Weather Update : ગરમીની ઋતુમાં કેમ ધાબળા ઓઢવાનો વારો આવ્યો ? ચોંકાવનારું છે કારણ

Share this story

Weather Update

  • દેશમાં એપ્રિલ મે મહિનામાં કાળઝાળ ગરમી હોય છે. ભીષણ ગરમીના કારણે દર વર્ષે આ સમયે ગરમીનું લોકડાઉન જેવી સ્થિતિ હોય છે.

પરંતુ આ વખતે તો આ મહિનામાં કઈક અલગ જ સ્થિતિ જોવા મળે છે. ગરમીથી રાહત અને કૂલ કૂલ મોસમના કારણે બધાના ચહેરા ખિલેલા છે. આકાશમાં છવાયેલા વાદળા જોઈને એવું લાગે છે કે જાણે મે મહિનામાં જ ચોમાસુ આવી ગયું. અટકી અટકીને પડી રહેલા વરસાદથી (Rain) તાપમાનમાં ઘટાડો થયો છે. પરંતુ જે ઠંડીની તમે મજા લઈ રહ્યા છો તેના વિશે વિચાર્યું છે કે કેટલી ઘાતક હોઈ શકે છે. શું તમારા મનમાં આ સવાલ આવ્યો છે કે નહીં કે મે મહિનામાં અચાનક કેમ હવામાન (Weather) બદલાઈ રહ્યું છે.

હકીકતમાં આ બદલાયેલા મોસમ પાછળ વૈજ્ઞાનિક એક મોટું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જણાવી રહ્યા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં 6-6 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા હતા. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દર વર્ષે થાય છે પરંતુ આ વખતે જે પરિસ્થિતિઓ બની છે તેવી દર વર્ષે બનતી નથી અનેક વર્ષો બાદ મે મહિનામાં આવા હાલાત છે.

હવામાનમાં શું ફેરફાર :

સામાન્ય રીતે જે ચક્રવાતી પવન સર્જાય છે તે ખુબ લો લેટિટ્યૂડ પર બને છે જેનું સેન્ટર મોટાભાગે ચેન્નાઈની આજુબાજુ હોય છે. પરિણામે મે મહિનામાં ઉત્તર ભારતના રાજ્યોમાં આટલો વરસાદ પડતો નથી. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કર્ણાટક, કેરળ, સુધી જ રહે છે. પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાઈક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ચક્રવાતી હવાઓ હરિયાણા અને પંજાબ ઉપર બનેલી છે. આ ચક્રવાતી પવનના કારણે પશ્ચિમ ભારત સુધી વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ભારતમાં એન્ટી સાઈક્લોનિક એક્ટિવિટી થવાના કારણે પણ હવામાનમાં ફેરફાર થયો. દક્ષિણ ભારતમાં આ એક્ટિવિટીના કારણે ખુબ વરસાદ પડી રહ્યો છે. દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહારથી લઈને કાશ્મીર સુધી હવામાનના બદલાયેલા મિજાજે લોકોને કન્ફ્યૂઝ કરી રાખ્યા છે. આ હવામાનને જોઈને તમે પણ એસી બંદ કરીને પંખા ચાલુ રાખ્યા હશે. રાતના સમયે તો પંખામાં ઠંડી લાગે છે. ન્હાવા માટે ગીઝર ઓન કરવું પડે છે. વરસાદનો આ અસાધારણ દોર એક સાથે દેશના અનેક રાજ્યોમાં આવ્યો છે.

વરસાદ જ નહીં કરા પણ પડી રહ્યા છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. મે મહિનામાં આવું હવામાન જોઈને જો તમે એ વિચારી રહ્યા હોવ કે આ વખતે ગરમી ઓછી હશે તો તમે ખોટું વિચારો છો. હવામાનમાં થયેલા ફેરપારના કારણે આ વખતે ગરમી ગત વર્ષ કરતા પણ વધુ હશે. તેનું એક કારણ અલ નીનો હશે. અલ નીનો કારણે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વરસાદનો ક્રમ બગડી શકે છે.

આ પણ વાંચો :-