પાણીને ફિલ્ટર કરવા માટે હવે RO મશીન લગાવવાની જરૂર નથી ! રસોડામાં રાખેલી આ સફેદ વસ્તુ…

Share this story

No more need to install RO machine

  • Water filter tips : અમે અહીં તમને જે પદ્ધતિ જણાવી રહ્યા છીએ તે ખૂબ જ જૂની અને જાણીતી છે. જેનો આપણા દાદીમા ઘણો ઉપયોગ કરતા આવ્યા છે તો તમે પણ જાણો RO મશીન વગર પાણી ફિલ્ટર કરવાની રીત.

આજકાલ તમને દરેક ઘરના રસોડામાં RO મશીન લગાવેલું જોવા મળશે. પરંતુ જેમના ઘરમાં ફિલ્ટર મશીન નથી, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ પાણી કેવી રીતે ફિલ્ટર (filter) કરતા હશે તો ચાલો આજના લેખમાં તમને જણાવીએ. વાસ્તવમાં ફટકડીનો ઉપયોગ પાણીને ફિલ્ટર કરવા માટે કરી શકાય છે. આ પદ્ધતિ ઘણી જૂની છે..

ફટકડી વડે પાણી કેવી રીતે ફિલ્ટર કરવું :

તમારે ફટકડીનો ટુકડો લઈને તેને પાણીમાં નાખીને ૫ થી ૭ વાર ફેરવવાનું છે. જેના કારણે થોડા સમયમાં પાણીની ગંદકી બેસી જશે. આ સિવાય ફટકડીના ટુકડાને દોરડામાં બાંધીને પાણીમાં નાખો પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો. આ પછી તમે પાણીમાંથી ફટકડી કાઢી લો. હવે તમે અડધા કલાક પછી આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી પાણીની બધી ગંદકી બેસી જશે.

ફટકડીના ફાયદા :

કાળી ગરદન સાફ કરવા માટે, તમે 1 ચમચી ફટકડીના પાવડરમાં 1 ચમચી ગુલાબજળ, 1 થી 2 ચમચી લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરી શકો છો અને તેને 15 થી 20 મિનિટ માટે ગરદન પર રહેવા દો. તેનાથી ઘણી હદ સુધી રાહત મળશે.

-ચહેરા પર ફટકડી અને ગુલાબજળ લગાવવા માટે અડધી ચમચી ફટકડી પાવડરમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પછી તેને તમારી હથેળીઓ પર લો અને તમારા ચહેરાને હળવા હાથથી મસાજ કરો. પછી, અડધા કલાક પછી તમે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો તે પછી ક્રીમ લગાવો જેથી ત્વચા પર શુષ્કતા ન રહે. આમ કરવાથી તમારા ચહેરા પરથી ફોલ્લીઓ દૂર થવા લાગશે અને કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઓછી થઈ જશે.

-તમને જણાવી દઈએ કે આને લગાવવાથી ચહેરાના અનિચ્છનીય વાળ પણ ઘટશે જે હોર્મોનલ અસંતુલનને કારણે બહાર આવે છે. આ સિવાય ડેડ સ્કિન પણ બહાર આવે છે. અને તમારો ચહેરો એકદમ ખીલેલો દેખાવા લાગશે.

આ પણ વાંચો :-