Tuesday, Apr 29, 2025

Wrestlers Protest : દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનકારી રેસલર્સ અને દિલ્હી પોલીસ વચ્ચે બબાલ

1 Min Read

Wrestlers Protest

  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર મંતર પર ધરણા આપી રહેલા  રેસલરો અને પોલીસ વચ્ચે બબાલ થવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઘણો અવાજ સંભળાય છે. બુધવારે (3 મે) રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો (Wrestlers Protest) અને દિલ્હી પોલીસ (Delhi Police) વચ્ચે ઝપાઝપી થઈ હતી.

રેસલરોનો આરોપ છે કે વરસાદને કારણે બેડ મંગાવવામાં આવ્યા હતા. પોલીસે તેને આવતા રોકી દીધા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે.

દિલ્હી પોલીસના જવાનો અને પ્રદર્શનકારી પહેલવાનો વચ્ચે હંગામાનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. રેસલર બજરંગ પુનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસકર્મીઓએ બહેન-દીકરીઓને ગાળો આપી અને મારપીટ કરી. દિલ્હી પોલીસે રેસલરોના આરોપો પર હાલ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો :-

 

Share This Article