Home Blog Page 1090

Smart Driving Licence : સાદા લાયસન્સને કેવી રીતે બનાવશો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ ? જાણો સરળ ટ્રિક

0

Smart Driving Licence

  • Driving Licence: તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયાની શરૂઆત એક આવેદનથી થાય છે અને ત્યારબાદ તમારે પ્રોસેસ ફી જમા કરાવવાની હોય છે. આ પ્રોસેસ ફીની કિંમત 200 રૂપિયા છે.

દરેક વાહનચાલક માટે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence) સૌથી મહત્વનો દસ્તાવેજ છે, લાયસન્સનું કામ RTOથી થાય છે અને ત્યારબાદ તમે રસ્તા પર કાયદાકીય રીતે વાહન ચલાવી શકો છો. આપણામાં મોટાભાગના લોકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે પરંતુ આ લાયસન્સ સામાન્ય હોય છે. હવે જમાનો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સનો (Smart Driving License) છે. સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં માઈક્રોચીપ લાગેલી હોય છે. આ ચીપને સ્કેન કરવાથી સંબંધિત વ્યક્તિની તમામ જાણકારી સામે આવી જાય છે.

સામાન્ય DLને સ્માર્ટ DLમાં બદલવાની ઈચ્છા :

સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં વ્યક્તિનો બાયોમેટ્રિક ડેટા ઉમેરવામાં આવે છે જેમાં ફિંગર પ્રિન્ટ, બ્લડ ગ્રુપ અને રેટિના સ્કેન જેવી જાણકારીઓ સામેલ છે. જો તમે પણ સામાન્ય ડ્રાઈવિંગ લાયસન્સને સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં બદલવા માગો છો તો આ જાણકારીમાં કેટલાક સરળ સ્ટેપ બતાવવામાં આવ્યા છે જેને ફોલો કરવાથી તમે સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયાની શરૂઆત એક આવેદનથી થાય છે અને ત્યારબાદ તમારે પ્રોસેસ ફી જમા કરાવવાની હોય છે. આ પ્રોસેસ ફીની કિંમત 200 રૂપિયા છે.

ફોલો કરો આ 5 સ્ટેપ્સ:

1. સૌથી પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની આધિકારીક વેબસાઈટ પર પહોંચો, અહીં તમને ‘ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર સ્માર્ટ કાર્ડ’નો વિકલ્પ મળશે. અહીંથી જ સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ફોર્મને ડાઉનલોડ કરો.

2. ડાઉનલોડ કરેલા ફોર્મને ભરી તેને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અટેચ કરો. આ ફોર્મને RTO કચેરીએ જમા કરાવો.

3. ફોર્મ જમા કરાવ્યા બાદ તમારે 200 રૂપિયા ફી ભરવી પડશે અને અહીંથી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે શિડ્યૂલ બુક કરાવી શકો છો.

4. ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા બાદ તમારે રેટિના સ્કેનિંગ, ફિંગરપ્રિન્ટ અને ફોટોનો બાયોમેટ્રિક આપવો પડશે.

5. આ કામગીરી બાદ તમારે કઈ કરવાની જરૂર નથી. RTO વિભાગ તમારા રજીસ્ટર્ડ સરનામા પર સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ થોડાક દિવસમાં જ પહોંચી જશે.

આ પણ વાંચો :-

 

ઘરે બેઠા જાણો તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, 1 મિનિટમાં પડી જશે ખબર

Know at home whether the milk

  • Fake and Real Milk Testing : આજના સમયમાં દૂધમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવામાં આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.

દૂધ (Milk) આપણા દૈનિક આહારનો મહત્વનો ભાગ છે. દરેક ઘરમાં દૂધનો વપરાશ થાય છે અને દિવસ દરમિયાન દૂધનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પરિવારના દરેક વ્યક્તિ દૂધનો (Milk) ઉપયોગ કરે છે. મોટાભાગે લોકો ગાય અથવા ભેંસનું દૂધ ખરીદતા હોય છે. પરંતુ આજના સમયમાં દૂધમાં ભેળસેળનું (Confusion) પ્રમાણ વધી રહ્યું છે.

દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવામાં આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ છીએ ને ફોલો કરીને તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.

ભેળસેળવાળા દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે આ પ્રકારનું દૂધ પીવાથી હાડકા નબળા પડે છે અને આંતરડા, લિવરને પણ નુકસાન થાય છે. તેવામાં જરૂરી છે કે તમે શુદ્ધ દૂધનો જ ઉપયોગ કરો. ઘરમાં આવતું દૂધ શુદ્ધ છે કે નહીં તે આ રીતે જાણી શકો છો.

સ્વાદ હોય છે કડવો :

નિષ્ણાંતોનું જણાવવું છે કે દૂધ શુદ્ધ છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ રસ્તો તેનો સ્વાદ છે. શુદ્ધ દૂધ સ્વાદમાં થોડું મીઠાશ વાળું હોય છે. જ્યારે દૂધમાં ડીટરજન્ટ સોડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે.

દૂધમાં થાય છે ફીણા :

દૂધમાં ભેળસેળ કરવા માટે ઘણા લોકો ડિટર્જન્ટનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારનું દૂધ ચેક કરવું હોય તો કાચની બોટલ અથવા તો ટ્યુબ લેવી. તેમાં 5 ml દૂધ ભરવું અને થોડીવાર માટે જોરથી હલાવવું. જો તેને હલાવવાથી તેમાં ફીણા થઈ જાય તો સમજી લેવું કે દૂધ શુદ્ધ નથી અને તેમાં ડિટર્જન્ટ મિક્સ કરેલું છે.

દૂધનો રંગ :

દૂધ શુદ્ધ છે કે નહીં તે તેના રંગ પરથી પણ જાણી શકાય છે. જો શુદ્ધ દૂધ હશે તો તેને તમે થોડીવાર માટે પણ સ્ટોર કરશો તો તેનો રંગ બદલશે નહીં તે સફેદ જ રહેશે પરંતુ ભેળસેળ વાળા દૂધનો રંગ પીળો થવા લાગશે.

દૂધમાં પાણીની ભેળસેળ :

દૂધમાં સૌથી વધુ પાણી ઉમેરવામાં આવે છે. તમારા ઘરે આવતા દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી ઉમેરેલું છે તે જાણવું હોય તો સૌથી પહેલા દૂધના ચારથી પાંચ ટીપાં લાકડા અથવા તો પથ્થર ઉપર પાડો. જો દૂધ ઢોળાયા પછી સરળતાથી ઢળી જાય તો સમજી લેજો કે તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. શુદ્ધ દૂધ ધીરે ધીરે નીચે પડે છે અને સફેદ નિશાન રહી જાય છે.

આ પણ વાંચો :-

Cannes : આલિયા ભટ્ટના મેટ ગાલા ડેબ્યૂ પછી પહેલીવાર કાન્સમાં જોવા મળશે આ બોલિવૂડ એક્ટ્રેસ !

Cannes Alia Bhatt

  • Cannes Film Festivalમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી હસ્તીઓ જોવા મળશે અને રેડ કાર્પેટ પર પોતાનો પાવર બતાવશે ! જ્યારે દરેકની નજર હજુ પણ મેટ ગાલાના ફોટા અને વીડિયો પર છે. ત્યારે હવે કાન્સની તૈયારીઓ ચાલી રહી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Hindi film industry) વિશ્વની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીમાંની એક છે અને આપણા કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટસમાંથી એક મેટ ગાલા 2023 (Matt Gala 2023) અભિનેત્રી આલિયા ભટ્ટે તેના સ્ટાર-સ્ટડેડ ડેબ્યૂ કર્યું હતું અને તેનો વ્હાઈટ ગાઉન લુક બધાને ખુબ પસંદ આવ્યો હતો.

મેટ ગાલા પછી હવે બીજી એક મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ આવી રહી છે જેનું નામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળે છે અને અહીં રેડ કાર્પેટ પર હોવું એ મોટી વાત છે ! આલિયા ભટ્ટની (Alia Bhatt) મેટ ગાલા ડેબ્યૂ બાદ હવે આ મોટી એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ એક્ટ્રેસ કાન્સમાં પહેલીવાર જોવા મળશે :

શું તમે વીમા પોલિસી પર લોન લીધી છે ? તો ક્રેડિટ કાર્ડથી નહીં ચુકવી શકો તેના હપ્તા

0

Have you taken a loan on an  

  • Loan On Insurance Policy : જો તમે LICની પોલિસી પર લોન લીધી છે. અને ક્રેડિટ કાર્ડથી લોનની EMI ચુકવતા હતા તો હવે તમે આમ નહીં કરી શકો. કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડથી વીમા પોલિસી પર લીધેલી લોનની ચુકવણીનો વિકલ્પ બંધ કરવા જઈ રહી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લોનની ચુકવણીના માધ્યમ તરીકે ક્રેટિટ કાર્ડનો ઉપયોગ કરીને વીમા પોલિસી લોનની (Insurance policy loan) ચુકવણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમે LICની પોલિસી પર લોન લીધી છે. અને ક્રેડિટ કાર્ડથી (Credit card) લોનની EMI ચુકવતા હતા તો હવે તમે આમ નહીં કરી શકો. કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડથી વીમા પોલિસી પર લીધેલી લોનની ચુકવણીનો વિકલ્પ બંધ કરવા જઈ રહી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ જીવન વીમા કંપનીઓને વીમા પોલિસી સામે લોનની ચુકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચુકવણીના મોડ તરીકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વીમા પોલિસીઓ સામે લીધેલી લોનની ચુકવણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ જીવન વીમા કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક અસરથી વીમા પોલિસી સામે લોનની પુન:ચુકવણીના મોડ તરીકે ક્રેડિટ કાર્ડ સ્વીકારવાનું બંધ કરે.

ઓગસ્ટ 2022માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાહેરાત કરી હતી કે તે નેશનલ પેન્શન સિસ્ટમ ટિયર-II એકાઉન્ટ્સમાં સબસ્ક્રિપ્શન અને યોગદાન માટે ક્રેડિટ કાર્ડની ચૂકવણી સ્વીકારવાનું બંધ કરશે.

ગ્રાહકો તેમની વીમા પોલિસી ગીરવે મૂકીને લોન મેળવી શકે છે. આ પ્રકારની લોન લેવી લોન લેનારાઓ માટે ફાયદાકારક છે કારણ કે અન્ય કોઈ સંપત્તિની જરૂર નથી. તમે વ્યક્તિગત લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન લેવાના વિકલ્પ તરીકે તમારી જીવન વીમા પોલિસીમાંથી નાણાં ઉછીના લઈ શકો છો. લોનની રકમ તમારી પોલિસીના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ લોન પર વસૂલવામાં આવતો વ્યાજ દર, તેમજ લોનની ચુકવણીના વિકલ્પો, વીમા કંપનીઓના આધારે અલગ-અલગ હોય છે.

જાણ કરો કે તમે તમામ પ્રકારની જીવન વીમા પોલિસી સામે લોન લઈ શકતા નથી. તેથી પ્લાન ખરીદતા પહેલા તમારી વીમા કંપની સાથે તપાસ કરવી વધુ સારું છે. પરંતુ આખા જીવનની પોલિસી, મની-બેક પોલિસી, સેવિંગ્સ પ્લાન અને એન્ડોમેન્ટ પ્લાન જેવી પોલિસી જીવન વીમા પોલિસી સામે લોન આપે છે. કેટલીકવાર યુલિપ પોલિસી સામે લોન જેને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (યુલિપ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમારા વીમાદાતાના આધારે મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

 

મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત આવ્યું સામે, 42 લાખ રુપિયાને લઈને….

0
Mahatg Kiran Patel’s
  • મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઈસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા.

મહાઠગ કિરણ પટેલનું (Mahathg Kiran Patel) નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઈસન્સ (License) અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા. વર્ષ 2017 માં ફરિયાદી પાસે લાયસન્સ માટે કિરણ અને તેની પત્નીએ રુપિયા પડાવ્યા હતા.

કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી અને સરકારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો રોફ જમાવ્યો હતો. ફરિયાદીએ લાયસન્સ ન મળતાં કિરણ પટેલ પાસે આપેલ રકમ પરત માંગી હતી. જોકે કિરણે રૂપિયાની જગ્યાએ પોતાની નારોલની જમીન આપવાનું બહાનું બતાવ્યું હતું. હાલમાં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :-

 

સલમાનની ટાઈગર ૦૩માં શાહરુખના એક સીન પાછળ ખર્ચ થશે આટલા કરોડ રુપિયા

Salman’s Tiger
  • Salman Khan Tiger 3 : ‘ટાઈગર 3’ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે.

જ્યારે બોલીવુડ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને શાહરુખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મની વાત આવે ત્યારે લોકોમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ જ્યારથી દર્શકોએ સલમાન ખાનને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં જોયો છે ત્યારથી દર્શકો પણ યે દિલ માંગે મોર. એવું કહી રહ્યા છે. ત્યારે શાહરુખ અને સલમાનના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પઠાનમાં બંને કલાકારો સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર બંને કલાકારો ‘ટાઈગર 3‘માં સાથે જોવા મળવાના છે.

ટાઈગર 3‘ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે. જાણવા મળતી માહિતી અનુસારા ટાઈગર 3માં પણ સલમાન અને શાહરૂખ જબરદસ્ત એક્શન સીન કરતાં જોવા મળશે. સલમાન અને શાહરૂખના આ એક એક્શન સીન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

સલમાન અને શાહરૂખના એક એક્શન સીન માટે એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે. જેની કિંમત લગભગ 35 કરોડ છે. જેનુ શૂટિંગ 8 મેથી શરૂ થશે. ટાઈગર 3માં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. એટલે આ દિવાળી સલમાન અને શાહરૂખ ખાનના ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે.

આ પણ વાંચો :-

 

ઈલેક્ટ્રીક ગાડીઓને પણ ટક્કર મારે તેવી છે સુરતના યુવકે બનાવેલી દેશી કાર્ટ, જુઓ તસ્વીરો

0

Electric trains

  • હાલ ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે. પેટ્રોલ-ડીઝલના વાહનો પ્રદૂષણ પેદા કરે છે. આવામાં હવે ઈલેક્ટ્રીક વાહનો જ એક સોલ્યુશન છે.

સુરતમાં એક ઈલેક્ટ્રીક એન્જિનિયરે (Electric Engineer) એવી કાર્ટ બનાવી છે. સિનીયર સિટીઝનના (Senior Citizen) કામમાં આવે. મૂળ યુપીના રહેવાસી 22 વર્ષીય સંગમ મિશ્રા બી.ટેક કરે છે. આ યુવકને એવો આઈડિયા આવ્યો કે કોઈ સપનામાં પણ વિચારી ન શકે. પરંતુ તેના આઈડિયાથી અનેક સિનીયર સિટીઝન્સની તકલીફો દૂર થશે.

સંગમ મિશ્રાએ એક અનોખી શોપિંગ કાર્ટ બનાવી છે. જેને વૃદ્ધો સહેલાઈથી ઓપરેટ કરી શકે છે. આ કાર્ટને સિનિયર સિટીઝન જાતે જ ઓપરેટ કરી શકે છે. જે વૃદ્ધોને પગની તકલીફ છે. તેઓ ચાલી શક્તા નથી. પરંતુ તેઓને ઘરની બહાર જવુ છે અથવા શોપિંગ કરવા જવુ છે તે આ શોપિંગ કાર્ટ બેસ્ટ ઓપ્શન બની રહેશે.

વૃદ્ધોની પગની તકલીફ જોઈને સંગમ મિશ્રાને આ પ્રકારની કાર્ટ બનાવવાનો આઈડિયા આવ્યો. આ સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ કાર્ટ છે અને ઈલેક્ટ્રીસીટીથી ચાલે છે. આ કાર્ટ 200 કિલોગ્રામ લોડ હેન્ડલ કરી શકે છે. આ કાર્ટને ગમે ત્યાં સહેલાઈથી લઈ જઈ શકાય છે.

આ પણ વાંચો :-

સ્વિમિંગ પૂલમાં ઉતરતા જ થઈ જાય છે પેશાબ ? તેની પાછળનું કારણ ખાસ જાણો

Does the swimming pool descend to urine?
  • ગરમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે.

રમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક (Water park) કે સ્વિમિંગ (Swimming) કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન (Urine) પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે. આ અંગે વિજ્ઞાન શું કહે છે ? આ તમામ સવાલોના જવાબ જાણો.

રમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે. આ અંગે વિજ્ઞાન શું કહે છે? આ તમામ સવાલોના જવાબ જાણો.

લોકો જાણી જોઈને નથી કરતા આ હરકત :

તમે માનો કે ન માનો. પરંતુ જે પણ સ્વિમિંગ પૂલમાં તમને ન્હાવા જાઓ છો તેમાં ઘણી માત્રામાં યુરિન ભળેલું હોય છે. આ યુરિન તેમાં તરતા લોકો જ કરતા હોય છે. જો કે કોઈ પણ આ વાત ખુલીને કબૂલ કરતા નથી. આ મુદ્દે એક સ્ટડી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લગભગ એક લાખ 10 હજાર ગેલનવાલા સ્વિમિંગ પૂલમાં લગભગ 8 ગેલન યુરિન ભળેલું હોય છે.

આવું લોકો જાણી જોઈને નથી કરતા પરંતુ અસલ વાત એ છે કે સ્વિમિંગ પૂલમાં થોડો સમય વિતાવતા જ તેમની બ્લેડર પર એટલું પ્રેશર બનવા લાગે છે કે તેઓ પોતાના યુરિન પર કંટ્રોલ કરી શકતા નથી અને તેને પૂલમાં જ રિલીઝ કરી દે છે.

 આ પણ વાંચો :-

 

 

 

CSK vs MI : આજે સૌથી વધુ વખત IPL જીતનાર 2 ટીમો વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ-11

0

CSK vs MI

  • MI vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આજે બપોરે ૩.૩૦ વાગ્યે આમને-સામને થશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. અહીં બંને ટીમો વધારાના સ્પિનર ​​સાથે ઉતરી શકે છે.

આજે (6 મે) IPLની બે સૌથી દિગ્ગજ ટીમો વચ્ચે મુકાબલો થશે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ચેપોકમાં ટકરાશે. IPLની અત્યાર સુધીની ૧૫ સિઝનમાં આ બંને ટીમો ૯ વખત ટ્રોફી જીતી ચૂકી છે. મુંબઈએ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે જ્યારે ચેન્નાઈ ૦૪ વખત જીત્યું છે.

જ્યારે આ બંને ટીમો બપોરે સામસામે આવશે ત્યારે પ્લેઈંગ-11 પર ખાસ ફોકસ રહેશે. ખરેખર, ચેપોકની પીચ પર સ્પિનરો હંમેશા અસરકારક રહે છે સાથે આ પીચ બેટ્સમેનને પણ મદદગાર સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે બંને ટીમો તેમના પ્લેઈંગ-11માં વધારાના સ્પિનરને તક આપશે કે પછી કોઈ ફેરફાર કર્યા વિના જ રહેશે.

CSK ની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી

CSKની પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ) : ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચહર, મહિષ તીક્ષાના, મતિષા પથિરાના. (ઈમ્પેક્ટ પ્લેયર: તુષાર દેશપાંડે/અંબાતી રાયડુ)

CSKની પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચહર, મહિષ તિક્ષાના, મતિષા પાથિરાના, તુષાર દેશપાંડે. (ઈમ્પેક્ટ પ્લેયર: અંબાતી રાયડુ/તુષાર દેશપાંડે)

MI  ની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી

MIની પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ) : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નડાલ વાધેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, ઋત્વિક શોકીન, આકાશ માધવાલ. (ઈમ્પેક્ટ પ્લેયરઃ કુમાર કાર્તિકેય/સૂર્યકુમાર યાદવ)

MIની પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ) : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નડાલ વાધેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, હૃતિક શોકીન, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય. (ઈમ્પેક્ટ પ્લેયર: સૂર્યકુમાર યાદવ/કુમાર કાર્તિકેય)

આ પણ વાંચો :-

 

ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન, દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી જશે ટ્રેન

0

India’s largest railway junction

  • Largest Railway Junction : શું તમે જાણો છો કે દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન ક્યાં છે? આ એક એવું રેલવે જંકશન છે. જ્યાં 24 કલાક ટ્રેનોની અવરજવર ચાલુ રહે છે. આ જંક્શનમાં દેશનો અમૂલ્ય ઈતિહાસ પણ સમાયેલો છે.

ભારતીય રેલ્વે (Indian Railways) એ વિશ્વના 5 સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંનું એક છે. તમે તેના વિશે જેટલું જાણશો તેટલું જ તમને ગર્વ થશે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલવે જંક્શન (Railway Junction) વિશે જણાવીશું, જે ક્યારેય ખાલી નથી રહેતું. અહીં 24 કલાક ટ્રેનોની અવરજવર રહે છે. ભારતના કોઈપણ ખૂણે જવા માટે તમે આ જંકશનથી ટ્રેન પકડી શકો છો. આવો જાણીએ આ જંક્શન ક્યાં છે અને તેની વિશેષતાઓ શું છે.

દેશનું સૌથી મોટું મથુરા રેલ્વે જંકશન :

આ દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન છે. મથુરા રેલ્વે જંકશન યુપીના મથુરામાં આવેલ છે. આ જંકશન ઉત્તર મધ્ય રેલવે હેઠળ આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓ માટે 7 જુદા જુદા રૂટની ટ્રેનો આ જંકશન પરથી પસાર થાય છે. આ સ્ટેશન પર કુલ 10 પ્લેટફોર્મ છે. જેના પર દરેક સમયે ટ્રેનોની અવરજવર રહે છે.

No description available.

ટ્રેનો સતત પસાર થતી રહે છે :

તમે આ જંક્શન (મથુરા રેલ્વે જંક્શન) પર દિવસ કે રાત ગમે ત્યારે આવી શકો છો. તમે અહીંથી સતત સેંકડો ટ્રેનો પસાર થતી જોશો. દેશના કોઈપણ ખૂણે જવા માટે તમે અહીંથી ટ્રેન પકડી શકો છો. આ જંક્શન પર 1875માં પ્રથમ વખત ટ્રેન દોડાવવામાં આવી હતી. આ પછી વર્ષ 1889 માં, મથુરા-વૃંદાવન વચ્ચે 11 કિલોમીટર લાંબી મીટરગેજ લાઇન શરૂ કરવામાં આવી.

સ્વચ્છતા વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે :

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર મથુરા રેલવે જંક્શન દેશના 100 રેલવે સ્ટેશનોમાંથી એક છે જ્યાં સૌથી વધુ બુકિંગ થાય છે. આ સિદ્ધિ છતાં જંકશન પર સ્વચ્છતાનો અભાવ રેલ્વે માટે મોટી સમસ્યા છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના 2018ના અહેવાલ મુજબ સર્વેક્ષણ કરાયેલા 75 મોટા સ્ટેશનોમાં આ સ્ટેશનને સૌથી ઓછું સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાં સતત સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-