Home Blog Page 1093

સુરત એપીએમસીના પ્રમુખપદે સંદીપ દેસાઈની વરણી

0

સુરત એપીએમસીના પ્રમુખપદે સંદીપ દેસાઈની વરણી

  • ભાજપની મેન્ડેટ ફોર્મ્યુલાને પગલે બિન હરીફ રહેલી સુરત સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસ)ની ચૂંટણી બાદ આજે ગુરવાર 4 એપ્રિલે યોજાયેલી બોર્ડ બેઠકમાં પ્રમુખપદે સંદીપ દેસાઈ (Sandeep Desai) અને ઉપ પ્રમુખ પદે હર્ષદ પટેલની (Harshad Patel) વરણી કરવામાં આવી હતી.

શહેર અને જિલ્લાનાં તમામ ઘર સાથે સીધી સંકળાયેલી અને વાર્ષિક 2500 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસ)ની (Surat Agricultural Produce Market Committee) ચૂંટણીમાં 10 જેટલા નવા ચહેરાને તક આપવાની સાથે ભાજપ દ્વારા મેન્ડેટ ફોર્મ્યુલા થકી ચૂંટણીને બિનહરીફ બનાવી હતી.

એપીએમસીનાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અંકૂર દેસાઇએ પ્રમુખપદ માટે સંદીપ દેસાઈના નામની દરખાસ્ત કરી હતી. તેને ટેકો મળતાં એપીએમસીના પ્રમુખ પદે સંદીપ દેસાઈને બિનહરીફ જાહેર કરાયા હતા.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે ચિરાગ પટેલે હર્ષદ છીતુભાઈ પટેલના નામની દરખાસ્ત કરી હતી. એ દરખાસ્તને પણ ટેકો મળતાં ઉપપ્રમુખ પદે ચિરાગ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો :-

વરમાળા મોટી બહેનને પહેરાવી પણ ફેરા નાની બહેન સાથે લીધા, સાળી બની ગઈ ઘરવાળી

0

Varmala  

  • બિહારના છપરા જિલ્લામાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. બેન્ડબાજા સાથે આવેલા વરરાજાએ મોટી બહેનને માળા પહેરાવી અને નાની બહેન સાથે સાત ફેરા લીધા. આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં છે.

બિહારના (Bihar) છપરા (Chhapra) જિલ્લામાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. બેન્ડબાજા સાથે આવેલા વરરાજાએ મોટી બહેનને માળા પહેરાવી અને નાની બહેન સાથે સાત ફેરા લીધા. આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં છે. જ્યારે વરરાજા (Groom) લગ્નના સરઘસ સાથે પહોંચ્યો ત્યારે નાની બહેને લગ્ન કરવાની જીદ કરી. પરિવારજનોએ સમજાવતાં તેણીને છત પરથી કૂદવાની ઘમકી આપી હતી.

મોટી બહેન સાથે વરમાળા :

છાપરાના મુબારકપુરામાં વરરાજા વાજતે ગાજતે જાન લઈને પહોંચ્યા હતા. શોભાયાત્રાને નાસ્તો અને પાણી આપ્યા બાદ સેંકડો લોકોની હાજરીમાં મોટી બહેન સાથે વરમાળાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

વરમાળા પછી નાની બહેને હંગામો શરૂ કર્યો :

વરમાળા પછી જાનૈયા ખાવા-પીવામાં વ્યસ્ત થઈ ગયા. બીજી તરફ કન્યા પક્ષના લોકો લગ્નની આગળની પ્રક્રિયા જેમ કે મંડપને શણગારવા વગેરેમાં જોડાઈ ગયા. એ જ સમયે કન્યાની નાની બહેને લગ્ન કરવાની જીદ શરૂ કરી. લગ્ન કરવાની જીદમાં નાની બહેને હંગામો શરૂ કર્યો હતો.

પરિવારજનોએ સમજાવતાં તે છત પર ચડી ગઈ :

હંગામો જોઈ પરિવારજનોએ નાની બહેનને ઘણી સમજાવી. તેઓ કહેતા રહ્યા કે તેની મોટી બહેનના લગ્ન છે તેથી બિનજરૂરી હંગામો ન કર. ટૂંક સમયમાં તે પણ લગ્ન કરશે. પરંતુ તે સંમત ન હતી. દુલ્હનની નાની બહેન ધાબા પર ચઢી અને લગ્ન નહીં કરે તો કૂદીને મરી જવાની ધમકી આપી.

જીજાજી સાથે લગ્ન કરવાનો આગ્રહ :

કન્યાની નાની બહેને તેના જીજાજીને ફોન કરીને જીદ કરવા લાગી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લેશે. વરરાજાએ આ વાત તેના પરિવારના સભ્યોને જણાવી. પહેલા તો લગ્નમાં ભારે ગરમા ગરમી થઈ ગઈ હતી. ઉતાવળમાં બંને પક્ષના લોકો એકબીજા સાથે વાત કરવા લાગ્યા, પરંતુ મામલો વણસતો ગયો.

વર અને જાનૈયા કેદ :

જ્યારે મામલો વણસ્યો ​​તો વરરાજા અને કેટલાક જાનૈયાઓેને કેદ કરવામાં આવ્યા અને તેમને ખૂબ માર પણ મારવામાં આવ્યો હતો. આખરે ઘટનાસ્થળે માંઝી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થાનિક વડા શૈલેશ્વર મિશ્રાની હાજરીમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવી હતી. જેમાં નક્કી થયું હતું કે વરરાજા નાની બહેન સાથે જ લગ્ન કરશે. આ રીતે વરરાજાએ મોટી બહેનના ગળામાં માળા પહેરાવી અને નાની બહેન સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો :-

કરજમુક્ત થવા માટે લોકો આ ગામની મુલાકાતે દોડે છે, પગ મૂકતાની સાથે જ કષ્ટ થાય છે દૂર !

0

People rush to visit  

  • શું તમને ખબર છે કે ભારતનું છેલ્લુ ગામ ક્યાં છે અને તેની શું ખાસિયત છે. જો ના.. તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને આ ગામ કે જે ચમત્કારિક ગામ તરીકે પણ પ્રખ્યાત છે તેના વિશે વાત કરીએ છીએ. આ ગામ અંગે એવી માન્યતા છે કે અહીં પગ મૂકતા જ ગરીબી દૂર ભાગે છે.

શું તમને ખબર છે કે ભારતનું (India) છેલ્લુ ગામ ક્યાં છે અને તેની શું ખાસિયત છે. જો ના.. તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને આ ગામ કે જે ચમત્કારિક ગામ તરીકે પણ પ્રખ્યાત છે તેના વિશે વાત કરીએ છીએ. આ ગામ અંગે એવી માન્યતા છે કે અહીં પગ મૂકતા જ ગરીબી દૂર ભાગે છે.

ગામના માથે છે ભોલેનાથના આશીર્વાદ :

ઉત્તરાખંડના (Uttarakhand) બદ્રીનાથથી (Badrinath) 4 કિલોમીટર દૂર માણા ગામ આવેલુ છે.  આ ગામ ભારતનું છેલ્લું ગામ છે. ગામનું પૌરાણિક નામ મણિભદ્ર (Manibhadra) છે. કહેવાય છે કે આ ગામને ભોલેનાથના આશીર્વાદ મળેલા છે. એવી માન્યતા છે કે જે પણ અહીં આવશે તેને તમામ દેવા અને ગરીબીથી છૂટકારો મળશે. ટુરિસ્ટ અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો (Saraswati River) સંગમ જોવા પણ આવે છે. આ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમપુલ પણ આકર્ષણનું કેન્દ્ર છે.

પાંડવો અહીં થઈને ગયા હતાં સ્વર્ગ :

અહીં સરસ્વતી નદી પર ભીમપુલ છે. તેના અંગે એક વાર્તા પ્રચલિત છે કે જ્યારે પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે સરસ્વતી નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો હતો પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી તો ભીમે બે મોટા પથ્થરો ઉઠાવીને તેની ઉપર રાખી દીધા. જેનાથી પુલ બન્યો. કહેવાય છે કે આ પુલ પર થઈને પાંડવો સ્વર્ગમાં ગયાં. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે.

આ પણ વાંચો :-

પંડ્યા બંધુનો પાવર ! IPLમાં બનાવ્યો એવો રેકોર્ડ જે આજ સુધી કોઈ કરી શક્યું નથી

0

પંડ્યા બંધુનો પાવર ! IPLમાં બનાવ્યો એવો રેકોર્ડ જે આજ સુધી કોઈ કરી શક્યું નથી

  • આ બંને ભાઈઓએ નવી ટીમની કમાન સંભાળી લીધી છે. આ પ્રકારે IPLના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.

IPLમાં પંડ્યા બ્રધર્સ (Pandya Brothers) (હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા) નો જલવો જોવા મળી રહ્યો છે. આ બંને ભાઈઓએ નવી ટીમની કમાન સંભાળી લીધી છે. આ પ્રકારે IPLના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. IPL 2023માં કેપ્ટનશીપ કરનાર ભાઈઓની પહેલી જોડી બની ગઈ છે.

IPL 2022માં બે નવી ટીમોએ એન્ટ્રી કરી હતી. આ બે નવી ટીમમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને લખનઉ સુપર જાયન્ટસ (LSG) છે. પહેલી સીઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને ફાસ્ટ બોલિંગની મદદથી હાર્દિકે પહેલી જ સીઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવી દીધું હતું.

રાહુલ ઈજાગ્રસ્ત થતા કૃણાલને મળી કેપ્ટનશીપ :

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટસે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટીમનો સબ કેપ્ટન બનાવ્યો હતો. ટીમની કમાન કે. એલ. રાહુલને સોંપવામાં આવી હતી.

IPL 2023માં લખનઉ સુપર જાયન્ટસે 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ સામે નવમી મેચ રમી હતી. આ મેચમાં કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૃણાલ પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી ! રસોડામાં રાખેલી આ સફેદ વસ્તુ…

No more need to install RO machine

  • Water filter tips : અમે અહીં તમને જે પદ્ધતિ જણાવી રહ્યા છીએ તે ખૂબ જ જૂની અને જાણીતી છે. જેનો આપણા દાદીમા ઘણો ઉપયોગ કરતા આવ્યા છે તો તમે પણ જાણો RO મશીન વગર પાણી ફિલ્ટર કરવાની રીત.

આજકાલ તમને દરેક ઘરના રસોડામાં RO મશીન લગાવેલું જોવા મળશે. પરંતુ જેમના ઘરમાં ફિલ્ટર મશીન નથી, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ પાણી કેવી રીતે ફિલ્ટર (filter) કરતા હશે તો ચાલો આજના લેખમાં તમને જણાવીએ. વાસ્તવમાં ફટકડીનો ઉપયોગ પાણીને ફિલ્ટર કરવા માટે કરી શકાય છે. આ પદ્ધતિ ઘણી જૂની છે..

ફટકડી વડે પાણી કેવી રીતે ફિલ્ટર કરવું :

તમારે ફટકડીનો ટુકડો લઈને તેને પાણીમાં નાખીને ૫ થી ૭ વાર ફેરવવાનું છે. જેના કારણે થોડા સમયમાં પાણીની ગંદકી બેસી જશે. આ સિવાય ફટકડીના ટુકડાને દોરડામાં બાંધીને પાણીમાં નાખો પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો. આ પછી તમે પાણીમાંથી ફટકડી કાઢી લો. હવે તમે અડધા કલાક પછી આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી પાણીની બધી ગંદકી બેસી જશે.

ફટકડીના ફાયદા :

કાળી ગરદન સાફ કરવા માટે, તમે 1 ચમચી ફટકડીના પાવડરમાં 1 ચમચી ગુલાબજળ, 1 થી 2 ચમચી લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેને 15 થી 20 મિનિટ માટે ગરદન પર રહેવા દો. તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે.

-ચહેરા પર ફટકડી અને ગુલાબજળ લગાવવા માટે અડધી ચમચી ફટકડી પાવડરમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પછી તેને તમારી હથેળીઓ પર લો અને તમારા ચહેરાને હળવા હાથથી મસાજ કરો. પછી, અડધા કલાક પછી તમે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો તે પછી ક્રીમ લગાવો જેથી ત્વચા પર શુષ્કતા ન રહે. આમ કરવાથી તમારા ચહેરા પરથી ફોલ્લીઓ દૂર થવા લાગશે અને કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઓછી થઈ જશે.

-તમને જણાવી દઈએ કે આને લગાવવાથી ચહેરાના અનિચ્છનીય વાળ પણ ઘટશે જે હોર્મોનલ અસંતુલનને કારણે બહાર આવે છે. આ સિવાય ડેડ સ્કિન પણ બહાર આવે છે. અને તમારો ચહેરો એકદમ ખીલેલો દેખાવા લાગશે.

આ પણ વાંચો :-

શિક્ષકો અને અધ્યાપકોની વેકેશનની મજા બગડી, રજા ટાણે સરકારે સોંપી દીધી આ મોટી જવાબદારી

0

The fun of vacation of teachers

  • આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હોલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે.

ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા તલાટીની પરીક્ષા (Talati Exam) લેવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આટલા મોટા વ્યાપથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેના મોનિટરિંગ માટે મોટા સ્ટાફની જરૂર પડે તે સ્વભાવિક છે. જેથી આ વખતે શિક્ષકો અને પ્રાધ્યાપકોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં સ્ટાફની જરૂર હોવાથી તલાટી પરીક્ષા માટે સ્કૂલ શિક્ષકો અને કોલેજોના અધ્યાપકોને પણ કામગીરી સોંપવાનું સરકારનું આયોજન છે. સરકારે તલાટીની પરીક્ષામાં જવાબદારી સોંપતા શિક્ષકોના સમુહોમાં અત્યારે એક જ ગણગણાટ છે કે આ વખતે વેકેશનની મજા બગડી.

કમિશનર કચેરી અને ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા તમામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તાલટી કમમંત્રીની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને કલેકટર અને ડીડીઓ કચેરી લેખિત પરીક્ષા આગામી ૭મી મેના રોજ લેવાનાર છે ત્યારે આ હેઠળ ફાળવી છે.હવે કલેકટર કચેરી દ્વારા આ પરીક્ષા માટે પરીક્ષા માટે સુપરવાઈઝર, કેન્દ્ર નિયામક સહિતની વિવિધ કોલેજોમાંથી જરૂરી સ્ટાફ નક્કી કરાશે. કોલેજો ઉપરાંત સ્કૂલોના કામગીરી માટે સ્ટાફની જરૂરીયાતને પગલે ઉચ્ચ શિક્ષણ શિક્ષકોને પણ કામગીરી સોંપવામા આવી છે.

ક્યારે લેવાશે પરીક્ષા?

ઉચ્ચ શિક્ષણ કમિશનરે તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને પરીક્ષા માટે સંબંધિત કલેકટર હેઠળ ફાળવી ગ્રામપંચાયત સેક્રેટરી એટલે કે તલાટી મંત્રીની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરના કેન્દ્રોમાં આગામી ૭મી મેના રોજ લેવામાં આવનાર છે. ૭મીએ પોરે ૧૨:૩૦ થી ૧:૩૦ દરમિયાન આ પરીલા લેવાનાર છે.

કેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે?

આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હોલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષા માટે ઉમેદવારોના મોટા સંખ્યા સાથે કેન્દ્રોની પણ મોટી સંખ્યા હોવાથી સ્ટાફની જરૂરીયાત પણ મોટા પ્રમાણમાં ઉભી થઈ છે. જેથી ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કચેરીઓ દ્વારા પોતાના તાબા હેઠળની સરકારી વોકેશનલ અને ટેકનિકલ કોલેજોને પરીક્ષા માટે કલેકટર હેઠળ ફાળવી છે.

આ પણ વાંચો :-

વિરાટ સાથે ભડકેલી વિવાદની આગને ઠંડી નથી કરવા માંગતો ગંભીર ! ગંભીરે કહ્યું આ જ કળિયુગ છે…

0

Gambhir

  • મેદાન પર શાબ્દિક યુદ્ધ બાદ ગૌતમ ગંભીરે ફરી એકવાર વિરાટ કોહલી પર પ્રહારો કર્યા છે. કોઈ પણ ખેલાડીનું નામ લીધા વિના ગંભીરે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

મેદાન પર વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે મેદાન વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે હવે એ કિસ્સામાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગંભીરએ વિરાટ પર ફરી શબ્દો દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે.

જો કે નામનો ઉલ્લેખ કર્યા વિના ગંભીરે ટ્વિટર પર કંઈક એવું લખ્યું જેણે આ વિવાદને વેગ આપ્યો. લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે આ ટ્વીટમાં ગંભીરે DDCAના પૂર્વ પ્રમુખ પર પ્રહાર કરતા વિરાટ પર પ્રહાર કર્યા છે.

વાત એમ છે કે ગૌતમ ગંભીરની આ ટ્વીટ અડધી હિન્દીમાં અને અડધી અંગ્રેજીમાં છે જેમાં ગંભીરે લખ્યું છે કે, “જે વ્યક્તિ દિલ્હી ક્રિકેટથી ભાગી ગયો હતો તે હવે દબાણ બનાવી રહ્યો છે. એવું લાગે છે કે તે ક્રિકેટ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરતી વખતે પેઇડ પીઆર કરવામાં વ્યસ્ત છે. આ કલયુગ છે જ્યાં ભાગેડુઓ પોતાની અદાલત ચલાવે છે.

નોંધનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન દિલ્હીના આ બંને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા અને 10 વર્ષ પછી બંને આ રીતે મેદાન પર લડતા જોવા મળ્યા હતા. હાલના મામલામાં BCCI તરફથી કડક વલણ અપનાવતા બંનેની મેચ ફીમાંથી 100 ટકા કાપવામાં આવ્યો હતો.

સાથે જ જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિરાટ કોહલીએ નવીન ઉલ હક અને અમિત મિશ્રાને મેદાન પર રમી રહ્યા હતા અને એ બાદ મેચ પછી હાથ મિલાવતી વખતે નવીને આ મુદ્દે વિરાટને વાતો સંભળાવી હતી. આ પછી કાયલ મેયર્સ આ સમગ્ર વિવાદમાં વચ્ચે આવ્યા હતા અને તેનો અંત ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના શાબ્દિક યુદ્ધ સાથે થયો હતો.

આ પણ વાંચો :-

સૂરજ પંચોલી જ નહીં આ કલાકારો પણ ફસાયા વિવાદો અને કોર્ટ કેસમાં અને કારર્કિદીનો આવ્યો અંત

Not only Sooraj Pancholi

  • Actors Career Ended Due To Controversies : બોલીવુડ કલાકારોની લોકપ્રિયતા અને સ્ટારડમ એક પળમાં ખતમ પણ થઈ શકે છે. લોકોનો પ્રેમ કલાકારોને સાતમા આસમાન સુધી લઈ શકે છે.

પરંતુ જ્યારે કલાકારો આ સ્ટારડમના અભિમાનમાં ખોટો રસ્તો અપનાવે છે તો તેઓ લોકોની નજરમાંથી તો ઉતરી જ જાય છે પરંતુ સાથે જ તેમની સફળ કારર્કિદીનો પણ અંત આવે છે.  આજે તમને આવા જ કલાકારો વિશે જણાવી જેઓ કોર્ટ કચેરી અને કાયદામાં ફસાયા અને તેમની કારકિર્દી ખતમ (Career over) થઈ ગઈ.

ગોવિંદા :

ગોવિંદા એક સમયે બોલીવુડનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા હતો પરંતુ તેણે સ્ટારડમના નશામાં એક માણસને માર માર્યો અને તેની ખરાબ વર્તન કર્યું જેના કારણે તેની સામે કોર્ટ કેસ થયો અને ત્યાર પછી તેની કારકિર્દીનો અંત આવ્યો.

ગોવિંદાએ વર્ષો જૂનો કિસ્સો શૅર કર્યો, કહ્યું- 'મને પછી ખબર પડી કે તે  પૈસાદાર ઘરની હતી' | Govinda shared an old incident, saying- 'I later came  to know that she was from

સૂરજ પંચોલી :

સૂરજ પંચોલીએ બોલીવુડમાં એન્ટ્રી જ કરી હતી અને ત્યાં જ તેના પર જિયા ખાનને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લાગ્યો. આ કેસ વર્ષો સુધી ચાલ્યો. આ દરમિયાન તે એક પણ ફિલ્મ કરી શક્યો નહીં. જોકે તાજેતરમાં જ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે.

જેકલીન ફર્નાન્ડીઝ :

જેકલીન ફર્નાન્ડીઝની ગણતરી બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. પરંતુ થોડા સમય પહેલા તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં આરોપી સાથે જોડાયું અને તે પણ છેલ્લા કેટલાક સમયથી કોર્ટના ચક્કર લગાવે છે. આ દરમિયાન તેને ફિલ્મ મળતી બંધ થઈ છે.

જેકલીન ફર્નાન્ડીઝની સાથે ફેશન ડિઝાઈનર લિપાક્ષીની આજે થશે પૂછપરછ, EOW  પાઠવ્યું સમન્સ - Jacqueline Fernandez Leepakshi summoned to Delhi Police in  Sukesh Chandrashekhar case | TV9 Gujarati

રિયા ચક્રવર્તી :

રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. તેને એક મહિના સુધી જેલમાં પણ રહેવું પડયું હતું. તે છેલ્લા 3 વર્ષથી જેલની બહાર છે પરંતુ તેની પાસે કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટ નથી.

આ પણ વાંચો :-

 

Wrestlers Protest : દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનકારી રેસલર્સ અને દિલ્હી પોલીસ વચ્ચે બબાલ

0

Wrestlers Protest

  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર મંતર પર ધરણા આપી રહેલા  રેસલરો અને પોલીસ વચ્ચે બબાલ થવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઘણો અવાજ સંભળાય છે. બુધવારે (3 મે) રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો (Wrestlers Protest) અને દિલ્હી પોલીસ (Delhi Police) વચ્ચે ઝપાઝપી થઈ હતી.

રેસલરોનો આરોપ છે કે વરસાદને કારણે બેડ મંગાવવામાં આવ્યા હતા. પોલીસે તેને આવતા રોકી દીધા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે.

દિલ્હી પોલીસના જવાનો અને પ્રદર્શનકારી પહેલવાનો વચ્ચે હંગામાનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. રેસલર બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસકર્મીઓએ બહેન-દીકરીઓને ગાળો આપી અને મારપીટ કરી. દિલ્હી પોલીસે રેસલરોના આરોપો પર હાલ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો :-

 

Weather Update : ગરમીની ઋતુમાં કેમ ધાબળા ઓઢવાનો વારો આવ્યો ? ચોંકાવનારું છે કારણ

0

Weather Update

  • દેશમાં એપ્રિલ મે મહિનામાં કાળઝાળ ગરમી હોય છે. ભીષણ ગરમીના કારણે દર વર્ષે આ સમયે ગરમીનું લોકડાઉન જેવી સ્થિતિ હોય છે.

પરંતુ આ વખતે તો આ મહિનામાં કઈક અલગ જ સ્થિતિ જોવા મળે છે. ગરમીથી રાહત અને કૂલ કૂલ મોસમના કારણે બધાના ચહેરા ખિલેલા છે. આકાશમાં છવાયેલા વાદળા જોઈને એવું લાગે છે કે જાણે મે મહિનામાં જ ચોમાસુ આવી ગયું. અટકી અટકીને પડી રહેલા વરસાદથી (Rain) તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ જે ઠંડીની તમે મજા લઈ રહ્યા છો તેના વિશે વિચાર્યું છે કે કેટલી ઘાતક હોઈ શકે છે. શું તમારા મનમાં આ સવાલ આવ્યો છે કે નહીં કે મે મહિનામાં અચાનક કેમ હવામાન (Weather) બદલાઈ રહ્યું છે.

હકીકતમાં આ બદલાયેલા મોસમ પાછળ વૈજ્ઞાનિક એક મોટું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવી રહ્યા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં 6-6 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા હતા. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દર વર્ષે થાય છે પરંતુ આ વખતે જે પરિસ્થિતિઓ બની છે તેવી દર વર્ષે બનતી નથી અનેક વર્ષો બાદ મે મહિનામાં આવા હાલાત છે.

હવામાનમાં શું ફેરફાર :

સામાન્ય રીતે જે ચક્રવાતી પવન સર્જાય છે તે ખુબ લો લેટિટ્યૂડ પર બને છે જેનું સેન્ટર મોટાભાગે ચેન્નાઈની આજુબાજુ હોય છે. પરિણામે મે મહિનામાં ઉત્તર ભારતના રાજ્યોમાં આટલો વરસાદ પડતો નથી. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કર્ણાટક, કેરળ, સુધી જ રહે છે. પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાઈક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ચક્રવાતી હવાઓ હરિયાણા અને પંજાબ ઉપર બનેલી છે. આ ચક્રવાતી પવનના કારણે પશ્ચિમ ભારત સુધી વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ભારતમાં એન્ટી સાઈક્લોનિક એક્ટિવિટી થવાના કારણે પણ હવામાનમાં ફેરફાર થયો. દક્ષિણ ભારતમાં આ એક્ટિવિટીના કારણે ખુબ વરસાદ પડી રહ્યો છે. દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહારથી લઈને કાશ્મીર સુધી હવામાનના બદલાયેલા મિજાજે લોકોને કન્ફ્યૂઝ કરી રાખ્યા છે. આ હવામાનને જોઈને તમે પણ એસી બંદ કરીને પંખા ચાલુ રાખ્યા હશે. રાતના સમયે તો પંખામાં ઠંડી લાગે છે. ન્હાવા માટે ગીઝર ઓન કરવું પડે છે. વરસાદનો આ અસાધારણ દોર એક સાથે દેશના અનેક રાજ્યોમાં આવ્યો છે.

વરસાદ જ નહીં કરા પણ પડી રહ્યા છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. મે મહિનામાં આવું હવામાન જોઈને જો તમે એ વિચારી રહ્યા હોવ કે આ વખતે ગરમી ઓછી હશે તો તમે ખોટું વિચારો છો. હવામાનમાં થયેલા ફેરપારના કારણે આ વખતે ગરમી ગત વર્ષ કરતા પણ વધુ હશે. તેનું એક કારણ અલ નીનો હશે. અલ નીનો કારણે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વરસાદનો ક્રમ બગડી શકે છે.

આ પણ વાંચો :-