Home Blog Page 1091

Electric Car : ન ચાર્જિંગની ઝંઝટ, ન તો રેન્જનું ટેન્શન, આપમેળે ચાર્જ થઈ જાય છે આ કાર

Electric Car

  • Self Charging Electric Car : જર્મન કંપની ન્યુટ્રિનો સેલ્ફ ચાર્જિંગ કારના મોડલ પર કામ કરી રહી છે. આ માટે ન્યુટ્રિનો માટે કેન્દ્ર તેમજ એક ભારતીય કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે.

વિશ્વભરની સરકારો અશ્મિભૂત ઈંધણ (Fossil Fuels) પરની નિર્ભરતાને દૂર કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ કારણે, ટકાઉ ઊર્જાની માંગમાં વધારો થયો છે. પરંતુ ટેક્નોલોજીના (Technology) સંપૂર્ણ વિકાસના અભાવે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવું કે સ્વીકારવું ખોટું છે.

ઈલેક્ટ્રીક કાર ટકાઉ ઉર્જા નિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. અત્યારે આ ઈ-કારની સૌથી મોટી સમસ્યા ચાર્જિંગની છે. તેમને વારંવાર ચાર્જ કરવી પડે છે અને વિશ્વભરમાં જેટલા ચાર્જિંગ સ્ટેશનની જરૂર છે તેટલી સંખ્યા નથી. બીજી તરફ તેમના ચાર્જિંગમાં કલાકો લાગે છે.

આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે જર્મન કંપની ન્યુટ્રિનો એનર્જી ક્લીન રિન્યુએબલ પાવર એક શાનદાર ઉપાય લઈને આવી છે. કંપની હવે ક્વોન્ટમ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના એકીકરણની મદદથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે કામ કરી રહી છે.

ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર તાજેતરમાં કંપનીએ ભારતીય કંપની સ્પેલ સાથે જોડાણ કર્યું છે જે સુપરકેપેસિટર બનાવવાનું કામ કરે છે. ન્યુટ્રિનોએ નવા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર સાથે મળીને ગ્રીન એનર્જી ડેવલપમેન્ટ માટે 2.5 બિલિયન યુરોના રોકાણની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત કંપની સેલ્ફ ચાર્જિંગ ઈલેક્ટ્રિક કાર વિકસાવશે. આ કાર આગામી 3 વર્ષમાં માર્કેટમાં આવશે.

તે કેવી રીતે શક્ય હશે :

કંપનીએ તાજેતરમાં સબ-એટોમિક સ્તરે ન્યુટ્રોન ઈરેક્શન વિશે માહિતી શેર કરી છે. સંશોધકો કેટલીક વિશિષ્ટ સામગ્રીનો ઉપયોગ કરીને તેને જમ્પ લગાવીને ઊર્જાને રૂપાંતરિત કરશે. જો સાદી ભાષામાં સમજીએ તો આ ઊર્જા પરમાણુઓના વિભાજનથી ઉત્પન્ન થશે.

આ સમગ્ર પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈંટલિજેંસની મદદથી માત્ર માળખાકીય વ્યવહારનો જ અભ્યાસ કરવામાં આવશે નહીં. પરંતુ તેના માટે સંપૂર્ણ રસ્તો પણ તૈયાર કરવામાં આવશે.

કાર પોતે કેવી રીતે ચાર્જ કરશે :

હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ કારની બેટરી સાથે કરવામાં આવશે. તે ડાયનેમોની જેમ કામ કરશે જે કારને સતત ચાર્જ કરશે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમારી કાર ચાલશે તે એકસાથે ચાર્જ થઈ જશે. આના કારણે તેને ક્યારેય એક્સટર્નલ ચાર્જરની જરૂર પડશે નહીં અને તમે રેન્જને ધ્યાનમાં લીધા વગર કાર ચલાવી શકશો.

જો કે આ ટેક્નોલોજી પર કેટલો ખર્ચ થશે અને જ્યારે કાર તૈયાર થશે ત્યારે તેની કિંમત કેટલી હશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેને ઘણી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવશે. કંપની વધુ એકમોનું ઉત્પાદન કરશે અને તેને ઓછા માર્જિન પર ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો :-

 

Income Tax ને લઈ સરકારનું એલાન, રીટર્ન ફાઈલ કરતી વખતે ખોટી જાણકારી આપી તો આવી બનશે

0

Income Tax  Income Tax Return : ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણીવાર કરદાતાઓ તેમની આવક કમાયેલી વાસ્તવિક આવક કરતાં ઓછી દર્શાવતા હોય છે. આ સ્થિતિમાં તેઓ આવકના ખોટા પુરાવા પણ આપે છે. આ સ્થિતિમાં તેમના માટે દંડની જોગવાઈ છે.

આવકવેરા (Income tax) અધિનિયમ હેઠળ કરદાતાઓ દ્વારા કરવામાં આવતી અલગ અલગ ભુલો માટે દંડની જોગવાઈ છે. જેમકે સેલ્ફ-એસેસમેન્ટ ટેક્સ ન ભરવો, ટેક્સ ભરવામાં ડિફોલ્ટ, ઈન્કમ રિટર્ન ફાઇલ કરવામાં ડિફોલ્ટ માટે દંડ, આવકવેરા વિભાગ (Income Tax Department) આવકની ખોટી માહિતી આપવા માટે પણ દંડ ફટકારવામાં આવે છે. ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણીવાર કરદાતાઓ તેમની આવક કમાયેલી વાસ્તવિક આવક કરતાં ઓછી દર્શાવતા હોય છે. આ સ્થિતિમાં તેઓ આવકના ખોટા પુરાવા પણ આપે છે. આ સ્થિતિમાં તેમના માટે દંડની જોગવાઈ છે.

આવકનું ખોટું રીપોર્ટિંગ એટલે શું ?

આવકનું ખોટું રિપોર્ટિંગ શું છે એ જાણવું જરૂરી છે. જેમાં આવકની ખોટી જાણકારી, રોકાણ અંગેની માહિતી ન આપવી, ખર્ચ કે ખોટ પ્રમાણિત કરતાં પુરાવાનો અભાવ ખાતામાં ખોટા નુકસાન કે ખર્ચની નોંધણી, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય કે ઘરેલું લેનદેનનું રિપોર્ટિંગ ન કરવું આ બધું જ ખોટા રિપોર્ટિંગમાં આવે છે.

આવકવેરા અધિનિયમ 1961માં આ સંબંધિત વિશેષ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવકવેરો ભરતી વખતે ખોટી માહિતી આપવા અંગેની વિગતવાર માહિતી કરદાતાઓને આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી મળી શકે છે. પરંતુ સરકાર કરદાતાઓને સલાહ આપે છે કે બધા જ નિયમોનું પાલન કરવા માટે આ એક્ટની વિવિધ જોગવાઈઓને સમજવા માટે ટેક્સ નિષ્ણાંતોની સલાહ લેવી.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર જો આવક ખોટી દર્શાવવામાં આવે તે વ્યક્તિને આવક પર ચૂકવવાપાત્ર ટેક્સના 200% ના દરે દંડ ભરવો પડશે.

આ પણ વાંચો :-

 

તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું જોખમ ! 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર

0

A big threat of storm is coming

  • Weather Forecast 6 May 2023 : આ વર્ષે હવામાન સતત ઉલટપુલટ જોવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે.

આ વર્ષે હવામાન (Weather) સતત ઉલટપુલટ જોવા મળી રહ્યું છે. આ દૌર આગળ પણ ચાલુ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં તોફાનની અટકળો તેજ થઈ રહી છે. આગામી સપ્તાહ દરમિયાન ગમે ત્યારે પ્રી મોનસૂન (Pre Monsoon) સીઝનનું પહેલું ચક્રવાત આવી શકે છે. જો કે તેના સંભવિત ટ્રેક અને તીવ્રતા પર હાલ કોઈ પણ ટિપ્પણી કરવી ઉતાવળ રહેશે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ 5મી મેના રોજ દક્ષિણ આંદમાન સાગર ઉપર એક વ્યાપક ચક્રવાત પવનોનું ક્ષેત્ર બનેલું છે. તેના 6-7 મેના રોજ ઓછા દબાણવાળા ક્ષેત્રના રૂપમાં સમુદ્રમાં આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂર્વી રાજ્યો પર તોફાનનો ઓછાયો :

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી દિવસે એટલે કે 8મી મેના રોજ રાતે ચક્રવાતી તોફાન પોતાનું રૌદ્ર સ્વરૂપ  ધારણ કરી શકે છે. આ તોફાન કઈ દિશામાં આગળ વધશે અને તેની સ્પીડ કેવી રહેશે તે અંગે કશું સ્પષ્ટ નથી.

એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે એટલે કે 7મી મે સુધીમાં સ્થિતિ કઈક સ્પષ્ટ થઈ શકશે. ત્યારબાદ જ તોફાનને પહોંચી વળવા અંગે અલર્ટ જાહેર કરાશે. તેના પગલે દેશના પૂર્વી રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળમાં જોરદાર વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :-

 

30 રૂપિયાનો શેર 684 રૂપિયાએ પહોંચ્યો, આવા સ્ટોક જ કરોડપતિ બનવાના સપના કરે છે પૂર્ણ

0

A share of 30 rupees reached 684 rupees

  • Multibagger Stock : શેરબજારમાં પૈસા કમાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા શેરો બજારમાં મલ્ટિબેગર્સ સાબિત થયા છે. જેણે રોકાણકારોને ખૂબ પૈસા કમાવી આપ્યા છે. Tanla Platforms Shares પણ તેમાંથી એક છે. આ કંપનીના શેરોએ છેલ્લા 10 વર્ષમાં તેના લાંબા ગાળાના રોકાણકારોને 15,445 % કરતા વધુ વળતર આપ્યું છે.

મલ્ટિબેગર સ્ટોકે (Multibagger Stock) છેલ્લા 5 વર્ષમાં જ 1,700 ટકાથી વધુ વળતર આપ્યું છે. સોમવારે આ સ્ટોક રૂ.684 પર બંધ રહ્યો હતો. બ્રોકરેજ માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી મલ્ટિબેગર સ્ટોક પર તેમનું તેજીનું વલણ જાળવી રાખ્યું છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ HDFC સિક્યોરિટીઝે રૂ. 1,050ના ભાવ લક્ષ્ય સાથે શેર પર બાય રેટિંગ આપ્યું છે. આ લક્ષ્ય વર્તમાન ભાવ કરતાં 56 ટકા વધુ છે. બ્રોકરેજ ફર્મે તન્લા પ્લેટફોર્મના કારોબાર પર હકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખ્યો છે. HDFC સિક્યોરિટીઝ માને છે કે માર્જિન રિકવરીથી કંપનીના બિઝનેસ પર સકારાત્મક અસર પડશે.

જૂન 2018માં આ શેર 30 રૂપિયામાં ઉપલબ્ધ હતો અને આજે 5 વર્ષ પછી તેની કિંમત વધીને 684 રૂપિયા થઈ ગઈ છે. અત્યારે પણ શેર રૂ. 1,509.05ની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 55 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. 28 એપ્રિલ, 2022ના રોજ સ્ટોક આ ટોચના સ્તરને સ્પર્શ્યો હતો.

કંપનીનો ધંધો શું છે :

Tanla Platforms 1999માં શરૂ થયું હતું. ભારતમાં A2P SMSC વિકાસ અને તૈનાત કરનાર તે પ્રથમ કંપની હતી. આજે આ કંપની વાર્ષિક 800 બિલિયનથી વધુ ઈંટરેક્શન પર પ્રક્રિયા કરે છે. ભારતના લગભગ 63% A2P SMS ટ્રાફિક Trubloq દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. Tanla Platforms Limitedનું મુખ્ય મથક હૈદરાબાદમાં છે. તેના વિભાગોમાં મોબાઇલ VAS અને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. કંપનીના શેર NSE અને BSE બંને પર લિસ્ટેડ છે.

તાનલાએ માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 120.30 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 140.60 કરોડથી વાર્ષિક ધોરણે 14.43 ટકા ઓછો છે. તનલા પ્લેટફોર્મ્સ લિ. ના ફાઉન્ડર ચેરમેન અને સીઈઓઉ દય રેડ્ડીએ જણાવ્યું હતું કે, “અમારા ઈનોવેશન એન્જિને સતત 11 ક્વાર્ટરમાં પ્લેટફોર્મ બિઝનેસના કુલ નફામાં 20% થી વધુનો વધારો કર્યો છે. અમે આગામી વર્ષમાં વૃદ્ધિ માટે સારી સ્થિતિમાં છીએ.

આ પણ વાંચો :-

હવે કોઈ ખોટું બોલી જ નહીં શકે, બની રહી છે નવી AI ટેક્નોલોજી, જાણો કઈ રીતે કરશે કામ

Now no one can lie

  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એક નવી પદ્ધતિની શોધ કરવામાં આવી છે, જે મનુષ્યના મનને વાંચી શકે છે. વાંચો સંપૂર્ણ વિગત

‘જો કોઈનું પણ મન વાંચી શકે છે. તથા તમે પોતાના સપનામાં શું જોયું તે પણ કહી શકે છે.’ તમે બધા લોકો આવા દાવા કરતા સાંભળ્યા હશે. પરંતુ આ વર્ષ 2023 છે. અહીં માણસ નથી પરંતુ એક મશીન છે જે તે કરી રહ્યું છે. વર્ષ 2023 ની શરૂઆતથી AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) પોપ્યુલર થઈ રહ્યું છે. આના નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એક નવી પદ્ધતિની શોધ કરવામાં આવી છે, જે મનુષ્યના મનને વાંચી શકે છે. અહેવાલો અનુસાર, ટેક્સાસ યુનિવર્સિટીએ એક AI મોડેલ વિકસાવ્યું છે. જે માનવ વિચારો વાંચી શકે છે. આ AI સિસ્ટમને સિમેન્ટીક ડીકોડર કહેવામાં આવે છે.

શું છે Mind Read ટેકનોલોજી?

આ માણસના મગજની પ્રવૃત્તિને ટેક્સ્ટમાં રૂપાંતરિત કરી શકે છે. આ રિસર્ચને jerry tang અને Alex huth દ્વારા લીડ કરવામાં આવ્યું છે. જેરી ટેંગ અને એલેક્સ હુથની સ્ટડી અભ્યાસ અંશતઃ ટ્રાન્સફોર્મર મોડલ પર આધારિત છે. જેનો ઉપયોગ Google Bard અને Open AI ChatGPTમાં પણ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ઇનોવેશન બાદ સાઇન્ટિસ્ટ્સ આશા છે કે, આ ટેક્નોલોજી ડિસેબિલિટી અને પેરાલિસિસમાં લોકોને મદદ કરશે. આ લેટેસ્ટ ટેકનોલોજી વાસ્તવમાં AI બેસ્ડ ડીકોડર છે. જે મગજની હરકતોના ટેક્સ્ટમાં સ્ટ્રીમ કરી શકે છે. એટલે કે આની મદદથી વ્યક્તિના વિચારો વાંચી શકાય છે.

કેવી રીતે કરે છે કામ?

ન્યુરોસાયન્સ કે મેડિકલ સાયન્સના ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી. આ અભ્યાસ માટે ત્રણ લોકોને એમઆરઆઈ મશીન મોકલવામાં આવ્યા હતા અને તેમને વાર્તાઓ સાંભળવાનું કહેવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોઈપણ બ્રેઈન ઈમ્પ્લાન્ટની મદદ વિના, પાર્ટીસિપેન્ટ્સ વિચારો ટેક્સ્ટમાં જનરેટ કરવામાં આવ્યા છે.

ધ્યાનમાં રાખો કે માઈન્ડ રીડિંગ ટેક્નોલોજી કોઈ વ્યક્તિના વિચારોના મુખ્ય મુદ્દાઓને જ કેપ્ચર કરે છે. તેની મદદથી વ્યક્તિના વિચારો બરાબર વાંચી શકાતા નથી. વૈજ્ઞાનિકોના મતે AI સિસ્ટમ ટેક્સ્ટમાં કોઈપણ વ્યક્તિના વિચારો જનરેટ કરી શકે છે. જો કે અત્યારે તેને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ સાથે ઘણા લોકો મનની પ્રાઈવસીને લઈને પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

૦૬ મે ૨૦૨૩નું રાશિફળ : દામ્પત્ય જીવનમાં મતભેદ, વિરોધીઓથી સાવધાન : આ જાતકોએ ગાફેલ ન રહેવું, શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

Horoscope for 06 May 2023

મેષ
બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.

વૃષભ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બંને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃદ્ધિ થાય.

મિથુન
આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્ક
દિવસ દરમિયાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.

સિંહ
થોડા નકારાત્મક વિચારો સતાવે. છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારું રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.

કન્યા
નાણાંની વૃદ્ધિ થતી જણાય. નાના ભાઈ-બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલા
જુસ્સો, ચાણક્ય નીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદ-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ-પ્લાસ્ટિકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિક
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઈ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.

ધન
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ-સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિ‌િસ્થતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.

મકર
આનંદની અનુભૂતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્‍ત થાય.

કુંભ
ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃદ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીન
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્‍નતિ થાય. થોડી માથાના દુઃકાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

Morbi Bridge Collapse : ગુજરાત હાઈકોર્ટે આ ત્રણને આપ્યા જામીન, શું જયસુખ પટેલ માટે રસ્તો ખૂલ્યો ?

Morbi Bridge Collapse

  • gujarat highcourt : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં જ રહેશે, ન મળ્યાં જામીન, ૩ આરોપી મુક્ત.

ગયા વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં થયેલા મોરબી બ્રિજ અકસ્માતમાં (Morbi Bridge Accident) ગુજરાત હાઈકોર્ટે પ્રથમ જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ સુરક્ષા ગાર્ડને જામીન આપ્યા છે. આ તમામ લોકો શરૂઆતથી જ મોરબી જેલમાં બંધ હતા.

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે મોરબી શહેરમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં તૈનાત ત્રણ સુરક્ષાકર્મીઓની જામીન અરજી મંજૂર કરી હતી. ગત વર્ષે ૩૦ ઓક્ટોબરે મોરબીમાં બ્રિટિશ કાળનો બ્રિજ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને ૫૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ન્યાયાધીશ સમીર દવેએ અરજદારોને રાહત આપતાં તેમના વકીલની રજુઆતોની નોંધ લીધી કે સુરક્ષા રક્ષકો માત્ર તેમનું કામ કરી રહ્યા છે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આ બ્રિજની કામગીરી અને સમારકામની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી.

‘માલિકોની જવાબદારી હતી’ :

ટૂંકી સુનાવણી બાદ હાઈકોર્ટે અલ્પેશ ગોહિલ (૨૫), દિલીપ ગોહિલ (૩૩) અને મુકેશ ચૌહાણ (૨૬)ની જામીન અરજી મંજૂર કરી હતી. ત્રણેય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકી વજુ ગામના રહેવાસી છે. આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા ૧૦ આરોપીઓમાં તેઓનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓના વકીલ એકાંત આહુજાએ જણાવ્યું હતું કે તેમના અરજકર્તાઓ ખરેખર ઓરેવા ગ્રૂપ દ્વારા મજૂર તરીકે રાખવામાં આવ્યા હતા.

પરંતુ ઘટનાના દિવસે તેઓની સાપ્તાહિક રજા હોવાથી પુલ પર સુરક્ષા ગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ મિતેશ અમીને જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો અને કહ્યું હતું કે મૂળ જવાબદારી ઓરેવા ગ્રૂપના માલિકો અને (બ્રિજ પર) બાંધકામ કરી રહેલા વ્યક્તિઓની છે.

જયસુખ પટેલ જેલમાં છે :

ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ ધરાશાયી થયા બાદ ધરપકડ કરાયેલા ત્રણ સિક્યુરિટી ગાર્ડના જામીન મંજૂર કર્યા હોવા છતાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને હજુ સુધી કોઈ રાહત મળી નથી. મોરબી સબ જેલમાં બંધ જયસુખ પટેલે આ વર્ષે ૩૧મી જાન્યુઆરીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. હાઈકોર્ટના નિર્દેશ બાદ ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરની રકમ જમા કરાવી છે.

જૂથ વતી પીડિતોને વળતર માટે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં ૧૪.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે ઓથોરિટીને વેરિફિકેશન બાદ પીડિતોને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ એક મોટી કાર્યવાહીમાં ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે.

આ પણ વાંચો :-

આવી ગયો છે Nokia નો નવો ધાકડ સ્માર્ટફોન ! જાણી લો શું છે ખાસિયત

Nokia

  • Nokia XR21ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. તે એક મજબૂત ફોન છે. તેને IP69K રેટિંગ મળી છે. જે ફોનને ધૂળ, હાઈ ટેમ્પરેચર અને પાણીમાં સુરક્ષિત બનાવે છે. ચાલો જાણીએ Nokia XR21ની કિંમત અને ફીચર્સ..

ગ્લોબલ માર્કેટમાં Nokia XR21 નામનો પાવરફુલ સ્માર્ટફોન રજૂ થયો છે. આ નવો ફોન Qualcomm Snapdragon 695 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં 64MP પ્રાઈમરી કેમેરા છે. આ ઉપરાંત, તે એક રગ્ડ ફોન છે, તેની રેટિંગ IP69K છે. જે ફોનને ધૂળ, હાઈ ટેમ્પરેચર અને પાણીમાં સુરક્ષિત બનાવે છે. ચાલો જાણીએ Nokia XR21ની કિંમત અને ફીચર્સ.

કંપનીનો દાવો છે કે આ એક મજબૂત ફોન છે. જે ઈન્ડોર અને આઉટડોર માટે બેસ્ટ પાર્ટનર બની શકે છે. નોંધનીય છે કે આ સ્માર્ટફોન પહેલા નોકિયા XR30 તરીકે રિલીઝ થવાની ધારણા હતી. જો કે, તેને Nokia XR21 તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. આવો જાણીએ ફોનની કિંમત..

Nokia XR21 Price :

નોકિયા XR21 જર્મનીમાં EUR 599 (લગભગ રૂ. 54,216) માં ઉપલબ્ધ છે. અને યુકેમાં એકમાત્ર 6GB + 128GB મોડલ માટે GBP 499 (આશરે રૂ. 51,267)માં ઉપલબ્ધ થશે. તદ્દન નવી Nokia XR21 હાલમાં જર્મની અને પસંદગીના બજારોમાં ઉપલબ્ધ છે. તે જૂનથી યુકેમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે – પાઈન ગ્રીન અને મિડનાઈટ બ્લેક.

No description available.

Nokia XR21 Specifications :

Display: 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.49-ઇંચ FHD+ 20:9 ડિસ્પ્લે અને 550 nits બ્રાઇટનેસ
Rear Camera: LED ફ્લેશ સાથે 64MP રીઅર કેમેરા અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા
Front Camera: 16MP સેલ્ફી કેમેરા
Chipset: Qualcomm Snapdragon 695 એ ચિપસેટ છે જે Adreno 619L GPU
Storage: 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ
Battery: 4800mAh બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે
OS: એન્ડ્રોઇડ 12
IP Rating: IP68/IP69K.
Connectivity: 3.5mm ઓડિયો જેક, સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, USB Type-C, બ્લૂટૂથ 5.1, સ્ટીરિયો સ્પીકર્સ

આ પણ વાંચો :-

Most Expensive Material : આ છે વિશ્વનો સૌથી મોંઘો પદાર્થ, એક ગ્રામની કિંમતમાં નાના-મોટા 100 દેશ આવી જશે !

Most Expensive Material 

Super Explosive : એટમમાં સામાન્ય રીતે પોઝિટિવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને નેગેટિવ ચાર્જવાળા ઈલેક્ટ્રોન હોય છે. પરંતુ એન્ટિમેટર એટમમાં નેગેટિવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને પોઝિટિવ ચાર્જવાળા ઈલેક્ટ્રોન હોય છે.

જ્યારે મોંઘી વસ્તુઓની વાત કરવામાં આવે છે. તો સોનું, હીરા અને નીલમણિ (Emerald) સૌથી પહેલા મનમાં આવે છે. પરંતુ આજે અમે તમને જે પદાર્થ વિષે કહેવા જઈ રહ્યા છીએ તે તમારા વિચારની બહાર છે. કદાચ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આવું કંઈક હોય છે. ખૂબ ખર્ચાળ અને તેની કિંમત એટલી બધી છે કે શૂન્ય લખવામાં પણ ઘણો સમય લાગી જશે..

અમે જે મોંઘા પદાર્થ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ એન્ટિમેટર (Antimatter) છે. વૈજ્ઞાનિકો કહે છે કે એન્ટિમેટર વાસ્તવમાં એક પદાર્થ જેવું છે. પરંતુ તેના અણુની અંદરની દરેક વસ્તુ ઊંધી છે. અણુઓમાં સામાન્ય રીતે પોઝિટિવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને નેગેટિવ ચાર્જવાળા ઈલેક્ટ્રોન હોય છે. પરંતુ એન્ટિમેટર એટમમાં નેગેટિવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને પોઝિટિવ ચાર્જવાળા ઈલેક્ટ્રોન હોય છે.

કિંમતની વાત કરીએ તો વિશ્વના 100 નાના દેશોમાં એક ગ્રામ એન્ટિમેટર વેચીને ખરીદી શકાય છે. એક ગ્રામ એન્ટિમેટરની કિંમત 393.75 લાખ કરોડ રૂપિયા છે. નાસા અનુસાર એન્ટિમેટર પૃથ્વી પરની સૌથી મોંઘુ મટીરીયલ છે. જ્યાં એન્ટિમેટર બનાવવામાં આવે છે. ત્યાં વિશ્વની શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા હોય છે. એટલું જ નહનાસા જેવી સંસ્થાઓએ પણ તેને રાખવા માટે મજબૂત સુરક્ષા કોર્ડન કરી છે.

એન્ટિમેટરનો ઉપયોગ કયા કાર્યોમાં થઈ શકે છે?

– વૈજ્ઞાનિકો એન્ટિમેટર પર સતત અભ્યાસ કરી રહ્યા છે. ઉર્જાનો વિશાળ સ્ત્રોત હોવાને કારણે તેનો ઉપયોગ અનેક પ્રકારના કામો માટે થઈ શકે છે.

-જો એક ગ્રામ એન્ટિમેટરની એક ગ્રામ એન્ટિમેટર સાથે પ્રતિક્રિયા થાય તો તે હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતાં ત્રણ ગણી વધુ ઊર્જા મુક્ત કરી શકે છે.

-એન્ટિમેટરનો ઉપયોગ દવાના ક્ષેત્રમાં, ખાસ કરીને કેન્સરની સારવારમાં પણ થઈ શકે છે.

-સામાન્ય ઈંધણની તુલનામાં એન્ટિમેટરની એનર્જી ડેન્સિટી ઘણી વધારે હોવાથી તેનો ઉપયોગ રોકેટ ફ્યુલ તરીકે  એટમમાં સામાન્ય રીતે પોઝિટિવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને નેગેટિવ ચાર્જવાળા ઈલેક્ટ્રોન હોય છે.

આ પણ વાંચો :-

 

Gold Price Today : લગ્નગાળામાં સોનાએ રાતા પાણીએ રડાવ્યા, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને કહેશો અરે બાપ રે !

0

Gold Price Today 

Gold Price, 5 May 2023 : લગ્નગાળામાં સોનાના ભાવ આકાશે આંબી ગયા છે. ગોલ્ડના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે પણ સોનું તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર આજે સોનાનો ભાવ 61,500 ને પાર નીકળી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં જલદી તેજી જોવા મળશે.

લગ્નગાળામાં સોનાના (Gold) ભાવ આકાશે આંબી ગયા છે. ગોલ્ડના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. આજે પણ સોનું તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર આજે સોનાનો ભાવ 61,500 ને પાર નીકળી ગયો છે. એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં જલદી તેજી જોવા મળશે. આ સાથે જ ચાંદી (Silver) પણ તેજી સાથે ટ્રેડ થઈ રહી છે. ચાંદીનો ભાવ આજે 78,000 ને પાર નીકળી ગયો છે. ગ્લોબલ બેંકિંગ (Global Banking) ચિંતાઓના પગલે ગોલ્ડના ભાવ ઘરેલુ બજારમાં તેજીથી વધી રહ્યો છે.

કેટલું મોંઘુ થયું સોનું :

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.13 ટકાની તેજી સાથે 61,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે જ ચાંદીનો ભાવ 0.16 ટકાના વધારા સાથે 78,161 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે.

શરાફા બજારમાં ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 61646 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે તેનો ભાવ 93 રૂપિયાની તેજી સાથે 61739 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા સોનાની વાત કરીએ તો 92 રૂપિયાની તેજી સાથે ભાવ 61492 રૂપિયા છે.

916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 10 ગ્રામ સોનામાં 85 રૂપિયા વધતા ભાવ 56552 રૂપિયા છે. જ્યારે 750 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ 70 રૂપિયા વધારા સાથે 46304 રૂપિયા છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 55 રૂપિયાના વધારા સાથે 36117 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલો 787 રૂપિયાના ઉછાળાથી હાલ ભાવ 77251 રૂપિયા છે.

આ પણ વાંચો :-