દુનિયાનો પહેલો ઈલેક્ટ્રિક રોડ, આ રોડ પર ચાલતા-ચાલતા આપમેળે ચાર્જ થઈ જશે વાહન !

Share this story

The world’s first electric road 

  • EV Charging Road : આ દેશ બનાવી રહ્યો છે વિશ્વનો પ્રથમ ઈલેક્ટ્રીક રોડ, ચાલતી વખતે તમામ EV ચાર્જ થઈ જશે. જો આવું થશે તો પછી સૌથી વધુ ખુશ થશે મધ્યમર્ગી.

ઈલેક્ટ્રિક રોડ (Electric Road) વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોડના ઉપરના ભાગમાં વીજળી નથી અને તે ખુલ્લા પગે પણ ચાલી શકે છે. આના નિર્માતાઓના જણાવ્યા અનુસાર રસ્તામાં આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વાહનોને ચાર્જિંગ (Charging Vehicles) માટે રોકવા ન પડે.

સ્વીડન વિશ્વનો પ્રથમ ઈલેક્ટ્રિફાઈડ રોડ બનાવી રહ્યું છે: સ્વીડન પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સમગ્ર યુરોપનું નેતૃત્વ કરી રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાતોને સમજીને સ્વીડનની સરકારે ઈ-વ્હીકલ સેગમેન્ટ અને તેના પડકારોનો સામનો કરવા માટે ઘણા સમય પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું.

આવી સ્થિતિમાં હવે અહીં એવો ઈલેક્ટ્રિક રોડ બનાવવામાં આવી રહ્યો છે. જે એકસાથે બેટરી પર ચાલતા તમામ વાહનોની તમામ સમસ્યાઓ દૂર કરશે. ઈ-વાહનો માટે આ એક ક્રાંતિકારી યોજના હશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેને આખા દેશમાં શરૂ કરવામાં આવશે.

વિશ્વનો પ્રથમ ઇલેક્ટ્રિક રોડ :

‘યુરો ન્યૂઝ’માં પ્રકાશિત અહેવાલ મુજબ યુરોપિયન યુનિયન (EU) એ ગયા મહિને 2035 થી શૂન્ય CO2 ઉત્સર્જન માટે ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે. તેથી જ યુરોપના તમામ દેશો અશ્મિભૂત ઈંધણ મુક્ત પરિવહન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા દોડી રહ્યા છે. જ્યારે સ્વીડન પાંચ વર્ષ અગાઉ 2030 સુધીમાં અશ્મિભૂત ઈંધણ પર નિર્ભરતા સમાપ્ત કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.

આ ઈલેક્ટ્રિફાઈડ મોટરવે, યુરોપિયન હાઈવે E20, દેશના ત્રણ મોટા શહેરો, સ્ટોકહોમ, ગોથેનબર્ગ અને માલમોની મધ્યમાં સ્થિત હોલ્સબર્ગ અને ઓરેબ્રો વચ્ચેના લોજિસ્ટિક્સ હબને જોડે છે. આ પાયલોટ પ્રોજેક્ટ 2025 સુધીમાં પૂર્ણ થશે.

સ્વીડિશ સરકાર અને નિષ્ણાતો દાવો કરે છે :

ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટેનો આ ઈ-રોડ સ્વીડિશ સરકારની દેખરેખ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં તેનું વધુ વિસ્તરણ કરવામાં આવશે અને દેશમાં 20 હજાર કિલોમીટર સુધી આવા રોડ અને હાઈવે બનાવવાની યોજના છે.

આ ઈલેક્ટ્રિક રોડ પર ચાલતા કાર અને ટ્રક ડ્રાઈવરો રોકાયા વિના સફરમાં તેમની બેટરી રિચાર્જ કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ડાયનેમિક ચાર્જિંગથી લોકો ભવિષ્યમાં નાની બેટરી સાથે લાંબા અંતરની મુસાફરી કરી શકે છે અને ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક કલાકો સુધી રાહ જોવાનું ટાળી શકે છે.

આ પણ વાંચો :-