આ વ્યક્તિએ Apple કંપની પર ઠોક્યો 163 અબજ રૂપિયાનો કેસ, iPhone ખરીદ્યા બાદ આવતો હતો આ સમસ્યા

Share this story

This person slapped  

  • આ આરોપના કારણે એક શખ્સે એપલ કંપની સામે યૂકેમાં $2 બિલિયન (લગભગ 163 બિલિયન રૂપિયા)નો દાવો -કેસ દાખલ કર્યો છે.

ટેક જાયન્ટસ એપલ (Apple) હવે ફરી એકવાર વિવાદોમાં ફંસાઈ છે. એક શખ્સે એપલ પર મોટી તગડી રકમનો કેસ ઠોકી દીધો છે. શું તમે iPhoneની ખરીદી બાદ યૂઝ દરમિયાન ખરાબ બેટરીથી (Bad Battery) પરેશાન છો ? આ સવાલ હાલમાં એટલા માટે ખુબ ચર્ચામાં છે કારણ કે હાલમાં એપલ કંપની પર પણ આવો જ આરોપ લગાવવામાં આવ્યો છે.

આ આરોપના કારણે એક શખ્સે એપલ કંપની સામે યૂકેમાં (UK) $2 બિલિયન (લગભગ 163 બિલિયન રૂપિયા)નો દાવો -કેસ દાખલ કર્યો છે. અમેરિકન કંપની પર આરોપ છે કે તેને એક સોફ્ટવેર અપડેટ (Software update) કરીને લાખો iPhonesમાં ખરાબ બેટરી હાઈડ કરી હતી. વળી ગ્રાહકોને ખબર ન હતી કે કંપની તેની પ્રોડક્ટસમાં ઉપયોગમાં લેવાતી ખરાબ બેટરીને ગ્રાહકોથી છુપાવી રહી છે. જાણો શું છે આખો મામલો ને કેમ કરવામાં આવ્યો છે કેસ…….

કોણે કર્યો છે એપલ પર દાવો ?

યૂનાઈટેડ કિંગડમમાં (United Kingdom) આઈફોન યૂઝર્સ તરફથી કન્ઝ્યૂમર ચેમ્પિયન જસ્ટિન ગુટમેને કેસ દાખલ કર્યો છે. રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે ટેક જાયન્ટ હવે યૂનાઈટેડ કિંગડમમાં 1.6 બિલિયન પાઉન્ડથી વધુની રકમ અને વ્યાજના કેસનો સામનો કરી રહી છે. કેસની કોર્ટ ફાઈલિંગ અનુસાર ગુટમેનના વકીલો દલીલ કરે છે કે એપલે કેટલાક ફોન મોડલ્સમાં બેટરી વાળા મુદ્દાને છુપાવ્યો હતો અને સાયલન્ટલી પાવર મેનેજમેન્ટ ટૂલ ઈન્સ્ટોલ કરી દીધું હતું.

એપલે શું કહ્યું – 

જોકે એપલ કંપની પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું કે મોટાભાગના ફોનની બેટરી ખરાબ નથી. iPhone 6s મોડલના અમૂક યૂનિટને જ આ પ્રોબ્લમનો સામનો કરવો પડી રહ્યો હતો.

કંપનીએ આ માટે કાર્યવાહી પણ કરી હતી. કંપનીએ iPhone 6sની ખરાબ બેટરીવાળા કસ્ટમર્સને ફ્રીમાં બેટરી એક્સચેન્જ કરવાની ઓફર કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Apple iPhone 6sના પરફોર્મન્સમાં 10 ટકા જેવો થોડો ઘટાડો થયો છે.

આ પણ વાંચો :-