સુરત એપીએમસીના પ્રમુખપદે સંદીપ દેસાઈની વરણી

Share this story

સુરત એપીએમસીના પ્રમુખપદે સંદીપ દેસાઈની વરણી

  • ભાજપની મેન્ડેટ ફોર્મ્યુલાને પગલે બિન હરીફ રહેલી સુરત સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસ)ની ચૂંટણી બાદ આજે ગુરવાર 4 એપ્રિલે યોજાયેલી બોર્ડ બેઠકમાં પ્રમુખપદે સંદીપ દેસાઈ (Sandeep Desai) અને ઉપ પ્રમુખ પદે હર્ષદ પટેલની (Harshad Patel) વરણી કરવામાં આવી હતી.

શહેર અને જિલ્લાનાં તમામ ઘર સાથે સીધી સંકળાયેલી અને વાર્ષિક 2500 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસ)ની (Surat Agricultural Produce Market Committee) ચૂંટણીમાં 10 જેટલા નવા ચહેરાને તક આપવાની સાથે ભાજપ દ્વારા મેન્ડેટ ફોર્મ્યુલા થકી ચૂંટણીને બિનહરીફ બનાવી હતી.

એપીએમસીનાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અંકૂર દેસાઇએ પ્રમુખપદ માટે સંદીપ દેસાઈના નામની દરખાસ્ત કરી હતી. તેને ટેકો મળતાં એપીએમસીના પ્રમુખ પદે સંદીપ દેસાઈને બિનહરીફ જાહેર કરાયા હતા.

જ્યારે ઉપપ્રમુખ પદ માટે ચિરાગ પટેલે હર્ષદ છીતુભાઈ પટેલના નામની દરખાસ્ત કરી હતી. એ દરખાસ્તને પણ ટેકો મળતાં ઉપપ્રમુખ પદે ચિરાગ પટેલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો :-