કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડયો દમ

Share this story

Another cheetah death in Kuno National Park

  • ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વન અધિકારીના હવાલાથી આ વાતની જાણકારી આપી છે. થોડા સમય પહેલા કુનોમાં માદા ચિત્તા શાસાનું મોત થયું હતું. ત્યારબાદ ચિત્તા પ્રોજેક્ટને વધુ એક ઝટકો લાગ્યો છે.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) વિદેશથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. જે ચિત્તાનું મોત થયું છે તેનું નામ ઉદય છે જેને આફ્રિકાથી (Africa) કુનો લાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે કુનોમાં આ બીજા ચિત્તાનું મોત થયું છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. હવે 18 ચિત્તા બચ્યા છે.

એપ્રિલ મહિનામાં ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો થયા બાદ આફ્રિકી ચિત્તાને ખુલા વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકાથી 18 ફેબ્રુઆરીએ કુનો લાવવામાં આવેલા 12 ચિત્તામાંથી ત્રણ નર ચિત્તાને 17 એપ્રિલે ક્વોરેન્ટીનમાંથી છોડી દેવામાં આવ્યા હતા. તો 18 એપ્રિલ અને 19 એપ્રિલે બાકી 9 ચિત્તાને પણ વાડામાં રિલીઝ કરી દેવામાં આવ્યા હતા.

જંગલમાં છોડવામાં આવેલા ચિત્તા ત્યાં ખુદ શિકાર કરી રહ્યાં હતા. જંગલમાં ચીતલ, જૈકાલ, ખરગોશ, હરણ અને અન્ય વન્ય પ્રાણીનની ભરપૂર સંખ્યા છે. ચિત્તા પ્રોજેક્ટ તબક્કાવાર રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે. નામીબિયાથી ચિત્તાને સફળતાપૂર્વક કુનોમાં વસાવવામાં આવ્યા છે. વર્તમાનમાં ચાર ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે.

બાકી નામીબિયા ચિત્તા મોટા વાડામાં હાજર છે. ડીએએચડી (ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબેન્ડ્રી એન્ડ ડેયરી) ની મંજૂરી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર બે દિવસમાં સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા બધા 12 ચિત્તાને મોટા વાડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-