Home Blog Page 1105

વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લેવાયો મોટો નિર્ણય

0

Bigha is land, but not marriageable

  • Patidar Samaj : પાટીદાર સમાજમાં યુવકોને પરણવા માટે કન્યા ખૂંટી પડતા હવે અન્ય રાજ્યોમાં નજર દોડાવી. ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે..

ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને (Patidar society) એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં નિર્ણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે.

આણંદના ભાલેજ ખાતે મળેલી ચિંતન શિબિરમાં જુદા જુદા 30 સમાજના 125 જેટલા અગ્રણીઓ આવ્યા હતા. આ તમામ અગ્રણીઓએ એકમતે નક્કી કર્યું કે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે. તેમની સાથે સંબંધ કેળવવામા આવશે. ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે નિર્ણય લીધો છે.

આ માટે એક સંપર્ક ટીમ બનાવી છએ. જે અલગ અલગ રાજ્યોમાં સંપર્ક કરીને ત્યાં વસતા પાટીદારોના આગેવાનોને મળીને ત્યાંની દીકરી-દીકરા સાથે સંપર્ક કરશે. આ નિર્ણય માટે તમામ લોકોએ સહમતી સાધી છે.

ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા નથી જળવાઈ. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્નથી વંચિત રહ્યા છે. આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે. ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ પાટીદાર કુર્મી મહાસભા દ્વારા જે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી.

આ પણ વાંચો :-

હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની છે ? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન

0

Now Pakistan

  • મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનાના (Shiv Sena) ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર ચૂંટણી ચિન્હને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલ શિવસેના કોની છે તે પાકિસ્તાનના પ્રમાણપત્રથી નક્કી થશે.

વાત જાણે એમ છે કે રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઈને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલ શિવસેના કોની છે. પણ ચૂંટણી પંચ એવું કરી શકે નહીં કારણ કે તે ‘મોતિયા’થી પીડિત છે.

ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતા એકનાથ શિંદેએ કહ્યું કે જળગાંવમાં કોઈએ કહ્યું કે પાકિસ્તાનને પણ ખબર પડી જશે કે અસલી શિવસેના કોની છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદ છે કે શિવસેના કોની છે તે નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે.

ઉદ્ધ ઠાકરેએ એકનાથ શિંદે અને તેની સાથે શિવસેનાથી અલગ થનારા વિધાયકો પર નિશાન સાધતા કહ્યું કે જનતા એ સુનિશ્ચિત કરશે કે ગદ્દાર રાજનીતિક રીતે ખતમ થઈ જાય. હકીકતમાં આ એ જ વિધાયકો હતા જેમના કારણે જૂન 2022માં મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં જળગાંવ જિલ્લાના પછોરામાં જનસભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ લોકોનો આભાર જતાવ્યો. તેમણે કહ્યું કે અહીં હાજર લોકોની સંખ્યાને જોતા પાકિસ્તાન પણ જાણી જશે કે કોણ અસલ શિવસેના છે. પરંતુ ચૂંટણી પંચ નહીં. કારણ કે તે મોતિયાથી પીડિત છે.

આ સાથે જ તેમણે લોકોને કહ્યું કે મત દ્વારા મુખ્યમંત્રી શિંદે અને તેમને સમર્થન કરનારા વિધાયકો વિરુદ્ધ પણ ગુસ્સો સ્પષ્ટ કરો. તેનાથી તેમનો રાજનીતિક રીતે ખાતમો થઈ જશે. પોતાના સંબોધન દરમિયાન ઠાકરેએ હાલના શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભાજપને રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે પડકાર પણ ફેંક્યો.

આ પણ વાંચો :-

મોટો શો રૂમ ખોલવાથી જ ધંધો ના થાય, આ વસ્તુની ખેતીથી પણ કરી શકાય છે મોટો બિઝનેસ !

Business is not done by opening

  • ALOEVERA FARMING : એલોવેરાની ખેતી કરી કમાવો 5 ગણો પ્રોફીટ, ખૂબ જ ઓછું છે ઈન્વેસ્ટમેન્ટ. જાણી લો ખેતીની પદ્ધતિ અને કઈ રીતે કરી શકાય છે ઓછા રોકાણ અને ઓછી મહેનતમાં તગડી કમાણી.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં એલોવેરાની (Aloevera) માંગ વધારે છે. તેનું મોટું કારણ તેનો ઉપયોગ છે. એલોવેરાનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટસમાં (Cosmetic products) થાય છે. ત્યારે જો તેની ખેતી કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે. એલોવેરાની (Aloevera) ખેતીની સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર એકવાર જ રોકાણ કરવું પડશે અને તમે આ છોડમાંથી 5 વર્ષ સુધી નફો મેળવી શકો છો.

એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

એલોવેરાના તાજા પાંદડાની વેચાણ કિંમત 5થી 6 રૂપિયા પ્રતિ કિલો છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, દરેક જગ્યાએ એલોવેરાની માંગ ખૂબ જ વધારે છે. તેવામાં તમે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ અથવા કોસ્મેટિક બનાવતી કંપનીઓને એલોવેરાના પાંદડા વેચી શકો છો.

એલોવેરાની ખેતી માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતરમાં વધુ ભેજ ન હોવો જોઈએ સાથે જ ખેતરમાં પાણી સ્થિર ન હોવું જોઈએ. રેતાળ માટી એલોવેરા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ છે. જેમાં ઈન્ડિગો સૌથી સામાન્ય છે જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. પરંતુ એલોવેરાની બાર્બાડેન્સિસ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે.

ખેડૂતો બાર્બાડેન્સિસ પ્રજાતિનું વાવેતર કરવાનું પસંદ કરે છે, કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાંથી વધુ જેલ નીકળે છે. એલોવેરાની ખેતીમાં તેની વાવણી ફેબ્રુઆરીથી ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. શિયાળામાં તેનું વાવેતર નથી થતું. રોપણી વખતે બે છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું જોઈએ. છોડ રોપ્યા પછી ખેડૂતો વર્ષમાં બે વાર તેના પાંદડા લણણી કરી શકે છે અને નફો કમાઈ શકે છે.

ખેડૂતો એક વીઘા ખેતરમાં 12 હજાર એલોવેરાના છોડ વાવી શકે છે. ખેતી માટે લગાવેલા છોડની કિંમત 3થી 5 રૂપિયા સુધીની હોય છે. એલોવેરાના એક છોડમાંથી 3.5 કિલો સુધીના પાંદડા મળે છે અને એક કિલોની કિંમત 5થી 6 રૂપિયા સુધીની હોય છે.

જો કે સરેરાશ છોડના એક પાંદડા 18 રૂપિયા સુધી વેચાય છે. એટવે 40 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક ખેડૂત અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એટલે કે એલોવેરાની ખેતીથી કુલ 5 ગણો નફો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડયો દમ

0

Another cheetah death in Kuno National Park

  • ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વન અધિકારીના હવાલાથી આ વાતની જાણકારી આપી છે. થોડા સમય પહેલા કુનોમાં માદા ચિત્તા શાસાનું મોત થયું હતું. ત્યારબાદ ચિત્તા પ્રોજેક્ટને વધુ એક ઝટકો લાગ્યો છે.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) વિદેશથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. જે ચિત્તાનું મોત થયું છે તેનું નામ ઉદય છે જેને આફ્રિકાથી (Africa) કુનો લાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે કુનોમાં આ બીજા ચિત્તાનું મોત થયું છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. હવે 18 ચિત્તા બચ્યા છે.

એપ્રિલ મહિનામાં ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો થયા બાદ આફ્રિકી ચિત્તાને ખુલા વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકાથી 18 ફેબ્રુઆરીએ કુનો લાવવામાં આવેલા 12 ચિત્તામાંથી ત્રણ નર ચિત્તાને 17 એપ્રિલે ક્વોરેન્ટીનમાંથી છોડી દેવામાં આવ્યા હતા. તો 18 એપ્રિલ અને 19 એપ્રિલે બાકી 9 ચિત્તાને પણ વાડામાં રિલીઝ કરી દેવામાં આવ્યા હતા.

જંગલમાં છોડવામાં આવેલા ચિત્તા ત્યાં ખુદ શિકાર કરી રહ્યાં હતા. જંગલમાં ચીતલ, જૈકાલ, ખરગોશ, હરણ અને અન્ય વન્ય પ્રાણીનની ભરપૂર સંખ્યા છે. ચિત્તા પ્રોજેક્ટ તબક્કાવાર રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે. નામીબિયાથી ચિત્તાને સફળતાપૂર્વક કુનોમાં વસાવવામાં આવ્યા છે. વર્તમાનમાં ચાર ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે.

બાકી નામીબિયા ચિત્તા મોટા વાડામાં હાજર છે. ડીએએચડી (ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબેન્ડ્રી એન્ડ ડેયરી) ની મંજૂરી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર બે દિવસમાં સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા બધા 12 ચિત્તાને મોટા વાડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ATMમાં એક નહીં, બે-બે જ AC કેમ હોય છે ? પાછળનું લોજિક જાણીને ચોંકી જશો

Why ATMs have two AC

  • ATM મશીનમાંથી સરળતાથી રોકડ મેળવી શકાય છે. તમે જોયું હશે કે ત્યાં એર કંડિશનર લાગેલું હોય છે. તો ATM સેન્ટર પર AC શા માટે લગાવવામાં આવે છે?

મોટાભાગના લોકો રોકડ મેળવવા માટે ATM સેન્ટર પર જાય છે. ATM મશીનમાંથી સરળતાથી રોક મેળવી શકાય છે. આજના સમયમાં લગભગ તમામ વિસ્તારમાં ATM મશીન હોય છે. જો તમે પણ ATM મશીનમાંથી રોકડ ઉપાડો છો. તો તમે જોયું હશે કે ત્યાં એર કંડિશનર (Air conditioner) લાગેલું હોય છે.

અનેક ATM સેન્ટમાં બે-બે એસી લગાવવામાં આવેલા હોય છે. તો તમે કદાચ એવું વિચારી રહ્યા હશો કે ગ્રાહકની સુવિધા માટે આ એર કંડિશનર લગાવવામાં આવ્યા છે. જો તમે આવું વિચારી રહ્યા છો તો એવું નથી. આ બાબત તદ્દન અલગ છે.

ગરમીના દિવસોમાં કોઈ વ્યક્તિ ATMમાંથી રોકડ લેવા જાય ત્યારે તેને આનંદ આવે છે. ATMમાં ACની ઠંડી ઠંડી હવા મળે છે. જેથી અનેક લોકોને એવું લાગે છે કે તેમના માટે જ આ AC લગાવવામાં આવ્યું છે. ATM મશીનમાં આરામ આપવા માટે AC લગાવવામાં નથી આવતું.

તમે જોયું હશે કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી અથવા ગરમ જગ્યાએ રાખવાથી તે ધીરે ધીરે ગરમ થઈ જાય છે. ATM મશીન સાથે પણ આ પ્રકારે થાય છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ATM 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. આ કારણોસર ATM મશીન ગરમ થઈ જાય તો તે ખરાબ થવાની સંભાવના રહે છે.

તમે પણ ATM માં પૈસા ઉપાડવા માટે જતા હશો. જ્યાં તમે જોયું હશે કે ATM મશીનને ઠંડુ રાખવા માટે અને સતત સારી સર્વિસ આપે તે માટે કેબિનમાં AC લગાવવામાં આવે છે. અનેક જગ્યાએ મશીન વધુ હોય તો વધુ AC લગાવવામાં આવે છે. ભારતમાં ATM સેન્ટર પર બે AC હોય છે. એક ACને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવે છે. બંને AC વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે. જેથી ATM મશીનને 24 કલાક કૂલિંગ મળી શકે.

આ પણ વાંચો :-

Mobile પર ભારતીય મહિલા અને પુરૂષ સૌથી વધુ સર્ચ કરે છે આ વસ્તુ રિપોર્ટમાં થયો ચોંકાવનારા ખુલાસા

Indian women and men

  • મોબાઈલ ફોનનો ઉપયોગ આજકાલ બધા લોકો કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોકો મોબાઇલ પર શું સર્ચ કરે છે. જાણો વિસ્તારથી.

મોબાઈલ (Moblie) આપણા જીવનનો મહત્વનો ભાગ છે. દરેક મોબાઈલ દિવસ અને રાત્રે કંઈકને કંઈક સર્ચ કરે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે મોબાઇલમાં લોકો સૌથી વધુ શું સર્ચ કરે છે. કન્વર્સેશન મીડિયા પ્લેટફોર્મ બોબલ એઆઈ (Bobble AI)ના રિસર્ચમાં આશરે 8.5 કરોડ પુરૂષો અને મહિલાઓ પર રિસર્ચ કર્યું. જેમાં મહિલાઓએ એપ ઉપયોગનો ખુલાસો કર્યો. ભારતીય પુરૂષો અને મહિલાઓના ઈન્ટરનેટ પર સર્ચિંગ ટ્રેન્ડને લઈને ઘણા ખુસાલા થયા છે. આવો તે વિશે વિસ્તારથી જાણીએ.

મેસેજિંગ એપ ઉપયોગ કરવામાં મહિલાઓ આગળ :

જો ભારતીય પુરૂષોની વાત કરીએ તો તે મોબાઈલ પર ગેમિંગ એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પરંતુ પુરૂષોના મુકાબલે મહિલાઓના ટ્રેન્ડ અલગ છે. મહિલાઓ મોબાઈલ પર ફુડ અને મેસેજિંગ એપનો ઉપયોગ સૌથી વધુ કરે છે. બોબલ એઆઈના રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે સ્માર્ટફોન પર સમય પસાર કરવામાં ભારતીયોમાં 50 ટકાનો વધારો થયો છે. મહિલાઓના સ્માર્ટફોનના ઉપયોગ કરવાના સમયમાં વધારો થયો છે. તેમ છતાં 11.3 ટકા ભારતીય મહિલાઓ પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે.

મહિલાઓ અને પુરૂષો મોબાઈલ પર શું કરે છે સૌથી વધુ સર્ચ :

– રિસર્ચ પ્રમાણે મોબાઈલ ફોન પર માત્ર 6.1 ટકા મહિલાઓ ગેમિંગ એપ્સનો ઉપયોગ કરે છે. પરંતુ મહિલાઓ વીડિયો એપનો ઉપયોગ કરવામાં સૌથી આગળ છે.

– વીડિયો એપના મામલામાં મહિલાઓની ભાગીદારી આશરે 21.7 ટકા છે. જ્યારે ફુડ એપ ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી 23.5 ટકા છે.

– પેમેન્ટ એપ ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી 11.3 ટકા છે. જ્યારે ગેમિંગ એપમાં મહિલાઓની ભાગીદારી 6.1 ટકા છે. પરંતુ પુરૂષ મહિલાઓના મુકાબલે વધુ સંખ્યામાં પેમેન્ટ એપ અને ગેમિંગ એપનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો :-

Today’s Horoscope, 24 એપ્રિલ 2023 : કોઈને પ્રેમ પાંગરશે, કોઈને લેવડ-દેવડમાં ધોખાઘડી, કઈ રાશિના જાતકોનો દિવસ મજાનો રહેશે અને કોને સજાનો ? જુઓ રાશિ ભવિષ્ય

Today’s Horoscope, 24 April 2023

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ-બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજનાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારું રહેશે. જીવન સાથીની તબિયત સાચવવી.

કર્કઃ
દિવસ દરમ્યાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ
નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ, ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેનો તથા પુરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી, ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક, સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
ગઈકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઈન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

ભાજપની છાવણીમાં ‘આપ’નું કમોસમી માવઠું; ગુજરાતમાંથી ‘આપ’ને સાફ કરી નાંખવાનું આયોજન

  • ભાજપનું નેતૃત્વ ઈચ્છતું નથી કે ગુજરાતમાં ‘આપ’ વધુ પગ પ્રસરાવે અને એટલે જ લાગ જોઈને ‘ઓપરેશન આપ’ હાથ ધરાયું
  • ગુજરાતના ચૂંટાયેલા સભ્યો પણ ‘આપ’ની કટ્ટર વિચારધારાના નથી, ચૂંટણી પહેલાં ભાજપે થોડી કાળજી લીધી હોત તો પાંચ ધારાસભ્યો પણ ચૂંટાયા ન હોત અને હજુ પણ ભાજપનું નેતૃત્વ જાગ્યું ન હોત તો પાંચનાં ૨૫ થઈ શકે
  • કેજરીવાલનો જમણો હાથ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસો‌િદયાને કાયદાનાં ચક્કરમાં ઘેરી લીધા બાદ હવે કેજરીવાલ સામે કેન્દ્ર સરકારે શસ્ત્ર ઉગામીને કેજરીવાલને પણ કાયદાના ચક્કર કાપતા કરી દેતા હવે ગુજરાતની ચિંતા કરવાની કોઈને ફ‍ુરસદ નથી.
  • ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ સાવ શિથિલ હાલતમાં છે, ટી.વી.ના પડદે મહામંથન કરવામાં સફળ પુરવાર થયેલા ઈસુદાન રાજકીય મહામંથન કરવામાં સાવ નિષ્ફળ રહ્યા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું નામશેષ થવાનું લગભગ નક્કી છે. વિધાનસભાની ચૂંટણીઓ પતી ગઈ ભાજપે ૧૫૬ બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યો પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો ભાજપના શીર્ષ નેતૃત્વ માટે અસહ્ય છે અને એટલે જ કોઇપણ પ્રકારના કારણ વગર ‘આપ’ના લોકોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભાજપ ઇચ્છે છે કે ગુજરાતમાં ‘આપ’નો વિસ્તાર કોઈપણ કાળે વધવો જોઈએ નહીં.
ખરેખર તો એકમાત્ર સુરત શહેરથી જ ‘આપ’નો ઉદય થયો હતો અને આ ઉદય થવા પાછળ લોકો નહી, પરંતુ ભાજપનું જ નેતૃત્વ જ જવાબદાર હતું અને સુરતમાં ‘આપ’ને ઊગતા જ ડામી દેવાયું હોત તો કદાચ આજે ગુજરાતમાં ‘આપ’ને ઊભા રહેવા માટે પણ સ્થાન મળ્યું ન હોત કારણ કે ‘આપ’ સાથે સંકળાયેલી અને કોર્પોરેટર તરીકે ચૂંટાયેલી એક પણ વ્ય‌િક્ત‌ ‘આપ’ની વિચારધારાથી સંકળાયેલ નહોતી.
એક વાત ચોક્કસ છે કે ગુજરાતના લોકોની બદલાઇ રહેલી માનસિકતાને ભાજપનું નેતૃત્વ સમયસર જાણી શક્યું નહોતું અથવા તો તેમના ગુપ્‍તચરો કાચા પુરવાર થયા હતા અથવા પક્ષની નેતાગીરીએ ગુપ્‍તચરોની વાત માની નહોતી કારણ કે ઘણી વખત સત્તાનો ‘નશો’ ઘણું બધું નુકસાન કરાવતો હોય છે અને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.
ખેર, ગુજરાતમાં બદલાતાં રાજકીય સમીકરણો રોકવા માટે હજુ મોડું થયું નથી. આમ પણ ભાજપ માટે ગુજરાતની ધરતી એક રાજકીય પ્રયોગશાળા તરીકે પુરવાર થતી આવી છે. મતલબ ભાજપ નેતાગીરીએ ગુજરાતમાં ‘આપ’ને નેતૃત્વ વિહીન કરવાનું હાથ ધરેલું ‘મિશન’ રાજકીય દૃષ્ટિએ યથાયોગ્ય કહી શકાય. વળી આ વખતે આ મિશનનો દોર એવી વ્યક્તિને સોંપવામાં આવ્યો છે કે લોકોને અને કેટલાક અંશે ભાજપના લોકોને પણ ખ્યાલ નહીં આવે કે આ આખા ઓપરેશન પાછળ કોનો હાથ છે? ભાજપે ભૂતકાળમાં આવા ઘણા ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. ૨૦૦૭ના વર્ષમાં જ્યારે કેશુબાપાએ બળવો કર્યો ત્યારે કેટલાક લોકોએ પોતાની સરકારની રચના કરી નાંખી હતી. પરંતુ ચૂંટણીના પરિણામોએ ‘મોટાભા’ થઇને ફરતા લોકોની આંખે અંધારા લાવી દીધા હતા.
ઓપરેશન ‘આપ’ ખરેખર તો કમોસમી વરસાદ જેવું છે, પણ કેટલાક કમોસમી વરસાદ પણ આશીર્વાદરૂપ પુરવાર થતા હોય છે. કદાચ રાજકીય પં‌િડતો પણ નહીં કહી શકે કે ગુજરાતમાં ‘ઓપરેશન આપ’ શા માટે ચલાવવામાં આવી રહ્યું છે? ગુજરાતના કોઇ ખૂણામાં ગ્રામપંચાયતની પણ ચૂંટણી નથી છતાં ‘આપ’ને ડામી દેવાનું કારણ શું હોઇ શકે? પરંતુ હકીકત એ છે કે ભાજપનું નેતૃત્વ ગુજરાતમાં ‘આપ’ કોંગ્રેસનો વિકલ્પ બને એવું હરગીજ ઇચ્છતું નથી.
કારણ કે ગુજરાત વિધાનસભામાં એક બે નહીં ‘આપ’ના પાંચ-પાંચ ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે. બની શકે કે આ પાંચના પચ્ચીસ પણ થઇ શકે. તો ભવિષ્યમાં ભાજપ સામે એક મજબૂત પડકાર ઊભો થઇ શકે અને આ સંભવિત પડકાર ઊભો થાય ત્યાર પહેલાં જ જડમૂળમાંથી જ ‘આપ’ને ઉખેડી નાંખવાનુ રાજકીય દૃષ્ટિકોણથી વધારે ઉચિત ગણી શકાય.
આમ પણ ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ સાવ શિથિલ છે. ઇસુદાન ગઢવી ટી.વી.ના પડદે પ્રભાવક હતા, પરંતુ રાજકીય પડદે બિનઅસરકારક પુરવાર થઇ રહ્યા છે. એક પત્રકાર તરીકે રાજકારણીને સવાલ કરવાનું સાવ સહેલું હોય છે પરંતુ એક રાજકીય લિબાસ પહેરીને પાર્ટીને ચલાવવાનું કામ આસાન નથી. મતલબ કે ટી.વી.ના પડદા ઉપર ‘મહામંથન’ કરવામાં સફળ પુરવાર થયેલા ઇસુદાન રાજકીય પક્ષનું નેતૃત્વ સ્વીકારીને ‘રાજકીય મહામંથન’માં અટવાઇ ગયા છે.
ખરેખર તો હાલના તબક્કે ગુજરાતની આમ આદમી પાર્ટી પાસે કોઇ મજબૂત ખેલાડી નથી. બીજી બાજુ દિલ્હીમાં કેજરીવાલનો જમણો હાથ ગણાતા મનીષ ‌િસસોદીયાને કાયદાના ચક્કરમાં ફસાવી દીધા બાદ હવે ખુદ અરવિંદ કેજરીવાલ ફરતે પણ કાયદાનો ગ‌ાળિયો કસવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ દિશાશૂન્ય છે. વળી થોડા દિવસ પહેલા રાજ્ય સરકારની વિવિધ સમિતિઓમાં આશ્ચર્યજનક રીતે ‘આપ’ના ધારાસભ્યોને સભ્યપદે સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઘટના પણ રાજકીય મોરચે સુચક ગણી શકાય અને એક વખત ગુજરાતમાંથી ‘આપ’નું અસ્તિત્વ નામશેષ થઇ ગયા પછી ફરી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બેઠા થવાનું મુશ્કેલ જ નહીં બિલકુલ અશક્ય બની જશે.
એક એ પણ હકીકત છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અ‌િમત શાહે ગત ચૂંટણીઓમાં ચૂંટણીની બાગડોર પોતાના હાથમા લીધી ન હોત અને સી.આર.પાટીલને ભૂગર્ભ ઓપરેશનની જવાબદારી સોંપી ન હોત તો કદાચ ‘આપ’ના પાંચ નહીં, પચ્ચીસ ધારાસભ્યો ચૂંટાયા હોત અને સરકાર સામે મજબૂત વિપક્ષ ઊભો થયો હોત અને જો એવું થયું હોત તો આવનારા વર્ષોમાં ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’ના સરકાર બનાવવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યા હોત. અને એટલે જ ‘ઓપરેશન આપ’ ચાલી રહ્યું છે એવું ચોક્કસ તારણ કાઢી શકાય. સુરતમાંથી ‘આપ’ના બેનર હેઠળ ચૂંટાયેલા થનગનતા ઘોડા જેવા ૨૭ કોર્પોરેટર્સ હકીકતમાં ‘આપ’ની વિચારધારા સાથે સંકળાયેલા નહોતા પરંતુ કોંગ્રેસ સાથે વાંકું પડતા ‘આપ’નું બેનર પકડી લીધું હતું અને નારાજ લોકોએ એક વખત ભાજપને બતાવી દેવા માટે થઇને પણ ‘આપ’ના ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા.
પરંતુ હવે ક્રમશઃ એ થનગનતા ઘોડાઓનો ‘આપ’નો નશો ઓસરી રહ્યો છે અને એટલે જ ભાજપે હાથ લંબાવતાની સાથે ભાજપની છાવણીમાં  કૂદી જવા તૈયાર થઇ રહ્યા  છે. ૨૭ પૈકી ‘આપ’ના એક ડઝન કોર્પોરેટરો વિધિવત્ ભાજપમાં આવી ચૂક્યા છે બાકી બચેલાઓને પણ આવતા વાર નહીં લાગે. ભાજપમાં આવવાથી તત્કાળ કોઇ મોટો લાભ મળી જવાની શક્યતા નથી, પરંતુ શાસક પક્ષમાં હોવાથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ચોક્કસ ફાયદો થશે. વળી રાજકીય ‘નશો’ પણ જળવાયેલો રહેશે.
આ પણ વાંચો :-

Today’s Horoscope, 23 એપ્રિલ 2023, રાશિફળ : આ 7 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે કષ્ટભંજન દેવ- લખો “જય શ્રી હનુમાન”

Today’s Horoscope, 23 April 2023, Horoscope

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું, સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ, બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

Atique Ahmed ની હત્યામાં 3 નહીં પણ આટલા શૂટર્સ હતા સામેલ ? એક ભૂલથી થયો ચોંકાવનારો ખુલાસો

0

Not 3 but so many shooters  

  • Atique Ahmed Shooters : અતીક અહેમદ હત્યાકાંડ કેસની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવી જાણકારી મળી છે કે માફિયા બ્રધર્સને મારવા માટે શૂર્ટની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

કઈ રીતે 3 લોકોએ પોલીસ કસ્ટડીમાં અતીક (Atik) અને અશરફની (Ashraf) હત્યા કરી નાખી તે બધાએ જોયું અને હવે આ હત્યાકાંડ (Massacre) મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ હત્યાકાંડને અંજામ આપવામાં 3 નહીં પરંતુ 5 શૂટર્સ સામેલ હતા.

અતીકઅશરફ મર્ડર કેસમાં એક ચોંકાવનારા ખુલાસાએ બધાના હોશ ઉડાવી દીધા છે. 2 શૂટર્સની ટીમને બેકઅપ માટે રાખવામાં આવી હતી. જેમનું કામ હતું. જો 3 શૂટર્સવાળી ટીમ કામને અંજામ ન આપી શકે તો બેકઅપવાળી ટીમ અતીક અને અશરફ પર તાબડતોડ ફાયરિંગ કરીને પોતાનું ટાસ્ક પૂરી કરી લેત. જેવું 3 શૂટર્સની ટીમે કામને અંજામ આપ્યો એવો ત્યાં હડકંપ મચી ગયો અને અફરાતફરીનો ફાયદો ઉઠાવીને બેકઅપવાળા 2 શૂટર્સ  ત્યાંથી ભાગી ગયા.

સીસીટીવીથી થશે ખુલાસો :

અત્રે જણાવવાનું કે હવે એસઆઈટીની ટીમ આ બંને શૂટર્સને શોધી રહી છે.  પોલીસે કોલ્વિન હોસ્પિટલની બહાર લાગેલા તમામ સીસીટીવી પોતાના કબજામાં લઈ લીધા છે. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે પોલીસે આ તમામ સીસીટીવીની તપાસ કરી છે કે નહીં. પણ એટલું તો સ્પષ્ટ છે કે જો આ શૂટર્સ ત્યાં હાજર હતા તો સીસીટવીની તપાસ કરવામાં આવે તો બેકઅપવાળા શૂટર્સ સંલગ્ન કઈક ને કઈક પુરાવા જરુર મળી જશે.

એસઆઈટીને મોટી સફળતા :

અતીક અને અશરફ હત્યાકાંડમાં SIT ટીમને મોટી સફળતા મળી છે. એસઆઈટી ની ટીમ તે હોટલ પહોંચી જ્યાં શૂટર્સ રોકાયા હતા. હત્યારાઓએ પહેલા રેકી કરી હતી. અતીક અને અશરફ હત્યા મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કડીમાં એક મોટો ખુલાસો એ પણ થયો છે કે જે 3 શૂટર્સ અતીકની હત્યા કરી તેઓ પ્રયાગરાજ રેલવે સ્ટેશનની નજીક બનેલી હોટલમાં રોકાયા હતા.

કેવી રીતે બનાવ્યો પ્લાન :

ત્રણેય શૂટર્સ 13 એપ્રિલના રોજ રાતે સાડા આઠ વાગે હોટલ પહોંચ્યા અને રૂમ નંબર 203માં એક સાથે રોકાયા. અતીક અને અશરફની હત્યા પહેલા રેકી કરવા માટે એક એક કરીને તેઓ જતા હતા. જ્યારે એક રેકી કરવા જતો તો બાકીના બે રૂમની અંદર રોકાતા હતા. હોટલ મેનેજરના જણાવ્યાં મુજબ 16 એપ્રિલના રોજ સવારે પોલીસ આ હોટલમાં પહોંચી અને અહીં ડીવીઆર અને સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે જ હોટલનું રજિસ્ટર પણ પોતાની સાથે લઈ ગઈ.

અતીક હત્યાકાંડમાં એસઆઈટીએ તપાસ તેજ કરી છે. પોલીસે આરોપીઓના જણાવ્યા પર બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હવે મોબાઈલની રિકવરીથી પોલીસની તપાસ આગળ વધશે. મળી આવેલા બંને ફોનમાં સિમકાર્ડ નથી. હાલ SIT બંને મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાવશે અને ડેટા રિકવરી પણ કરાવશે. તેઓને આરોપીઓના જૂના નંબર પણ મળ્યા છે.

હવે આ જૂના નંબર દ્વારા એ જાણવાની કોશિશ થઈ રહી છે કે તેમનો પહેલા કેટલા લોકો સાથે સંપર્ક હતો. જૂના નંબરની CDR કાઢવામાં આવી રહી છે. SIT આજે પણ ત્રણ આરોપીઓની પૂછપરછ કરશે અને આ પૂછપરછ આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલી શકે છે. પહેલા ત્રણ આરોપીઓને અલગ અલગ બેસાડીને પછી એક સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો :-