પંડ્યા બંધુનો પાવર ! IPLમાં બનાવ્યો એવો રેકોર્ડ જે આજ સુધી કોઈ કરી શક્યું નથી

Share this story

પંડ્યા બંધુનો પાવર ! IPLમાં બનાવ્યો એવો રેકોર્ડ જે આજ સુધી કોઈ કરી શક્યું નથી

  • આ બંને ભાઈઓએ નવી ટીમની કમાન સંભાળી લીધી છે. આ પ્રકારે IPLના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે.

IPLમાં પંડ્યા બ્રધર્સ (Pandya Brothers) (હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા) નો જલવો જોવા મળી રહ્યો છે. આ બંને ભાઈઓએ નવી ટીમની કમાન સંભાળી લીધી છે. આ પ્રકારે IPLના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. IPL 2023માં કેપ્ટનશીપ કરનાર ભાઈઓની પહેલી જોડી બની ગઈ છે.

IPL 2022માં બે નવી ટીમોએ એન્ટ્રી કરી હતી. આ બે નવી ટીમમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને લખનઉ સુપર જાયન્ટસ (LSG) છે. પહેલી સીઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને ફાસ્ટ બોલિંગની મદદથી હાર્દિકે પહેલી જ સીઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવી દીધું હતું.

રાહુલ ઈજાગ્રસ્ત થતા કૃણાલને મળી કેપ્ટનશીપ :

ગુજરાત ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. અને લખનઉ સુપર જાયન્ટસે સ્પિનર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટીમનો સબ કેપ્ટન બનાવ્યો હતો. ટીમની કમાન કે. એલ. રાહુલને સોંપવામાં આવી હતી.

IPL 2023માં લખનઉ સુપર જાયન્ટસે 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ સામે નવમી મેચ રમી હતી. આ મેચમાં કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૃણાલ પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો :-