શિક્ષકો અને અધ્યાપકોની વેકેશનની મજા બગડી, રજા ટાણે સરકારે સોંપી દીધી આ મોટી જવાબદારી

Share this story

The fun of vacation of teachers

  • આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હોલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે.

ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા તલાટીની પરીક્ષા (Talati Exam) લેવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આટલા મોટા વ્યાપથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તેના મોનિટરિંગ માટે મોટા સ્ટાફની જરૂર પડે તે સ્વભાવિક છે. જેથી આ વખતે શિક્ષકો અને પ્રાધ્યાપકોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવશે.

મોટી સંખ્યામાં સ્ટાફની જરૂર હોવાથી તલાટી પરીક્ષા માટે સ્કૂલ શિક્ષકો અને કોલેજોના અધ્યાપકોને પણ કામગીરી સોંપવાનું સરકારનું આયોજન છે. સરકારે તલાટીની પરીક્ષામાં જવાબદારી સોંપતા શિક્ષકોના સમુહોમાં અત્યારે એક જ ગણગણાટ છે કે આ વખતે વેકેશનની મજા બગડી.

કમિશનર કચેરી અને ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા તમામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તાલટી કમમંત્રીની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને કલેકટર અને ડીડીઓ કચેરી લેખિત પરીક્ષા આગામી ૭મી મેના રોજ લેવાનાર છે ત્યારે આ હેઠળ ફાળવી છે.હવે કલેકટર કચેરી દ્વારા આ પરીક્ષા માટે પરીક્ષા માટે સુપરવાઈઝર, કેન્દ્ર નિયામક સહિતની વિવિધ કોલેજોમાંથી જરૂરી સ્ટાફ નક્કી કરાશે. કોલેજો ઉપરાંત સ્કૂલોના કામગીરી માટે સ્ટાફની જરૂરીયાતને પગલે ઉચ્ચ શિક્ષણ શિક્ષકોને પણ કામગીરી સોંપવામા આવી છે.

ક્યારે લેવાશે પરીક્ષા?

ઉચ્ચ શિક્ષણ કમિશનરે તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને પરીક્ષા માટે સંબંધિત કલેકટર હેઠળ ફાળવી ગ્રામપંચાયત સેક્રેટરી એટલે કે તલાટી મંત્રીની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરના કેન્દ્રોમાં આગામી ૭મી મેના રોજ લેવામાં આવનાર છે. ૭મીએ પોરે ૧૨:૩૦ થી ૧:૩૦ દરમિયાન આ પરીલા લેવાનાર છે.

કેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે?

આ પરીક્ષા માટે ૧૮ લાખ ઉમેદવારોમાંથી ૮ લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપવા માટે સંમંતિ આપી હતી. અને હાલ મંડળ દ્વારા પરીક્ષાની ઓનલાઈન હોલ ટીકિટ પણ ઈસ્યુ કરી દેવાઈ છે.જે ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષા માટે ઉમેદવારોના મોટા સંખ્યા સાથે કેન્દ્રોની પણ મોટી સંખ્યા હોવાથી સ્ટાફની જરૂરીયાત પણ મોટા પ્રમાણમાં ઉભી થઈ છે. જેથી ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કચેરીઓ દ્વારા પોતાના તાબા હેઠળની સરકારી વોકેશનલ અને ટેકનિકલ કોલેજોને પરીક્ષા માટે કલેકટર હેઠળ ફાળવી છે.

આ પણ વાંચો :-