ગુગલના CEO સુંદર પિચાઈને હવે રોજ 5 કરોડ રૂપિયા પગાર મળશે, Googleએ વધારી સેલેરી

Share this story

Google CEO Sundar Pichai

  • Google CEO Salary : ગૂગલે (Google) થોડા સમય પહેલા 12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. રિપોર્ટ અનુસાર કંપનીના અન્ય કર્મચારીએ પિચાઈના પગારમાં કાપ ન મૂકવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે કંપનીએ કોસ્ટ કટિંગના કારણે 12,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

વિશ્વમાં આર્થિક મંદીના સમાચાર વચ્ચે ઘણી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કામ કરતી કંપનીઓની યાદીમાં ગૂગલ (Google) પણ સામેલ છે. ગૂગલે (Google)થોડા સમય પહેલાં જ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી.

ત્યારે ગૂગલના સીઈઓ (Google CEO) સુંદર પિચાઈએ કહ્યું હતું કે આ ખરાબ સમય છે અને આવું કરતી વખતે તેઓ ખરાબ અનુભવી રહ્યા છે. જોકે હવે ગૂગલે (Google) સીઈઓ સુંદર પિચાઈની સેલરી વધારી દીધી છે.

મીડિયા અહેવાલો અનુસાર Google CEO સુંદર પિચાઈને આ અઠવાડિયે કંપનીની મીટિંગમાં મુસાફરી, મનોરંજન બજેટમાં કાપ અને સંભવિત છટણી અંગે કર્મચારીઓના કઠિન પ્રશ્નોનો સામનો કરવો પડયો હતો. મોટા પાયે છટણી વચ્ચે CEOના પગારમાં વધારો કર્યા બાદ પણ ગૂગલના (Google) કર્મચારીઓ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે.

ગયા વર્ષે ગૂગલના (Google) CEOનો પગાર વધારીને 226 મિલિયન ડોલર કરવામાં આવ્યો હતો. પિચાઈના આ પગાર પેકેજમાં લગભગ $218 મિલિયનનો સ્ટોક સામેલ છે. જે તેમને દર ત્રણ વર્ષે એવોર્ડ તરીકે મળે છે.

22.6 crore dollar in indian rupees એટલે 18,48,70,37,300.00 Indian Rupee. આ રકમને 365 વડે ભાગીએ તો 5,06,49,417 રૂપિયા થાય છે. જો તેઓ 8 કલાક નોકરી કરતા હોય તો કલાક દીઠ તેમને કંપની 63 લાખ 31 હજાર 177 રૂપિયા ચૂકવશે.

આ પણ વાંચો :-