Home Blog Page 1149

દેશ-દુનિયામાં ગુજરાતનું નામ ગુંજતુ કરનાર ‘ગોલ્ડન ગર્લ’ નું દિલ્હીમાં સન્માન

0

The ‘Golden Girl’ who made the name

  • Sarita Gaekwad Felicitate With Award : ડાંગની દીકરી સરિતા ગાયકવાડ દિલ્હી ખાતે ‘કમલા પાવર વુમન એવોર્ડ’ થી સન્માનિત.

ગુજરાતની ગોલ્ડન ગર્લ (Golden Girl) તરીકે દેશને એશિયન ગેમ્સમાં સ્વર્ણપદક અપાવનારી ડાંગનું દિલ્હીમાં સન્માન કરાયું છે. ડાંગની દીકરી સરિતા ગાયકવાડને (Sarita Gaekwad) દિલ્હી ખાતે ‘કમલા પાવર વુમન એવોર્ડ-૨૦૨૩’ થી સન્માનિત કરાયા છે.

આઠમી એશિયન ગેમ્સમાં દેશને ૪/૪૦૦ મીટર ની વિઘ્નદોડમાં સ્વર્ણપદક અપાવનારી ડાંગની આ દોડવીરને, દેશની જુદા જુદા ક્ષેત્રની પાવરફુલ ૭૫ મહિલાઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં દિલ્હી સ્થિત ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, ૧૫-જનપથ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં, દેશના પ્રતિષ્ઠિત નાગરિકો, સરકારના વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ સહિત જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી, દેશનું નામ રોશન કરનારી સન્નારીઓ ઉપસ્થિત રહી હતી. જેમની હાજરીમાં ડાંગની દીકરી સરિતા ગાયકવાડે આ સન્માન સ્વીકાર્યું હતું.

દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી હતી. આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવ્યા બાદ અને પોલીસ વિભાગમાં ડીવાયએસપીની ફરજ બજાવ્યા બાદ પણ તેઓ સાદગી રીતે ખેડૂત પુત્રી તરીકેનું જીવન જીવે છે. સામાન્ય ખેડૂત પરિવારની દિકરીની જેમ તેઓ ખેતરમાં ડાંગરની કાપણી કરે છે. જેને કારણે લોકો તેમની વાહવાહી કરે છે.

આ પણ વાંચો :-

70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં ! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક !

A bike with an average of 70 in just 22 thousand

  • પ્રથમ ઓફર DROOM વેબસાઇટ પરથી આવે છે. અહીં સેકન્ડ Hand Hero HF Deluxeનું 2019 મોડલ વેચાણ માટે સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 22,500 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન પણ ઉપલબ્ધ થશે.

લોકો બાઈક (Bike) ખરીદવામાં ઘણી રૂચિ રાખે છે. પરંતુ મોંઘવારીના (inflation) કારણે વાહનોની કિંમતમાં ફરક પડે છે. એટલે વાહનોની કિંમતમાં વધારો થયો છે. આ જ કારણે લોકો વાહનોની ખરીદી કરતા ખચકાય છે. જો તમે નવું બાઈક ખરીદવાનું વિચારે છે પરંતુ વધતી કિંમતોના કારણે ખરીદી શકતા નથી. એવામાં લોકો હવે નવી બાઈકની જગ્યાએ જૂની બાઈક તરફ વળી રહ્યા છે.

આજના સમયમાં અનેક એવા પોર્ટલ છે જ્યાં જૂની બાઈકને ખરીદીને વેચવામાં આવે છે. જોકે તે જૂની ચોક્કસથી હોય છે પરંતુ બ્રાન્ડ ન્યૂ કન્ડીશનની હોય છે. એટલે ઓનલાઈન પોર્ટલથી સારી બાઈક પણ ખરીદી શકાય છે. આવા જ એક પોર્ટલ પર Hero HF Deluxe બાઈક માત્ર 22,000 રૂપિયાથી 25,000 રૂપિયામાં મળી જશે. ત્યાં સુધી કે માત્ર 6000 કિલોમીટર ચાલી છે. ચાલો તેના વિશે તમને જણાવીએ.

જો તમે Hero HF Deluxeને ખરીદવાનું વિચારો છો તો તેના માટે તમારે 56,070 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે ટોપ મોડલ માટે 64,520 રૂપિયા ખર્ચ કરવા પડશે. પરંતુ કેટલીક જગ્યાએ તે સેકંડ હેન્ડ પર સસ્તી ડીલમાં મળે છે. અહીયા જે બાઈકની વાત થઈ રહી છે તે બાઈક માત્ર 3 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરી 2023માં ખરીદવામાં આવી છે. તે સિંગલ હેન્ડ મેન્ટેઈન છે. જેના કારણે તેની કન્ડીશન એકદમ શાનદાર છે. આવો જાણીએ તેમાં કઈ ઓફર્સ છે.

Hero HF Deluxe ઓફર્સ : 

પ્રથમ ઓફર DROOM વેબસાઇટ પરથી આવે છે. અહીં સેકન્ડ Hand Hero HF Deluxeનું 2019 મોડલ વેચાણ માટે સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 22,500 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન પણ ઉપલબ્ધ થશે.

બીજી ઓફર QUIKR વેબસાઇટ પરથી આવી છે. અહીં સેકન્ડ Hand Hero HF Deluxeનું 2020 મોડલ વેચાણ માટે સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 22,000 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન ઉપલબ્ધ રહેશે નહીં.

ત્રીજી ઓફર OLX વેબસાઇટ પરથી આવી છે. અહીં વેચાણ માટે વપરાયેલ હીરો એચએફ ડીલક્સનું 2020 મોડલ સૂચિબદ્ધ છે. અહીં તેની કિંમત 24,000 રૂપિયા રાખવામાં આવી છે. અહીંથી બાઇક ખરીદવા પર ફાઇનાન્સ પ્લાન ઉપલબ્ધ રહેશે નહીં.

આ પણ વાંચો :-

18 માર્ચ 2023 નું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા, ઘરમાં ભરાશે ધનનો ભંડાર

Horoscope of 18 March 2023 Gujarat Guardian

મેષ
આર્થિક ક્ષેત્રે શુભફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય. તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહનસુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભ
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુન
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્ક
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહ
સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્તીત થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

ન્યા
જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલા
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધન
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકર
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીન
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા બનવાની છે મા, જલ્દી ફેન્સને આપશે ખુશખબર

Ajay Devgn’s onscreen daughter Ishita Dutta

  • Drishyam 2 famed Ishita Dutta Pregnancy : બોલીવુડ એક્ટર અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા મા બનવાની છે. દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા પોતાના લગ્નના 6 વર્ષ બાદ પ્રેગ્નેટ થઈ છે.

બોલીવુડ એક્ટર અજય દેવગણની (Ajay Devgn) ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા (Ishita Dutta) મા બનવાની છે. દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા પોતાના લગ્નના 6 વર્ષ બાદ પ્રગ્નેટ થઈ છે.

ટૂંક સમયમાં એક્ટ્રેસના ઘરમાં બાળકની ચિચિયારી ગુંજશે. પાપારાઝીઓએ અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રીને ઘેરી લીધી અને ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું ત્યારે આ સમાચાર દુનિયા સામે આવ્યા છે. ઈશિતાના આ ફોટા અને વીડિયોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ઈશિતાના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે. જેથી ઘણા લોકો આશ્ચર્યમાં પણ છે. પ્રસિદ્ધ અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન ઈશિતાને ચાહકો ફિલ્મ દ્રશ્યમ અને તેની સિક્વલમાં તેની ભૂમિકા માટે ઓળખે છે.

બેબી બમ્પના ફોટા વાયરલ  :

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈશિતાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ  કે, ‘ઈશિતા પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે.’  આશ્ચર્યજનક વાત એ છે, કે ઈશિતા દત્તાએ પોતે હજુ સુધી પોતાની પ્રેગ્નન્સી વિશે કોઈ પોસ્ટ કે માહિતી આપી નથી.

No description available.

ચાહકોને આશા છે કે, ટૂંક સમયમાં જ ઈશિતા પોતે પણ તેના ચાહકોને સારા સમાચાર આપે. આ વાયરલ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે અભિનંદન પાઠવ્યા અને લખ્યું, ‘તમારી પ્રેગ્નેન્સી માટે ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ મને આશ્ચર્ય છે કે, તે આટલી મોટી છે, મને ખબર નહોતી.’

આ પણ વાંચો :-

મહાઠગ કિરણ વિશે ચોંકાવનારા ખુલાસા : અમદાવાદમાં છે ભવ્ય બંગલો અને ગાડી

0

Shocking revelations about Mahathug Kiran

  • Jammu Kashmir News : PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને કાશ્મીરમાં જલસા કરનાર કિરણ પટેલની શ્રીનગરમાં ધરપકડ. Z+ સિક્યોરિટી સાથે પ્રતિબંધિત વિસ્તારોનો કર્યો હતો પ્રવાસ.

PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ (Kiran Patel) મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે.

એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલો ખરીદ્યો છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ, તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.

કોણ છે કિરણ પટેલ :

કિરણ પટેલ હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતો હોવાનું ચર્ચાય છે. તેના શોખ વૈભવી છે. તેનુ ટ્વિટર એકાઉન્ટ વેરીફાઈ થયેલું છે. એટલુ જ નહિ, તેના સોશિયલ મીડિયા પર અનેક નેતાઓ સાથે ફોટો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે.

કિરણ પટેલ સામે ગુના :

અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.

આ પણ વાંચો :-

સોનુ સૂદે રાજકારણમાં એન્ટ્રી મામલે કર્યો મોટો ખુલાસો, મને…..

Sonu Sood made a big revelatio

  • સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસ નેતા છે. તે Punjab Assembly Electionમાં મેગા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી ચુકી છે. તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અને અરોડાએ હરાવી દીધા હતા.

એક ઈન્ટરવ્યૂમાં બોલિવુડ એક્ટર સોનુ સૂદે (Sonu sood) મોટો ખુલાસો કર્યો છે. રાજનીતિમાં જવાના સવાલ પર સોનુ સૂદે દાવો કર્યો છે કે તેમણે બે વખત રાજ્યસભા સાંસદ (MP) બનવા એક વખત ઉપ-મુખ્યમંત્રી (Deputy Chief Minister) બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત ઉપ-મુખ્યમંત્રી બનવાની ઓફર મળી ચુકી છે. ઘણી વખત મોટા પદ પણ ઓફર થઈ ચુક્યા છે. પરંતુ તે બધાને ઠુકરાવી રહ્યા છે.

સોનુએ જણાવ્યું કે આ બધી વસ્તુઓ મને એક્સાઈટ નથી કરતી. હું પોતાના નિયમ પોતે બનાવવા માંગુ છું. હું કોઈના બનાવેલા રસ્તા પર નથી ચાલતો.

સોનુ સૂદનું રાજનૈતિક કનેક્શન  :

સોનુ સૂદ હાલ કોઈ પણ રાજનૈતિક પક્ષના સદસ્ય નથી. ઘણી વખત તેના કોઈને કોઈ પાર્ટીમાં જવાની અફવાહ ઉડતી રહે છે. અલગ અલગ નેતાઓની સાથે તેના ફોટો આવતા રહે છે. પરંતુ અત્યાર સુધી કોઈ પાર્ટીમાં શામેલ નથી થયા.

બહેન છે કોંગ્રેસમાં  :

સોનુની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી-2022થી પહેલા કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને કોંગ્રેસ પાર્ટીએ પંજાબના મોગા વિધાનસભા સીટથી ટિકિટ આપી હતી. માલવિકાને કુલ 38125 વોટ મળ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ. અમનદીપ કૌર અરોડાએ 58813 વોટ મેળવી તેમને હરાવી દીધા.

બહેન માટે ચૂંટણી પ્રચાર કર્યો  :

સોનુ સૂદે પોતાની બહેન માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. જોકે તે વારંવાર આ વાતને સ્પષ્ટ કરતો રહે છે કે તે પોતાની બહેનના પ્રચાર માટે મેદાનમાં છે. કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે નહીં.

માલવિકાના કોંગ્રેસ સાથે જોડાયા પહેલા સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, શિરોમણિ અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલને મળ્યા હતા.

આપ સાથે છે એક કનેક્શન :

સોનુ સૂદ આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દેશ કે મેન્ટોર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓગસ્ટ 2021માં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સોનુ સૂદની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ વખતે સોનુ સૂદ અને આમ આદમી પાર્ટી બન્નેએ આ સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચે કોઈ પોલિટિક્સ ડિસ્કસ નથી થયું.

આ પણ વાંચો :-

બેન્ડ બાજા સાથે લોનની વસૂલાત કરવા પહોંચ્યા બેંકના અધિકારી, ગુજરાતનો રસપ્રદ કિસ્સો

0

An interesting case from Gujarat 

  • Daman Bank : બાકી રહેલા નાણાં વસૂલવા માટે દમણની બેંકે અનોખો કીમિયો અપનાવ્યો, બેંક બાજા સાથે 1.68 કરોડ રૂપિયા વસૂલવા નીકળી પડી.

આજકાલ લોન (Loan) લેવાનું ચલણ વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે લોન લઈને હપ્તા ચૂકવતા નથી. આવામાં બેંકના અધિકારીઓને રૂપિયા કઢાવવા નાકે દમ આવી જાય છે. પરંતુ સંઘપ્રદેશ દમણની (Sangh Pradesh Daman) એક બેંક દ્વારા અનોખી રીતે લોનની વસૂલાત કરવાનું નક્કી કર્યું હતું. લોનની વસુલાત માટે અધિકારીઓ ઢોલ -નગારા સાથે બાકીદારને ત્યાં નાણાં વસૂલવા માટે પહોંચ્યા હતા.

ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેંક દ્વારા લોનની રકમ ભરપાઇ નહી કરનારાઓને હવે પાઠ ભણાવવાનું નક્કી કરાયું છે. નાણાં વસૂલી કરવા માટે હવે બેંક અધિકારીઓએ કમર કસી છે. ત્યારે ભીમપોર ગામે બાકીદાર પાસે અધિકારીઓ બેંડબાજા સાથે પહોંચ્યા હતા. બેંક દ્વારા બેન્ડબાજા સાથે પહોંચી વસુલાત કરવાની નવી પહેલ કરાઇ છે.

ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા ૧.૬૮ કરોડની વસુલાત કરવા અધિકારી-ટીમ પહોંચી હતી. ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા ૧.૬૮ કરોડની વસુલાત માટે ટીમ પહોંચતા લોકોમાં કુતૂહલ છવાયું છે. ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેક બેંકના અધિકારી અને ટીમ ઢોલ નગારા દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન સાથે ભીમપોર ગામે ખાલપાભાઇ આપવામાં આવે છે.

કેટલાક ગ્રાહકો ભવલાભાઇ પટેલને ત્યાં પહોંચી ઢોલ- સમાંયતરે લોનની રકમ ભરવા અપીલ કરી છે. રૂપિયા ૧.૬૮ કરોડ ભરપાઇ ઉદાસીનતા દાખવતા હોય નોટિસ આપવા કરવા જણાવ્યું હતુ. અધિકારી અને ટીમ છતાં રકમ ભરપાઇ કરવામાં આવતી નથી. લોન ધારકનું નામ, સરનામુ, બાકી રકમ જેથી બેંકે બાકીદારો પાસેથી રકમ વસુલ સહિતની વિગતો દર્શાવતા બેનર સાથે કરવા નવી પહેલ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

Photos : લગ્ન બાદ પત્નીને આવી ગયા દાઢી-મૂંછ, પછી મહિલાએ જે કર્યું તે….

0
 Wife got beard and mustache after marriage
  • આપણા સમાજમાં લોકોને તેમના નામ, પદ, પ્રતિષ્ઠા, ધન, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્સ માટે પણ માપવામાં આવે છે. જો કે અનેક લોકો એવા પણ છે જે બીજાને તેમના સ્વભાવથી નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને જજ કરે છે.

Woman With Full Beard :  આપણા સમાજમાં લોકોને તેમના નામ, પદ, પ્રતિષ્ઠા, ધન, કાબેલિયતની સાથે સાથે તેમના લૂક્સ માટે પણ માપવામાં આવે છે. જો કે અનેક લોકો એવા પણ છે જે બીજાને તેમના સ્વભાવથી નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને જજ કરે છે. આવા લોકો બીજા વિશે અગાઉથી જ ધારણા બાંધી લે છે કે તે વ્યક્તિ કેવી હશે.  આ ચક્કરમાં કેટલાક સંબંધોનો કરુણ અંત પણ આવી જતો હોય છે. આવું જ કઈક મનદીપ કૌર (Mandeep Kaur) સાથે થયું જેમના જીવનમાં આવેલા એક ફેરફારે ઉથલપાથલ મચાવી દીધી. આમ છતાં આ સમસ્યા સામે નતમસ્તક થવાની જગ્યાએ તેમણે આગળ વધવાનું પસંદ કર્યું.

તસવીરમાં જોવા મળી રહેલ વ્યક્તિ કોઈ પંજાબી હટ્ટાકટ્ટા યુવકની નથી પરંતુ એક મહિલાની છે જેમનું નામ મનદીપ કૌર છે. જેમની કહાની તમને વિચારતા કરી મૂકશે. મૂળ પંજાબના રહીશ મનદીપ કૌરને તેમના પતિએ એટલા માટે ડિવોર્સ આપી દીધા કારણ કે તેમના ચહેરા પર દાઢી અને મૂંછ આવી ગયા હતા. જો કે આ ફેરફાર બાદ તેમના જીવનમાં પણ અનેક ઉથલપાથલ મચી ગઈ. પણ આમ છતાં તેમણે પોતાના આ રૂપને સ્વીકારી લીધુ. આજે મનદીપ પોતાની આ નવી ઓળખ પર શર્મિદાં થવાની જગ્યાએ ગર્વ મહેસૂસ કરે છે.

મનદીપ પોતાના પરિવાર સાથે એકદમ ખુશ છે. પૂરા સન્માન સાથે જીવન પસાર કરે છે. નવા આત્મવિશ્વાસથી ભરેલ મનદીપે એ પણ જણાવ્યું કે તેણે કઈ રીતે પોતાની વધેલી દાઢીને મૂંડાવવાની ના પાડી દીધી હતી. તેને જોઈને કોઈ કહી ન શકે કે આ મહિલા હશે. જ્યારે તે વાત કરવાનું શરૂ કરે ત્યારે ખબર પડે કે તે મહિલા છે. હવે તે પોતાના ભાઈઓ સાથે ખેતીનું કામ સંભાળે છે. પોતાનું જીવન ખુલીને જીવે છે.

ડેઈલી મેઈલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ વર્ષ 2012માં મનદીપના લગ્ન થયા હતા. થોડા વર્ષ સુધી તો તે એકદમ ખુશહાલ લગ્નજીવન જીવતી રહી પરંતુ મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેને દાઢી મૂંછ આવી ગયા. આ ઘટના બાદ મનદીપના પતિએ ડિવોર્સ લઈ લીધા અને મનદીપ ડિપ્રેશનમાં જતી રહી. દુખી મનદીપ જોકે તૂટવાની જગ્યાએ ગુરુદ્વારામાં જવાનું શરૂ કરી દીધુ.

ગુરુદ્વારામાં જઈને તેને મનની શાંતિ મળી અને તણાવ દૂર થયો તથા તેમણે પોતાના શરીરને જેવું છે તેવું જ સ્વીકારવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેણે પોતાના ચહેરાના વાળને હટાવવાનું બંધ કરી દીધુ અને માથા પર પાઘડી પહેરવા લાગી. આજે તે એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. મનદીપ આજે બુલેટ પણ ચલાવે છે. તે ખુશ છે કે તેણે પોતાના નબળાઈને તાકાત બનાવી દીધી અને એક નવી ઓળખ અને સ્ટેટસ સ્થાપિત કર્યું.

આ પણ વાંચો :-

અહીં ખૂલી ઝૂલતી રેસ્ટોરન્ટ, હવે વિદેશની જેમ હવામાં બેસીને જમી શકાશો

0
Here open hanging restaurant
  • Ahmedabad Hanging Restaurat : અમદાવાદમાં ખૂલી અનોખી રેસ્ટોરન્ટ, હવામાં લટકીને જમી શકશો.

Sky Dinning : સ્કાય ડાઈનિંગ (Sky Dinning) કન્સેપ્ટ તમે સાંભળ્યો હશે. આ કોન્સેપ્ટ વિદેશોમાં જોવા મળતો હોય છે. જ્યાં કેટલાય ફૂટ ઊંચાઈએ હવામાં ઝૂલતુ રેસ્ટોરન્ટ (Hanging restaurant) હોય છે. જ્યાંથી આખા શહેરનો નજારો જોઈ શકાય છે. હવામાં ઝૂલીને લોકો ડિનર માણતા હોય છે. ત્યારે હવે અમદાવાદમાં  (Hanging Restaurant)પણ આ કોન્સેપ્ટ જોવા મળ્યો છે. અમદાવાદમાં પહેલીવાર સ્કાય ડાયનિંગ શરૂ થયું છે. અમદાવાદમાં હેન્ગિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. આ વચ્ચે ચર્ચા તો એ છેકે માત્ર 12 પાસ ગુજરાતીએ આ રેસ્ટોરન્ટ શરૂ કરી છે.

ક્યાં શરૂ થઈ રેસ્ટોરન્ટ :

આ રેસ્ટોરન્ટ શરૂ થયા બાદ હવે તમને એ જાણવામાં રસ હશે કે આખરે અમદાવાદમાં ક્યાં આ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર થલતેજ-શિલજ રોડ નજીક સ્કાય ડાયનિંગ નામથી આ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. જ્યાં હવામાં ક્રેનના સહારે લટકીને ભોજન કરાવાય છે. આ રેસ્ટોરન્ટ શરૂ કરનાર રાજેશભાઈ કાલાવડિયા કહે છે કે ભારતીય લોકોને હંમેશા વિદેશમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ આકર્ષતી હતી.

પરંતુ મને ભારતમાં આવી રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો. જેથી મેં આ રેસ્ટોરન્ટનો પ્લાન બનાવ્યો. આ માટે રાજેશભાઈએ ત્રણ વર્ષ સુધી મહેનત કરી હતી. તેઓએ ત્રણ વર્ષ સુધી અમદાવાદમાં સ્થળની શોધ કરી. સાથે જ ટેકનોલોજી, બજેટ, લોકોની સલામતી વગેરે પર રિસર્ચ કર્યું. ત્યારે જઈને આખરે આ રેસ્ટોરન્ટનો પ્લાન અમલમાં આવ્યો.

કેટલો ચાર્જ :

જો તમે આ રેસ્ટોરન્ટમાં ખાવા માંગો છો તો આ માહિતી તમારા કામની છે. અહી મોકટેલ સેશન, સનસેટ સેશન અને ડીનર તથા લંચ સેશન રાખવામા આવ્યા છે. કુલ 9 સેશન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એક રાઈડમાં વધુમાં વધુ 22 લોકો અને ઓછામાં ઓછા 2 લોકો બેસી શકે છે. તેમજ વિકેન્ડનો ભાવ અલગ છે. પ્રતિ વ્યક્તિ ભાવ 2 હજારથી લઈને 5 હજાર રૂપિયા છે. જેમાં રાઈડ ઉપર નીચે થાય છે. મોકલેટ સેશનનો સમય 30 મિનિટ, સનસેટ સેશનનો સમય 45 મિનિટ અને ડીનર તથા લંચનો સેશન 1 કલાકનો છે. જ્યાં ક્રેનના સહારે લટકતા ડાઈનિંગ ટેબલ પર ફૂડ પિરસાય છે.

160 ફૂટની ઊંચાઈએ લઈ જઈને પીરસવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 કલાક સુધી એક સરખા તાપમાને ફૂડ રહી શકે તેવા અમારી પાસે બકેટ છે. આટલું જ નહીં દરેક ફૂડ નક્કી કરેલા સમય મુજબ જ પીરસાય છે. જેથી ગ્રાહકો અનુકૂળ રીતે તેનો આનંદ લઈ શકે.

આ પણ વાંચો :-

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ

0

Another emotional post from Kinjal Dave  

  • Kinjal Dave Engagement : સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું આ વચ્ચે તેઓ ગઈકાલે પાવાગઢ પહોંચ્યા હતા. પરંતુ આ વચ્ચે તેમણે ઈન્સ્ટા પર મૂકેલી એક સ્ટોરી પણ ચર્ચામા આવી છે

ગુજરાતની ગાયિકા કિંજલ દવેને (Singer Kinjal Dave) કોણ નથી ઓળખતું. ગુજરાતની ગલીઓ અને લગ્નોમાં બાળકો પણ કિંજલ દવેના ગીતો પર ડાન્સ થાય છે. ત્યારે કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે સૌને વિચારમાં મૂક્યા હતા. હાલ ચારેતરફ ગુજરાતી ગાયિકાની સગાઈ તૂટવાના જ સમાચાર ચર્ચાઈ રહ્યાં છે. જોકે કિંજલ દવેએ (Kinjal Dave) અત્યાર સુધી સગાઈ તૂટવાના મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.

પરંતુ પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોશી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી છે. જે બતાવે છે કે કિંજલ દવેની સગાઈ તૂટી છે. ત્યારે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. પરંતુ તેના બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી એક સ્ટોરી ચર્ચા જગાવી રહી છે.

ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.

પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી અને આ જ કારણે તેની સગાઈ તૂટી.

સગાઈ તૂટ્યા બાદથી ગુજરાતી સિંગર કિંજલ દવેએ જાણે મૌન પાળ્યું છે, પરંતું તેમણે શેર કરેલી એક ઈન્સ્ટા સ્ટોરી પણ દર્દભરી પોસ્ટ છે. જેમાં તેમણે લખ્યું છે કે, સબ કો મિલ જાયે મંઝિલ યે જરૂરી તો નહિ, જિંદગી રાહ-એ-સફર હૈ, તુમ યુહી ચલતે રહેના, ચિરાગો કી તરહ રાહ મે જલતે રહેના, હર અંધેરે કો ઉજાલો મેં બદલતે રહેના.

સગાઈ બાદ પહેલી પોસ્ટ :

સગાઈ તૂટ્યાના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ હીચકા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતાં કિંજલ દવે કેપ્શનમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષણ રીતે ખીલો, શુભ સવાર”.

આ પણ વાંચો :-