Home Blog Page 1094

માત્ર 649 રૂપિયામાં Apple જેવો સ્માર્ટફોન ! લોકો કરી રહ્યાં છે ધડાધડ ઓર્ડર

0

A smartphone like Apple for only 649 rupees

Realme C55 Discount offer : રિયલમી તરફથી ગ્રાહકોને 649 રૂપિયામાં સ્માર્ટફોન ખરીદવાની ઓફર આપવામાં આવી રહી છે.

Flipkart Saving Days Sale : Realme C55 સ્માર્ટફોનમાં Apple જેવા કેમેરા કટઆઉટ મળે છે. જેને એપલ આઈફોન 15માં રજૂ કરવામાં આવ્યો હતો. Realme એ તેને કેપ્સૂલ નામ આપ્યું છે. તેમાં તમને ચાર્જિંગ અને બેટરી પર્સેન્ટેજની જાણકારી મળે છે.

આ સ્માર્ટફોનને Flipkart Saving Days Sale માં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જે 4 મેથી શરૂ થશે. આ સેલમાં 12999 રૂપિયાવાળો Realme C55 સ્માર્ટફોનને 649 રૂપિયામાં ખરીદી શકાશે.

કિંમત અને ઓફર્સ :

Realme C55 સ્માર્ટફોનની કિંમત 12999 રૂપિયા છે. ફોનને 15 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 10999 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનની ખરીદી પર 10350 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. જો તમે ફુલ એક્સચેન્જ ઓફરનો લાભ ઉઠાવો છો તો ફોનની કિંમત 649 રૂપિયા થઈ જાય છે. ફોન 4 જીબી અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે.

ફોનને 1834 રૂપિયાના મંથલી ડિસ્કાઉન્ટ ઓફરમાં પણ ખરીદી શકાશે. ફોનના વેચાણ પર 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ અને 6 મહિનાની ઇન બોક્સ એસેસરીઝ વોરંટી આપવામાં આવી રહી છે.

સ્પેસિફિકેશન્સ :

Realme C55 સ્માર્ટફોનમાં 6.72 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો મેન કેમેરો 64 મેગાપિક્સલનો છે. આ સિવાય 2 મેગાપિક્સલનો અન્ય કેમેરો છે. જ્યારે ફ્રંટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

પાવર બેકઅપ માટે ફોનમાં 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. ફોનમાં Helio G88 પ્રોસેસર સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનની ખરીદી પર 7 દિવસની રિપ્લેસમેન્ટ પોલિસી ઓફર કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

સૂર્ય કુમાર અને ઈશાન કિશનની તોફાની ઈનિંગ, મુંબઈએ સતત બીજી મેચમાં 200થી

0

Stormy innings by Surya Kumar

  • મુંબઈ શાનદાર પંજાબ કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈએ સતત બીજી મેચમાં 200થી વધુ રન ચેઝ કરી ટૂર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે.

ઈશાન કિશન (Ishan Kishan) (41 બોલ 75 રન) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) (31 બોલમાં 66 રન) ની 116 રનની શાનદાર ભાગીદારીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) પંજાબ કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈએ સતત બીજી વખત 200થી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કરી જીત મેળવી છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે (Punjab Kings) 20 ઓવરમાં 3 વિકેટે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 18.5 ઓવરમાં 216 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને પ્રથમ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા (0) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ કેમરૂન ગ્રીન અને ઈશાન કિશને બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. કેમરૂન ગ્રીન 23 રન બનાવી પાવરપ્લેના અંતિમ બોલ પર આઉટ થયો હતો. મુંબઈએ પાવરપ્લેમાં બે વિકેટે 54 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર અને ઈશાન કિશન છવાયા :

સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન 41 બોલમાં 7 ફોર અને ચાર સિક્સ સાથે 75 રન બનાવી આઉટ થયો હતો. તો સૂર્યકુમાર યાદવે 31 બોલમાં આઠ ફોર અને બે સિક્સ સાથે 61 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 10 બોલમાં 19 અને તિલક વર્મા 10 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યાં હતા.

આ પહેલા લિયામ લિવિંગસ્ટોનના 42 બોલમાં સાત ફોર અને ચાર સિક્સ સાથે અણનમ 82 રન અને જીતેશ શર્માના 27 બોલમાં અણનમ 49 રનની મદદથી 214 રન ફટકાર્યા હતા. પ્રભરિમરન 9 રન બનાવી આઉટ થયો હતો. શિખર ધવન 20 બોલમાં 30 રન અને મેથ્યૂ શોર્ટે 26 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો :-

૦૪ મે ૨૦૨૩નું રાશિફળ : દામ્પત્ય જીવનમાં મતભેદ, વિરોધીઓથી સાવધાન : આ જાતકોએ ગાફેલ ન રહેવું, શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

Horoscope of 04 May 2023

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.
કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય.ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃધ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેકશનથી સાચવવંુ. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરૂ શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ, અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

રાતોરાત ખુલી ગઈ આ એન્જિનિયર યુવકની કિસ્મત, મળી ઐશ્વર્યાની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’

 young engineer Aishwarya
  • દિવ્ય પ્રકાશ દુબે એક ભારતીય હિન્દી લેખક છે. દિવ્યના નસીબમાં જ્યારે તેને વિક્રમ અને ઐશ્વર્યા અભિનીત મણિરત્નમની ફિલ્મ ‘પીએસ-1’ અને ‘પીએસ-2’ મળી ત્યારે તેનું નસીબ ચમકયું

દિવ્ય પ્રકાશ દુબે (Divya Prakash Dube) હરદોઈ, શાહજહાંપુર, ગાઝિયાબાદ, લખનઉ અને વારાણસી જેવા શહેરોમાં ઉછર્યા હતા. કોલેજ ઓફ એન્જિનિયરિંગ રૂડકીથી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં (Computer Science Engineering) ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેમણે સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ પુણેમાંથી એમબીએ કર્યું. તેને એક મોટી કંપનીમાં નોકરી પણ મળી ગઈ અને તે જ સમયે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જે પછીથી પ્રકાશિત પણ થઈ.

આ સમયે દિવ્યને લેખનમાં સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે તેણીને વિક્રમ અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન-1‘ અને ‘પોનીયિન સેલવાન-2’ મળી. તાજેતરમાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે એન્જિનિયરિંગથી રાઈટર અને પછી સ્ક્રિપ્ટ રાઈટર સુધીની તેની સફર વિશે વાત કરી.

દિવ્યએ કહ્યું કે છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધી બધું જ સપના જેવું લાગે છે. તેણે કહ્યું કે મણિરત્નમની ફિલ્મો માટે લખવું તેની ક્ષમતાની બહારનું હતું. પરંતુ આજે આ બધું શક્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે તેણે પીએસ 1 અને 2 માટે હિન્દી ડાયલોગ્સ લખ્યા છે. જેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.

તેણે એમ પણ કહ્યું કે હું એક એન્જિનિયરિંગનો માણસ છું. જ્યારે મારી પાસે સમય હતો ત્યારે હું શનિવાર અને રવિવારે લખતો હતો. પછી જ્યારે મારા પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યા ત્યારે મને થોડી ઓળખ મળી અને પુસ્તકોને કારણે મને પીએસ 1 અને 2 પણ મળ્યો. તેણે કહ્યું કે તે એક લિટરેચર ફેસ્ટમાં ફિલ્મ ‘ગુરુ’ લખનાર વિજય કૃષ્ણ આચાર્યને મળ્યો અને તેનો નંબર લીધો. પરંતુ દિવ્ય તેનો નંબર લઈ શક્યો નહીં.

એક દિવસ દિવ્યને વિજયનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, તમે એક ફિલ્મ માટે લખો ઘણા સારા લોકો છે, મારી પાસે સમય નથી નહીંતર મેં લખી નાખ્યું હોત. ત્યાં સુધી દિવ્યને કહેવામાં આવ્યું ન હતું કે તે મણિરત્નમની ફિલ્મ છે.

તેને માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે, ‘ચેન્નઈ સે કોલ આયેગા…’ આવુ થયું અને આ રીતે તેને ફિલ્મ મળી. PS-2એ તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે અને મીડિયા અહેવાલનું માનીએ તો 4 દિવસમાં જ ફિલ્મે ૪૦૦ કરોડનું કલેક્શન કરી લીધું છે.

આ પણ વાંચો :-

 

 

IPL 2023 : ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીની ધરપકડની માગણી લઈને પત્નીએ પહોંચી સુપ્રીમ કોર્ટ

0

IPL 2023

  • ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલ તો આઈપીએલમાં વ્યસ્ત છે.

જ્યારે તેમની પત્ની હસીન જહાએ (Wife Hasin Jaha) હવે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શમીની વાઈફે વર્ષ 2018માં મોહમ્મદ શમી (Mohammed Shami) પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા હ તા. પરંતુ શમીએ આ તમામ આરોપો ફગાવ્યા હતા. હાઈકોર્ટના (High Court) નિર્ણયથી નારાજ થઈને હવે શમીની વાઈફ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. તેણે શમીની ધરપકડની માંગણી કરી છે.

વાઈફ હસીન જહાએ આરોપ લગાવ્યો છે કે સમીના એક્સ્ટ્રા મેરેટિયલ અફેર હતા અને તે તેને દહેજ માટે હેરાન કરતો હતો. હસીન જહાની અરજીમાં કહેવાયું છે કે કાયદા પ્રમાણે કોઈ પણ જાણીતી હસ્તીને વિશેષ સ્થાન મળવું જોઈએ નહીં. કોર્ટનો ચુકાદો અયોગ્ય છે.

અત્રે જણાવવાનું કે જાન્યુઆરી 2023માં શમીને કોલકાતા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે તે તેની વાઈફને દર મહિને 1.30 લાખ રૂપિયા આપશે. જેમાંથી 80 હજાર તેની પુત્રી માટે અને 50હજાર તેની પૂર્વ પત્ની હસીન જહાના ખર્ચા માટે હશે. જો કે આ રકમથી તે ખુશ નહતી અને તેણે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

શમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો હસીન જહાના આરોપ કોર્ટમાં સાબિત થઈ જાય તો તે તેની માફી માંગવા માટે પણ તૈયાર છે. અત્રે જણાવવાનું કે હજુ સુધી એવો કોઈ પુરાવો હાથ લાગ્યો નથી જેનાથી મોહમ્મદ શમીની ધરપકડ થઈ શકે. હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તો જોવાનું રહેશે કે તે ક્યાં જઈને ખતમ થાય છે.

આ પણ વાંચો :-

દુનિયાનો પહેલો ઈલેક્ટ્રિક રોડ, આ રોડ પર ચાલતા-ચાલતા આપમેળે ચાર્જ થઈ જશે વાહન !

The world’s first electric road 

  • EV Charging Road : આ દેશ બનાવી રહ્યો છે વિશ્વનો પ્રથમ ઈલેક્ટ્રીક રોડ, ચાલતી વખતે તમામ EV ચાર્જ થઈ જશે. જો આવું થશે તો પછી સૌથી વધુ ખુશ થશે મધ્યમર્ગી.

ઈલેક્ટ્રિક રોડ (Electric Road) વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોડના ઉપરના ભાગમાં વીજળી નથી અને તે ખુલ્લા પગે પણ ચાલી શકે છે. આના નિર્માતાઓના જણાવ્યા અનુસાર રસ્તામાં આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વાહનોને ચાર્જિંગ (Charging Vehicles) માટે રોકવા ન પડે.

સ્વીડન વિશ્વનો પ્રથમ ઈલેક્ટ્રિફાઈડ રોડ બનાવી રહ્યું છે: સ્વીડન પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સમગ્ર યુરોપનું નેતૃત્વ કરી રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાતોને સમજીને સ્વીડનની સરકારે ઈ-વ્હીકલ સેગમેન્ટ અને તેના પડકારોનો સામનો કરવા માટે ઘણા સમય પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું.

આવી સ્થિતિમાં હવે અહીં એવો ઈલેક્ટ્રિક રોડ બનાવવામાં આવી રહ્યો છે. જે એકસાથે બેટરી પર ચાલતા તમામ વાહનોની તમામ સમસ્યાઓ દૂર કરશે. ઈ-વાહનો માટે આ એક ક્રાંતિકારી યોજના હશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેને આખા દેશમાં શરૂ કરવામાં આવશે.

વિશ્વનો પ્રથમ ઇલેક્ટ્રિક રોડ :

‘યુરો ન્યૂઝ’માં પ્રકાશિત અહેવાલ મુજબ યુરોપિયન યુનિયન (EU) એ ગયા મહિને 2035 થી શૂન્ય CO2 ઉત્સર્જન માટે ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે. તેથી જ યુરોપના તમામ દેશો અશ્મિભૂત ઈંધણ મુક્ત પરિવહન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા દોડી રહ્યા છે. જ્યારે સ્વીડન પાંચ વર્ષ અગાઉ 2030 સુધીમાં અશ્મિભૂત ઈંધણ પર નિર્ભરતા સમાપ્ત કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.

આ ઈલેક્ટ્રિફાઈડ મોટરવે, યુરોપિયન હાઈવે E20, દેશના ત્રણ મોટા શહેરો, સ્ટોકહોમ, ગોથેનબર્ગ અને માલમોની મધ્યમાં સ્થિત હોલ્સબર્ગ અને ઓરેબ્રો વચ્ચેના લોજિસ્ટિક્સ હબને જોડે છે. આ પાયલોટ પ્રોજેક્ટ 2025 સુધીમાં પૂર્ણ થશે.

સ્વીડિશ સરકાર અને નિષ્ણાતો દાવો કરે છે :

ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટેનો આ ઈ-રોડ સ્વીડિશ સરકારની દેખરેખ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં તેનું વધુ વિસ્તરણ કરવામાં આવશે અને દેશમાં 20 હજાર કિલોમીટર સુધી આવા રોડ અને હાઈવે બનાવવાની યોજના છે.

આ ઈલેક્ટ્રિક રોડ પર ચાલતા કાર અને ટ્રક ડ્રાઈવરો રોકાયા વિના સફરમાં તેમની બેટરી રિચાર્જ કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ડાયનેમિક ચાર્જિંગથી લોકો ભવિષ્યમાં નાની બેટરી સાથે લાંબા અંતરની મુસાફરી કરી શકે છે અને ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક કલાકો સુધી રાહ જોવાનું ટાળી શકે છે.

આ પણ વાંચો :-

Weather Update : મે મહિનામાં શિયાળાનો અહેસાસ ! આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, જાણો IMDનું નવું અપડેટ

0

Weather Update 

  • Weather Update : હવામાન વિભાગની માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં આવું જ હવામાન રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી.

મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ (atmosphere) અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની (Meteorological Department) માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં આવું જ હવામાન રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી. વિભાગ અનુસાર બુધવારે (3 મે) દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે (3 મે) દિલ્હી, NCR, પંજાબ, યુપી, કર્ણાટક, તમિલનાડુ, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

બિહાર, ઓડિશા, મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ભરતપુર, ધૌલપુર, કરૌલી, સવાઈમાધોપુર, કોટા, બરાન, ઝાલાવાડ, જેસલમેર, બિકાનેર, ચિત્તોડગઢ, ઉદયપુર જિલ્લાના નજીકના વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવનની સંભાવના છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું :

ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બુધવારે (3 મે) ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, રુદ્રપ્રયા ચમોલી, બાનેબાર અને કબૂતર વિસ્તારોમાં 3200 મીટર અને તેનાથી વધુની ઉંચાઈ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે ચાર ધામના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :-

ઓછા પગારે પણ કામ કરવા તૈયાર છે ફ્રેશર્સ આ કંપનીમાં ઓછા પગારની ઓફર 92 ટકા ફ્રેશર્સે સ્વીકારી

Freshers are ready  

  • Wipro : અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોએ ફ્રેશર્સના પગારમાં ઘટાડો કરીને નવા જોડાવાનો પ્રયાસ કર્યો, જાણો આ પછી ફ્રેશરોનો શું પ્રતિસાદ મળ્યો…

Wipro : ભારતની ચોથી સૌથી મોટી આઈટી કંપની (IT company) વિપ્રોએ તાજેતરમાં ફ્રેશરોની ભરતી કરી છે. વિપ્રોએ ફ્રેશર્સનો પગાર વાર્ષિક 6.5 લાખથી ઘટાડીને 3.5 લાખ કર્યો છે. આ સાથે કંપનીએ આ ઓનબોર્ડ ગ્રેજ્યુએટસને ટૂંક સમયમાં જોડાવાની ઓફર પણ કરી છે. આ ઓફર સાથે ઘટેલા પગાર પછી ફ્રેશર્સે (IT company) શું જવાબ આપ્યો – તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

કંપની નિવેદન :

વિપ્રોના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જતીન દલાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એસોસિએટસને બંને વિકલ્પો ઓફર કરવામાં આવ્યા હતા. જેમાં 92 ટકા કેમ્પસ હાયરોએ નીચી ઓફર સ્વીકારી હતી.” વાર્ષિક 3.5 લાખના આ પેકેજ પર નવા જોડાનારાઓને રાખવામાં આવ્યા છે. મતલબ કે વિપ્રોનો પગાર ઘટાડ્યા પછી પણ 92 ટકા ફ્રેશર્સ એવા રહ્યા. જેમણે આ ઓફર સ્વીકારી અને કંપનીમાં જોડાયા.

નોંધનીય છે કે વિપ્રોએ Turbo પ્રોગ્રામમાં યુવાનોની ભરતી કરી હતી જેમાં તેમને સારો પગાર મળવાનો હતો. પરંતુ હવે તેમને Elite પ્રોગ્રામ માટે કામ કરવા જણાવાયું છે અને તેમાં પગાર પણ 46 ટકા સુધી ઘટાડી દેવાયો છે.

વિપ્રોમાં જોઈનિંગ :

અગાઉ વિપ્રોમાં જ્યાં ફ્રેશર્સ વાર્ષિક 6.5 લાખના પેકેજ પર જોડાતા હતા. તે જ હવે વાર્ષિક 3.5 લાખના પેકેજ પર કરવામાં આવી રહ્યું છે. બેંગ્લોર હેડક્વાર્ટર તરફથી આ પગાર પર ફ્રેશર્સને ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં તેમને આ ઘટેલા પગાર પર વહેલા જોડાવાની ઓફર કરવામાં આવી હતી. કંપનીએ વિપ્રોના તે પસંદ કરેલા ઉમેદવારોને જોડાવાની કોઈપણ તારીખ આપવાનો ઈનકાર કર્યો છે જેઓ સંમત ન હતા.

આ પણ વાંચો :-

 

સંકટો વચ્ચે ફસાયેલી AAP ના ગોપાલ ઈટાલિયાની વતન વાપસી, પાર્ટીએ સોંપી આ મોટી જવાબદારી

0

AAP’s Gopal 

  • ગુજરાતમાં અનેક મોરચે સંકટનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરીને પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને ફરી એકવાર રાજ્યમાં મોટી જવાબદારી સોંપી છે.

સુરતના (Surat) ગઢમાં પાર્ટી તૂટી રહી છે તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gadhavi) પીએમ મોદીના કાર્યક્રમ મન કી બાત પર Tweet કરવા મામલે ફસાયેલા છે.

 ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં અનેક કટોકટીનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ રાજ્ય પ્રમુખ ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે. એક મહત્વપૂર્ણ જાહેરાતમાં પાર્ટીએ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે ગોપાલ ઈટાલિયાની નિમણૂંક કરી છે.

રાજ્યની અનેક નગરપાલિકાઓની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. આવા સંજોગોમાં પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) ફરી ગુજરાત મોરચે ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીએ ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવ્યા હતા.

કટોકટીના સમયમાં મોટી જવાબદારી :

ગુજરાત સરકારમાં અગાઉ કોન્સ્ટેબલ અને ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા યુવા ગોપાલ ઈટાલિયાને પાર્ટી દ્વારા એવા સમયે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે પાર્ટી રાજ્યમાં એક જ સમયે અનેક પડકારોનો સામનો કરી રહી છે. સુરતમાં આઠ કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી છે.

ત્યાં પાર્ટી પાસે માત્ર ૧૫ કાઉન્સિલર બચ્યા છે. જેમાં રાજેશ મોરડિયાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે તેમ માની લઈએ તો કુલ કાઉન્સિલરોની સંખ્યા ૧૪ રહી જાય છે. પાર્ટીને ત્યાં વિપક્ષમાં રહેવા માટે ૧૨ કાઉન્સિલરોની જરૂર છે. બીજું મોટું સંકટ વિદ્યાર્થી નેતા અને AAPના યુવરાજસિંહ જાડેજાનું છે. યુવરાજ પર ડમી કેસમાં વસૂલીનો આરોપ છે અને હાલમાં તે જેલમાં બંધ છે.

આ તમામ સંજોગો વચ્ચે ગોપાલ ઈટાલિયાએ ચૂંટણીની તૈયારીઓની જવાબદારી નિભાવવી પડશે. જો કે ચૂંટણી પહેલા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ઈટાલિયા સામે પણ કેસ ચાલી રહ્યો છે. જેમાં તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, દાંડિયા-રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત

Wedding happiness

  • ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ અચાનક વધ્યું છે. તેમાં પણ યુવાનોમાં અચાનક એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ત્યારે રાજકોટમાં (Rajkot) હવે વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકને છાતીમાં દુઃખાવો ઉપડયો અને બાદમાં હાર્ટ એટેકથી (Heart attack) તેનું મોત નિપજ્યું હતું. ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન જ આ પ્રકારનો બનાવ બનતા પરિજનો અને સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.

લગ્નમાં ગરબે ઝૂમ્યા બાદ યુવકને આવ્યો હાર્ટ એટેક :

વિગતો મુજબ રાજકોટમાં અમિત ચૌહાણ નામનો યુવક પિતરાઈ ભાઈના ત્યાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. લગ્નાના આગલા દિવસે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમિત ચૌહાણ દાંડિયા રાસ રમ્યા બાદ ઘરે આવ્યો અને અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડયો અને બેભાન થઈને ઢળી પડયો હતો. આથી પરિજનોને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકના મોતથી પરિજનો આઘાતમાં મૂકાયા છે.

આ પણ વાંચો :-