એર ઈન્ડિયાએ લીધા મોટા એક્શન, Sick Leave પર ગયેલા કર્મચારીઓને કર્યા બરતરફ

Share this story

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ તેના લગભગ ૨૫ કેબિન ક્રૂ સભ્યોને સેવામાંથી બરતરફ કર્યા છે. હકીકતમાં મંગળવારે એક સાથે ૧૦૦થી વધુ કર્મચારીઓએ માંદગીની રજા લીધી હતી. જેના કારણે ૯૦ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ફ્લાઈટના સંચાલનને અસર થઈ હતી. હવે એરલાઈને ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે કરી મોટી કાર્યવાહી, 25 ક્રૂ મેમ્બર્સને કર્યા બરતરફ|Air India Express takes major action, dismisses 25 crew membersહકીકતમાં ૧૦૦ થી વધુ ક્રૂ મેમ્બર્સ અચાનક માંદગીની રજા પર જવાને કારણે એરલાઇનને છેલ્લા બે દિવસમાં તેની ૯૦ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાળ પર ઉતરી ગયા છે. મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી ત્યારે છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા. જ્યાં સુધી કેબિન ક્રૂનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસને તેની કામગીરીમાં વિક્ષેપનો સામનો કરવો પડશે.

મંગળવારે જ્યારે એરલાઇનની કેટલીક ફ્લાઇટ ઉડવાની હતી ત્યારે અંતિમ સમયે કેબિન ક્રૂના સભ્યોએ બીમાર હોવાની સૂચના આપતા પોતાના મોબાઇલ ફોન બંધ કરી નાખ્યા હતા. બુધવારે એરલાઇનના CEOએ કહ્યું, “ગત સાંજથી અમારા ૧૦૦થી વધુ કેબિન ક્રૂ સહયોગીઓએ પોતાની ફ્લાઇટ ઉડ્યા પહેલા અંતિમ સમયે બીમાર હોવાની સૂચના આપી છે જેને કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઇ છે.

ગઇકાલે એર ઈન્ડિયા એક્સપ્રેસની ૭૦ થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી છે. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-