Home Blog Page 1092

આ સ્ટેડિયમમાં યોજાઈ શકે છે IND vs PAK વર્લ્ડ કપ મેચ, ટૂંક સમયમાં BCCI કરી શકે છે જાહેરાત

0

IND vs PAK World Cup

  • ODI વર્લ્ડ કપ ૨૦૨૩નું આયોજન ભારતમાં થશે. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે.

ICC ODI વર્લ્ડ કપ ૨૦૨૩નું (ICC ODI World Cup 2023) ભારતમાં આયોજન થવાનું છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાઈ શકે છે.

રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને સીલ કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.

વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને હશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં ૦૧ લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ ભારતીય ટીમ મેનેજમેન્ટની સાથે આ બાબતે ચર્ચા કરશે.

રિપોર્ટ અનુસાર ODI વર્લ્ડ કપ ૨૦૨૩– ૫ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ટૂર્નામેન્ટની અંતિમ મેચ નવેમ્બરમાં રમાશે. આ માટે અનેક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની તમામ મેચ ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે.

આ પણ વાંચો :-

OYO, BMW, Vodafone શું તમે આ વારંવાર વપરાતા શબ્દોના Full Forms જાણો છો ?

OYO, BMW, Vodafone 

  • Full Forms : જ્ઞાનમાં વધારો કરવા આજે અમે એવા શબ્દોના ફૂલ ફોર્મ લઈને આવ્યા છીએ. જે તમે ઘણી વાર તમે સાંભળ્યા હશે અથવા તમે તેનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેનું Full Form શું છે.

આપણે રોજિંદા જીવનમાં ઘણા શબ્દોના શોર્ટ ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. કેટલીકવાર આ શબ્દો તેમના શોર્ટ ફોર્મથી જ લોકપ્રિય બને છે અને કેટલીકવાર એવું બને છે કે લોકોને તેનું ફૂલ ફોર્મ (Full Forms) ખબર જ હોતું નથી. આવો જાણીએ ક્યા છે આ શબ્દો…

BMW – બીએમડબ્લ્યુ  :

BMW કાર વિશે કોણ નથી જાણતું. ઘણા લોકો એક દિવસ આ કારની માલિકીનું સ્વપ્ન ધરાવે છે. જો કે, ઘણા લોકો તેનું પૂરું નામ પણ જાણતા નથી. તમને જણાવી દઈએ કે BMW જર્મનીની એક એવી ઓટોમોબાઈલ કંપની છે, જેના વાહનો દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ લક્ઝરી કાર ઉત્પાદક BMWનું પૂરું નામ Bavarian Motor Works છે. આ કંપનીના સ્થાપક કાર્લ રેપ છે. જેમણે વર્ષ 1916માં તેનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં કંપનીનું નામ રેપ મોટર વર્ક્સ હતું.

JCB – જેસીબી મશીન :

દરેક વ્યક્તિએ આ મશીન જોયું છે જે લોકોને સખત મહેનતથી ઘણી હદ સુધી બચાવે છે. આ એક્સેવેટર જેટલું લોકપ્રિય બીજું કોઈ મશીન નથી. પરંતુ તમને જણાવી દઈએ કે જેસીબી આ મશીનનું નામ નથી. પરંતુ કંપનીના માલિકનું નામ છે. આ મશીનનું નામ Backhoe Loader છે. પરંતુ લોકો તેને બેકહો લોડરના નામથી ઓળખતા નથી. જેસીબીનું ફૂલ ફોર્મ જોસેફ સિરિલ બેમફોર્ડ (Joseph Cyril Bamford) છે. આ મશીનના ઉત્પાદકનું નામ એસ્કોર્ટ્સ જેસીબી લિમિટેડ છે.

OYO – ઓયો :

હોટેલ બુકિંગ સાઇટ ઓયોનું નામ પહેલા કંઈક બીજું હતું. વાસ્તવમાં શરૂઆતમાં તેના સ્થાપક અને માલિક રિતેશ અગ્રવાલે તેનું નામ ‘ઓરાવલ‘ રાખ્યું હતું. પછી વર્ષ 2013 માં તેણે તેનું નામ બદલીને OYO રૂમ્સ રાખ્યું. જેનું ફૂલ ફોર્મ ઓન યોર ઓન (On Your Own) છે.

આ પણ વાંચો :-

સરકારે માવઠાંથી થયેલ પાક નુકશાનીની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે

0

The government has announced  

  • રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદથી પાક નુકશાની અંગે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 48 તાલુકા માટે રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરી છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે (Rishikeshbhai Patel) જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના (Unseasonal Rain) કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ (Relief package) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો હતો. જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમા અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મળશે સહાય :

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

સહાયનો લાભ લેવા કેવી રીતે કરવી અરજી :

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પણ વાંચો :-

૦૨ યુવતીએ બધાની સામે જ બદલવા પડયાં કપડાં, ફોટો શેર કરીને કહી આ વાત

02 The girl

Airlines forced to change cloth in public : ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન અને એરપોર્ટ પર અનેકવાર મુસાફરોની ગેરવર્તણૂંકના વીડિયો સામે આવે છે. પરંતુ આ વખતે એરલાઈનની શરમજનક કરતૂત સામે આવી છે. જેના કારણે બે યુવતીઓએ બધાની સામે જ કપડાં બદલવા પડયાં.

ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન અને એરપોર્ટ (airport) પર અનેકવાર મુસાફરોની ગેરવર્તણૂંકના વીડિયો સામે આવે છે. પરંતુ આ વખતે એરલાઈનની (Airlines) શરમજનક કરતૂત સામે આવી છે. જેના કારણે બે યુવતીઓએ બધાની સામે જ કપડાં બદલવા પડયાં. આ મામલો અમેરિકાના લાસ વેગાસનો છે. જ્યાં અમેરિકન એરલાઈનના (American Airlines) કર્મચારીઓએ યુવતીઓને ફ્લાઈટમાં જતા પહેલા પોતાના પેન્ટ્સ બદલવા માટે મજબૂર કરી.

યુવતીઓએ લગાવ્યો ગંભીર આરોપ 

અમેરિકન કોમડિયન ક્રિસી માયરે ટ્વીટ કરીને અમેરિકન એરલાઈન પર ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને બધા સામે કપડાં બદલવા માટે મજબૂર કરવામાં આવી. ક્રિસી માયરે ટ્વીટ કરીને કહ્યું કે, અમેરિકન એરલાઈનના એક કર્મચારીએ મને અને કિયાનું થોમ્પસનને ફ્લાઈટમાં ચડતા પહેલા પોતાના પેન્ટ્સ બદલવા માટે મજબૂર કર્યા. જેમાં પહેલાવાળા કપડાં કરતા વધુ શરીર  દેખાતું હતું. આ કોઈ રિવાર્ડેડ મેમ્બર સાથે આ પ્રકારનું વર્તન કરવાની રીત નથી.

મેક્સી સ્કર્ટ પહેરવા પર આપત્તિ?

ક્રિસી માયર અને કિયાનુ થોમ્પસને મેક્સી સ્કર્ટ પહેર્યું હતું પરંતુ અમેરિકન એરલાઈનના કર્મચારીએ તેમને આ કપડાં બદલવા માટે મજબૂર કર્યા. ત્યારબાદ બંનેએ બધાની સામે જ કપડાં બદલવા પડ્યા અને પછી શોર્ટ્સ પહેરવા પડ્યા. ક્રિસીએ ટ્વીટ કરીને કહ્યું કે તેમને ગેટ પર કપડાં બદલવા પડ્યા અને તે પણ કોઈ પણ કવર વગર બધાની સામે. અત્રે જણાવવાનું કે ક્રિસીએ પોતાના બે ફોટા શેર કર્યા. જેમાં એક ફોટામાં તે મેક્સી સ્કર્ટ પહેરેલી જોવા મળે છે અને બીજા ફોટામાં તે શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે.

એરલાઈન પર ઉઠયાં સવાલ :

ક્રિસી માયર દ્વારા મામલો ઉઠાવવામાં આવ્યા બાદ અમેરિકન એરલાઈન પર હવે સવાલ ઉઠી રહ્યા છે અને લોકો ખુબ મજાક પણ ઉડાવી રહ્યા છે. ક્રિસીની ટ્વીટ વાયરલ થયા બાદ અમેરિકન એરલાઈને જવાબ આપ્યો અને કહ્યું કે, તમારી ટિપ્પણી પર અમને ચિંતા છે. કૃપા કરીને ડીએમમાં અમારી સાથે જોડાઓ. અમે અહીં છીએ અને તમને સાંભળવા માટે તૈયાર છીએ. જેના પર જવાબ આપતા ક્રિસીએ કહ્યું કે આ વાસ્તવમાં અપમાનજનક હતું અને હું તમારા લોકો પ્રત્યે ખુબ વફાદાર છું, મારી પાસે ક્રેડિટ કાર્ડ અને બધુ છે.

આ સ્થળે નથી ગયા તો ભવ નકામો ! ગુજરાતના આ ગામડામાં કૃદરતના ખોળે બનાવાઈ પ્રાકૃતિક લાયબ્રેરી

0

If you haven’t been to this place

  • નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલુ દેવધા ગામ કેરી અને ચિકુની વાડીઓથી ઘેરાયેલ પ્રદેશ છે. અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા વશી પરિવારના સ્વ. મોહન વશીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાવવાની ઈચ્છા હતી.

વેકેશન એટલે ધીંગામસ્તીનો સમય, શાળાનુ વેકેશન પડતા જ શરૂ થાય પીકનીકનું પ્લાનિંગ, બાળકો એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કમાં જવાની જીદ કરતા હોય છે. પરંતુ નવસારીના (Navsari) દેવધા ગામે પ્રકૃતિ વચ્ચે નિર્માણ પામેલ મોહન વાંચન કુટીર બાળકો, યુવાનો માટે વેકેશન (Vacation) દરમિયાન પુસ્તકો સાથે પ્રકૃતિને માણવાનો નવો વિકલ્પ બન્યો છે. અહીં કેરી અને ચીકુના ઝાડ નીચે ઠંડા પવનો વચ્ચે બેસી બાળકો અને યુવાનો પુસ્તક વાંચનમાં કલાકો બેસી રહે છે.

નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલુ દેવધા ગામ કેરી અને ચિકુની વાડીઓથી ઘેરાયેલ પ્રદેશ છે. અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા વશી પરિવારના સ્વ. મોહન વશીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાવવાની ઈચ્છા હતી અને જેને ધ્યાને રાખીને જ તેમના પૌત્ર ડૉ. જય વશી દ્વારા પરબ પ્રોજેક્ટ શરૂ કર્યો. પરંતુ બાળકો યુવાનો સહિત સૌ જીવનમાં પુસ્તકનું મહત્વ સમજે એ હેતુથી તેમણે લાયબ્રેરીઓ સ્થાપવા સાથે હરતી ફરતી લાયબ્રેરી પણ શરૂ કરી હતી.

No description available.

જોકે વેકેશનમાં વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્કના ક્રેઝ સામે પ્રકૃતિના ખોળે બેસીને પુસ્તકોનું વાંચન થઈ શકે અને વાંચન આળસ નહીં પણ જિજ્ઞાસા સાથે ઉત્સાહ કેળવે એવા ઉમદા વિચાર સાથે ડૉ. જય વશીએ પોતાની આંબા અને ચીકુ વાડીમાં મોહન વાંચન કુટીર શરૂ કર્યુ છે. પ્રારંભિક તબક્કે 2 હજાર પુસ્તકોથી શરૂ કરેલ આ પ્રાકૃતિક લાયબ્રેરી આસપાસના 20 ગામોના વિદ્યાર્થીઓ, યુવાનો માટે વેકેશનમાં સમય વિતાવવાનુ ઉત્તમ સ્થળ બની રહ્યું છે.

સોશ્યલ મિડીયાના જમાનામાં મોહન કુટીર વાયરલ થતા 7 દિવસમાં જ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિત અન્ય શહેરો તેમજ નવસારીના ગામડાઓમાંથી 1200 થી વધુ લોકોએ પ્રકૃતિના ખોળે બેસી વાંચન કર્યુ છે. આ પુસ્તકાલય ઉનાળો અને શિયાળો બે ઋતુમાં ચાલુ રખાશે, જ્યારે ચોમાસમાં બંધ રહેશે. ત્યારે સ્વ. મોહન દાદાનું સપનું પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા ડૉ. જય વશી લોકોને મોબાઈલ કરતા પુસ્તકને પ્રેમ કરવા અપીલ કરે છે.

આ પણ વાંચો :-

 

 

Manipur Violence : મણિપુર હિંસા પર સરકાર કડક, તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ

0

Manipur Violence

  • Manipur Violence : આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે ગુરૂવારે રાજ્ય સરકારે ગંભીર સ્થિતિમાં ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે. હિંસાને કારણે અત્યાર સુધી 9 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

મણિપુરમાં (Manipur) ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્ય સરકારે શૂટ એટ સાઈટનો (Shoot at Sight) ઓર્ડર આપી દીધો છે. મણિપુરમાં આદિવાસીઓ અને બહુસંખ્યક મેઈતી સમુદાય વચ્ચે હિંસા ભડકી છે. આવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે ગુરૂવારે રાજ્ય સરકારે ગંભીર સ્થિતિ જોતા ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે. હિંસાને કારણે 9 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.

નગા અને કુકી આદિવાસીઓ દ્વારા ‘આદિવાસી એકતા માર્ચ‘ આયોજીત કર્યા બાદ બુધવારે હિંસા ભડકી ગઈ અને રાત્રે માહોલ વધુ ગરમ થઈ ગયો હતો. રાજ્યપાલ તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમજાવવા અને ચેતવણી છતાં સ્થિતિ કાબૂમાં ન આવવા પર ‘શૂટ એટ સાઈટ‘ની કાર્યવાહી કરી શકાય છે. રાજ્ય સરકારના સચિવ (ગૃહ) દ્વારા સહી કરવામાં આવેલ નોટિફિકેશન દંડ પ્રક્રિયા સંહિતા 1973ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યની વસ્તીમાં 53 ટકા ધરાવતા બિન-આદિવાસી મેઈતી સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી) ના દરજ્જાની માંગ વિરુદ્ધ ચુરાચાંદપુર જિલ્લાના તોરબંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટૂડન્ટ યુનિયન મણિપુર (એટીએસયૂએમ) દ્વારા બોલાવવામાં આવેલી આદિવાસી એકતા માર્ચ દરમિયાન બુધવારે હિંસા ભડકી હતી.

માર્ચનું આયોજન મણિપુર હાઈકોર્ટ દ્વારા પાછલા મહિને રાજ્ય સરકારને મેઈતી સમુદાય દ્વારા એસટી દરજ્જાની માંગ પર ચાર સપ્તાહની અંદર કેન્દ્રને એક ભલામણ મોકલવા માટે કહેવામાં આવ્યા બાદ કરવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર ચુરાચાંદપુર જિલ્લાના તોરબંગ ક્ષેત્રમાં માર્ચ દરમિયાન હથિયાર લઈ લોકોના એક ટોળાએ કથિત રીતે મેઈતી સમુદાયના લોકો પર હુમલો કર્યો. જેના જવાબી કાર્યવાહીમાં પણ હુમલા થયા. જેના કારણે રાજ્યભરમાં હિંસા ભડકી હતી.

આ પણ વાંચો :-

 

કેટલા રૂપિયામાં પ્રિન્ટ થાય છે 10 રૂપિયાની નોટ, 100, 500 અને 2,000 રૂપિયા છાપવા માટે કેટલો ખર્ચ થાય છે? જરા જાણી લેજો

0

How many rupees are printed

  • Currency Printing Rate : આપણે બધા 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરીએ છીએ. ભારતીય રિઝર્વ બેંક ચલણી નોટો છાપે છે. આરબીઆઈ કરન્સીના પ્રિન્ટિંગ પર ઘણો ખર્ચ કરે છે.

કેન્દ્ર સરકાર (Central Govt) અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો તમે અને હું રોજ ઉપયોગ કરીએ છીએ. મોંઘવારી (Inflation) વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી ગયો છે. વર્ષ 2021 પછી કાગળ અને શાહીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આરબીઆઈને (RBI) 500 રૂપિયાની નોટો કરતાં 200 રૂપિયાની નોટ છાપવા પર વધુ ખર્ચ કરવો પડે છે. એ જ રીતે 10 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 20 રૂપિયાની નોટ કરતાં વધુ છે. એ જ રીતે સિક્કા બનાવવાથી સરકારને નોટો છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે.

દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ (Printing of notes) થાય છે. 2 પ્રેસ આરબીઆઈની છે જ્યારે 2 કેન્દ્ર સરકારની છે. આરબીઆઈના પ્રેસ મૈસુર અને સાલ્બોની ખાતે છે જ્યારે ભારત સરકારના પ્રેસ નાસિક અને દેવાસમાં છે. હાલમાં 2000 રૂપિયાની નોટ દેશની સૌથી મોટી નોટ છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંક અત્યારે આ નોટ છાપી રહી નથી.

1 દસ રૂપિયાની નોટ 96 પૈસામાં છપાય છે :

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર પ્રિન્ટિંગ કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન લિમિટેડ (BRBNML) તરફથી RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 (FY22)માં 10 રૂપિયાની 1 હજાર નોટ છાપવા માટે રૂ. 960 ચૂકવવા પડ્યા હતા. આ રીતે એક નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા હતો.

ભારતીય રિઝર્વ બેંકને 20 રૂપિયાની એક હજાર નોટ છાપવા માટે 950 રૂપિયા ખર્ચવા પડે છે. મતલબ પ્રતિ નોટ 95 પૈસા. આ રીતે 10 રૂપિયાની 1000ની નોટ છાપવા પર 20 રૂપિયાની 1000ની નોટ છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે. વર્ષ 2021-22માં RBIએ 50 રૂપિયાની 1,000 નોટ છાપવા માટે 1,130 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. રિઝર્વ બેંકને 100ની 1,000 નોટ છાપવાનો ખર્ચ 1,770 રૂપિયા હતો.

200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી :

રિઝર્વ બેંકને 200ની 1000  નોટ છાપવા માટે 2,370 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. 200 રૂપિયાની નોટ હવે ખૂબ જ પ્રચલિત છે. RBIએ 500 રૂપિયાની નોટ છાપવા કરતાં 200 રૂપિયાની નોટ છાપવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે. 500ની એક હજાર નોટ છાપવાનો ખર્ચ 2,290 રૂપિયા છે.

આ પણ વાંચો :-

ગુગલના CEO સુંદર પિચાઈને હવે રોજ 5 કરોડ રૂપિયા પગાર મળશે, Googleએ વધારી સેલેરી

Google CEO Sundar Pichai

  • Google CEO Salary : ગૂગલે (Google) થોડા સમય પહેલા 12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. રિપોર્ટ અનુસાર કંપનીના અન્ય કર્મચારીએ પિચાઈના પગારમાં કાપ ન મૂકવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે કંપનીએ કોસ્ટ કટિંગના કારણે 12,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

વિશ્વમાં આર્થિક મંદીના સમાચાર વચ્ચે ઘણી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કામ કરતી કંપનીઓની યાદીમાં ગૂગલ (Google) પણ સામેલ છે. ગૂગલે (Google)થોડા સમય પહેલાં જ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી.

ત્યારે ગૂગલના સીઈઓ (Google CEO) સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ ખરાબ સમય છે અને આવું કરતી વખતે તેઓ ખરાબ અનુભવી રહ્યા છે. જોકે હવે ગૂગલે (Google) સીઈઓ સુંદર પિચાઈની સેલરી વધારી દીધી છે.

મીડિયા અહેવાલો અનુસાર Google CEO સુંદર પિચાઈને આ અઠવાડિયે કંપનીની મીટિંગમાં મુસાફરી, મનોરંજન બજેટમાં કાપ અને સંભવિત છટણી અંગે કર્મચારીઓના કઠિન પ્રશ્નોનો સામનો કરવો પડયો હતો. મોટા પાયે છટણી વચ્ચે CEOના પગારમાં વધારો કર્યા બાદ પણ ગૂગલના (Google) કર્મચારીઓ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે.

ગયા વર્ષે ગૂગલના (Google) CEOનો પગાર વધારીને 226 મિલિયન ડોલર કરવામાં આવ્યો હતો. પિચાઈના આ પગાર પેકેજમાં લગભગ $218 મિલિયનનો સ્ટોક સામેલ છે. જે તેમને દર ત્રણ વર્ષે એવોર્ડ તરીકે મળે છે.

22.6 crore dollar in indian rupees એટલે 18,48,70,37,300.00 Indian Rupee. આ રકમને 365 વડે ભાગીએ તો 5,06,49,417 રૂપિયા થાય છે. જો તેઓ 8 કલાક નોકરી કરતા હોય તો કલાક દીઠ તેમને કંપની 63 લાખ 31 હજાર 177 રૂપિયા ચૂકવશે.

આ પણ વાંચો :-

૦૫ મે ૨૦૨૩નું રાશિફળ : આ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેશે આજનો દિવસ, સમસ્યાઓનું થશે સમાધાન

May 05, 2023 Horoscope

મેષઃ
આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકામાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતાં મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ
આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણા. નવું જાણવાનો યોગ બને. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ જળવાય.

કર્કઃ
આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રાકોણો ફાયદાકારણ પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ
પરોપકાર, હિંમત, છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઈલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શકયતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી. આથી મહેનત વધારે કરવી પડશે.

વૃષિકઃ
આવાકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંધર્ષો બાધ થોડી સફળતા મળતી જણાય. આરોગ્ય ની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ
ધંધામાં સપળતા મળતી જણાય. નવો ધંધા શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ
આર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યેક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતારવણ પેદા થતું જણાય. નવા રોકાણો ફાયદાયી નીવડવાની શકયતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવા થાય.

કુંભઃ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવારના યોગ બને છે. નોકરી ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતારણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

આ વ્યક્તિએ Apple કંપની પર ઠોક્યો 163 અબજ રૂપિયાનો કેસ, iPhone ખરીદ્યા બાદ આવતો હતો આ સમસ્યા

This person slapped  

  • આ આરોપના કારણે એક શખ્સે એપલ કંપની સામે યૂકેમાં $2 બિલિયન (લગભગ 163 બિલિયન રૂપિયા)નો દાવો -કેસ દાખલ કર્યો છે.

ટેક જાયન્ટસ એપલ (Apple) હવે ફરી એકવાર વિવાદોમાં ફંસાઈ છે. એક શખ્સે એપલ પર મોટી તગડી રકમનો કેસ ઠોકી દીધો છે. શું તમે iPhoneની ખરીદી બાદ યૂઝ દરમિયાન ખરાબ બેટરીથી (Bad Battery) પરેશાન છો ? આ સવાલ હાલમાં એટલા માટે ખુબ ચર્ચામાં છે કારણ કે હાલમાં એપલ કંપની પર પણ આવો જ આરોપ લગાવવામાં આવ્યો છે.

આ આરોપના કારણે એક શખ્સે એપલ કંપની સામે યૂકેમાં (UK) $2 બિલિયન (લગભગ 163 બિલિયન રૂપિયા)નો દાવો -કેસ દાખલ કર્યો છે. અમેરિકન કંપની પર આરોપ છે કે તેને એક સોફ્ટવેર અપડેટ (Software update) કરીને લાખો iPhonesમાં ખરાબ બેટરી હાઈડ કરી હતી. વળી ગ્રાહકોને ખબર ન હતી કે કંપની તેની પ્રોડક્ટસમાં ઉપયોગમાં લેવાતી ખરાબ બેટરીને ગ્રાહકોથી છુપાવી રહી છે. જાણો શું છે આખો મામલો ને કેમ કરવામાં આવ્યો છે કેસ…….

કોણે કર્યો છે એપલ પર દાવો ?

યૂનાઈટેડ કિંગડમમાં (United Kingdom) આઈફોન યૂઝર્સ તરફથી કન્ઝ્યૂમર ચેમ્પિયન જસ્ટિન ગુટમેને કેસ દાખલ કર્યો છે. રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે ટેક જાયન્ટ હવે યૂનાઈટેડ કિંગડમમાં 1.6 બિલિયન પાઉન્ડથી વધુની રકમ અને વ્યાજના કેસનો સામનો કરી રહી છે. કેસની કોર્ટ ફાઈલિંગ અનુસાર ગુટમેનના વકીલો દલીલ કરે છે કે એપલે કેટલાક ફોન મોડલ્સમાં બેટરી વાળા મુદ્દાને છુપાવ્યો હતો અને સાયલન્ટલી પાવર મેનેજમેન્ટ ટૂલ ઈન્સ્ટોલ કરી દીધું હતું.

એપલે શું કહ્યું – 

જોકે એપલ કંપની પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું કે મોટાભાગના ફોનની બેટરી ખરાબ નથી. iPhone 6s મોડલના અમૂક યૂનિટને જ આ પ્રોબ્લમનો સામનો કરવો પડી રહ્યો હતો.

કંપનીએ આ માટે કાર્યવાહી પણ કરી હતી. કંપનીએ iPhone 6sની ખરાબ બેટરીવાળા કસ્ટમર્સને ફ્રીમાં બેટરી એક્સચેન્જ કરવાની ઓફર કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Apple iPhone 6sના પરફોર્મન્સમાં 10 ટકા જેવો થોડો ઘટાડો થયો છે.

આ પણ વાંચો :-