IPL 2023 : ગુજરાત ટાઈટન્સના આ ખેલાડીની ધરપકડની માગણી લઈને પત્નીએ પહોંચી સુપ્રીમ કોર્ટ

Share this story

IPL 2023

  • ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી હાલ તો આઈપીએલમાં વ્યસ્ત છે.

જ્યારે તેમની પત્ની હસીન જહાએ (Wife Hasin Jaha) હવે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શમીની વાઈફે વર્ષ 2018માં મોહમ્મદ શમી (Mohammed Shami) પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા હ તા. પરંતુ શમીએ આ તમામ આરોપો ફગાવ્યા હતા. હાઈકોર્ટના (High Court) નિર્ણયથી નારાજ થઈને હવે શમીની વાઈફ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. તેણે શમીની ધરપકડની માંગણી કરી છે.

વાઈફ હસીન જહાએ આરોપ લગાવ્યો છે કે સમીના એક્સ્ટ્રા મેરેટિયલ અફેર હતા અને તે તેને દહેજ માટે હેરાન કરતો હતો. હસીન જહાની અરજીમાં કહેવાયું છે કે કાયદા પ્રમાણે કોઈ પણ જાણીતી હસ્તીને વિશેષ સ્થાન મળવું જોઈએ નહીં. કોર્ટનો ચુકાદો અયોગ્ય છે.

અત્રે જણાવવાનું કે જાન્યુઆરી 2023માં શમીને કોલકાતા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે તે તેની વાઈફને દર મહિને 1.30 લાખ રૂપિયા આપશે. જેમાંથી 80 હજાર તેની પુત્રી માટે અને 50હજાર તેની પૂર્વ પત્ની હસીન જહાના ખર્ચા માટે હશે. જો કે આ રકમથી તે ખુશ નહતી અને તેણે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

શમીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો હસીન જહાના આરોપ કોર્ટમાં સાબિત થઈ જાય તો તે તેની માફી માંગવા માટે પણ તૈયાર છે. અત્રે જણાવવાનું કે હજુ સુધી એવો કોઈ પુરાવો હાથ લાગ્યો નથી જેનાથી મોહમ્મદ શમીની ધરપકડ થઈ શકે. હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તો જોવાનું રહેશે કે તે ક્યાં જઈને ખતમ થાય છે.

આ પણ વાંચો :-