Home Blog Page 1108

14 વર્ષના બાળકને મેદાન પર ક્રિકેટ રમતાં આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

0
14-year-old boy
  • Child Heart Attack Case Of Pune : વધુ એક વાર ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વધારે ચિંતાજનક છે કારણ કે 14 વર્ષના એક બાળકને હાર્ટ અટેક આવ્યા પછી તેનું મોત થયું છે. આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો.

છેલ્લા કેટલાક સમય દરમિયાન ક્રિકેટ (Cricket) રમતા મેદાન ઉપર હાર્ટ એટેક (Heart Attack) આવ્યાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વાર ક્રિકેટ રમતા હાર્ટ એટેક (Heart Attack) આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના વધારે ચિંતાજનક છે કારણ કે 14 વર્ષના એક બાળકને હાર્ટ અટેક આવ્યા પછી તેનું મોત થયું છે.

આ ઘટના મહારાષ્ટ્રના પૂણેમાં બની હતી. જાણવા મળતી માહિતી અનુસાર બાળકને એટેક આવ્યો ત્યારે તે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

આ અંગે મળતી જાણકારી અનુસાર મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વાનોરી વિસ્તારમાં 14 વર્ષીય વેદાંત પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. થોડીવાર ક્રિકેટ રમ્યા પછી બાળકને છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થયો. તે મેદાન પર જ ઢળી પડ્યો અને તરફડવા લાગ્યો. વેદાંત સાથે રમતા અન્ય બાળકો તુરંત જ વેદાંતના પિતાને આ અંગે જાણ કરવા પહોંચ્યા.

પછી તેના પિતા મેદાન પર પહોંચ્યા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યો. બાળકની હાલત જોઈ સ્થાનિક હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર આપી અને પછી મોટી હોસ્પિટલમાં તેને રિફર કરવામાં આવ્યો. બાળકના પરિવારના લોકો તેને ફાતિમા નગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈને પહોંચ્યા.

બાળકની હાલત ગંભીર હતી તેથી તેને તુરંત જ દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ બાળકનું મોત સારવાર દરમિયાન થયું. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકની હાલત કાર્ડિયાક એરેસ્ટ ના કારણે ખરાબ થઈ હતી અને તેના કારણે જ તેનું મોત થયું.

આ પણ વાંચો :-

દર્શકો પર ન ચાલ્યો ભાઈજાન નો જાદુ, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને મળી ખૂબ જ ફિક્કી ઓપનિંગ !

Kisi Ka Bhai Kisi Ki Jaan
  • સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે.

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ (Kissi Ka Bhai Kissi Ki Jaan) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. ચાર વર્ષની લાંબી રાહ બાદ સલમાન ખાન (Salman Khan) ઈદના અવસર પર મોટા પડદા પર દેખાયો છે. ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ સામે આવ્યું છે અને સમાચાર સારા નથી. જો શરૂઆતના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાનની ફિલ્મ પહેલા દિવસે જ ગરબડ થઈ ગઈ છે.

આટલી સ્ક્રીન પર રિલીઝ થઈ ફિલ્મ :

કિસી કા ભાઈ કિસી કી જાન‘ ભારતમાં 4500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે અને વિદેશમાં 1200 સ્ક્રીન્સ મળી છે. જો કે સલમાન ખાનની આ કોઈ મોટી રિલીઝ નથી. ‘ટાઈગર ઝિંદા હૈ‘ અને ‘ભારત’ જેવી ફિલ્મો તેમની મોટી ફિલ્મો હતી. જોકે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું બજેટ અને અપીલ ચોક્કસપણે તેને મોટું બનાવે છે.

પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી હતી :

સવારના શોમાં ફિલ્મને સરેરાશ ઓપનિંગ મળી હતી પણ સરેરાશ શરૂ થયા બાદ સલમાનની નવી ફિલ્મને પણ સાંજ સુધી મલ્ટીપ્લેક્સમાં ભીડ જોવા મળી હતી. મીડિયા અનુસાર, ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 15 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. તેની અત્યાર સુધીની ફિલ્મોના હિસાબે આ બહુ નાનો આંકડો છે.

ઈદ પર રિલીઝ થનારી સલમાનની અગાઉની ફિલ્મ ‘ભારત’ હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 42.30 કરોડનું કલેક્શન કર્યું હતું. ‘ભારત’ની સરખામણીએ ‘કિસી કા ભાઈ કિસી કી જાન‘ની કમાણી લગભગ 30 કરોડ રૂપિયા ઓછી છે. જો ફિલ્મ વીકેન્ડ પર સારી કમાણી ન કરી શકી તો બોક્સ ઓફિસ પર ચાલવું મુશ્કેલ છે.

આ પણ વાંચો :-

 

VIDEO: “તને જોઈને મારુ દિલ ધક ધક થાય છે..’ ચહલે આપ્યો ધનશ્રીને દગો. ! IPLની વચ્ચે કરી નાખ્યું પ્રપોઝ

0

VIDEO  

  • યુજવેન્દ્ર ચહલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચહલ એક ખેલાડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. જુઓ વીડિયો

IPL (IPL 2023)માં ટીમ ઈન્ડિયાનો સ્પિન માસ્ટર યુજવેન્દ્ર ચહલ (Yujvendra Chahal) પોતાનો જલવો બતાવી રહ્યો છે. અત્યાર સુધી ચહલ સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા સ્થાને છે. તે જ સમયે આ શાનદાર પ્રદર્શનની વચ્ચે યુજવેન્દ્ર ચહલનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચહલ એક ખેલાડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. આ જોઈને ટીમ ઈન્ડિયાનો (Team India) બેટસમેન શિખર ધવન (Shikhar Dhawan) પણ આશ્ચર્યચકિત થઈ ગયો છે.

યુજવેન્દ્ર ચહલ ટીમનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તેનું બોન્ડિંગ માત્ર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે જ નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ સાથે પણ સારું છે. તેમાંથી એક નામ જોસ બટલરનું પણ છે. જેની સાથે ચહલ ઘણીવાર મસ્તી કરતો જોવા મળે છે. ગત સિઝનથી બંને ખેલાડીઓ વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં ચહલ જોસ બટલરને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે.

હું દરરોજ રાત્રે તમને જોવુ છું : યુજવેન્દ્ર ચહલ 

વીડિયોમાં જોસ બટલરથી ચહલ એક ફ્લાવર પોટની સાથે કહે છે, ‘જોસ ભાઈ, તમે મારા જીવનનો પ્રેમ છો. ગયા વર્ષે જ્યારે હું તમને મળ્યો ત્યારે મારું હૃદય ધક ધક કરી રહ્યું છે. હું તમને દરરોજ રાત્રે જોઉં છું અને અનુભવું છું. કૃપા કરીને તમે મારી સાથે ડેટ પર જવા માંગો છો? જેના પર જોસ કહે છે, ‘હા બિલકુલ’

આ વીડિયો જોયા બાદ ધવને પણ ચહલની મજા માણી હતી. ધવન ઘણીવાર જોસ બટલર અને યુજવેન્દ્ર ચહલ પર કોમેન્ટ કરતો જોવા મળે છે. આ વખતે પણ ધવને આ વીડિયો પર કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, ‘મારી શંકા સાચી નીકળી અને હવે આ જુઓ. મા કા લાડલા બિગડ ગયા.’

આ પણ વાંચો :-

ખરતાં વાળની ચિંતાને દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, 7 દિવસમાં જોવા મળશે અસર

This home remedy

  • Hair Care Tips : આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.

ખરતા વાળની (Falling hair) સમસ્યા હવે એક સામાન્ય ફરિયાદ બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ પાસેથી આ વાત સાંભળવા મળે કે વાળ ખૂબ જ ખરે છે. ખરતા વાળને (Falling hair) અટકાવવા માટે ઘણી વખત લોકો બજારમાં મળતા મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટમાં કેમિકલનું પ્રમાણ વધારે હોય છે.

જે લાંબા સમય પછી વાળને ખરાબ કરે છે. આવી સ્થિતિમાં આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ પર કોઈ આડઅસર પણ નહીં થાય અને તેની અસર પણ તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.

ચોખાનું પાણી :

ઘણા લોકો ચોખા પલાળેલું પાણી ફેંકી દેતા હોય છે. જો તમે પણ આવું કરતા હોય તો આજ પછી આદત બદલી દેજો કારણ કે આ પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીની મદદથી વાળ સાફ કરવાથી ખરતા વાળની તકલીફ દૂર થવા લાગે છે.

લીમડો :

લીમડો પણ વાળને ખરતા અટકાવે છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. તેના માટે એક વાટકીમાં લીમડાનું પાવડર લેવો અને તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂડમાં લગાડો અને 40 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં ખરતા વાળ બંધ થઈ જશે.

આ પણ વાંચો :-

મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, ભોજપુરીની ફેમસ એક્ટ્રેસ સહિત 3ની ધરપકડ

0

High profile sex racket

  • ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની હોટલમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં ત્રણ મહિલાની ધરપકડ કરવામાં આવી અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે.

મુંબઈમાં (Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને હાલ જ ટીવી એક્ટ્રેસ આરતી મિત્તલની (Aarti Mittal) સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે હવે ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની રોયલ પામ હોટલમાં (Royal Palm Hotel) ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે તેમાં ત્રણ મહિલા ધરપકડ કરવામાં આવી છે અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે.

વાત એમ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગને આ વિશે ખબર મળી હતી કે રોયલ પામ હોટલમાં એક મોટું સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને એ જ માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. એ સમયે ત્રણ મોડલને બચાવવામાં આવી છે અને સ ધંધામાં ધકેલવા માટે એક દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે એ સેકસ રેકેટના પર્દાફાશમાં ધરપકડ કરાયેલ મહિલા ભોજપુરી અભિનેત્રી છે.

જણાવી દઈએ કે પોલીસે ધરપકડ કરેલી ભોજપુરી અભિનેત્રી 24 વર્ષની છે અને આગળ મળતી માહિતી મુજબ આ કેસમાં પોલીસ વધુ એક આરોપીને શોધી રહી છે.

નોંધનીય છે કે પોલીસે દરોડો શુક્રવારે બપોરે પાડ્યો હતો અને એ સમયે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી માહિતી મુજબ આરોપી મહિલા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તેણે ભોજપુરી ફિલ્મ ‘લૈલા મજનૂ’ તેમજ વેબ સિરીઝ ‘જોમસ્ટિક બોક્સ’ અને ભોજપુરી કોમેડી એપિસોડ ‘બાપ નંબરી બેટા દસ નંબરી’માં કામ કર્યું છે. સાથે જ એ ભોજપુરી અભિનેત્રીએ હિન્દી અને પંજાબી મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :-

મોરબીના સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી અને પછી…

0

Schoolgirls molested

  • અપડાઉન કરતા છાત્રો માર્કેટમાં થઈ સંસ્થાઓ પહોંચે છે. વિડિયો પરથી પોલીસ દોડી. કેટલાક વધુ સગીર આરોપી શખ્સોની શોધખોળ. સઘન પેટ્રોલીંગની જરૂર.

શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાંથી (Super Market) પસાર થતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો વાયરલ (Viral Video) થયો હતો. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને હાલમાં મોરબી (Morbi) એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે અને બે બાળ કિશોરને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડની આસપાસમાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે ત્યારે ગત તા. ૧૭ અને ૧૮ ના વહેલી સવારે અભ્યાસ માટે જતી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ આડા રાખીને અથવા તો આડા ઊભા રહીને તેની છેડતી કરવામાં આવતી હોય તે પ્રકારના સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ થયા હતા. જેથી કરીને પોલીસ દોડતી થઈ હતી અને વિડિયોમાં દેખાતા શખ્સોને તાત્કાલિક ઉપાડી લેવામાં આવ્યા હતા.

હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે આરોપીઓ સામે જી.પી. એક્ટ કલમ ૧૧૦, ૧૧૧, ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી રાહુલભાઈ મહેશભાઈ પટેલ (૧૯) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, નયનભાઈ નાગજીભાઈ પાટડીયા (૨૦) રહે. ધૂનડા તાલુકો ટંકારા, અક્ષયરાજસિંહ લાલુભા ઝાલા (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા, દર્શન લક્ષ્મણભાઈ કેશુર (૧૮) રહે. નાના રામપર તાલુકો ટંકારા અને અરુણભાઈ દોલતભાઈ જાદવ (૧૮) રહે. ધુનડા તાલુકો ટંકારાનો સમાવેશ થાય છે. જો કે બે બાળ કોશોર હોવાથી પોલીસે તેને કબજામાં લઈને પૂછપરછ કરીને તેના વાલીને સોપી દીધા હતા.

આ પણ વાંચો :-

Char Dham Yatra 2023 : આજથી ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલશે; બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ

0

Char Dham Yatra 2023

  • Chardham Yatra 2023 : મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને હાર પહેરાવીને આવકાર્યા હતા અને ચાર ધામોના દેવતાઓ- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રી યાત્રાની પૂર્ણાહુતિ માટે પ્રાર્થના કરી હતી.

લગભગ છ મહિનાના અંતરાલ પછી અક્ષય તૃતીયાના અવસરે શનિવારે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Chief Minister Pushkar Singh Dhami) શુક્રવારે આ પવિત્ર યાત્રા પર જઈ રહેલા ભક્તોની બસોને લીલી ઝંડી બતાવી હતી. ગઢવાલ હિમાલયના ચારધામોમાંથી અન્ય બે ધામ કેદારનાથના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા 27 એપ્રિલે ખુલશે.

ઋષિકેશમાં આયોજિત ‘ઋષિકેશથી ચારધામ યાત્રા – 2023’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને માળા પહેરાવીને આવકાર્યા હતા અને ગયા વર્ષની જેમ યાત્રા માટે ચાર ધામો- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રીની પ્રાર્થના કરી હતી.

તેમણે કહ્યું કે આ વખતે સરકાર દ્વારા ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે ‘હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા‘ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાને ઉત્તરાખંડ માટે ‘ઉત્સવ’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રાજ્યમાં આવે છે જેના કારણે રોજગારીની તકો ઉભી થાય છે.

અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે દરેક ભક્તની યાત્રા સરળ અને 100% સુરક્ષિત હોય.

મુખ્યમંત્રીએ કહ્યું, “અમને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષની ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્ય સરકાર સુરક્ષિત ચારધામ યાત્રાને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. અમારો પ્રયાસ રહેશે કે યાત્રાની સમાપ્તિ પછી ઘરે પરત ફરતો દરેક ભક્ત દેવભૂમિ ઉત્તરાખંડમાં વિતાવેલા સમયની સોનેરી યાદો પાછી લઈ જાય.”

કોવિડ-19ના કારણે બે વર્ષના અંતરાલ બાદ ગયા વર્ષે સંપૂર્ણ રીતે શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. રાજ્ય સરકાર આ વખતે આ સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.

દરમિયાન ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિરને ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યાં મંદિરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. હવન અને વૈદિક મંત્રોચ્ચાર પછી, ગંગોત્રીના દરવાજા શનિવારે બપોરે 12:35 વાગ્યે ખુલશે, જ્યારે યમુનોત્રીના દરવાજા 12:41 વાગ્યે ખુલશે. બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

Bhavnagar : જાણો યુવરાજસિંહ સામે કઈ કઈ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ, કેટલી થઈ શકે છે સજા

0

Bhavnagar

  • આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા.

આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની (Student leader Yuvraj Singh) ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમી કાંડમાં (Dummy stem) નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા. આ અંગે પોલીસે કહ્યું કે યુવરાજસિંહ (Yuvraj Singh) અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા છે.

આ મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અને તેમના સાથીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવરાજની સાથે સાથે શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવરાજ અને તેમના સાથીઓ સામે કલમ 288,286 અને 120 બી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કલમો અંગે વાત કરીએ 388 – વ્યક્તિને દબાણ કરીને પૈસા ઉઘારવાનો ગુન્હો સામેલ છે. આ કલમ હેઠળ આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે અને આ ગુન્હો બિનજામીનપાત્ર છે.

જ્યારે 120 B  – સ્વતંત્ર કલમ, ષડયંત્રની કલમ, આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે  અને આ કલમ પણ જામીનપાત્ર છે. નોંધનીય છે કે, પોલીસ ફરિયાદી બને એટલે કોર્ટમાં સમાધાનની શક્યતા રહેતી નથી.

આ પણ વાંચો :-

 

ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ

0

Dhoni suddenly

  • MS Dhoni News : શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે.

શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

ધોનીએ અચાનક આપ્યા નિવૃત્તિના સંકેત :

ચેન્નાઈમાં પ્રેક્ષકો તરફથી મળેલા પ્રેમથી ખુશ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે 2 વર્ષ બાદ અહીં દર્શકોને મેચ જોવાનો મોકો મળ્યો છે અને તેમની સામે રમવું ખાસ છે. સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યા બાદ ધોનીએ કહ્યું, ‘બીજું શું કહું. હવે બધુ કહી ચૂક્યો છું. આ મારી કારકિર્દીનો છેલ્લો તબક્કો છે. અહીં રમવું સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે.

પોતાના નિવેદન ક્રિકેટ જગતમાં મચાવી હલચલ :

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ‘બેટિંગ કરવાની વધુ તક નથી મળી. પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીં હું પહેલા ફિલ્ડિંગમાં સંકોચ અનુભવતો હતો, કારણ કે મને લાગતું હતું કે વધારે ઝાકળ નહીં પડે. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો, ખાસ કરીને પથિરાનાએ પણ સારી બોલિંગ કરી.

આ પણ વાંચો :-