કેટલા રૂપિયામાં પ્રિન્ટ થાય છે 10 રૂપિયાની નોટ, 100, 500 અને 2,000 રૂપિયા છાપવા માટે કેટલો ખર્ચ થાય છે? જરા જાણી લેજો

Share this story

How many rupees are printed

  • Currency Printing Rate : આપણે બધા 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કરીએ છીએ. ભારતીય રિઝર્વ બેંક ચલણી નોટો છાપે છે. આરબીઆઈ કરન્સીના પ્રિન્ટિંગ પર ઘણો ખર્ચ કરે છે.

કેન્દ્ર સરકાર (Central Govt) અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો તમે અને હું રોજ ઉપયોગ કરીએ છીએ. મોંઘવારી (Inflation) વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી ગયો છે. વર્ષ 2021 પછી કાગળ અને શાહીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આરબીઆઈને (RBI) 500 રૂપિયાની નોટો કરતાં 200 રૂપિયાની નોટ છાપવા પર વધુ ખર્ચ કરવો પડે છે. એ જ રીતે 10 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 20 રૂપિયાની નોટ કરતાં વધુ છે. એ જ રીતે સિક્કા બનાવવાથી સરકારને નોટો છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે.

દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ (Printing of notes) થાય છે. 2 પ્રેસ આરબીઆઈની છે જ્યારે 2 કેન્દ્ર સરકારની છે. આરબીઆઈના પ્રેસ મૈસુર અને સાલ્બોની ખાતે છે જ્યારે ભારત સરકારના પ્રેસ નાસિક અને દેવાસમાં છે. હાલમાં 2000 રૂપિયાની નોટ દેશની સૌથી મોટી નોટ છે. પરંતુ ભારતીય રિઝર્વ બેંક અત્યારે આ નોટ છાપી રહી નથી.

1 દસ રૂપિયાની નોટ 96 પૈસામાં છપાય છે :

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર પ્રિન્ટિંગ કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન લિમિટેડ (BRBNML) તરફથી RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 (FY22)માં 10 રૂપિયાની 1 હજાર નોટ છાપવા માટે રૂ. 960 ચૂકવવા પડ્યા હતા. આ રીતે એક નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા હતો.

ભારતીય રિઝર્વ બેંકને 20 રૂપિયાની એક હજાર નોટ છાપવા માટે 950 રૂપિયા ખર્ચવા પડે છે. મતલબ પ્રતિ નોટ 95 પૈસા. આ રીતે 10 રૂપિયાની 1000ની નોટ છાપવા પર 20 રૂપિયાની 1000ની નોટ છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે. વર્ષ 2021-22માં RBIએ 50 રૂપિયાની 1,000 નોટ છાપવા માટે 1,130 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. રિઝર્વ બેંકને 100ની 1,000 નોટ છાપવાનો ખર્ચ 1,770 રૂપિયા હતો.

200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી :

રિઝર્વ બેંકને 200ની 1000  નોટ છાપવા માટે 2,370 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. 200 રૂપિયાની નોટ હવે ખૂબ જ પ્રચલિત છે. RBIએ 500 રૂપિયાની નોટ છાપવા કરતાં 200 રૂપિયાની નોટ છાપવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે. 500ની એક હજાર નોટ છાપવાનો ખર્ચ 2,290 રૂપિયા છે.

આ પણ વાંચો :-