધુર કંઠે ગુજરાતી ગીતના શબ્દોમાં કેટલાક ફેરફાર કરી માઈક થકી ગીત ગાઈ વીજ ગ્રાહકોને વીજ બિલ ભરવા અપીલ કરી રહ્યાં છે.

જે વાયરલ વીડિયો ખુબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જીઈબીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગીતના માધ્યમ થકી વિજબીલના બાકી નાણાં ભરવા અપીલ કરવાનો અનોખો અંદાજ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે લાખો લોકોએ આ વાયરલ વીડિયોને વખાણી રહ્યા છે.

ખેડૂતનો કર્મચારીને જવાબનો વીડિયો વાયરલ :

એક ખેડૂતે વીજ કંપનીના કર્મચારીને પોતાના શબ્દોમાં જવાબ આપ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. જેમાં ખેડૂત વીજ કંપનીને કહી રહ્યા છે કે, રૂપાળો રંગરેલિયા લાઈટબિલ ક્યાંથી ભરે… નથી ડુંગળીના ભાવ, નથી કપાસના ભાવ. નથી ઘઉંના ભાવ. રસિયો રૂપાળો રંગરેલિયો લાઈટબિલ ક્યાંથી ભરે.

આમ વીજ કંપનીના કર્મચારીને એક ધરતીપુત્રએ પોતાના શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. વીજ કંપનીના જવાબ આપતા ધરતીપુત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

ઉનાળું વેકેશનમાં ફરવાનો પ્લાન કરો છો ? તો આ સમાચાર વાંચી લેજો

0

Planning a summer vacation? So read this news

  • એક મહિના બાદ એટલે કે 16 એપ્રિલ પછીની ટ્રેનમાં પણ વેઇટીંગ જોવા મળી રહ્યું છે. મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ અત્યારથી 150 થી 200 ની વચ્ચે જોવા મળી રહ્યું છે. લખનઉ, દિલ્હી, મુંબઈ, હાવડા, કાનપુર, પટના, આગ્રા જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ જોવા મળી રહ્યું છે.

ઉનાળાનું વેકેશન (Summer vacation) શરુ થાય તે પહેલા જ ટ્રેનમાં વેઇટિંગ શરૂ થઈ ચૂક્યું છે. એક મહિના બાદ એટલે કે 16 એપ્રિલ પછીની ટ્રેનમાં (Train) પણ વેઇટીંગ જોવા મળી રહ્યું છે. મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ અત્યારથી 150 થી 200 ની વચ્ચે જોવા મળી રહ્યું છે. લખનઉ, દિલ્હી, મુંબઈ, હાવડા, કાનપુર, પટના, આગ્રા જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ જોવા મળી રહ્યું છે.

ગત વર્ષે શરુ કરવામાં આવેલી સમર સ્પેશિયલ ટ્રેનનું શિડ્યુલ લંબાવવામાં આવ્યું છે. આગામી સમયમાં જો વેઇટિંગ વધશે તો તેની સામે પણ સુવિધા ઉભી કરવામાં આવશે. અમદાવાદથી લખનઉ જતી ટ્રેનમાં એક મહિના પહેલાનું વેઇટિંગ 186, પટના જતી ટ્રેનનું વેઇટિંગ 100-180, પ્રયાગરાજ 70-90 વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

ઉનાળુ વેકેશનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકેન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચા વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 300 સુધી પહોંચ્યું છે. અત્યારે મોટાભાગની ટ્રેનોમાં જૂન પહેલા કન્ફર્મ ટિકિટ મળવી અસંભવ છે. જૂન માસના પહેલા અઠવાડિયા સુધી તમામ લાંબા રૂટની ટ્રેનો પેક હોવાનું જણવા મળે છે.

ગુજરાતભરમાં થોડા દિવસોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. રાજકોટમાં અંદાજે 2 લાખ લોકો ઉનાળાના વેકેશનમાં ફરવા જતા હોય છે. આ વર્ષે મોંઘવારીના અસહ્ય માર વચ્ચે પેકેજ ટૂરમાં અંદાજે 20 ટકાનો જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે.

ટ્રાન્સપોર્ટના ભાડા પણ વધારી દેવામાં આવ્યા છે. આ સાથે જ રહેવા-જમવા માટેની હોટેલ-રેસ્ટોરાં પણ મોંઘી બની છે એ સમયે સમર વેકેશનમાં હરવાફરવા જવા માંગતા રાજકોટિયનોએ ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે વધારે નાણાં ખર્ચવા પડશે.

આ પણ વાંચો :-

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત

0

The next 5 days are a sign

  • ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ,સુરત,નવસારી,તાપી,ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ (Rainy weather) રહેશે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. આગામી પાંચ દિવસ વરસાદની આગાહીના મતે બનાસકાંઠા, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમરેલીમાં (Amreli) કરા પડવાની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં (Gandhinagar) પણ આજે વરસાદ પડી શકે છે. આવતીકાલથી વરસાદની શક્યતા ઓછી છે. આવતીકાલથી કરા પડવાની શક્યતા પણ નહિવત છે.

ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી છે.

આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. રાજસ્થાન તરફ સર્જાયેલ સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ બન્યું છે. જેના કારણે તાપમાનનો પારો 2 દિવસ વધશે ત્યારે બાદ ઘટી જશે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા સપ્તાહે જોવા મળશે.

આગામી 4 દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો :-